અનુયાયીઓ

શનિવાર, 19 એપ્રિલ, 2014

નિઃશુલ્ક બૂક





ધોરણ ૧થી ૧૦ની ટેક્સબૂક નિઃશુલ્ક બૂક ડાઉનલોડ કરી શકશે

ઓનલાઈન બૂક્સ એટલે પૈસાની બચત. નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ધોરણ ૧થી ૧૦ની ટેકસબૂક અને ઓબ્ઝેક્ટિવ એક્ઝામ પ્રશ્નો ઓનલાઈન મુકવામાં આવ્યા છે. આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા એટલા બધા સક્રિય થઈ ગયા છે કે પહેલા ધોરણના બાળકને પણ કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડે છે. એન.સી.ઈ.આર.ટી.  દ્વારા એક નવો વિદ્યાર્થીઓ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ખરેખર એક સફળ પ્રયોગ સાબિત થશે. આ અંગે અમદાવાદ એન.સી.ઈ.આર.ટી.ના ઈન્ચાર્જ કપિલભાઈ કનલ કહે છે કે અમારો પૂરા ભારતમાં એન.સી.ઈ.આર.ટી.નો સિલેબસ ભણતા વિદ્યાર્થીઓને કયારેક એવુ બને કે  માર્કેટમાં અમારી બૂક ન મળે તે તેને અભ્યાસમાં ઘણું નુકસાન થઈ શકે છે. અથવા તો બૂક્સ આવે ત્યાં સુધી  વિદ્યાર્થીને રાહ જોવી પડતી હોય છે. જેથી કરીને અમે ધોરણ ૧થી ૧૦ સુધીની તમામ ટેકસ બૂકોને ઓનલાઈન મુકી દીધી છે. આ બૂકસ જવાહર નવોદય, કેન્દ્રીય વિદ્યાલય, દિલ્હી પબ્લીક સ્કૂલ, મહારાજા એગ્રેસન સ્કૂલ જેવી વિવિધ સી.બી.એસી.સીની દ્વારા ચાલતી શાળાઓમાં અમારો સીલેબસ છે તેમને આ બૂક્સ સ્ટડી માટે દરેક સમયે ઉપયોગમાં આવે છે. આ બૂકસ હિન્દી, ઈંગ્લિશ અને ઉર્દુ જેવી વિવિધ ભાષાઓના સિલેબસની ટેકસબૂક છે. આ પ્રકારનું કામ ગુજરાત એજ્યુકેશન બોર્ડમાં થયુ હોય તેવુ ધ્યાનમાં નથી  જો આ પ્રાકારની શરુઆત દરેક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણો આર્થિક ફાયદો થઈ શકે છે. હવેના સમયમાં વિદ્યાર્થીઓ ટેક્સ બૂક્સનો ખર્ચ કરવાની જરૃર નહીં પડે તેમજ સિલેબસની બૂક્સ માર્કેટમાં ન મળતી હોય તો તે બૂક્સ માટે રાહ જોવી નહીં પડે. કોઈ પણ બૂકસ ઈન્ટરનેટ દ્વારા એન.સી.ઈ.આર.ટી.ની સાઈટ પર નિઃશુલ્ક ડાઉનલોડ થશે

ટિપ્પણીઓ નથી: