LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 7 નવેમ્બર, 2013
બુધવાર, 6 નવેમ્બર, 2013
પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, રાજકોટ
રાજકોટ
રાજકોટ અને મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાશે
રાજકોટ તા. ૬ નવેમ્બર – રાજ્યના ખેલાડીઓને પોતાનું કૌવત દેખાવડાની તક મળે એ માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ખેલ મહાકુંભ-૨૦૧૩ અંતર્ગત રાજકોટ અને મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા તા.૨૯ નવેમ્બરથી તા.૩ ડિસેમ્બર સુધી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા રમત ગમત અધિકારી(ગ્રામ્ય)ની કચેરી દ્વારા કરવામાં આવેલા આયોજન મુજબ રાજકોટ જિલ્લામાં આણંદપર, કુવાડવા, સરધાર, કોઠારિયા, પડધરી, સરપદડ, લોધિકા, કોટડાસાંગાણી, વેરાવળ, આટકોટ, કમળાપુર, સાણથલી, વિછીંયા, પીપરડી, શિવરાજપુર, દેરડીકુંભાજી, કોલીથડ, મોવિયા, ચરખડી, જેતલસર, થાણાગાલોલ, વીરપુર, મોટીમારડ, સુપેડી, જામકંડોરણા, દડવી, ઢાંક, ગણોદ, મોટી પાનેલીમાં તા.૨૯થી તા. ૩ સુધી અનુક્રમે કબડ્ડી, ખોખો, વોલીબોલ, શૂટિંગ બોલ, રસ્સા ખેંચ અને એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાશે.
આ જ પ્રમાણે મોરબી જિલ્લામાં જેતપર, રવાપર, તાજપર, બગથાળા, લુણસર, મહિકા, તીથવા, ચંદ્રપુર, નેકનામ, ટંકારા, ખાખરેચી, મોટા દહિંસરા, જૂનાદેવળિયા, ટીકર અને ચરાડવામાં પણ યોજાશે.
તિરંદાજી, બેડ મિન્ટન, સ્વીમિંગ, લોનટેનિસ, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ, ફૂટ બોલ, જૂડો, સ્કેટિંગ, હોકી, કુસ્તી, ટેકવેન્ડો, હેન્ડબોલ સીધી જિલ્લાકક્ષાએ રમાશે. જ્યારે, ચેસ અને યોગાસન તાલુકાકક્ષાએ રમાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી, રાજકોટ (ગ્રામ્ય) શ્રી એમ.એલ. મણવરની યાદીમાં જણાવાયું છે.
વાંકાનેરના વિશીપરામાંથી સગીર કન્યાનું અપહરણ
રાજકોટ તા. ૬ નવેમ્બર – વાંકાનેર શહેરમાં વિશીપરા વિસ્તારમાં રહેતા એક વણજારા ગૃહસ્થની સગીર પુત્રીનું તા. ૨૮-૯-૧૩ના રોજ અપહરણ થયું હોવાની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ સગીરાના જમણા પગમાં વાગેલાનું જૂનું નિશાન છે. તેના વિશે અથવા આરોપી વિશે કોઇ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. આ બારામાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ૨૮/૧૩માં ભારતીય દંડ સંહિતાની કલમ નંબર ૩૬૩, ૩૬૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીનો નવેમ્બર-૧૩ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
રાજકોટ ૬ નવેમ્બર- મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે "ફરિયાદ નિવારણ કાર્યક્રમ" યોજવામાં આવે છે. જે મુજબ જુલાઇ-૧૩ માસનો "ફરિયાદ નિવારણ કાર્યક્રમ" તા.૨૮-૧૧-૨૦૧૩નાં રોજ યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો તા. ૧૦-૧૧-૨૦૧૩ સુધીમાં સબંધિત ખાતા- વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે તે વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે " ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' લખવાનું રહેશે. જયારે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકામથકે તા.૨૭.૧૧.૨૦૧૩ના રોજ ૧૧.૦૦ કલાકે મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે. જેથી તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા કક્ષાએ પહોંચતા કરવાના રહેશે. ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજૂઆત અંગેની અરજી'' મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી'' તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને તા.૧૩.૧૧.૨૦૧૩ સુધીમાં આપવાની રહેશે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં તા.૧૦.૧૧.૨૦૧૩ સુધીની અરજીઓ તા.૨૭.૧૧.૨૦૧૩ના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવવાની રહેશે. તા.૧૦.૧૧.૨૦૧૩ પછી મળેલ અરજીઓ બીજા મહિનાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવાની રહેશે.
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો રાજકોટ જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તારીખ તા.૧૦-૧૧-૨૦૧૩ સુધીમાં રજુ કરવાનાં રહેશે. ત્યાર બાદ આવેલા પ્રશ્નો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. અન્ય ખાતાના પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ લેવી. જયારે (૧) મહેસુલી તંત્ર (ર) જિલ્લા પંચાયત (૩) પોલીસ વિભાગ (૪) ગુજરાત વિઘુત બોર્ડ (પ) એસ.ટી. (૬) પાણી પુરવઠા બોર્ડનાં પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તારીખ ૨૮-૧૧-૨૦૧૩નાં રોજ સવારનાં ૧૧.૦૦ કલાકે કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારી અને કલેકટરશ્રી સાંભળશે. આ સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં તે જ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ પ્રશ્નોનો નિકાલ કરશે. આ તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતા વધુ શાખાનાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યકિતગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર આંતરિક તકરાર સેવાને લગતી અરજી પર કોઇ કાર્યવાહી થઇ શકશે નહી જેની અરજદારોએ ખાસ નોંધ લેવી તેમ અધિક કલેકટરશ્રી, રાજકોટ દ્વારા જણાવાયું છે.
અમરેલી
શિક્ષણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાશે
શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન, નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તા.૮ નવેમ્બર-૨૦૧૩ના રોજ કલેક્ટર કચેરી-અમરેલી ખાતે બેઠક યોજાનાર છે. બેઠકમાં પંચાયત અને ગ્રામ વિકાસ, શિક્ષણ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે, તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
સૈનિક શાળા-બાલાચડીમાં પ્રવેશ મેળવવા તા.૭ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી
શાળાની વેબસાઇટ www.ssbalachadi.org પર વિગતો ઉપલબ્ધ
સૌરાષ્ટ્રમાં બાલાચડી ખાતે રક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત સૈનિક શાળાની સ્થાપના સને ૧૯૬૧માં કરવામાં આવી હતી. શાળામાં CBSE અભ્યાસક્રમનું અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. અંદાજે ૩૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલી સૈનિક શાળામાં આવાસની સંપૂર્ણ સુવિધા ધરાવે છે.
સૈનિક શાળા સોસાયટી દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ધો.૬ અને ધો.૯માં પ્રવેશ મેળવવા માટે આગામી તા.૫ જાન્યુઆરી-૨૦૧૪ના રોજ અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા યોજાશે.
ધો. ૬ માટે તા.૨ જુલાઇ-૨૦૦૩ થી તા.૧ જુલાઇ-૨૦૦૪ અને ધો.૯ માટે તા.૨ જુલાઇ-૨૦૦૦ થી તા.૧ જુલાઇ-૨૦૦૧ દરમિયાન જન્મેલ હોય તેવા પુરૂષ ઉમેદવારો પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. પ્રવેશ અંગેના ફોર્મ તા.૧૪ ઓક્ટોબર-૨૦૧૩ થી તા.૩૦ નવેમ્બર-૨૦૧૩ સુધી સૈનિક શાળા-બાલચાડી અથવા વેબસાઇટ પર પણ મળી રહેશે. શાળાને લગતી તમામ માહિતી વેબસાઇટ www.ssbalachadi.org પર ઉપલબ્ધ છે અને અરજી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાશે. શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ અરજીપત્રક સાથે સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓએ રૂ.૪૦૦ અને એસ.સી./એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ રૂ.૨૫૦નો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડી તા.૭ ડિસેમ્બર-૨૦૧૩ સુધીમાં મોકલવાનું રહેશે.
સૈનિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને, વાલીની આવક અને મેરીટના આધારે અંદાજે રૂ.૧૭,૫૦૦ થી રૂ.૪૨ હજાર સુધીની શિષ્યવૃત્તિ મળી શકે છે. આ શાળામાં ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે ૬૭ ટકા બેઠકો ફાળવવામાં આવે છે. માહિતી અને જાણકારીના અભાવે વિદ્યાર્થીઓ પ્રવેશ અને સૈનિક શાળાના શિક્ષણની સુંદર તક ચૂકી ન જાય તેવી તકેદારી રાખી આગોતરી જાણ કરવામાં આવે છે.
વધુ વિગત માટે (૦૨૮૯૩) ૨૪૬૨૨૬, ૯૭૨૫૮ ૭૬૭૫૦ અને ૯૪૨૮૮ ૧૭૦૦૪ પર સંપર્ક કરવા, લેફટન્ટ કર્નલ શ્રી રૂદ્રાક્ષ અત્રી અને કલેક્ટરશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
તા.૧૭ નવેમ્બરે અમરેલીમાં સ્વર્ગસ્થ અને પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજાશે
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી-રાજકોટ દ્વારા અમરેલી જિલ્લામાં વસતા સ્વર્ગસ્થ અને પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન યોજાનાર છે. આગામી તા.૧૭ નવેમ્બર-૨૦૧૩ને રવિવારના રોજ સવારે ૮.૩૦ કલાકે થી બપોરે ર કલાક દરમિયાન, આંબેડકર ભવન-અમરેલી ખાતે યોજવામાં આવનાર સંમેલન માટે જરૂરી વ્યવસ્થા માટે લાયઝન અધિકારીશ્રી તરીકે અમરેલી પ્રાંત અધિકારી ફરજ બજાવશે. સંમેલનમાં અમરેલી જિલ્લામાં વસતા તમામ પૂર્વ અને સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓને પોતાના ઓળખપત્ર સહિત ઉપસ્થિત રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી-રાજકોટ અને કલેક્ટરશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
બગસરા સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ નવેમ્બર-૧૩ સુધીમાં અરજી કરવી
બગસરા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ નવેમ્બર-૨૦૧૩ના રોજ યોજાનાર છે. મામલતદાર કચેરી-બગસરા ખાતે યોજનાર આ કાર્યક્રમ માટે અરજદારે, તાલુકા કક્ષાના બાકી પશ્નો તા.૧૦ નવેમ્બર-૨૦૧૩ના સુધીમાં મામલતદાર કચેરી-બગસરાને રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલી આપવાના રહેશે. અરજીમાં અરજદારે મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેમ અવશ્ય લખવાનું રહેશે, તેમ મામલતદાર-બગસરાની યાદીમાં જણાવાયું છે.
બાબરા સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ નવેમ્બર-૧૩ સુધીમાં અરજી કરવી
બાબરા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ નવેમ્બર-૨૦૧૩ના રોજ યોજાનાર છે. મામલતદાર કચેરી-બાબરા ખાતે યોજનાર આ કાર્યક્રમ માટે અરજદારે, તાલુકા કક્ષાના બાકી પશ્નો તા.૧૦ નવેમ્બર-૨૦૧૩ના સુધીમાં મામલતદાર કચેરી-બાબરાને રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલી આપવાના રહેશે. અરજીમાં અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તેમ અવશ્ય લખવાનું રહેશે. ગ્રામ સ્વાગતના પ્રશ્નો ગ્રામ પંચાયત કચેરીએથી કોમ્પ્યુટરમાં ઓનલાઇન દાખલ કરી હાર્ડકોપી તાલુકા પંચાયત-બાબરા ખાતે રજૂ કરવાની રહેશે, તેમ મામલતદાર-બાબરાની યાદીમાં જણાવાયું છે.
વડીયા તાલુકાના સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ નવેમ્બર-૧૩ સુધીમાં અરજી કરવી
તા.૨૭ નવેમ્બર-૨૦૧૩ના રોજ વડીયા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. મામલતદાર કચેરી-વડીયા ખાતે યોજનાર આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો /પ્રશ્નો માટેની અરજીઓ અરજદારે, તા.૧૦ નવેમ્બર-૨૦૧૩ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-વડીયાને રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે. અરજીમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે, તેમ મામલતદાર-વડીયાની યાદીમાં જણાવાયું છે.
આર્મીની લેખિત પરીક્ષા માટે તાલીમ વર્ગનું આયોજન
આર્મી રિક્રુટિંગ ઓફિસ-જામનગર દ્વારા તાજેતરમાં જુનાગઢ ખાતે ભરતી મેળો યોજવામાં આવેલ. લેખિત પરીક્ષા માટે પસંદ થયા હોય અને એડમિટ કાર્ડ આપવામાં આવ્યા હોય તેવા અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે લેખિત પરીક્ષા પૂર્વે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
રોજગાર કચેરી-અમરેલી દ્વારા વિનામૂલ્યે લેખિત પરીક્ષા માટેનો તાલીમ વર્ગ તા.૧૩ થી તા.૧૯ નવેમ્બર-૨૦૧૩ દરમિયાન યોજવામાં આવનાર છે. ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ, તા.૮ નવેમ્બર-૨૦૧૩ સુધીમાં નામ નોંધાવવા રોજગાર કચેરી- બ્લોક સી, પ્રથમ માળ, બહુમાળી ભવન-અમરેલીનો સંપર્ક સાધવાનો રહેશે.
આ માટે ઉમેદવારોએ, આર્મી રિક્રુટિંગ ઓફિસ-જામનગર દ્વારા આપવામાં આવેલ એડમિટ કાર્ડની ઝેરોક્ષ, રોજગાર કચેરીના કાર્ડની ઝેરોક્ષ, શાળા છોડ્યાના દાખલાની ઝેરોક્ષ, એસ.એસ.સી./ એચ.એસ.સી. ની માર્કશીટની ઝેરોક્ષ, બેંક ખાતાની પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઇઝનો એક ફોટો સાથે લાવવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરા (મધ્ય ગુજરાત ઝોન) - (સમાચાર યાદી તા. ૬/૧૧/૨૦૧૩)
આણંદ
આણંદ જિલ્લાના તાલુકા મથકો ખાતે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭-નવેમ્બરે યોજાશે
અરજદારોએ ૧૦-નવેબર સુધીમાં અરજી મોકલવાની રહેશે
આણંદ (શહેર) ખાતે જિલ્લા કલેકટર ર્ડો.રાહુલ ગુપ્તા, આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.કુલદીપ આર્ય અને બોરસદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી ઉપસ્થિત રહેશે
આણંદ - બુધવાર - આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) જે-તે તાલુકા મથકે નિયત સ્થળે તા. ૨૭/૧૧/૨૦૧૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે.
આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે તા.૧૦/૧૧/૨૦૧૩ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૧૧/૨૦૧૩ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આપના જિલ્લા કે તાલુકાના પ્રશ્નો સબંધિત તલાટી-કમ-મંત્રીને ઉપરોક્ત મુદત સુધીમાં રજુ કરી શકશે. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ તેમજ સબ જ્યુડીસ પ્રશ્નો તથા નોકરીને લગતા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. અગાઉ ફરીયાદ નિવારણમાં પુંછાયેલા અને આખરી નિકાલ થયેલ પ્રશ્નો ની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહી.
જે અરજદારોના પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૭/૧૧/૨૦૧૩ સવારે ૧૧-૦૦ કલાકે જે-તે તાલુકા મથકોએ જાતે હાજર રહેવું. રજુ થયેલ પ્રશ્નનું નિરાકરણ તે દિવસે સવારે ૧૧-૦૦ કલાકથી કરવામાં આવશે.
અરજદારો એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આણંદ (શહેર) ખાતે જિલ્લા કલેકટર ર્ડો.રાહુલ ગુપ્તા, આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.કુલદીપ આર્ય અને બોરસદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી ઉપસ્થિત રહેશે.
તમામ તાલુકા મથકે લાયઝન અધિકારીઓ હાજર રહેશે જેની આણંદ જિલ્લાની જાહેર જનતાએ નોંધ લેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮-નવેમ્બરે યોજાશે
અરજદારોએ ૧૦-નવેમ્બર સુધીમાં અરજી મોકલવાની રહેશે
આણંદ - બુધવાર - આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૧૧/૨૦૧૩ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે, કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે યોજાશે.
જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બિન નિવાસી ભારતીય (એન.આર.આઇ) અને બિન નિવાસી ગુજરાતી (એન.આર.જી) ને સ્પર્શતા પ્રશ્નોની અરજી કલેકટરશ્રી-આણંદના ઇ-મેઇલ એડ્રેસ collector-and@gujarat.gov.in ઉપર કરવાની રહેશે. આ પ્રશ્નોના જવાબ પણ જે-તે અરજદારોને તેમના ઇ-મેઇલ એડ્રેસ ઉપર આપવામાં આવશે.
આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦/૧૧/૨૦૧૩ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. અરજદારો એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે.
અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮/૧૧/૨૦૧૩ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ તેમજ સબ જ્યુડીસ પ્રશ્નો તથા નોકરીને લગતા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. અગાઉ ફરીયાદ નિવારણમાં પુછાયેલા અને આખરી નિકાલ થયેલ પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી.
જે અરજદારોના પ્રશ્નો જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૮/૧૧/૨૦૧૩ સવારે ૧૦-૧૫ કલાકે કલેકટર કચેરી,કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે અરજદારે જાતે જ હાજર થવાનું રહેશે.
આણંદ ખાતે ૧૬-નવેમ્બરે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે
આણંદ - બુધવાર - આગામી તા. ૧૬/૧૧/૨૦૧૩ શનિવારના રોજ સરકીટ હાઉસ-આણંદ ખાતે કાયદો અને વ્યવસ્થાની બેઠક ૧૧-૦૦ કલાકે, જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ભાગ-૧, ૧૧-૩૦ કલાકે, જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ભાગ-૨ બપોરે ૧૨-૦૦ કલાકે અને ત્યારબાદ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક બપોરે ૧-૩૦ કલાકે યોજાનાર છે. આ બેઠકમાં સબંધિત અધિકારીઓએ જરૂરી માહિતી સહ હાજર રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
જમીન મહેસુલની બાકી રકમ જમા કરાવવા સુચના
આણંદ - બુધવાર - આણંદ નગરપાલિકા વિસ્તાર/શહેરની હદમાં આવેલ બિન ખેતી તેમજ ખેતીની જમીન મહેસુલની રકમ અને દંડની રકમ ધણા ખાતેદારોની બાકી રહેલ છે. આવા તમામ ખાતેદારોને અવાર નવાર જણાવવા છતા પણ જમીન મહેસુલની રકમ ભરપાઇ કરવામાં આવતી નથી. જેથી આણંદ શહેર/નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ તમામ કે જેમની જમીન મહેસુલ બાકી હોય તેમણે જિલ્લા સેવા સદન,કલેકટર કચેરી ખાતે, આણંદ શહેરના તલાટી કમ મંત્રીનો સંપર્ક સાંધી બાકી રકમ ભરપાઇ કરવા મામલતદાર (શહેર) આણંદ દ્વારા જણાવાયું છે.
રૂા.૧૮૦ કરોડના ખર્ચે વિરાર-મુંબઇ ખાતે અમૂલ દ્વારા નિર્મિત અત્યાધુનિક રોબોટીક પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું
આણંદ - બુધવાર - મુંબઇના વિરાર ખાતે અમૂલ દ્વારા નિર્મિત એશિયાના સૌપ્રથમ અત્યાધુનિક રોબોટીક પ્લાન્ટનું ઉદ્ધાટન ભારત સરકારના કૃષિ મંત્રીશ્રી શરદ પવારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્લાન્ટ દ્વારા દરરોજ ૧૦ લાખ લીટર દૂધ પ્રોસેસ કરશે જેના પાછળ રૂા.૧૮૦ કરોડના ખર્ચે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ પ્લાન્ટના માધ્યમથી મુંબઇ નગરી અને તેના પરા વિસ્તારોને તાજું દૂધ અને દૂધની બનાવટો પુરી પાડવામાં આવશે. આ પ્લાન્ટમાં પ્રતિ કલાકે ૫૦ હજાર લીટર દુધ પ્રોસેસ કરી શકાશે અને 1 મિનીટમાં ૧૬૦ દુધના પાઉચ કોમ્પ્યુટર સંચાલન પધ્ધતિથી ભરવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી પૃથ્વીરાજ ચૌહાણે આણંદ-ખેડા જિલ્લા સહકારી મંડળી સહિત અમૂલ ડેરી અંગે જણાવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજયો અલગ પડયા બાદ ગુજરાતે સહકારી ક્ષેત્રે ઝંપલાવ્યું અને મહારાષ્ટ્રે શેરડી, મોરસના ઉત્પાદનમાં કસબ અજમાવ્યો. ગુજરાતે સહકારી ક્ષેત્રે ખૂબ સ્ધ્ધિઓ હાંસલ કરી છે. જેમાં અમૂલની માર્કેટીંગ મેનેજમેન્ટમાંથી અન્ય રાજયોએ શીખ લેવા જેવી છે. જો કે મહારાષ્ટ્ર સહકારી મંડળીઓ ક્ષેત્રે હજી વિકાસશીલ થયું ન હોવાનું જણાવતા તેઓએ ઉમેર્યુ હતું કે, હવે અમૂલ સાથે મળીને મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે ચોકકસ વિકાસ સાથે ઐતિહાસિક ક્રાંતિ કરવાનું જણાવ્યું હતું.
વિરારમાં અમૂલના પ્લાન્ટ તૈયાર થવાથી સ્થાનિક અને મહારાષ્ટ્રના અન્ય ગામડા, શહેરના યુવાનોને રોજગારી મળશે તેમ જણાવતા અમૂલના ચેરમેનશ્રી રામસિંહ પરમારે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજયો વચ્ચે સહકારીતાની ભાવના વધુ બળવત્તર બનશે તેમ ઉમેર્યુ હતું.
રાજકીય અગ્રણીઓ, સહકારીક્ષેત્રના મહાનુભાવો દ્વારા પ્રારંભમાં સરદાર પટેલ તથા ઇન્દીરા ગાંધીને સ્મરણાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના દેશ પ્રત્યેના બલિદાનને યાદ કરી અમૂલના ઇતિહાસમાં તેઓએ આપેલ સહકાર બદલ યાદ કર્યા હતા.
આ પ્રસંગે ખેડાના સાંસદ અને કેન્દ્રીયમંત્રીશ્રી દિનશા પટેલ, આણંદના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીશ્રી અજિત પવાર, મહારાષ્ટ્ર મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યશ્રી બલીરામ જાદવ, લોકનેતા હિતેન્દ્ર ઠાકુર, ફેડરેશનના ચેરમેન વિપુલભાઇ ચૌધરી સહિત રાજકીય અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
સૈનિક શાળા-બાલાછડી-જામનગર ખાતે ધો-૬ અને ધો-૯ માં પ્રવેશ મેળવવા અંગે
પ્રવેશ પરીક્ષા ૫ જાન્યુઆરી-૨૦૧૪ ના રોજ યોજાશે
૩૦-નવેમ્બર-૨૦૧૩ સુધી અરજી પત્રક મળી શકશે
અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ ૭ ડીસેમ્બર-૨૦૧૩
આણંદ - બુધવાર - સૈનિક શાળા, બાલાછડી, જામનગર અંગ્રેજી માધ્યમની ફક્ત છોકરાઓ માટેની આવાસી પબ્લિક શાળા છે. જે સી.બી.એસ.સી. સાથે સંલગ્ન છે. ૧૦+૨ ની પધ્ધતિ અનુસાર વિઘાર્થીઓને તૈયાર કરવા તેમજ રાષ્ટ્રિય સુરક્ષા એકેડમીમાં અને ભારતીય સુરક્ષાદળના ઓફીસર તરીકે જોડાવા તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત બાળકોના સર્વાગી વિકાસ શિક્ષણ ઉપરાંત ઇતર પ્રવૃતિઓ અને કાર્ય કરતા શીખવાડે છે.
આ સંસ્થા ખાતે ધો.-૬ માં પ્રવેશ મેળવવવા માટેની ઉંમર તા.૨-૭-૨૦૧૩ થી તા.૧-૭-૨૦૦૪ની વચ્ચે જન્મેલ છોકરાઓને પ્રવેશ મળવાપાત્ર છે. તથા ધો. ૯ માટે તા.૨-૭-૨૦૦૨ થી તા.૧-૭-૨૦૦૧ વચ્ચે જન્મેલ બાળકોને પ્રવેશ મળશે.
પ્રવેશ મેળવેલ વિઘાર્થીઓએ વાર્ષિક રૂા.૯૦,૦૦૦/- ફી ચૂકવવાની રહેશે. આ માટે પ્રવેશ પરીક્ષા તા.૫/ ૧/૨૦૧૪ના રોજ યોજાશે. પ્રવેશ ફોર્મની વેચાણ તારીખ ૩૦/૧૧/૨૦૧૩ છે, જ્યારે અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ ૭-૧૨-૨૦૧૩ છે.
પરીક્ષા કેન્દ્રો અમદાવાદ, બાલાછડી અને સુરત રહેશે. વધુ જાણકારી માટે શાળાની વેબસાઇટ www.ssbalachadhi.org ઉપરથી પણ અરજીપત્રક ડાઉનલોડ કરી વાપરી શકાશે. અન્ય જાણકારી માટે ફોન નં.૦૨૮૯૩-૨૪૬૨૨૬ તથા મો.નં. ૯૭૨૫૮ ૭૬૭૫૦ અને ૯૪૨૮૮ ૧૭૦૦૪ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
આણંદ ખાતે એન.ટી.એસ. અને એન.એમ.એસ.એસ. પરીક્ષા ૧૭-નવેમ્બરે યોજાશે
સબંધિત શાળાઓએ વિઘાર્થીઓના બેઠક નંબર મેળવી લેવા
આણંદ - બુધવાર - ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા એન.ટી.એસ. અને એન.એમ.એસ.એસ. પરીક્ષા આગામી તા.૧૭/૧૧/૨૦૧૩ના રવિવારના રોજ લેવાનાર છે. એન.ટી.એસ. પરીક્ષા ડી.એન.હાઇસ્કૂલ,આણંદ ખાતે તેમજ એન.એમ.એમ.એસ. પરીક્ષા કસ્તુરબા કન્યા વિઘાલય, આણંદ ખાતે લેવાશે. આ પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓના બેઠક નંબર સબંધિત શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન,બોરસદ ચોકડી, આણંદ ખાતેથી આગામી તા.૧૫ અને ૧૬- નવેમ્બરના રોજ બિનચૂક મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.
સારોલના ગીતાબેન ગુમ થયા છે
આણંદ - બુધવાર - પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવ્યાનુંસાર કલ્યાણપુરા મુંસારોલ તા.બોરસદ જિલ્લો આણંદ ખાતે રહેતા ગીતાબેન રમેશભાઇ જાદવ તા.૮/૧૦/૨૦૧૩ના રોજ ૧૦-૦૦ કલાકેં પોતાના ધરે કોઇને પણ કહ્યા વગર ક્યાંક જતા રહયા છે. જે આજદીન સુધી પરત આવેલ નથી તેણીની ઉંમર ૨૫ વર્ષ, પાતળો બાંધો, રંગે ધઉવર્ણ , ઉંચાઇ ૪.૪ ફૂટ, શરીરે લાલ રંગની સાડી પહેરેલ છે.
ગુમ થનાર ગીતાબેન રમેશભાઇ જાદવ આપના વિસ્તારમાં મળી આવેતો ભાદરણ પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૯૬-૨૮૮૬૩૩ તથા એલ.સી.બી. આણંદના ફોન નંબર ૦૨૬૯૨-૨૫૫૭૦૦ ઉપર જાણ કરવા જણાવાયું છે.
અસ્થીર મગજના કારણે જયેશભાઇ(લાલો) ગુમ થયેલ છે
આણંદ - બુધવાર - ભાથીજીના મંદીર પાસે ભાઠી વિસ્તાર મું દેણાપુરા -અડાસતા.જી.આણંદના રહેવાસી જયેશભાઇ રામસીંગભાઇ પરમાર તા.૧૮/૦૯/૨૦૧૩ના રોજ ૦૭-૦૦ કલાકે અસ્થીર મગજના કારણે ક્યાંક ચાલી ગયેલ છે. જે આજદીન સુધી પરત આવેલ નથી. તેમની ઉંમર ૨૮ વર્ષ, મધ્યમ બાંધો, રંગે ધઉવર્ણ,
ઉંચાઇ ૫ ફૂટ, શરીરે ભુરા રંગનું પેન્ટ તથા રાખોડી રંગનું અખી બાયનું શર્ટ પહેરેલ છે.તથા અસ્થીર મગજના છે.
ગુમ થનાર જયેશભાઇ રામસીંગભાઇ પરમાર આપના વિસ્તારમાં મળી આવેતો વાસદ પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૯૨-૨૭૪૨૪૫ તથા એલ.સી.બી. આણંદના ફોન નંબર ૦૨૬૯૨-૨૫૫૭૦૦ ઉપર જાણ કરવા જણાવાયું છે.


