અનુયાયીઓ

શનિવાર, 23 માર્ચ, 2013

Danish Water Forum opens base in Gujarat

Danish Water Forum opens base in Gujarat

 

The Danish Water Forum Operational Base was inaugurated at the campus of Gujarat Water Supply & Sewerage Board by Shri Babubhai Bokhiriya, Hon'ble Minister  (Water Supply), Govt. of Gujarat in the presence of H.E. Mr. Freddy Svane, Ambassador of Denmark to India.  This is very significant that one of this major scandavian Water Organisation has chosen Gujarat as its base for the first time in whole of India.  This is in fulfillment of the MoU signed by Govt. of Gujarat in recently concluded Vibrant Gujarat Global Investment Summit in presence of Hon'ble Chief Minister Shri Narendrabhai Modi. 

 

Hon'ble Minister (Water Supply) Shri Babubhai Bokhiriya said that the Govt. of Gujarat is committed to provide clean  and potable drinking water to all villages and cities in the State.  The number of fluoride affected habitations has reduced from 4187 to just 40 during last few years due to establishment of Gujarat State Wide drinking water Grid network under the dynamic leadership of Hon'ble Chief Minister Shri Narendrabhai Modi.

 

The Ambassador of Denmark HE Mr. Freddy Svane highlighted the water expertise, knowledge, competence and high standard of Danish Water Forum making it a perfect organization to serve and strengthen the water distribution systems in Gujarat.

 

Rajkot Mayor Shri. Janak Bhai Kotak said that Danish Water Forum is undertaking a pilot project in Rajkot city to prevent water losses and strengthen the local water distribution systems.  The ultimate aim would include water audit, estimation of leakage amount and reduction of Non Revenue Water (NRW) based on the most state of art technology and extensive international experience.

 

The Danish Water Forum Spokesman Shri Anshul Jain said that they have selected Gujarat as their destination due to pragmatic leadership provided by Hon'ble Chief Minister Shri Narendrabhai Modi in creating unparalleled State Wide Water Grid that is the biggest of its kind in the World.

 

The Danish Water Forum is a research based network aiming at highlighting and promoting water expertise and knowledge and facilitating concerted actions.  The objective of Danish Water Forum is to strengthen the water sector, nationally and internationally within water resources, clean water and waste water by promotion of easy access to knowledge and competence on water, thereby strengthening the quality and competitiveness of the water sector. Another important objective is to strengthening cooperation in the water sector between water utilities and research institutions and promoting the important role of water and its links to other sectors such as energy and health for social development for a cleaner environment.

 

This event marked a perfect occasion on the World Water Day in the International Year of Water Cooperation declared by United Nations. 

 

અમદાવાદ જિલ્લા પંચાયતનું રૂા.1890.52 લાખની પુરાંતવાળું બજેટ પસાર રાજ્‍યમાં સૌ પ્રથમ અમદાવાદ જિલ્લા પંચાયતે જેન્‍ડર રીસ્‍પોન્‍સીવ બજેટ તૈયાર કર્યું


અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા નાણાંકીય વર્ષ 2013-14 માટેનું અંદાજપત્ર સામાન્‍ય સભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્‍યું હતું. અંદાજપત્રમાં સ્‍વભંડોળમાં ઉઘડતી સિલક સહિતની આવક રૂા.3692.52 લાખ અને ખર્ચ રૂા.1802.52 લાખ અંદાજવામાં આવ્‍યો છે અને બંધ સિલક રૂા.1890.52 લાખની પુરાંત દર્શાવે છે. આ બજેટની વિશિષ્‍ટતા તરીકે ગુજરાત રાજ્‍યમાં જિલ્લા પંચાયતો પૈકી પ્રથમ વખત જિલ્લા પંચાયત અમદાવાદે જેન્‍ડર રીસ્‍પોન્‍સવી બજેટ પણ તૈયાર કરી સભામાં રજૂ કર્યું છે. જેસ્ત્રી સશકિતકરણની દિશામાં પ્રથમ પગથિયું બની રહેશે.

સામાન્‍ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલે બજેટ રજૂ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બંછાનિધિ પાની, જિલ્લા પંચાયતના સદસ્‍યો હાજર રહ્યા હતા.

હવે રાજ્‍યની સહકારી મંડળીઓની વ્‍યવસ્‍થાપક સમિતિની ચૂંટણીઓ સુધારા વિધેયકની જોગવાઇઓને લક્ષમાં રાખી કરવાની રહેશે

રાજ્‍યની તમામ સહકારી મંડળીઓને તેમની વ્‍યવસ્‍થાપક સમિતિના સભ્‍યોની ચૂંટણીઓ 97મો બંધારણીય સુધારો તથા ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961માં સુધારા વિધેયક જ્‍યારથી અમલમાં આવે તે જોગવાઇઓને લક્ષમાં લઇને જ કરવા અધિક રજિસ્‍ટ્રાર, સહકારી મંડળીઓ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

મહાત્‍મા ગાંધી શ્રમ સંસ્‍થાન ખાતે સંકલિત બાળ સુરક્ષા અંગે જિલ્લા કક્ષાની કાર્યશિબિર યોજાઇ

ગુજરાત સ્‍ટેટ ચાઇલ્‍ડ પ્રોટેકશન સોસાયટી, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદ, સેન્‍ટર ફોર ડેવલપમેન્‍ટ, સેવ ધ ચિલ્‍ડ્રન અને સાથ સંસ્‍થાના સંયુકત સંકલનથી બાળ સુરક્ષા અંગે એક દિવસ કાર્યશિબિર યોજાઇ હતી.

મહાત્‍મા ગાંધી શ્રમ સંસ્‍થાન ખાતે યોજાયેલ કાર્યશિબિરને સંબોધતા અધિક નિવાસી નાયબ કલેકટર શ્રી કે.કે.દૂધાતે જણાવ્‍યું હતું કે, બાળ ઉછેર મા-બાપ કેન્‍દ્રિતના રહેતા બાળ વિકાસલક્ષી બનવો જોઇએ. બાળ સુરક્ષા અંગે સમાજમાં જનજાગૃતિ આવે તે માટે સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહયોગથી સંયુક્‍ત પ્રયાસ કરવા પડશે. બાળ મજૂરીના દૂષણને દૂર કરવા સમાજ સાથે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

એડિશનલ ડી.સી.પી., અમદાવાદ શ્રી ર્ડા. મીરા શ્રીનિવાસે જણાવ્‍યું હતું કે, બાળ સુરક્ષા અંગે સૌએ સચેત રહેવું પડશે. બાળ તસ્‍કરી અને બાળકોના શારીરિક માનસિક શોષણ અંગે વધુ જનજાગૃતિ કેળવવી પડશે.

નાયબ શ્રમ આયુકત શ્રી એમ.એસ.પરમારે બાળ મજુરી પ્રથા દૂર કરવાના કાયદાકીય પગલાં તેમજ બાળ મજુર પુનઃવસન સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.એફ.પટેલે સ્‍વાગત પ્રવચન કરતાં બાળ સુરક્ષા અંગે કાર્યશિબિરનો ચિતાર રજૂ કર્યો હતો.

આ શિબિરમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી (ગ્રામ્‍ય) ભાવનાબેન પટેલ, ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇન પ્રયાસ સાથ, સેવ ધ ચાઇલ્‍ડ સંસ્‍થાના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા બાળ સુરક્ષા કોર ગ્રુપ અને ધોળકા, ધંધુકા, બાવળા, વિરમગામ તાલુકા બાળ સુરક્ષા કોરગ્રુપના પ્રોગ્રામ અધિકારી તેમજ નરોડા ભિક્ષુક ગૃહના સંરક્ષક અધિકારી શ્રી દિવ્‍યાક પરમાર, રમેશભાઇ, જિલ્લા અને તાલુકાના બાળ સુરક્ષા સંદર્ભે જોડાયેલા વિભાગો, કર્મીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજકોટમાં મહિલા સંમેલનની તડામાર તૈયારીઓઃ

કામગીરીની સ્‍થળ પર થયેલી સમીક્ષા

મહિલા શક્તિને સન્માનવા યોજાયેલા સંમેલનની તૈયારીને અપાતો આખરી ઓપ

રાજકોટ

સમગ્ર રાજ્યમાં  આવતી કાલ તા.૨૩મીના રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિતે સરકારશ્રી દ્વારા માતા યશોદા એવોર્ડ, મહિલા ખેલાડીઓનું સન્‍માન તેમજ મુખ્‍યમંત્રીશ્રીની કન્‍યા કેળવણી નિધિની સહાય આપવા રેસકોર્ષ મેદાનમાં  યોજાનાર કાર્યક્રમની જિલ્‍લા વિકાસ  અધિકારી ડો. ધવલ પટેલે સ્‍થળ પર  બેંઠક યોજી કામગીરીની  સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં મંડપ, લાઇટ, પાણી, પ્રાથમિક સારવાર, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સન્‍માનાર્થી મહિલાઓ માટેની બેઠક વ્‍યવસ્‍થા વગેરે અંગે વિસ્‍તૃત જાણકારી મેળવી ડો. પટેલે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

આ મહિલા સંમેલનમાં આંગણવાડી ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરનારા ૩૫ સંચાલક અને વર્કરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે. જ્યારે, ખેલકૂદની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌવત દેખાડનારી ૮૬ મહિલાઓને પુરસ્કાર આપવામાં આવશે. એ જ પ્રકારે, ૨૭ છાત્રાઓને મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાંથી લેપટોપ સહિત આર્થિક સહાય આપવામાં આવશે. આ સંમેલનમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહિલા અગ્રણીઓ ઉપરાંત સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી સંબોધશે. બાદમાં રાજકોટ જિલ્લાની મહિલા શક્તિને સન્માનવામાં આવશે. શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકરોને સન્માનવાની આ સરકારની નવતર પહેલ છે.

આ બેઠકમાં નાયબ પોલીસ કમિશનરશ્રી ચોધરી, અધિક જિલ્‍લા કલેકટરશ્રી અતુલ ગોર, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી બી.એન.ચૌધરી, રાજકોટ પ્રાંત અધિકારીશ્રી રાજેન્‍દ્ર ગઢવી, સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ.પરમાર, કાર્યપાલક ઇજનેરશ્રી એમ.પી. ત્રિવેદી, પાણી પુરવઠા, મહાનગર પાલિકા, સંકલિત બાળ વિકાસ યોજના વિભાગના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

રાજકોટમાં ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા કૃષિ મેળો યોજાયો

મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ પરિસંવાદમાં  રાજકોટ જિલ્લા

પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ

રાજકોટ શહેરમાં રિડ ક્લબના મેદાનમાં ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત આજે કૃષિ મેળા અને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખેડૂત એવી મહિલાઓને સંબોધતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. મહિલાઓ આર્થિક રીતે પગભર બની સ્વમાનભરે જીવે એ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

શ્રીમતી પારેઘીએ વધુમાં ઉમેર્યું હતું કે ખેતી એવું ક્ષેત્ર છે, જેમાં મહિલાઓની કામગીરી વધુ રહે છે. ખેતીથી ૬૦થી ૭૦ ટકા જેટલી કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. એટલે, મહિલાઓ જેટલી જાગૃત અને સુશિક્ષિત હશે, એટલી જ ખેતી સમૃદ્ધ બનશે. રાજ્ય સરકાર દ્વારા આવી પહેલ કરવામાં આવી છે અને મહિલાઓને તેના ક્ષેત્ર માટે સુસજ્જ કરવામાં આવે છે, વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આવી તાલીમના કારણે મહિલાઓ વધુ સારી રીતે ખેતી કરી શકે છે અને ઘરના પુરુષને મદદરૂપ બનશે. તેમ તેમણે અંતે જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી ડો. ધવલ પટેલે કહ્યું કે કૃષિ વ્યવસાય હોવાથી ખેડૂતે ક્યાં પાકમાંથી વધુ આવક થશે એ બાબત વધુ વિચારવી જોઇએ. રોકડિયા પાકો, ફળફળાદી પાકોનું વાવેતર કરી વધુ આવક થાય એ દિશામાં પ્રયત્નો કરવા જોઇએ. મહિલાઓ પાસે કોઠાસુઝ હોય છે, એમાં માત્ર વૈજ્ઞાનિક અભિગમ ભળે એટલે સારી રીતે ખેતી થઇ શકે છે, એવી તેમણે મહિલાઓને શીખ આપી હતી.

સંયુક્ત ખેતી નિયામક શ્રી એમ. કે. કુરેશીએ વિવિધ ઉદારણો આપી ખેતી કેવી રીતે કરી શકાય એ બાબત સમજાવી હતી. ખેતીવાડી વિભાગના નાયબ નિયામક શ્રી ડી. બી. ગજેરાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં બાગયતી ખેતીને કેવી સરળતાથી અપનાવી શકાય એનું મહત્વ સમજાવ્યું હતું.

કૃષિ મેળામાં વિવિધ સંશોધનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેનો લાભ મહિલા ખેડૂતોને મળ્યો હતો. કૃષિ વૈજ્ઞાનિકોએ મહિલાઓને કૃષિલક્ષી સમસ્યાનું માર્ગદર્શન આપ્‍યું હતું.

આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક ડો. કાબરિયા, ડો. સુતરિયા, ડો. અકબરી, ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી જીગર ભટ્ટ, ખેડૂત તાલીમ કેન્દ્રના સુ.શ્રી વર્ષાબેન ઉપરાંત મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

સંરક્ષણ સેવાની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે રાજકોટ ખાતે ૮ એપ્રીલથી તાલીમ વર્ગ શરૂ થશે

રાજકોટ જિલ્‍લામાંથી ૬૪૦ અરજીઓ પૈકી ૨૭૬ અરજીઓ પાત્રતા ધરાવતી

રાજકોટ

સંરક્ષણ સેવાની સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે રક્ષા શકિત યુનિવર્સિટી- અમદાવાદ દ્વારા રાજકોટ ખાતે તા. ૮ મી એપ્રીલ- ૨૦૧૩થી ચાર અઠવાડીયાનો એક તાલીમ વર્ગ શરૂ થનાર છે તેમ યુનિ. રજિસ્‍ટ્રારશ્રી ધીરજ પારેખ ની યાદીમાં જણાવાયું છે.

આ સ્‍પર્ધાત્‍મક પરિક્ષાની તાલીમમાં શારિરીક, સામાન્‍ય જ્ઞાન, બુધ્‍ધીક્ષમતા, ગણીત અને અંગ્રેજી વિષયોનો સમાવેશ કરાયો છે. આ સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓની તાલીમ માટે રાજકોટ જિલ્‍લા માંથી કૂલ ૬૪૦ અરજીઓ આવી હતી  જે પૈકી ૨૭૬ અરજીઓ પાત્ર જણાયેલ અને પાત્રતા ધરાવતા ઉમેદવારોની શારિરીક તપાસણી તેમજ દોડની પરીક્ષા ટુંક સમયમાં યોજાનાર છે. આ માટે જિલ્‍લા કોર્ડિનેટર તરીકે શ્રી બિહારીલાલ ચીમનલાલ પુરોહિતની નિમણૂંક કરવામાં આવી છે. જે સબંધિત પાત્રતા ધરાવતા ઉમેદવારોને એસ.એમ.એસ./ ફોનથી જાણ કરશે. દોડમાં પાસ થયેલ ઉમેદવાર માંથી ધોરણ-૧૦ માં મેળવેલ ટકાના આધારે આખરી પસંદગી કરવામાં આવશે આ અંગે વધુ જાણકારી માટે કોર્ડિનેટરશ્રીપુરોહિતના મોબાઇલ નંબર- ૯૦૯૯૯૪૬૯૨૪નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

                                               

રાજકોટ આરટીઓમાં તા.૨૮ના ડ્રાઇવિંગ ટેસ્ટ મુલતવી

રાજકોટ

રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકને જણાવાયું છે કે વહીવટી કારણોસર .૨૮ માર્ચના રોજ પાકા લાઈસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ મુલતવી રાખવામાં આવી હોવાનું આર.ટી.ઓ. શ્રી ડી.આર. પટેલની યાદીમાં જણાવાયું છે..

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કારોબારી સમિતિની બેઠક મળી

રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતના સભા ખંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીની કારોબારી સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડો. ધવલ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. તેમાં નિયામક શ્રી બી.એન. ચૌધરીએ વિવિધ યોજનાની નાણાકીય સમીક્ષા રજૂ કરી હતી. નિર્મળ ગુજરાત, ઇન્દિરા-સરદાર આવાસ, મિશન મંગલમ અને મનરેગા યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંબંધિત યોજનાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

કૃષિલક્ષી તાલીમ લઇ લાલાવદરના લીલાબેન લખતરિયા થયા પગભર

 

રાજકોટ શહેરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલા પરિસંવાદમાં જસદણ તાલુકાના લાલવદર ગામના લીલાબેન લખતરિયાએ પોતાની સાફલ્ય ગાથા વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા અમે ગામની કેટલીક બહેનોએ ખેડૂત તાલીમ કેન્દ્રમાં તાલીમ લીધી હતી અને એમાં ફળ પરિરક્ષણ ઉપરાંત દૂધની બનાવટ, શરબત, પશુ પાલન કેવી રીતે કરી શકાય તેની તાલીમ લીધી હતી. તે અમને વ્યહવારૂ જીવનમાં ખૂબ જ ઉપયોગી નિવડી છે.

તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ નબળી હતી, એટલે કોઇ પ્રવૃત્તિ કરવી જરૂરી હતી અને ઘરમાં મદદરૂપ થવું જરૂરી હતું. આવા કારણે અમે ગામની બહેનોએ મળી સખી મંડળની રચના કરી અને તેના દ્વારા અહીં તાલીમ લીધી હતી. તેમાં ગામની બહેનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. જેના થકી અમે આજે હાથલિયા થોરના ફંડલાનું શરબત બનાવીએ છીએ અને અમદાવાદ જેવા શહેરમાં એની ખાસ માંગ છે. અમારા શરબતના ગ્રાહકો તો એની રાહ જોતા હોય છે. એવી લોકપ્રિયતા આ શરબતની ઉભી થઇ છે. તેમાંથી આવક પણ સારી થતાં હવે અમે અમારા પરિવારનું ગુજરાત સારી રીતે ચલાવી શકીએ છીએ.

કોટડાસાંગાણી તાલુકાના સવિતાબેન સોળિયા બન્યા આધુનિક સદીના ખેડૂત

 

કોટડા સાંગાણી તાલુકાના સવિતાબેન સોળિયા ખેડૂત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઇ આધુનિક ખેડૂત બન્યા છે. તેમણે આજે રાજકોટ શહેરમાં યોજાયેલા મહિલા કૃષિ કૌશલ્ય વિકાસ પરિસંવાદમાં પોતાની સફળતાની વાત બહેનો સમક્ષ રજૂ કરી હતી.

તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા અમે સાવ જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા. તેમાં કાંઇ ખાસ આવક થતી નહોતી. એટલે ઘરનું ગાડુ આગળ ઉલાળ અને પાછળ ધરાળ જેવી સ્થિતિમાં હતું. ગામની બહેનોએ મળી એક બચત મંડળ શરૂ કર્યું. અમે બહેનો પ્રતિ માસ રૂ.૩૦ની બચત કરી સખી મંડળની રચના કરી. તાલુકા પંચાયત અને સખી મંડળના માધ્યમથી અમને ખેડૂત તાલીમ કેન્દ્રમાં પશુપાલન, ટપક સિંચાઇ પદ્ધતિ, ફૂવારા પદ્ધતિ, જૈવિક ખાતર જેવી બાબતોને તાલીમ આપવામાં આવી અને તેનો ઉપયોગ ખેતીમાં કર્યો. આજે ગામના ઘણા ખેડૂત આ રીતે ખેતી કરી આધુનિક બન્યા છે. જૈવિક ખાતરનો પણ ઉ૫યોગ કરવા લાગ્યા છે. અમને મહારાષ્‍ટ્રના જલગાંવમાં પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ડુંગરાળ વિસ્તારમાં ફળની ખેતી થતી જોઇને અમને પ્રેરણા મળી હતી. જો ત્યાં ડુંગર પર ખેતી થઇ શકતી હોય તો આપણે ત્યાં તો સપાટ જમીન છે, આસાની ખેતી થઇ શકે છે. ક્યુ ખાતર વાપરવું, જમીનનો મહત્તમ ઉ૫યોગ કેવી રીતે કરવો, દવાનો વપરાશ સહિતની બાબતોની તાલીમ અમને ખૂબજ ઉપયોગી નિવડી છે અને તેના કારણે અમે આધુનિક સદીના ખેડૂત બન્યા છીએ.

 

વ્‍યવસ્‍થાપક સમિતિના સભ્‍યોની ચુંટણીઓ બંધારણીય સુધારાની જોગવાઇ મુજબ જ કરવા સહકારી મંડળીઓને સૂચના

રાજકોટ

૯૭માં બંધારણીય સુધારાને અનુલક્ષીને હવે સહકારી મંડળીઓની વ્‍યવસ્‍થાપક  સમિતિના સભ્‍યોની ચુંટણીઓ, તેમાં કરેલ જોગવાઇઓ અને ગુજરાત વિધાનસભામાં વિધેયક પસાર કરીને, ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, ૧૯૬૧ માં જે સુધારાઓ કરે, તેવી જોગવાઇઓને લક્ષમાં લઇને કરવાની થશે, તે સંજોગોમાં રાજયની તમામ સહકારી મંડળીઓને અત્રેથી જણાવવામાં આવે છે કે, તેમની વ્‍યવસ્‍થાપક સમિતિના સભ્‍યોની ચુંટણીઓ ૯૭માં બંધારણીય સુધારો તથા ગુજરાત વિધાનસભા દ્રારા ગુજરાત સહકારી મંડળીઓ અધિનીયમ, ૧૯૬૧ માં સુધારા વિધેયક જયારથી અમલમાં આવે, તે જોગવાઇઓને લક્ષમાં લઇને જ કરવા અધિક રજિસ્‍ટ્રાર(વહીવટ અને અપીલ), સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા સુચના અપાઇ છે.

                                                           

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામના અપહૃત ૧૧ વર્ષના બાળક વિષે માહિતી આપવા દર્દભરી અપીલ

રાજકોટ

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામના લાલભાઇ હમીરભાઇ નાકીયાનો તા.૧.૬.૨૦૦૨ના રોજ જન્‍મેલ ૧૧ વર્ષના માસુમ પુત્ર આશિષ ઉર્ફે કાળુને ગત તા.૧૩ માર્ચના સાંજના ૪.૦૦ વાગ્‍યાથી તા.૧૪મી માર્ચના સવારના ૮.૦૦ વાગ્‍યા દરમ્‍યાન ઠીકરીયાળી ગામની સીમમાં વાંકાનેર બાઉન્‍ડ્રી ટોલનાકા નજીક આવેલ શ્રી દેવાબાપાના મંદિરમાંથી કોઇ અજાણ્યો શખ્‍સ બાળકના વાલી હોવાનો દાવો કરી અપહરણ કરી લઇ ગયેલ છે. આ બાળક ગુજરાતી ભાષા સમજી અને વાંચી શકે છે. અને ગોળ મોઢાનો અને મજબૂત બાંધાનો છે. તેની ઉંચાઇ સાડા ચાર ફુટ છે. તથા ઝીણો સાદ કાઢે છે. જમણા હાથના કાંડા ઉપર લાલ સફેદ દોરા બાંધેલ છે. ગુમ થતી વખતે આ બાળકે કાળી સફેદ ઉભી લીટીનો શર્ટ અને કાળા ભૂખરા રંગનું પેન્‍ટ પહેરેલ છે. આ બાળક વિષે કોઇને કંઇ પણ પત્તો મળે તો વાંકાનેર તાલુકા પોલિસ સ્‍ટેશન ફોન નં-૦૨૮૨૮ ૨૨૦૬૬૫, અથવા મોબાઇલ નંબર ૯૯૨૫૦૩૩૨૨૮ અથવા રાજકોટ ગ્રામ્‍ય પોલિસ કંટ્રોલ રૂમના ફોન નંબર ૦૨૮૧ ૨૪૭૭૩૩૪ નંબર પર સત્‍વરે જાણ કરવા વાંકાનેર તાલુકા પોલિસ સ્‍ટેશનની યાદીમાં જણાવાયું છે.

 

૨૯મી માર્ચની રજામાં રાજકોટ જીલ્‍લાની  તિજોરી કચેરીઓ ચાલુ રહેશે

રાજકોટ

રાજકોટ જિલ્‍લા તિજોરી કચેરી અને જિલ્‍લામાં આવેલી તમામ પેટા તિજોરી કચેરીઓ તા.૨૯મી માર્ચની ગુડ ફ્રાઇડેની જાહેર રજાના દિવસે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે, અને તમામ પ્રકારની કામગીરી બજાવશે. નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ની નાણાકીય કામગીરી સમયસર અને સરળતાથી ચાલુ રહે, તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું રાજકોટના શ્રેયાન તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

સોનલ                                                                            

 

ટી.બી. અંગે ભ્રામક માન્યતાઓ છેઃ સરળતાથી મટી શકે છે.

પોરબંદર

દાયકાઓ પહેલાં ગંભીર ગણાતો ટી.બી. રોગ  હવે સરળ ઉપચારો થી મટાડી શકાય છે. આ રોગ અંગે લોકોમાં પ્રર્વતતી ભ્રામક માન્યતાઓ નિર્મૂળ કરવા વ્યાપક જનજાગૃતિની જરૂર છે. તેવો મત વિશ્વક્ષય દિને યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નિષ્‍ણાંતોએ વ્યકત કર્યો હતો.

ક્ષય નિવારણ કેન્દ્ર-પોરબંદરના ઉપક્રમે વિશ્વ ક્ષય દિન નિમિતે પોરબંદર માં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.સી.પટ્ટણી એ પોરબંદર જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થઇ રહેલી કામગીરીને બીરદાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અશોકભાઇ લાખાણીએ ટી.બી. અંગે પ્રવર્તતી ભ્રામક માન્યતાઓ દૂર કરવા જનજાગૃતિ માટે વ્યાપક પ્રચાર-પ્રસાર ની પ્રવૃતિઓની માહિતી આપી હતી. જિલ્લા ક્ષય અધિકારી શ્રી સાદિયાએ પોરબંદર જિલ્લામાં ક્ષય નિવારણ ક્ષેત્રે થયેલી નોંધપાત્ર કામગીરીની વિગતો આપી હતી. દર્દી ને કોઇ ખાસ પરેજી વિના ડોટ કાર્યક્રમ હેઠળ કાળજી પુર્વક દવાનો કોર્ષ પુરો કરવાથી ટી.બી. તદ્દન મટી જાય છે. દવાઓ નિયત મુદ્દત સુધી પુરેપુરી  કે નિયમિત લેવામાં  ના આવે, તો જ આ રોગ ગંભીર સ્વરૂપનો બને છે. આથી ટી.બી. ને નાબૂદ કરવા ડોટ કાર્યક્રમ હેઠળ ડોકટરે જણાવેલા સમયગાળા સુધી નિયમિત દવાઓ દર્દીઓ લે તે માટે ગ્રામ્યસ્તર સુધીના આરોગ્ય કાર્યકરો અને આશાવર્કરો ને માનવીય ભાવનાથી જાગૃતિપુર્વક ના પ્રયાસો કરવાની તાલીમ પણ આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવી હતી.     

આ કાર્યક્રમમાં ભાવસિંહજી હોસ્પિટલ સીવીલ સર્જન શ્રી મંજરીબેન મંકોડી, આયુર્વેદ એશોસીયેશનના પ્રમુખ શ્રી પંડયા, રેડ ક્રોસના શ્રી હરિશભાઇ રૂઘાણી, સાયન્સ કોલેજના પ્રો.જોશી, બ્લોક હેલ્થ ઓફીસર શ્રી કુરકુરરિયા, મેડીકલ ઓફીસરો તથા આરોગ્ય કર્મયોગી ભાઇ બહેનોએ ભાગ લીધો હતો

  જિલ્લા કલેકટર શ્રી જયંતકુમાર સેવક ના સૂચન મુજબ ટી.બી. રોગ અને તેના ઉપચારોના વિષયે કવીઝ સ્પર્ધા યોજાઇ હતી.    

  જેમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો એ સારો દેખાવ કર્યો હતો. પ્રથમ ત્રણ આવેલા બીલેશ્વર, બખરલા અને     

  રાણાકંડોરણા  પ્રાથમિક આરોગ્ય  કેન્દ્રોની ટીમોને માહાનુભાવોના હસ્તે ઇનામો એનાયત  કરાયા હતા.

  

  

સુરેન્‍દ્રનગર જિલ્‍લાની ૭ કન્‍યાઓને મુખ્‍યમંત્રીશ્રીના કન્‍યા કેળવણી નિધિ પુરસ્‍કાર અપાશે

સુરેન્દ્રનગર

મુખ્‍યમંત્રીશ્રીની કન્‍યા કેળવણી નિધિ પુરસ્‍કાર યોજના અંતર્ગત સુરેન્‍દ્રનગર જિલ્‍લાની ૭ કન્‍યાઓને શિક્ષણ માટે કન્‍યા કેળવણી નિધિ પુરસ્‍કાર આપવામાં આવશે. કન્‍યાઓમાં શિક્ષણનો વ્‍યાપ વધે તે હેતુથી આ ખાસ યોજના અમલમાં મુકવામાં આવી છે.

જેમાં કોમ્‍પ્‍યુટર એન્‍જીનીયરીંગ માટે ખુશ્‍બુ કિશોરભાઇ, રાઠોડ કીંજલ પ્રવિણભાઇને એન્‍જીનીયરીંગ, રાવલ ખુશ્‍બુ જીજ્ઞેશભાઇને કોમ્‍પ્‍યુટર એન્‍જીનીયરીંગ માટે, પરમાર આશા રૂપેશકુમારને સિવિલ એન્‍જીનીયરીંગ માટે, સોલંકી કાજલબેન કનૈયાલાલને બી.ડી.એસ. માટે, સમાણી હેતલ રમેશભાઇને બી.એ.એન.એસ. માટે તથા પટેલ હીનાબેન શંકરભાઇને નર્સીંગ માટે પુરસ્‍કાર આપવામાં આવશે.

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રો શ્રીમતી વસુબેન ત્રિવેદીના હસ્‍તે તા.૨૩ મી માર્ચ-૨૦૧૩ના રોજ સુરેન્‍દ્રનગર ખાતે યોજાયેલા માતા યશોદા એવોર્ડ કાર્યક્રમમાં આ પુરસ્‍કાર આપવામાં આવશે.

 

 

ગુમ થયેલી વ્‍યકિતની ભાળ મળ્યેથી પોલીસને જાણ કરો

સુરેન્‍દ્રનગર:- સુરેન્‍દ્રનગર જિલ્‍લાના પોલીસ અધિક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે મુળી તાલુકાના જશાપર હાલ સડલા ગામે રહેતા કાજલબેન ઈશ્વરભાઇ ડાભી (ઉંમર વર્ષ આશરે-૧૯) ગઇ તા.//૨૦૧ના રોજ રાત્રીના ૯.૦૦ કલાક દરમિયાન કોઇને કહયા વગર ઘરેથી ચાલ્‍યા ગયેલ છે. વ્‍યક્તિ શરીરે એકવડા બાધાની, ઘઉં વર્ણની, તેમજ ઉચાઇ આશરે પાંચ ફુટ ધરાવે છે.

વ્‍યકિત અંગે કોઇપણ પ્રકારની માહિતી મળ્યે જિલ્‍લા પોલીસ કન્‍ટ્રોલ રૂમ ફોન નંબર- (૦૨૭૫૨) ૨૮૨૪૫૨ ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.

 

પંચાયત રાજય મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાનો  તા.૨૪ મીએ હળવદ ખાતે લોકસંપર્ક

સુરેન્દ્રનગર: ગુજરાત રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા તા.૨૪ મી માર્ચ-૨૦૧૩ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના હળવદ ખાતે લોકસંપર્ક કરશે. ત્‍યારબાદ તેઓશ્રી અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

દવે

ઓદ્યોગીક માગદર્શન સેમીનાર થકી ઉદ્યોગ સાહસીકોને પ્રેરણા મળે છે.

સ્‍વામિ શ્રી હરિપ્રસાદજી

જૂનાગઢ ખાતે ઐાદ્યોગીક નીતિ -૨૦૦૯ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

જીલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર–જુનાગઢ તથા ફેકટરી ઓનર્સ એશોસીયેશન જી.આઇ.ડી.સી.-૨ સંયુક્ત ઉપક્રમે આયોજીત નવી ઐાદ્યોગીક નીતિ-૨૦૦૯ માર્ગદર્શન સેમિનાર આજે અક્ષરવાડી સભાખંડમાં કોઠારી સ્‍વામીશ્રી ધર્મકીર્તિ સ્‍વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો. સેમિનારને દિપપ્રાગટ્યથી  પ્રારંભ કરાવતા સ્‍વામિ હરીપ્રસાદજીએ  જણાવ્‍યુ હતુ કે રાજ્યનો સર્વાંગી વિકાસ થાય અને ઉદ્યોગ સાહસીકો અને ઉદ્યોગકારોને જરુરી માર્ગદર્શન મળી રહે, નવા ઉદ્યોગ સાહસીકો ઉદ્યોગ શરુ કરવા પ્રેરણા મેળવે અને સરકારશ્રીની નવી ઉદ્યોગનીતિ-૨૦૦૯ અનુસાર સામાજીક અને આર્થીક વિકાસની સાથે વધુને વધુ રોજગારીનું નિર્માણ થાય, ઉદ્યોગોની રોજગારલક્ષીતા વધે, ઉત્‍પાદીત માલની ગુણવત્તામાં સુધારો થયા તેવા અભિગમ સાથે આજનાં સેમિનારમાં તજજ્ઞોનાં માર્ગદર્શન થકી જુનાગઢનાં ઉદ્યોગકારોને લાભ થશે. અને જુનાગઢ જીલ્‍લામાં પણ નવા ઉદ્યોગો સ્‍થાપવા યુવાનોને પ્રોત્‍સાહન મળશે.

બેંક ઓફ બરોડા જુનાગઢ શાખાનાં ચિફ મેનેજર શ્રી એલ.એમ. વિઠ્ઠલાણીએ ઉદ્યોગકારો અને નવા ઉદ્યોગ સાહસીકો માટે ઉદ્યોગ માટે બેંકોની ધીરાણની નીતિ બાબતે માર્ગદર્શન આપ્‍યુ હતુ. રાજકોટથી પધારેલ ચાર્ટર એકાઉન્‍ટન્‍ટ શ્રી બકુલભાઇ ગણાત્રાએ ઉદ્યોગનું કરનુ માળખુ વિષયે વિસ્‍તૃત સમજણ પુરી પાડી હતી. મોટીવેશન ટ્રેઇનર શ્રી કેયુરભાઇ બુચે સફળ ઉદ્યોગ માટેનાં જરુરી પાસા વિષયે જાણકારી પુરી પાડી હતી. કાર્યક્રમ દરમ્‍યાન ઐાદ્યોગીક તાલીમનાં તાલીમાર્થી ભાઇ બહેનોને ઉપસ્‍થીત મહાનુભાવોનાં હસ્‍તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા. વિવિધ ફેકલ્‍ટીનાં નિષ્‍ણાંતો પાસેથી ઉદ્યોગકારો અને નવોદિત ઉદ્યોગ સાહસીકોએ પ્રશ્‍નોતરી દરમ્‍યાન ઉદ્યોગનીતિ બાબતે અને ઉદ્યોગ કર માળખા અને માર્કેટીંગ તેમજ બેંકેબલ યોજનાઓથી માહિતગાર થયા હતા. કાર્યક્રમનાં અંતે જીલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્રનાં જનરલ મેનેજર શ્રી કે.આર. ડામોરે નવી ઉદ્યોગનીતિ-૨૦૦૯ની સમજણ આપી આભાર દર્શન કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન સી.ઇ.ડી.નાં ખાસ ફરજ પરનાં અધિકારીશ્રી દિલીપભાઇ વાડોદરીયાએ કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા મેનેજર(કામા) શ્રી ચૈાહાણ તથા વી.બી. વાઘમશીએ જહેમત ઉઠાવી હતી.         

 

જૂનાગઢ જિલ્‍લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે નક્કી થયેલ કાર્યક્રમ

જૂનાગઢ,તા.૨૨ઃ-રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્‍લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા માટે નીચે મુજબનો ચૂંટણી કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

આ ચૂંટણીનો તબક્કો જોઇએતો ચૂંટણીની નોટીસ/જાહેરનામુ બહાર પાડવાની તા.૮/૪/૨૦૧૩,ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી નોટીસ પ્રસિધ્‍ધ કરવાની તા.૮/૪/૧૩,ઉમેદવારી પત્ર રજુ કરવાની છેલ્‍લી તા.૧૭/૪/૧૩, ઉમેદવારી પત્રોની ચકાસણીની તા.૧૫/૪/૧૩,ઉમેદવારી પરત ખેંચવાની તા.૧૬/૪/૧૩(બપોરના ૩-૦૦ કલાક સુધી),મતદાન તા.૨૮/૪/૧૩(રવિવાર) સવારના ૮-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક, જરૂર જણાયતો પુનઃમતદાન તા.૨૯/૪/૧૩ અને મતગણતરી તા.૩૦/૪/૧૩ના રોજ યોજાશે. તેમ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.                                                              

 

 

 

 

MAHITI KHATANA SAMACHARO

વન વિકાસ નિગમ દર વર્ષે ચાર કરોડ રૂપિયા જેટલી નફાની રકમનું ગૌણ વન પેદાશ એકત્ર કરનારાઓને વિતરણ કરે છે

વન પેદાશોના ભંડારણ (સ્ટોરેજ) માટેનું રાજ્યનું પ્રથમ કોલ્ડ સ્ટોરેજ તૈયાર

સફેદ ખાખરો રગત રોહિડો ચારોલી જેવા ટોચથી મૂળ સુધી ઉપયોગી વનવૃક્ષોના વિગતવાર અભ્યાસ અને સંશોધનની ભલામણ કરતા નિગમ અધ્યક્ષ કે.ટી.ભીલ

ગૌણ વન પેદાશોના વેચાણની રકમમાંથી એકત્રીકરણકારોને મળવાપાત્ર રૂપિયા મનરેગાના ખાતેદાર એકાઉન્ટસમાં સીધેસીધા જમા થશે                                                    

ભાગ્યેજ જોવા મળતો સફેદ ખાખરો ટોચથી મૂળીયા સુધી ઉપયોગી છે. રગત રોહિડો અને ચારોળીના બહુઉપયોગી વૃક્ષોની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી બાકી રહી ગઇ છે. તમામ વૃક્ષોની ઉપયોગીતા અને લાભદાયકતાનો વિગતવાર અભ્યાસ અને સંશોધન, તેમના રક્ષણ, ઉછેર અને સંખ્યાવૃદ્ધિમાં મદદરૂપ થશે તેવી લાગણી વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કે.ટી.ભીલે વ્યક્ત કરી હતી. તેઓએ વન વિકાસ નિગમ આયોજિત ઔષધિય વનસ્પતિઓના એકત્રીકરણ, ખેતી વપરાશ તથા વેચાણના વર્તમાન પ્રવાહો વિષયક પરિસંવાદમાં માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ સાંસદશ્રી કાનજીભાઇ પટેલે પરિસંવાદનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસંગે નિગમના વહીવટી નિયામકશ્રી એ.કે.શર્માએ જણાવ્યું હતું કે, એકત્રીકરણકારો દ્વારા એકત્ર કરાતી ગૌણ વન પેદાશોના ભંડારણ (સ્ટોરેજ) ની સગવડનો સંદરત અભાવ હતો. ખોટ પુરવા કૃષિ વિભાગના નાણાંકીય સહયોગથી ગોધરા ખાતે ૬૧૫ મે. ટન સંગ્રહ ક્ષમતા ધરાવતું, વન પેદાશોના સંગ્રહ માટેનું રાજ્યનું પ્રથમ કોલ્ડ સ્ટોરેજ તૈયાર થઇ ગયું છે. કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણપણે આદિજાતિ વન પેદાશ એકત્રીકરણકારો માટે ડેડીકેટેડ કરાયું છે. હવે એકત્રીત કરેલી વન પેદાશોના વેચાણમાં બિન જરૂરી ઉતાવળ નહીં કરવી પડે.

પરિસંવાદમાં રાજ્યના તમામ વન વિસ્તારો અને કચ્છ સહિતના જિલ્લાઓમાંથી આવેલા ગૌણ વન પેદાશ એકત્રીકરણકારોને એકત્રીકરણ, ગ્રેડીંગ, પ્રોસેસીંગ, વેલ્યુ એડીશન અને માર્કેટીંગના પાસાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં વન વિકાસ નિગમના નિયામક મંડળના સદસ્યો, આણંદ અને વડોદરા વિશ્વવિઘાલયોના વનસ્પતિવિદો, ઉચ્ચ વન અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઔષધિય વનસ્પતિઓનું જ્ઞાનપ્રદ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

૭૦૦ જેટલાં એકમો ૯૦૦ પ્રકારની વનસ્પતિઓનો ઔષધો અને અન્ય ઉત્પાદનો માટે ઉપયોગ કરે છે. તેનો ઉલ્લેખ કરતાં કાનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેમના મૂળીયા, થડ, છાલ, સંપૂર્ણ વૃક્ષ ઉપયોગી છે તેવી ૭૨ ટકા વનસ્પતિઓ જડમૂળથી નિકંદનના માર્ગે છે. તેના કારણે ગુણવત્તાસભર કાચા માલની ઉપલબ્ધિ પણ જોખમમાં મૂકાઇ છે. ત્યારે ઉપયોગી ઔષધિય વનસ્પતિઓના વારસાને એકત્રીકરણકારોના સહયોગથી સાચવવો અને વધારવો પડશે. તેમને વન વિકાસ નિગમની કાયાપલટ માટે શ્રી એ.કે.શર્મા તથા તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

નેશનલ મેડીસીનલ પ્લાન્ટ બોર્ડના પ્રતિનિધિ ડૉ. સુનિલ દત્તે ઔષધિય વનસ્પતિઓના ઉછેર અને ખેતીની વિવિધ યોજનાઓનો એકત્રીકરણકારો વન વિભાગ, નિગમ તેમજ એજન્સીઓના માધ્યમથી બહોળો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

પહેલીવાર વનોની બહાર કરવામાં આવતા વૃક્ષ ઉછેરનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એચ.એસ.સિંહે જણાવ્યું હતું કે, સર્વક્ષણમાં જણાયું છે કે સન ૨૦૦૯માં વનોની બહાર રૂા. ૮૧ હજાર કરોડ મૂલ્યની વનસંપદાનો દેશમાં અને રૂા. ૪૪૮૮ કરોડ મૂલ્યની વનસંપદાનો ગુજરાતમાં ઉછેર કરાયો હતો. કેટલાંક વિસ્તારની વનસ્પતિઓમાં આલ્કલોઇડ જેવા અમૂક પ્રકારના તત્ત્વોની ધણી વધારે સમૃદ્ધિ જોવા મળે છે. પ્રકારના જીનેટીક સંશોધનો હાથ ધરવાની જરૂર છે. વડોદરાના સીસીએફ ડૉ. અશોક સકસેનાએ માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી એ.કે.શર્માએ ગૌણ વન પેદાશોના વેચાણમાંથી થતી આવકમાંથી એકત્રીકરણકારોને મળવાપાત્ર રકમ, તેમના મનરેગા એકાઉન્ટસમાં સીધેસીધી જમા કરવાની નવી પારદર્શક ઓનલાઇન વ્યવસ્થાની જાણકારી આપી હતી. શ્રી શ્રદ્ધાનંદ ત્યાગીએ આભાર વ્યક્ત કર્યો હતો.

પાણી પ્રભુનો પ્રસાદ છે - એન.વી.ચુડાસમા

આંતરરાષ્ટ્રીય જળ સહયોગ વર્ષ ૨૦૧૩ નિમિત્તે વડોદરા ખાતે વિશ્વ જળ દિવસની ઉજવણી

પાણી એ પ્રભુનો પરસાદ છે. પ્રસાદને જેમ સન્માન પૂર્વક ગ્રહણ કરી તેને બગાડ ન થાય તે રીતે ઉપયોગ કરીએ છીએ તેજ રીતે પાણી પણ આપણા માટે આજે પ્રસાદરૂપ બની રહયો છે. એમ આજના આંતરાષ્ટ્રીય જળ સહયોગ વર્ષ ૨૦૧૩ નિમિત્તે વડોદરા ખાતે યોજાયેલા વિશ્વ જળ દિવસની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન.વી.ચુડાસમાએ જણાવ્યું હતું.

વાસ્મો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાની પાણી સમિતિના સભ્યો અને તાલીમાર્થીઓને સંબોધતા શ્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે હાલની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાં પાણીની કટોકટી વર્તાઇ રહી છે. પાણીના બેફામ બગાડથી આજે આપણે ત્યાં અને સમગ્ર વિશ્વમાં સર્જાયલી જળ સમસ્યાને ખાળવા જળ રક્ષણ અધિનિયમ કરવો જરૂરી બન્યો છે. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા કાયદાની લગામ લગાવવી પડે તેવો સમય આવ્યો છે. પાણીનો વિવેકબુદ્ધિપૂર્વકનો ઉપયોગ તેને બચાવવાની ટેકનીકો સાથે લોક ભાગીદારી જરૂરી બની છે. પાણી સંચય માટે સરકારની ધણી યોજનાઓકાર્યરત છે. જેમાં ગ્રામ્ય કક્ષાથી લઇ શહેરો સુધીનો સમાવેશ છે. કૂવા રીચાર્જીગ, તળાવો, ઊંડા કરવા ચેકડેમોસહિત ગ્રૃપ વોટર હોર્વેસ્ટીંગ અને શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા ધણું વધુ ફંડ સરકારે ફાળવેલું જ છે. વાસ્મો સંસ્થાના સર્જન પછી પાણી સંગ્રહ અને તેના યોગ્ય વપરાશ સંબંધે ધણું થયું છે. લોક જાગૃતિ ઉભી થઇ છે. પરંતુ હજુ પણ તેમાં વધારો થાય તે ઈચ્છનીય છે. વડોદરા જિલ્લો પણ ચાલુ વર્ષે દુષ્કાળગ્રસ્ત જાહેર થયો છે. ત્યારે લોકો અને પાણી સમિતિઓ દ્વારા જળસંગ્રહ ઉચિત રીતે થાય તેવા આપણે પ્રયત્નો કરીશું તેવી શુભેચ્છા પણ આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચુડાસમાએ આપી હતી.

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના બી.બી.એ.બિલ્ડિંગના દીપ ઓડીટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનીયરીંગના ડેપ્યુટી ડીન શ્રી એ.એસ.પટેલે કુત્રિમ ભુગર્ભ જળ નવસિંચન એક ઉદાહરણ-પ્લેનેટ ગ્રીન વિષય પર, નિવૃત્ત જીઓ હાઈડ્રોલોજીસ્ટ શ્રી એચ.ડી.પાઠકે વરસાદી પાણી સંગ્રહનું મહત્ત્વ, પદ્ધતિઓ અને તેનાથી થતા ફાયદા વિાય પર સ્લાઇડ શો અને મોડેલો દ્વારા પાણી સંગ્રહની સમજ આપી હતી. તેમજ વડોદરા તાલુકાના સરાર ગામના રમેશભાઇ પટેલે ગામની પાણી સમિતિ દ્વારા પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે થયેલ નેત્રદિપક કામગીરીનો ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે વડોદરા જિલ્લા કક્ષાએ યોજાયેલી પાણી સમિતિઓની હરિફાઇમાં પ્રથમ દ્વિતિય અને તૃતિય ક્રમે આવેલી પાણી સમિતિઓને વડાદરા જિલ્લા વિકાસ અધિકારીના વરદ હસ્તે ઇનામરૂપે પ્રમાણપત્ર અને નાણાકિય પ્રોત્સાહન રૂપે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંક પાવીજેતપુર તાલુકાના કાશીપુરા ગામની, બીજાક્રમે સાવલી તાલુકાના ગાંગરડીની નામની અને ત્રીજા ક્રમે સંખેડા તાલુકાના ગોવિંદપુરા ગામની પાણી સમિતિઓને સન્માનવામાં આવી હતી. તેમજ જિલ્લાના ૪૫ ગામોની પાણી સમિતિઓને મરામત અને નિભાવણી પેટે પ્રોત્સાહન રાશીની એકફટીઆરનું વિતરણ પણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.

વડોદરા ખાતેના વાસ્મોના સભ્ય સચિવશ્રી એચ.કે.રાઠોડ દ્વારા આંતરરાષ્ટ્રીય જળ સહયોગ વર્ષ ઉદેશ અને મહત્ત્વમાં ગ્રામ્ય કક્ષાએ પાણી સુવિધા બાબતે પાણી સમિતિની જવાબદારીની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત અને પરિચય વિધિ વાસ્મોના ડીસ્ટ્રીકટ કો-ઓર્ડિનેટર શ્રી ભરતભાઇ વિરડીયાએ કરી હતી.

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

સ્વજલધારા યોજના હેઠળ ૧.૬૦ કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર

વડોદરા જિલ્લા ગ્રામ્ય પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમ સ્વજલધારા અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી વિનોદ રાવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીખાતે યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી વિનોદ રાવે મંજૂર થયેલી યોજનાઓના કામો ગુણવત્તાયુકત થાય તેની તકેદારી રાખવામાં સાથે મંજૂર થયેલ પાણી પુરવઠાના કામો આગામી ઉનાળાને ધ્યાને લઇ ઝડપથી પૂર્ણ થાય તે જોવું જેથી છેવાડાના જરુરીયાત મંદ જનસમુદાયને પીવાનું પાણી મળી રહે. અગાઉના કામોની સ્થળ તપાસ કરી તેની જાણ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં છોટાઉદેપુર, કવાંટ, જેતપુરપાવી, નસવાડી, સંખેડા, ડભોઇ, શિનોર, વડોદરા, વાધોડિયા, સાવલી, પાદરાના ૧૮ ગામોની રૂા.૧,૬૦,૨૨,૧૩૧ની સ્વજલધારા હેઠળની પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી. જેમાં સરકારશ્રી તરફથી ૯૦ ટકા લેખે રૂા.૧,૪૪,૧૯,૯૧૮ ફાળવેલ છે. જયારે રૂા.૧૬,૦૨,૨૧૩/- લોકફાળો ભરવાનો રહેશે. જે પૈકી રૂા.૫,૬૧,૦૦૦/-નો ચેક ગ્રામજનો તરફથી ભરી દેવામાં આવ્યો છે. સમિતિના સભ્ય સચિવશ્રી એચ.કે.રાઠોડે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.

બેઠકમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી કે.કે.પટેલ, શ્રી એ.સી.શાહ, જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી પી.એન.પુરોહિત તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

આજે વાનસ્પતિક ઔષધો અને ઉત્પાદનોના ઉત્પાદકો માટે પરિસંવાદ

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમે ભારત સરકારના ડિપાર્ટમેંટ ઓફ આયુષ હેઠળના નેશનલ મેડીસીનલ પ્લાન્ટસ બોર્ડના સહયોગથી ઔષધિય વનસ્પતિઓના એકત્રીકરણ, ખેતી, વપરાશ તથા વેચાણનાં વર્તમાન પ્રવાહોના વિચાર વિમર્શ અંતર્ગત આવતીકાલ શનિવાર તા.૨૩/૩/૨૦૧૩ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યે હોટલ એક્સપ્રેસ રેસીડેન્સી ખાતે વાનસ્પતિક ઔષધો અને ઉત્પાદનોના ઉત્પાદકો માટે પરિસંવાદનું આયોજન કર્યું છે. રાજ્યના અગ્ર સચિવશ્રી રાજેશ કિશોર તેનો શુભારંભ, વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કે.ટી.ભીલ, રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એસ.કે.ગોયલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવશે.

ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

રાજ્યના ઊર્જા અને પેટ્રોરસાયણ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ રવિવાર તા. ૨૪/૦૩/૨૦૧૩ના રોજ વડોદરાની મુલાકાત લેશે. તેઓશ્રી સાંજના ૬-૩૦ કલાકે વડોદરા ક્રિકેટ એસોસીએશનના ૭૫ વર્ષની ઉજવણીમાં ભાગ લેશે.

વડોદરા ખાતે  વિશ્વ વન દિવસની ઉજવાયો

વડોદરા ખાતે વન વિભાગ, બાગાયત વિભાગ, પ્રકૃતિ અને પર્યાવરણવિદોએ ગુરુવાર વન ભવનનાં પ્રાંગણમાં પ્રકૃતિ અને પર્યાવરણની જાણવણી, સાચવણી અને વૃધ્‍ધી અંગે સપથ ગ્રહણ કરી વિશ્વ વન દિવસની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે વન સંરક્ષક શ્રી ભાસ્‍કર શુકલએ સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, પોતાના પ્રદાનથી વિશ્વના પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે આપણે સૌ પ્રતિબધ્‍ધ અને પ્રયત્‍નશીલ બનીને આવનાર પેઢી માટે શુધ્‍ધ વાતાવરણ અને પર્યાવરણ સોંપવાનું આપણું કતર્વ્‍ય નિભાવવીએ તે આ સમયની અનિવાર્ય આવશ્‍યકતા છે. વૃક્ષ ઉછેરને સંસ્‍કૃતિ તેમજ લાગણી સાથે સાંકળીને સ્‍મૃતિ વનની વિભાવનાથી માનનીય મુખ્‍યમંત્રીશ્રીએ વન વિભાગને ચેતનવંત બનાવ્‍યો છે વ્યક્તિ ના જન્‍મ દિવસ કે મહત્‍વના દિવસો એ સ્‍મૃતિ વનમાં વૃક્ષનું વાવેતર અને ઉછેર લાગણીઓના વાવેતર સાથે પર્યાવરણના જતનનો ઉદે્શપણ સાર્થક થશે. આ પ્રસંગે સામાજિક વનીકરરણ યોજનાના  નાયબ વન સંરક્ષક શ્રી બ્રહ્મભટે પ્રસંગોચીત્ત પ્રવચન કર્યુ હતું.

વિશ્વ વન દિવસની ઉજવણી પ્રસંગે, શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે રાષ્‍ટ્રપતિ એવોર્ડથી સન્‍નમાનિત ડો. યોગેશ કોઠારીના દર્દ નિવારક વનસ્‍પતિ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવેલ. આ પ્રસંગે બાગાયત નિયામક શ્રી ગામિતે બાગાયત ને વન વિભાગ જેવી જ પુરક પ્રવૃતી જણાવી સરકાર દ્વારા અપાતી વિવિધ પ્રોત્‍સાહક યોજનાની માહિતી આપી હતી. આ પ્રસંગે કે આર શાસ્‍ત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આઇટીઆઇમાં શોર્ટ ટર્મ કોર્સિસમાં પ્રવેશ મળશે

ઔઘોગિક તાલીમ સંસ્થા તરસાલી ખાતે ત્રણ માસના શોર્ટટર્મ કમ્પ્યુટર કોર્ષ જેવા કે DEO/DTP/FAS માં પ્રવેશ માટે ફોર્મ ભરવા માંગતા હોય, અને અગાઉના માસમાં જે ઉમેદવારોએ પ્રવેશ ફોર્મ ભર્યા હોય, પરંતુ પ્રવેશ માટે કોલ લેટર ના હોય તેવા તમામ ઉમેદવારોને તેઓના અસલ પ્રમાણપત્રો તથા લાગુ પડતી ફી સાથે તા.૩૦/૩/૧૩ સુધી ઓફિસ સમયમાં આઇટીઆઇ તરસાલીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તા.૧/૪/૨૦૧૩ (વેકેશન બેચ) થી શરૂ થતાં શોર્ટટર્મ કમ્પ્યુટર કોર્ષ માટે જુજ બેઠકો ખાલી છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તેમ આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.  

ચાર પૈંડાવાળા વાહનો માટે નવી સીરીઝ

વડોદરા આરટીઓ કચેરીમાં ચાર પૈડાવાળા વાહનો માટે તા.૨૮/૩/૧૩ના રોજ જીજે-૦૬-એફ.કયુ-૧ થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં સદર કચેરીના હેડકલાર્ક શ્રી ડી.એન.પટેલ સમક્ષ તા.૨૮/૦૩/૧૩ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા.૫૦૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને ડીમાન્ડ ડ્રાફટ/પેઑડર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે. વાહન રજિસ્ટ્રેશન તારીખથી ૨૮/૩/૧૩ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય તેવા અરજદરોએ પસંદગીના નંબર માટે કરેલ અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે નહી વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવા વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી એમ.એમ.મકવાણાની એક અખબારીયાદીમાં જણાવાયું છે.

નોકરી પર જવા નીકળેલો સંદીપ એક મહિનાથી ગુમ

પટેલ ચાલી, દિનેશ મીલ પાછળ, વડોદરાનો નિવાસી, ૨૬ વર્ષની ઉંમરનો, સંદીપ દિવાકર પારકર દિનેશ મીલમાં નોકરી કરે છે. આ યુવક એક મહિના પૂર્વે નોકરી પર જવા માટે ધરેથી નીકળ્યો હતો. પરંતુ ધેર પાછો ફર્યો નથી. ગુમશુદાએ જીન્સ પેન્ટ અને ટી-શર્ટ પહેર્યા હતા. તેની ભાળ મળેથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.

 

 

નડિયાદ

વ્‍યાજબી ભાવના દુકાનદારોએ ૨૮મી માર્ચ પહેલા જથ્‍થો મેળવી લેવાનો રહેશે

ગુજરાત સ્‍ટેટ સિવિલ સપ્‍લાય કોર્પોરેશન લીમીટેડનું ચાલુ હિસાબી વર્ષ-૨૦૧૩ તા. ૩૧/૦૩/૨૦૧૩ના રોજ પુરૂ થતુ હોવાથી નિગમના ગોડાઉનમાં બાકી રહેલા જથ્‍થાની ભૌતિક તપાસણી કરવા માટે નિગમના ખેડા જિલ્‍લાના તમામ ગોડાઉન તા. ૨૮/૦૩/૨૦૧૩ થી તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી બંધ રાખવામાં આવનાર છે. જેથી ખેડા જિલ્‍લાના તમામ વ્‍યાજબી ભાવના દુકાનદારોએ નિગમના ગોડાઉનમાંથી તેઓની પરમીટ મુજબનો મળવાપાત્ર અનાજ, તેલ, ખાંડ, વિગેરે જરૂરિયાત મુજબનો જાહેર વિતરણ વ્‍યવસ્‍થાનો જથ્‍થો નિગમ ધ્‍વારા નિયત કરેલ બેંકમાં અગાઉથી નાણાં જમા કરાવીને તા. ૨૮/૦૩/૨૦૧૩ પહેંલા ગોડાઉનમાંથી મેળવી લેવાનો રહેશે તેમ નાયબ જિલ્‍લા મેનેજરશ્રી, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ, ખેડા-નડિયાદ ધ્‍વારા જણાવાયું છે.