નેત્રહિન અને બહેરા-મુંગા , મંદબુધ્ધિવાળા, રકતપિતમુકત તથા વિકલાંગ વ્યકિતઓ કે જે ૪૦ ટકા કે તેથી વધુ ક્ષતિ ધરાવતા હોય તેવા વિકલાંગોને નોકરીએ રાખતા નોકરીદાતાઓ તેમજ સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ અને વિકલાંગોને નોકરી આપવાની કામગીરી કરતા શ્રેષ્ડ પ્લેસમેન્ટ ઓફિસરોને પારિતોષિક આપવાની ભારત સરકાર તેમજ રાજય સરકારની યોજના અન્વયે વર્ષ ૨૦૧૧ માટેની સ્પર્ધામાં ભાગ લેવા જણાવવામાં આવે છે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી ફોર્મ મદદનીશ નિયામક રોજગારની કચેરી, ઓ-૪, ન્યુ મેન્ટલ કેમ્પસ, અસારવા અમદાવાદ ખાતેથી તા. ૫/૧/૧૨ સુધીમાં વિનામૂલ્યે મળી રહેશે. આ ફોર્મ ભરીને તા. ૯/૧/૧૨ સુધીમાં આપી દેવાના રહેશે તેમ મદદનીશ નિયામક, રોજગાર દ્વારા જણાવાયું છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 31 ડિસેમ્બર, 2011
કાંકરિયા કાર્નિવલમાં સુગમ-સંગીત રેલાયું સ્લમ વિસ્તારનાં બાળકોએ ગીત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા આ બાળકોએ ટ્રેનની સવારી સહિત અન્ય રમતોની મજા માણી
લાખો લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણયો
કાંકરિયા કાર્નિવલનો દરરોજ લાખો લોકો લાભ લઇ રહયાં છે. ભવ્યાતિભવ્ય રોશની અને આતશબાજી ઉપરાંત અનેકોવિધ રંગારંગ કાર્યક્રમોનો નગરજનો ભારે ઉત્સાહથી લહાવો લઇ રહયાં છે. તા. ૨૫મી ડિસેમ્બરથી તા. ૩૧મી ડિસેમ્બર દરમ્યાન ચાલનારા આ કાર્નિવલ કાર્યક્રમમાં શાળાનાં તથા વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ગીત-સંગીત, રમતો તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. કાર્નિવલમાં ભવ્ય રોશની, આતશબાજી, પેરા ગ્લાઇડીંગ, પેરા ઝંપીંગે ભારે આકર્ષણ જમાવ્યું છે.
આ કાર્યક્રમમાં નગરજનોની સાથે સાથે પાણી પુરવઠા મંત્રી શ્રી નરોતમભાઇ પટેલ અને કૃષિ મંત્રી શ્રી દિલિપભાઇ સંઘાણીએ ઉપસ્થિત રહી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. આ સાથે મેયર શ્રી આસીતભાઇ વોરા, નગરના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહયાં હતા.
શહેરની વિવિધ શાળાઓનાં બાળકોએ તથા વિદ્યાર્થી ભાઇ બહેનોએ દેશ ભકિતનાં ગીતો અને લોકકલા પ્રદર્શિત કરતા નૃત્યો રજૂ કર્યા હતા જે નગરજનોએ ભારે ઉત્સાહથી માણયા હતા.આજના દિવસે સ્લમ વિસ્તારનાં બાળકો દ્વારા યોગ નિદર્શન, ચિત્ર સ્પર્ધા, જીમ્નેસ્ટીક રજૂ કરવામાં આવ્યા હતા. ભારત ભકિત કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રાંતના કલાકારો તેમની લોકકલા પ્રસ્તુત કરે છે. આ કાર્યક્રમમાં પંજાબ રાજયના કલાકારોએ તેમની કલાકૃતિ રજૂ કરી હતી તે અદભૂત નજારો હતો. આ ઉપરાંત હાસ્યની છોળો વરસાવતું હાસ્ય નાટક રજૂ થયું હતુ.
કાંકરિયા ફરતે ઝળહળતી રોશની અને આતશબાજી ઉપસ્થિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ જન્માવે છે.આગામી ૩૧મી ડિસેમ્બર- ૧૧ દરમ્યાન યોજાનાર આ કાર્નિવલનો નજારો એક વખત માણવા જેવો તો ખરો જ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)