
જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બો ગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com







મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ગુજરાત રાજ્ય બીજ નિગમનો સને ર૦૦૯-૧૦ વર્ષ માટેની ડિવિડન્ડની રૂ. ૩૩.૫૧ લાખની રકમનો ચેક આજે કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ સહકાર રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાલા, અગ્ર સચિવશ્રી આર. કે. ત્રિપાઠી, નિગમના વહીવટી સંચાલક શ્રી યુ. ડી. સિંગ ઉપસ્થિત હતા.
ખેડૂતોને શુધ્ધ અને ઉંચી ગૂણવત્તાવાળા પ્રમાણિત બિયારણ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય બીજ નિગમે કૃષિ બીજ ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાનું ફલક વિકસાવેલું છે અને આ નિગમે આજ સુધી રાજ્ય સરકારને ડિવીડન્ડ પેટે સમગ્રતયા રૂ. ૪૮૧.૮૧ લાખની માતબર રકમ ચૂકવી છે.
કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલારોજમદાર શ્રમિકોના લધુતમ વેતનમાં ર૦ ટકાનો નોંધપાત્ર વધારો
રૂ. ૧ર૦ લધુતમ વેતન મળશે
૮૬.૧ર લાખ શ્રમીકોને દરમહિને અંદાજે રૂ. પ૦૦ કરોડ જેટલું વધુ વેતન પ્રાપ્ત થશે
મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલા છૂટક-રોજમદાર શ્રમયોગીઓને હાલમાં મળતા લધુતમ વેતનદરમાં વધારો કરીને પ્રતિદિન રૂ. ૧ર૦નું લધુતમ વેતન દર મળવાપાત્ર થાય તેવો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસ તથા ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રીના આ શ્રમયોગી કલ્યાણ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, આ નિર્ણયને પરિણામે હવેથી કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલા પ્રત્યેક રોજમદાર શ્રમયોગીને પ્રતિદિન રૂ. ૧ર૦નું લધુતમ વેતન મળશે. અગાઉ આ વેતન પ્રતિદિન રૂ. ૧૦૦ પ્રમાણે ચૂકવવામાં આવતું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, ભારત સરકારે દેશના રાજ્યોમાં સમાન લધુતમ વેતન માળખા માટે કૃષિ પ્રવૃતિ કરતા રોજમદાર શ્રમયોગીઓને તા.૧ લી એપિ્રલ-ર૦૧૧ થી પ્રતિદિન રૂ. ૧૧પ લધુતમ વેતન ચૂકવવાની ભલામણ કરી હતી પરંતુ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શ્રમ યોગીઓના વ્યાપક હિતમાં આ લધુતમ વેતન રૂ. ૧ર૦ પ્રતિદિન કરવાનો કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર કૃષિ ક્ષેત્રના ૮૬.૧ર લાખ અસંગઠિત શ્રમીકોને પ્રતિદિન રૂપિયા ર૦ લેખે વધુ વેતન પ્રાપ્ત થશે, પરિણામે પ્રતિદિન રાજ્યના અસંગઠિત શ્રમીકોને રૂ. ૧૭.રર કરોડનો વેતન વધારાનો લાભ મળશે, જે એક માસ માટે રૂપિયા પ૧૬.૭ર કરોડનો થાય છે.
રાજ્યના ૮૬.૧ર લાખ અસંગઠીત ક્ષેત્રના શ્રમીકોમાં ૬૧.૪૮ લાખ પુરૂષ અને ર૪.૬૪ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ શ્રમીકોને એકસરખું વેતન પ્રાપ્ત થાય છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને ક્વોલીટી મેનેજમેન્ટ સીસ્ટમ. આઇ.એસ.ઓ. પ્રમાણપત્ર એનાયત
રાજ્ય સરકારના પ્રભાગ માટે ગૌરવપ્રદ ધટના
ગાંધીનગર,
કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની મુખ્ય કચેરીને ક્વૉલીટી મેનેજમેન્ટ સીસ્ટમ (Q.M.S.) I.S.O. 9001 : 2008 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઇઝેશન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. દેશમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રને I.S.O. 9001 : 2008 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઇઝેશનનું પ્રમાણપત્ર મળ્યું હોય તેવો આ પ્રથમ બનાવ છે.
કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યા મુજબ, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૮, ૧લો માળ, ગાંધીનગર ખાતે કાર્યરત આ કચેરીને ચોથા ક્રમે (Q.M.S.) I.S.O. 9001 : 2008 ક્વૉલીટી મેનેજમેન્ટ સીસ્ટમ પ્રાપ્ત કરનાર રાજ્ય સરકારની કચેરીને રાજ્ય સરકારના પ્રભાગને આવું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય તે આ કચેરી અને રાજ્ય સરકાર માટે ગૌરવપ્રદ ધટના છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ખાઘ પદાર્થો - ઔષધોને લગતી ફરિયાદો માટેની વેબસાઇટ
ગાંધીનગર,
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતાર્થે લોક ફરિયાદ કરવા સારૂં વેબબેઇઝ ફરિયાદ અંગેનું મોડયુલ તૈયાર કરવામાં આવેલ છે. આ મોડયુલમાં ખાઘ પદાર્થો તથા ઔષધોને લગતી ફરિયાદો આ માધ્યમથી કરી શકાય તેવી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જાહેર જનતાને આ માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે. આ વેબ એડ્રેસ www.gujhealth.gov.in/complaint-feedbackpublic.htm છે.
જાહેર જનતાએ આ વેબબેઇઝ વ્યવસ્થાનો ઉપયોગ કરવા કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.
પ્રમાણિત બિયારણના કાર્યક્રમમાં જોડાવા માટે ખેડૂતો જોગ અપીલ
ગાંધીનગર,
વધુ ખેત ઉત્પાદન મેળવવા પ્રમાણિત બીજ જરૂરી છે. ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા માન્ય જાતોને પ્રમાણિત કરી આપવામાં આવે છે. ખરીફ ઋતુ બીજ ઉત્પાદન કાર્યક્રમ નોંૅધણી કરવાની તારીખો અનિયમિત વરસાદના કારણે લંબાવી છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી, અમદાવાદ ""બીજ પ્રમાણન ભવન'', શ્યામલ રોહાઉસ વિભાગ-૫, બસ સ્ટેન્ડ પાસે, ગોકુલ રોહાઉસ સામે, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ટેલિફોન નં. ૦૭૯-૨૬૭૩૪૧૧૬, ૨૬૭૬૩૭૨૦નો સંપર્ક કરવો.
ખરીફ પાક જેવા કે, શંકર કપાસ, દેશી કપાસ, જ્યુટ, બાજરી, મકાઇ, મગફળી, તલ, સુર્યમુખી, સોયાબીન મગ, અડદ, ચોળા, તુવેર, ગુવાર, શાકભાજી-ધાસચારા પાકોના પાકો માટે ૧૭મી ઓગષ્ટ-૨૦૧૧ સુધીમાં નોંધણી કરાવવી. સરકારની મંજૂરી આધિન સરકારી / સહકારી સંસ્થાઓ મારફતે રજીસ્ટ્રેશન કરાવનાર પેટા બીજ ઉત્પાદકને વધારાના ખર્ચને પહોંચી વળવા રૂ. ૫૦૦ પ્રતિ એકરે પ્રોત્સાહન ચૂકવવામાં આવશે. જેથી જે તે પેટા બીજ ઉત્પાદકે વાવેતર તારીખ સાથે તેમની બેંકનું નામ, ખાતા નંબર યાદીમાં અચૂક નિર્દેશ કરાવવાનો રહેશે. આ અંગે વધુ માહિતી એજન્સીની વડી કચેરી / પેટા કચેરીનો સંપર્ક સાધવાથી જાણી શકાશે તેમ પણ બીજ પ્રમાણિત એજન્સી દ્વારા જણાવાયું છે.