અનુયાયીઓ

શનિવાર, 27 ડિસેમ્બર, 2014

આખરે જેતપુરની હાઇસ્કુલમાં ચાલતા શૈક્ષણિક ભષ્ટ્રાચારના પડદા ઉપડી ગયા !



આખરે જેતપુરની હાઇસ્કુલમાં  ચાલતા શૈક્ષણિક ભષ્ટ્રાચારના પડદા  ઉપડી ગયા !
ખાનગી ટ્યુશન કલાસીસમાં ભણતા અને કમરીબાઇ હાઈસ્કુલમાં ડમી નામો ધરાવતા ધો.11 સાયન્સના 85 વિધાર્થીઓ અચાનક ભણતા ઉઠી જતા ભારે ચકચાર !!
આઆટીઆઆઈ એક્ટીવિસ્ટ કહે છે અમોએ શૈક્ષણિક ભષ્ટ્રાચાર ખુલ્લો પાડ્યો છે. હવે કોણ કેવા પગલા ભરશે તે રામજાને  !!
 જેતપુર તા.27  ( કશ્યપ જોશી દ્વારા)
જેતપુરની કમરીબાઇ હાઈસ્કુલમાંથી તા.14-11-2014 થી 28-11-2014 એમ પંદર  દિવસ દરમિયાન ધો.11 વિજ્ઞાન પ્રવાહના 85 વિદ્યાર્થીઓ અચાનક લીવીંગ સર્ટીફીકેટ લઇ જઈને કમરીબાઇ શાળામાંથી ભણતા ઉઠી જતા  ઓફ થી ટાઉન બની છે. જો કે આવા શૈક્ષણિક ભષ્ટ્રાચારને ખુલ્લો પાડવા મથતા આઆટીઆઆઈ એકટીવીસ્ટ  યુવાનો મહમદ અબુભાઈ સાંધ અને યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલની જહેમતને મહત્વની સફળતા મળી હોવાની વિગતો સાંપડી રહી છે.

આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ માહિતી માંગવાના કાયદાથી જેતપુર શહેરમાં ચાલતા અનેકવિધ ભષ્ટ્રાચારોની પોલ ખોલવા મથતા ઉપરોક્ત બંને યુવાનોની નજરમાં એવી વાત આવી હતી કે શહેરના અનેક ખાનગી ટ્યુશન કલાસીસ સંચાલકો પોતપોતાના કલાસીસ ઉપરાંત શહેરની સૌથી જૂની અને સરકારી શાળા કમરીબાઇ હાઈસ્કુલના સંચાલકો અને શિક્ષકો સાથે રીતસરના ચોખટાં ગોઠવી કમરીબાઇ હાઈસ્કુલમાં ડમી વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે.

આવી ચૌકાવનારી શૈક્ષણિક પોલંપોલ વિગતો બહાર આવતા શહેરના આ યુવાનોએ રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, જીલ્લા શીક્ષણાધિકારી વિગેરેને રજુઆતો  કરી હતી કે કમરીબાઇ હાઈસ્કુલમાં શૈક્ષણિક કાર્યમાં રીતસરની ગેરરીતી ચાલતી હોય તપાસવા જેવું છે.  શિક્ષણ જગત માટે આંચકારૂપ આ રજૂઆતનું સત્ય ખાળવા અને કસુરવારો સામે પગલા ભરવા મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગના અગ્ર સચિવને કમરીબાઇ શાળાની ગેરરીતી રોકવા આદેશો કર્યા હતા.

પણ રજૂઆતકરતા યુવાનોના આક્ષેપો મુજબ રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારીએ જાણે આ તપાસને રફેદફે કરવા રીતસરનું ડીંડક કર્યું હોય તેમ અમુક સરકારી બાબુઓને ચેકિંગ માટે વેકેશનમાં કમરીબાઇ હાઇસ્કુલમાં મોકલ્યા હતા ! પરિણામે રજૂઆત કરનાર અરજદારોનો આક્ષેપ છે કે જ્યાં વાડ જ ચીભડા ગળતી હોય ત્યાં કોની સામે ? કેવી ? તપાસ કરવી તે વાસ્તવિકતા બહાર આવ્યા વગર રહી નથી !

બીજીબાજુ કમરીબાઇ હાઈસ્કુલના સંચાલકોની ખાનગી ટયુશનના હાટડાઓ સાથેની મિલીભગત વચ્ચે કૈક રંધાતું હોવાનું જાણી ગયેલા યુવાનોએ હાલના દિવસોમાં આ શાળામાં ધો.11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની કેટલી સંખ્યા છે ? તેઓ નિયમિત અભ્યાસ માટે આવે છે કે કેમ ? તે વાતની માહિતી માંગતા  એક મોટી વાતનો ધડાકો થયો હતો કે તા.14.11.14 થી 28.11.14 એમ પંદર દિવસ દરમિયાન કમરીબાઇ હાઈસ્કુલમાંથી 85 વિદ્યાર્થીઓ લીવીંગ સર્ટીફીકેટ લઈને શાળામાંથી ભણતા ઉઠી ગયા છે !!

આ વાતને એટલેકે માત્ર 15 દિવસમાં 85-85 વિધાર્થીઓ લીવીંગ સર્ટી  લઇ ગયા કે પકડાવી દેવાયા ? તે વાત એ સૂચવે છે કે આ તમામ વિધાર્થીઓ અત્યાર સુધી ભણતા હતા ખાનગી ટ્યુશન હાટડાઓમાં અને ડમી નામો ધરાવતા હતા સરકારી શાળા ક્મરીબાઈમાં !!  હવે આ સરકારી શાળાના ખાનગી ટ્યુશન કલાસીસો સાથેના રીતસરના ચોખઠાની આ ઘટના બાબતે કોણ ? કેવી તપાસ કરાવશે ? તે વાતનો મદાર અરજદારોએ ઈશ્વર ઉપર છોડ્યો છે.

બોક્સ: શહેરના 85 વિધાર્થીઓ શા માટે કમરીબાઈ 
               હાઈસ્કુલમાંથી ભણતા ઉઠી ગયા ?? 
જેતપુર: માત્ર 15 દિવસમાં જેતપુરની આ શાળામાંથી 85 છાત્રો ભણતા ઉઠી ગયાની વાતનો ફોડ પાડતા મહમદભાઈ અને યોગેન્દ્રસીહ ગોહિલે જણાવેલ કે લાંબા સમય થયા અન્ય ખાનગી ટ્યુશન  ક્લાસીસોમાં ભણતા અને માત્ર ડમી  છાત્રો તરીકે કમરીબાઈ હાઈસ્કુલના રેકર્ડ ઉપર બોલતા વિદ્યાર્થીઓની વાત અખબારો દ્વારા પ્રજા વચ્ચે આવી જતા સંભાળવા મળેલ કે શાળાના આચાર્યે શિક્ષકોને કડક આદેશો આપ્યા હતા કે જે છાત્રો અહી અભ્યાસ માટે આવે તેઓનીજ હાજરી પૂરવી.. જે વાત ખાનગી ટ્યુશન સંચાલકોને મૂંજવી જતા, ટ્યુશન સંચાલકો એ જ બાળકોનો અભ્યાસ નાં બગડે એટલે કમરીબાઈ હાઈસ્કુલમાંથી ભણતા ઉઠાડી લઇ અન્ય શાળાઓમાં ગુપચાપ પ્રવેશ આપવી દીધો !!

શાળાના પ્રિન્સીપાલ પુરોહિત શું કહે છે ?
જેતપુર: તમારી શાળામાંથી 1, 2, 3 નહિ પણ 85 વિધાર્થીઓ ધો.11 ના વિજ્ઞાન પ્રવાહમાંથી અચાનક ભણતા ઉઠી જઈ પોતપોતાના લીવીંગ સર્ટી લઇ ગયા કે તમોએ પકડાવી દીધા ? તે વાતના સવાલનો જવાબ આપતા કમરીબાઇ શાળાના પ્રિન્સીપાલ પુરોહિતે જણાવેલ કે, દરેક વિદ્યાર્થીઓએ લીવીંગ સર્ટિ ની માંગણી કરતી અરજીઓ દ્વારા એલસી લઇ ગયા છે. અમોએ કોઈ છાત્રોને સામેથી એલસી આપ્યા નથી ! (પુરોહિત મો.94299 38944)

બોક્સ: શિક્ષકો ફાજલ નાં થાય તે માટેનું કારસ્તાન ?!
જેતપુર: જેતપુરના અરજદારોએ એક ઘડારૂપ  ઉદાહરણ આપતા જણાવેલ કે ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામમાં શાળામાં શિક્ષકોના અભાવે ગ્રામજનો દ્વારા ગામ બંધ તેમજ શિક્ષણ બહિસ્કાર જેવા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી ગજબની જાગૃતિ બતાવાઈ છે. જયારે જેતપુરની કમરીબાઇ હાઈસ્કુલમાં આળસુ શિક્ષકો ફાજલ નાં થાય તે માટે રેકર્ડ ઉપર ડમી છાત્રો દ્વારા પુરતી સંખ્યા બતાવવાનું કારસ્તાન આચરાયું હોય, જવાબદારો સામે આકરા પગલા ભરવા જ રહ્યા તેવું  કહેવું ખોટું નથી.

બોક્સ: આર્થિક વહીવટની ઓફર છતાં અરજદારો અડગ
જેતપુર: જેતપુરની આ સરકારી  શાળાના આ કૌભાંડને બહાર લાવવા મથતા બંને અરજદારોને ઘણી વખત આર્થિક વહીવટ માટે ઓફર કરાઈ હતી. અને પ્રકરણ સંકેલી  લેવાની ભલામણો થઇ હતી. પણ પૈસાને બદલે પ્રતિષ્ઠાને મહત્વ આપતા આ બંને યુવાનો વિષે ચર્ચાતી બ્લેકમેઈલિંગ ની વાતો પર પૂર્ણવિરામો અને પ્રશ્નાર્થ ચિન્હો મૂકી ગયાનું જણાય છે. બન્ની ખોખારો ખાઈને કહ્યું છે કે આ શાળાના કસુરવારોને શિક્ષા કરાવીનેજ જંપવું છે પછી ભલે મોતનો સામનો કરવો પડે !!


 સમાચાર સાથે :
1...અરજદારોની ફરિયાદની નકલ-3
2...મુખ્યમંત્રીના હુકમની નકલ-1
3...શિક્ષણ સચિવની જીલ્લાશિક્ષણાધીકારીને કરેલ હુકમની નકલ-1
4...85 વિધાર્થીઓના નામ કે જેઓ કમરીબાઇ શાળામાંથી ભણતા ઉઠી ગયા નકલ-3
5...હાજરી પત્રક અને નોટીસની નકલ-2
6... સમાચારના 7 પેઈજ જેપીજી સ્વરૂપે 
7...સમાચારની એક ફાઈલ વર્લ્ડ એક્શેલ ડોક્સ માં 
કશ્યપ જોશી જેતલસર જેતપુર - 99742 62812


JETALSAR KASHYAP JOSHI URGENT NEWS

JETALSAR KASHYAP JOSHI URGENT NEWS

મંગળવાર, 23 ડિસેમ્બર, 2014

પ્રેરણા : જાફરાબાદના અપાહિજ યુવાનની દોડતા યુવાનો માટે ધડારૂપ જહેમત !


પ્રેરણા : જાફરાબાદના અપાહિજ યુવાનની  દોડતા યુવાનો માટે  ધડારૂપ જહેમત !
ભીખીબેનની કુખે 7માં માસેજ જન્મેલો અપાહિજ યુવાન ખાનગી સંસ્થાનો એજન્ટ 
બની માતા પિતાની આજીવિકામાં રીતસરની લાકડી સમાન બનતા સૌમાં અચરજ
કામ ધંધા વગર માત્ર ને માત્ર  માં-બાપ ઉપર બોજારૂપ બનતા યુવાનો જાફરાબાદના યુવાનના જોમ-જુસ્સાને ધ્યાને લેશે ખરા ? 
(કશ્યપ જોશી દ્વારા)  જેતલસર(જેતપુર)તા.23
ગઈ કાલે ભાવનગરમાં એક મિટિંગ હોલના સડ્સડાટ પગથીયા ચડતા અમરેલી પંથકના જાફરાબાદના અપાહિજ યુવાને સાજા નરવા ને દોડતા યુવાનો વચ્ચે વર્ણવેલી પોતાના જોમ-જુસ્સાની દાસ્તાને સૌને અચરજ પમાડી હતી.
આ બાબતે મેળવેલી વિગતો અનુસાર ગઈકાલે ગુજરાત સહીત દેશભરમાં  નોનબેન્કિંગ-પેરાબેન્કીંગ યોજનાઓ ચલાવતી ખાનગી સંસ્થા વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારની એક વ્યવસાયિક વિકાસ સંમેલનમાં જોડવા અમરેલી પંથકના જાફરાબાદ ના માછીમાર પરિવારના હિતેશ લાલાભાઈ સોલંકી નામના 25 વર્ષનો જન્મજાત અપાહિજ યુવાનને સીડીના પગથીયા ચડતા આ લખનારે રોક્યો હતો કે અરે ભાઈ  તમારે શું કામ છે  મીટીંગમાં ? 
ત્યારે હિતેશે વર્ણવેલી પોતાના જીવનની દાસ્તાન સૌને દુખ સાથે હિંમત પીરસી ગઈ હતી ! 
હિતેશે જણાવેલ કે લાલાભાઈ મંગાભાઈ સોલંકી ( જાતે ખારવા, ધધો માછીમારી,  રહે. જાફરાબાદ) ના ચાર સંતાનોમાંનો તે સૌથી મોટો પુત્ર છે. તેનાથી નાના  બે ભાઈઓમાં મુકેશ  વિરેશ તથા નાની બહેન દક્ષાનો સમાવેશ થાય છે. માતા ભીખીબેનની કુખે નવ માસને બદલે 7માં માસેજ જન્મ પામેલ હિતેશના જન્મથીજ બંને પગ વાંકા હોય, કુદરતના કરિશ્માનો ભોગ બનેલા હિતેશને ઠીક કરવા અત્યંત ગરીબ એવા માછીમાર માતા પિતાએ ઘણી દવાઓ સાથે દુઆ, માનતા, બાધા અને આખડીઓ રાખેલી, પણ હિતેશના પગની સારવારમાં આ પરિવાર કોઈ સફળતા મેળવી શક્યો ના હતો.
મતલબ કે હિતેશ અપાહિજ અવસ્થામાજ અને બે હાથ અને બે પગ(ચાર પગે ચાલીને જ )મોટો થયો હતો.
ધોરણ 10 સુધી ભણેલા હિતેશ 24  વર્ષની ઉમરે પહોંચ્યો ત્યારે મજુરીકામ કરતી માતા અને માછીમારી કરતા પિતાની આજીવિકામાં મદદરૂપ થવાની ઈચ્છા દાખવી જે કામ મળે તે કરી આવક રળવા મથતો હતો.
આવા સમયે છગનભાઈ વાઢેર નામના સ્થાનિક રહીશનો ભેટો થઇ જતા છગનભાઈએ નાની મોટી બચત યોજનાઓ ચલાવતી ઉપરોક્ત ખાનગી સંસ્થાના એજન્ટ તરીકે જોડતા હિતેશ ખુશ થયો હતો.

બોક્સ: મહીને સારું કમાતો હિતેશ અન્યો માટે પ્રેરણારૂપ !!
જેતલસર: હિતેશે જણાવેલ કે ખાનગી સંસ્થા સાથે  જોડાઈને હાલ તેમને 30 થી 40 માસિક ખાતાઓ અને ચાર પાંચ દૈનિક બચતના ખાતા ખોલી રૂપિયા 4 થી પાંચ હજાર જેવી સારી આવક મેળવી પોતાના માતા પિતાની લાકડી બની આર્થિક મદદ કરી રહ્યો છે. તેમને જણાવેલ કે કુદરતની રચનાનો સૌને અમલ અને ભોગવવો જ રહ્યો...પણ અડગ મન હોય તો હિમાલય પણ નડતો નથી તેવું તેમનું માનવું છે. ત્યારે કહેવાનું તાત્પર્ય એ કે એકદમ શારીરિક ફીટનેશ ધરાવતા હોવા છતાં કામ ધંધા વગર માત્ર બાપીકી જાગીર પર જીવતા યુવાનો આ ચાર પગે ચાલતા યુવાનનો જોમ અને ધ્યાને  લઇ પોતપોતાના માતાપિતાને મદદ કરવા જાગશે ખરા ??

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 9974262812
 



સોમવાર, 22 ડિસેમ્બર, 2014

gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}

---------- Forwarded message ----------
From: "Bhola modeling Studio Sultanpur" <bholamodelingstudiosultanpur@gmail.com>
Date: Dec 22, 2014 12:52 PM
Subject: gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}
To: <kathiawadpost@gmail.com>, <kkumarjoshi@gmail.com>, "Vijay Chauhan" <avadhtimes@gmail.com>, <abataknews@gmail.com>, <saurashtra.satya@gmail.com>, <akiladaily@gmail.com>, <sanjsamachar@gmail.com>, <akiladaily@yahoo.com>, <amreliexpress7@gmail.com>
Cc:

gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}

ગુરુવાર, 18 ડિસેમ્બર, 2014

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નીતાબેન ગુન્દારીયા બિનહરીફ

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નીતાબેન ગુન્દારીયા બિનહરીફ 

જેતપુર તા.18

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખની વરણી માટેની આજે તાલુકા પંચાયતમાં મળેલી બેઠકમાં પ્રમુખ તરીકે નીતાબેન દિનકરભાઈ ગુન્દારીયા બિનહરીફ થયા થયા હોવાનું તાલુકા વિકાસ અધિકારી  ઘેડાએ જણાવેલ ..

બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયત  કચેરીમાં પ્રમુખ હંસાબેન વૈષ્ણવ ની સત્તાનું શાશન પૂરું થવાને 7/8 મહિના બાકી હતા ત્યાજ સભ્યોમાં આંતરિક મતભેદો સર્જાતા કામો નાં  થતા હોવાના બહાના વચ્ચે આજથી એકાદ મહિના  પહેલા 17 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાશની દરખાસ્ત રજુ થતા અને પસાર થઇ જતા  હંશાબેનનું શાશન ઘેર ચાલ્યું ગયું હતું.

દરમિયાન ડીડીઓની સુચના અને આદેશ અનુશાર જેતપુર તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ તાલુકા પંચાયત પ્રમુખની વરણી માટે આજરોજ 18 મી ડિસેમ્બરે સામાન્ય સભા મામલતદાર ભોરાનીયાના અધ્યક્ષ સ્થાને બોલાવી હતી.

પહેલા 16 મી ડિસેમ્બર તાલુકા પંચાયત પ્રમુખની દાવેદારી એટલેકે ફોર્મ ભરવાની નિયત કરાઈ હતી. જે દિવસે એક પણ સભ્યે ફોર્મ નહિ ભરતા આજે યોજાયેલ સા.સભા વચ્ચે કુલ 17 માના 13 સભ્યો અને ટીડીઓ ની  હાજરીમાં ખજૂરી ગુંદાળા રહેતા અને જેતપુર તાલુકા પંચાયતની ખીરસરા બેઠકના સભ્ય નીતાબેન દિનકરભાઈ ગુન્દારીયા બિનહરીફ જેતપુર તા.પચાયત પ્રમુખ તરીકે જાહેર થયા હતા.

 

 

 

બોક્સ:  ચાર સભ્યો ગેરહાજર,

નવા પ્રમુખ શું ઉકાળશે ??

જેતપુર:  આજે જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ વરણી માટેની યોજાયેલ સામાન્ય સભામાં માજી તા.પં. પ્રમુખ હંસાબેન, કે.પી.પાદરીયા, રસિકભાઈ ગોંડલિયા, તથા જેન્તીભાઈ ડાવરા પોતપોતાના અનિવાર્ય અને પ્રતિકુળ સંજોગોને કારણે ગેરહાજર રહ્યા હોવાનું ટીડીઓ ઘેડાએ જણાવેલ.. જયારે નવા મહિલા પ્રમુખ નીતાબેન અગાઉના પ્રમુખની જેમ વિકાસના કામોને બ્રેક મરાવશે કે વેગ અપાવશે ?  સમયજ બતાવશે.

 કશ્યપ જોશી (જેતલસર )જેતપુર 997426281

  

 

બુધવાર, 17 ડિસેમ્બર, 2014

AVSAN NONDH JETPUR KASHYAP JOSHI JETALSAR

અવશાન નોંધ :
જેતપુર : વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિના હરસુખભાઈ ટપુભાઈ (ગાડાવાળા -ઉ.વ.65) તે જેન્તીભાઈ , અમુભાઈ અને બાબુભાઈના વડીલબંધુ , કિશોરભાઈ અને ભાવેશભાઈના પિતા તા.17 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.18 ને ગુરુવારે, તેમના નિવાસસ્થાન, નવી દેસાઈ વાડી, તેજસ્વી હનુમાન મંદિર પાસે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે  સાંજે  4 થી 6 રાખેલ છે.

કશ્યપ જોશી જેતપુર -9974262812

મંગળવાર, 16 ડિસેમ્બર, 2014

Kashyap joshi


>
> સોમનાથ થી રાજકોટ જતી મુંબઈ લીનક ટ્રેન નું એન્જીન ગોંડલ બંધ થતા ટ્રેન દોઢ કલાક મોદી થવા પામી હતી રેલ તંત્રે રાજકોટ થી બીજું એન્જીન મંગાવી ટ્રેન દોડાવી હતી. મુસાફરો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો 

સોમવાર, 15 ડિસેમ્બર, 2014

ગામ માટે લાઈબ્રેરી બનાવી




Sent from Samsung Mobile.


-------- Original message --------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date:12/14/2014 5:52 PM (GMT+05:30)
To: ATUL CHOTAI <kasumbo@yahoo.co.in>
Cc:
Subject: ગામ માટે લાઈબ્રેરી બનાવી

કૌન બનેગા કરોડપતિ-4 માં જીત્યા ને ગામ માટે બનાવી લાઈબ્રેરી

અમદાવાદ: રાણપુર તાલુકામાં આવેલું ખસ ગામ આજે જિલ્લામાં તેની લાયબ્રેરી માટે જાણીતું બન્યું છે. પણ આ લાયબ્રેરીની ખાસિયત એ છે કે, તેને  તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારે નથી બનાવી, પણ તેને બનાવનાર રાણપુરની જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દેવુભા ચાવડા છે. જેઓ સોની ટીવી પર પ્રસારિત થતી "કૌન બનેગા કરોડપતિ-4'માં વર્ષ 2010માં હોટ સીટ પર બેસીને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યા હતા.  આ રકમમાંથી જ તેમણે પોતાના ગામના તમામ વર્ગના લોકો માટે ઈનામની રકમમાંથી એક જાહેર લાયબ્રેરી બનાવી છે. જેનું નામ વીર શહીદ સહદેવસિંહ મોરી છે. સહદેવસિંહ પાકિસ્તાન સરહદે દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. આ લાયબ્રેરી પાછળ વર્ષે 20 હજાર ખર્ચ થાય છે. આ ખર્ચ પણ વનરાજસિંહ ચાવડા પોતે ભોગવે છે.