અનુયાયીઓ

મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2011

શિક્ષક દિવસઃ મુખ્યમંત્રીશ્રીની વિઘાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી




મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે શિક્ષક દિન નિમિત્તે ગુજરાતભરના એક કરોડથી વધારે વિઘાર્થી બાળકો સાથે શૈક્ષણિક સંવાદ કર્યો હતો અને બાળકોની જિજ્ઞાસા સંતોષવા તેમના પ્રશ્નોના રસપ્રદ ઉત્તરો આપ્યા હતા.

શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે બાળકોએ કરેલી સંવાદ ગોષ્ઠી અક્ષરશઃ પ્રમાણે છે.

પ્રશ્નનં. 1

ભૂમિકા પરમાર, ધોરણ-૬, રાંદરી પ્રાથમિક શાળા, જિ. ખેડા

આપશ્રીને અમારા જેવા બાળકો સાથે બાળક જેવું થવું ગમે ?

જવાબઃ

કોઇને પણ બાળક જેવું થવું ગમે છે. બાળપણ તો નિદોર્ષ છે. બાળપણમાં એનર્જીનો અહેસાસ થાય છે તે બાળપણની બધીજ ભૂલો બધાજ માફ કરે ! મોટો ફાયદો છે. તમે સહેજ મોટા થાવ એટલે તમારી ભૂલો કોઇ માફ ના કરે !

બાળકોમાં અહંમ નથી હોતો પરિણામે ફરીથી ભૂલ કરે તેવી મક્કમતા હોય છે. બાળકો હંમેશા ભૂલને સુધારવા માટે પ્રયાસ કરે છે. સહજ રીતે ભૂલ સુધારી લે છે. શ્રાવણ મહિનામાં મેળા મહાલવાની બાળપણમાં મજા કંઈક ઓર હોય છે. મેળામાં જે કાંઇ જોઇતું હોય તે માતા-પિતા અપાવે છે, જ્યારે મોટા થઇએ ત્યારે આનંદ રહેતો નથી. બાળપણનો કેવો આનંદ કેવો ઉમંગ અને કેવી મસ્તી હોય છે, શ્રાવણ મહિનામાં બાળકો ચકડોળમાં મહાલતા હોય !

અગાઉના બાળકોને ખબર હતી કે બજારમાં જઇએ ત્યારે બજારમાંથી શું ખરીદવું ? અત્યારે બાળકોને બજારમાંથી ખરીદવાની વસ્તુની ખબર હોય છે. અને વડીલોને તે શોધવામાં પણ તકલીફ પડે છે.

પ્રશ્ન નં. રઃ

આજના વૈજ્ઞાનિક યુગમાં અમારાં જેવા બાળકો માટે આપના શું સૂચનો છે ?

ગ્રીષ્મા સુથાર, ધોરણ-૮, રાયસણ પ્રાથમિક શાળા, જિ. ગાંધીનગર.

જવાબઃ

સૌથી પહેલાં જીવનની જરૂરિયાત હોય છે જિજ્ઞાસા. જો જિજ્ઞાસા ના હોય તો વિજ્ઞાનનું પહેલું પાનુ ખુલે નહીં. કાંઇ થાય તો આમ કેમ થયું તેવો પ્રશ્ન ઉદ્‍ભવવો જોઇએ. રાત થાય. દિવસ થાય કે પ્રશ્ન થાય રાત કેમ પડી ? દિવસ કેમ આવ્યો ? તમે નાનકડી વ્હિસલ વગાડો ત્યારે પ્રશ્ન આવે કે વ્હિસલ કેમ વાગી ? કાર જતી જોઇને વિચાર આવે કે કાર કેવી રીતે બની હશે. કોઇપણ ચીજ જોઇએ અને જિજ્ઞાસા થાય આમ કેમ થયું વિજ્ઞાન તરફ જવાનું પગથિયું છે. વિઘાર્થીઓ માટે જિજ્ઞાસા ખૂબજ આવશ્યક શક્તિ છે. અનિવાર્ય શક્તિ છે. અનેક લોકો હશે જેમણે સફરજનને પડતું જોયું હશે પણ.. ન્યુટનના મનમાં પ્રશ્ન ઉઠયો નીચે કેમ પડયું ? ઉપર કેમ નહીં ? જેનાથી સિદ્ધાંતો શોધાયા. વ્યહાય અને હાઉ વિજ્ઞાન માટે અનિવાર્ય છે. વિઘાર્થીના મનની અંદર જિજ્ઞાસા હોવી જોઇએ. તરત પ્રશ્ન ઉપરથી પેટાપ્રશ્ન ઉઠવો જોઇએ.

મારો શિક્ષક મિત્રોને અનુરોધ છે કે બાળકોમાં જિજ્ઞાસાવૃત્ત્િાને જાગૃત રાખવી, નાનકડા છોડને જેમ ખાતર-પાણી આપીએ, તેમ બાળકોની જિજ્ઞાસાવૃત્ત્િાને વિકસાવવી જોઇએ. કોઇ બાળકમાં જિજ્ઞાસા છે તે તમારી પરીક્ષા નથી કરતો પણ તે તમારો ઉત્તમ વિઘાર્થી બનવાની લાયકાત ધરાવે છે. પ્રશ્નનો જવાબ હોય તો બાળકને કહેવાય કે તમારો પ્રશ્ન ખૂબ સરસ છે, આવતીકાલે આપણે પ્રશ્નની ચર્ચા કરીશું. શિક્ષકોએ બાળકની જિજ્ઞાસાવૃત્ત્િા સંતોષવી . એમ કહેવું કે તારો પ્રશ્ન બરાબર નથી. આવડે તો પણ ખોટા જવાબ આપશો. આવું કરવાથી તેના મગજમાં ખોટું રજીસ્ટર થાય છે. તેની જિજ્ઞાસા પોષક પૂરક હોય તેને કયાંય દબાવવી નહીં તેવો સતત પ્રયત્ન કરીએ. વિઘાર્થીમિત્રોને વિનંતી કે, જિજ્ઞાસાવૃત્ત્િા કેળવવી. આમ કેમ થયું ? કેવી રીતે થયું ? શા માટે થયું ? નકારાત્મક લેવું ? જિજ્ઞાસા હશે તો વિજ્ઞાનને સમજવાના બધાજ રસ્તા ખૂલી જશે.

પ્રશ્નઃ

સારા નાગરિક બનવા રમતગમતનું કેટલું મહત્ત્વ કહેવાય ?

વેદાન્ત પ્રકાશ દવે, ધોરણ , ગણપાદરી પ્રાથમિક શાળા, જિ. અમરેલી

જવાબઃ

તમારામાંથી જેમણે સ્વામી વિવેકાનંદની બાળકો સાથેનો વાર્તાલાપ વાંચ્યો હશે, વિવેકાનંદજી એક વાત અચૂક કહેતાં... તમે વેદ, પુરાણો, આધ્યાત્મની ચર્ચા બાજુમાં મૂકો અને ખુલ્લા મેદાનમાં જઇ ફુટબોલ રમો. રમતનું ચલણ મિ બંગાળમાં હોઇ. આવો આગ્રહ વિવેકાનંદજી રાખતાં. એક શબ્દ તમે સંભવ્યો હશે. સ્પોર્ટસમેન સ્પીરીટ. કોઇપણ સમાજની મોટામાં મોટી શક્તિ હોય તો તે સ્પોર્ટસ સ્પીરીટ છે. કુટુંબમાં પણ એકાદ ભાઇનો સારો વ્યવહાર હોય તો તે ખેલદીલ કહેવાય છે. સ્પોર્ટસમેન સ્પીરીટ જીવનના ગુણોની પરિચાયક છે. ખેલ વગર ખેલદીલી આવે નહીં. ખુલ્લા મેદાનમાં રમો. ખુલ્લી હવાનો લાભ લો. સાથે સાથે રમતના મેદાનમાં પ્રતિસ્પર્ધી અને પોતાની ટીમની શક્તિઓને ઓળખવાની છે, તેને ટીમસ્પીરીટ કહેવામાં આવે છે. રમતગમતમાં વ્યક્તિત્વના વિકાસની બહુ મોટી શક્તિ હોય છે. સાહસ, ચપળતા, નિરીક્ષણશક્તિ ટીમસ્પીરીટ આવે છે.

આપણે કાર્ટુન ફિલ્મ જોવામાં સમય બગાડીએ છીએ. મોબાઇલ ફોન, કોમ્પ્યુટરમાં રમત રમીએ છીએ. આમાં ઉત્તેજના હોય છે, પણ શરીરને ખુલ્લાં મેદાનમાં ભારત માતાની ધૂળમાં આળોટવાનું થતું નથી. ભારતમાતાની ધૂળમાં રમતનાં મેદાનમાં જઇને આળોટિએ તો મા ભારતના ઉત્તમ સંતાન બનવાનો સ્વભાવ બની જાય છે અને તેજ ઉત્તમ નાગરિક બની શકે.

પ્રશ્નઃ

વિઘાર્થીકાળ દરમિયાન નેતાગીરીના કાર્યો કરેલાં ?

કુ. કલગી ત્રિવેદી, આર.સી. કન્યાશાળા, ગાંધીનગર

જવાબઃ

આપણે ત્યાં નેતાગીરી શબ્દ વર્ણન થાય તેવો થઇ ગયો છે. આજે જે શબ્દ વપરાય છે તે નેતાગીરી હું કરતો નથી. બચપણથી સામાજિક કાર્યો વડીલો સાથે કરવાનો અવસર મળ્યો હતો. મારી ઉંમર ૧ર-૧પ વર્ષની હતી ત્યારે ૪૦થી ૪પ વર્ષના વડીલો સાથે મેં કાર્ય કર્યું. એક વખત નર્મદામાં પુર આવ્યું ત્યારે હું શાળામાં ભણતો હતો. અમે મિત્રોએ નક્કી કર્યું કે જન્માષ્ટમીના મેળામાં ચા-નાસ્તાનો સ્ટોલ કરીશું અને તેમાંથી જે નફો થાય તે પૂરપીડીતમાં આપીશું, તે પ્રયોગ સફળ રહ્યો હતો.

૧૯૬૨માં ચીન સાથે લડાઇ થઇ, ત્યારે હું નાનો હતો. વડનગરથી નજીક મહેસાણા રેલવે સ્ટેશન પર સૈનિકોની આવન-જાવન ચાલુ હતી ત્યારે ચા-નાસ્તાની વ્યવસ્થા માટે વોલીએન્ટર્સ તરીકે કામ કરવાનું થયેલું, જે સૈનિકો માટેની સેવા હતી. મારા ગામવાળાની સાથે રેલવે સ્ટેશન પર એક અઠવાડિયા સુધી પડયો રહ્યો.

સમાજજીવનનું કામ આપણા દેશની વિશેષતા રહી છે સામાજિક કામો આપણી ગળથુથીમાં છે તેથી સામાજિક બંધારણ બન્યું છે. ર૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપ વખતે હું દિલ્હી હતો. ભૂકંપ પીડીતોની મદદ માટે કચ્છમાં આવવાનું થયેલું. મારાથી થાય તેટલું કરતો, વિદેશથી પણ લોકો કચ્છમાં મદદે આવ્યા હતા, તેમને હું મળવા જતો. સ્પેનીશ ટીમને મળ્યો. તેમણે કહ્યું, છેલ્લો ટર્કી ગયા હતા. ત્યાંથી આવવાનું થયું છે. ત્યાં માત્ર યુનીસેફ, રેડક્રોસ અને હું વાળા હોય છે, જ્યારે અહીંનું તો કામ અલગ છે. દરેક ગામ-શેરીઓમાં પોતાની રીતે મદદ કરવાવાળા સક્રિય હોય છે. દરેક ગલીમાં સમાજીક સંગઠનો હોય, તેવું દૃશ્ય બીજે કયાંય જોયું નથી. આપણા દેશની પરંપરાગત શક્તિ છે. બચપણમાં આવાં કાર્ય કરવાના અવસર મળ્યા છે. મારામાં સંવેદના પ્રગટાવી છે. સમજ વિકસાવી છે અને કામ કરવાની આવડત વિકસાવી છે.

પ્રશ્નઃ

કન્યા કેળવણી દરમિયાન સ્કુલોની જાતે મુલાકાત લીધી હતી ? તમને ગમ્યું ?

જોગીની ઉપાધ્યાય, ધોરણ ૧૦, વલ્લભ વિઘાનગર

જવાબ

કન્યા કેળવણીનો કાર્યક્રમ આપણે વિશિષ્ટ રીતે ઉપાડયો છે. હું નવો નવો મુખ્યમંત્રી બન્યો, ત્યારે જુદા જુદા વિભાગોની મીટીંગ થઇ હતી, તેમાં શિક્ષણની જ્યારે વાત આવી - મોટાભાગે શિક્ષણ સચિવ શ્રી સુધીર માંકડ હતા - તેમણે કહ્યું કે ગુજરાતમાં કન્યા કેળવણીની સ્થિતિ બરાબર નથી. એમાંથી કાંઇક કરવું જોઇએ તેવો મારો ઈરાદો થયો. મારા મનમાં ચિંતા થઇ. ૪૪ ડીગ્રી તાપમાન હોય તો પણ, ગામડે ગામડે ગયા. મારી સાથે મંત્રીશ્રીઓ, અધિકારીઓ ગયા અને દિકરીઓને ભણાવવાનો સંકલ્પ કર્યો. અત્યારે તો નિવૃત્ત અધિકારીઓ-શિક્ષકો પણ કાર્ય કરે છે. વાતાવરણનો લાભ મળ્યો. દાયકામાં સમગ્ર દેશમાં શિક્ષણમાં સૌથી વધુ સુધારો ગુજરાતમાં થયો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ધટયો છે. જાત મુલાકાતથી નાની નાની બાબતો ધ્યાનમાં આવી. દીકરીઓ ત્રીજા-ચોથાથી શાળા કેમ છોડી દેતી ? શાળાઓમાં ભૂતકાળમાં ટોઇલેટ બન્યા હતા તે છોકરાઓ માટે બન્યા હતા, છોકરીઓ માટે નહીં. આપણે પ૦,૦૦૦ સેનીટેશન બ્લોક બનાવ્યાં છે, તે આપણે જાતે ગયા ત્યારે જોવાનો લાભ મળ્યો. કન્યા કેળવણીનું કાર્ય બધા ભક્તિપૂર્વક કરે છે. આનંદ અને સંતોષ અનુભવે છે.

પ્રશ્નઃ ૬

અમારા ધરમાં બધાં મોંધવારીની વાતો કરે છે તે માટે તમે શું કરી શકો છો ?

લાલાભાઇ રામાભાઇ ઓડ, બલોદરા પ્રાથમિક શાળા, ડિસા.

જવાબઃ

મિત્રો લાલાભાઇ બનાસકાંઠા જિલ્લાના છે. શિક્ષણમાં બનાસકાંઠા ખૂબ ખરાબ સ્થિતિમાં હતો. દસકામાં જે મહેનત ઉઠાવી તેનો સૌથી વધુ લાભ બનાસકાંઠાએ લીધો છે. બનાસકાંઠામાં ખૂબ મોટું પરિવર્તન જોવા મળ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં બીજા જિલલાઓની બરોબરીમાં આવવા ખાસ્સી દોડ લગાવી છે.

મોંધવારીની વાત સાચી છે. ર૦૦૪ અને ર૦૦૯માં ચૂંટણીઓ થઇ. વચન આપ્યું હતું કે સત્તામાં આવીશું તો ૧૦૦ દિવસમાં મોંધવારી ઓછી કરીશું. સત્તા પર આવ્યા બાદ મોંધવારી નાથવાનું ભૂલી ગયા. સાત વર્ષ થયા પણ મોંધવારી ધટતી નથી. ભારત સરકારે મોંધવારી નિયંત્રણ કરવાના પગલાં લેવાના હોય છે. મોંધવારી નિયંત્રિત થતી નથી. પ્રધાનમંત્રીએ કમીટી બનાવી, રીપોર્ટ આવ્યા પણ અમલીકરણ થયા નથી. પ્રમાણમાં વરસાદ સારો થયો છતાંય મોંધવારીને નિયંત્રિત કરવામાં દિલ્હી સરકારને સફળતા મળી નથી.

અચાનક ભારત સરકારે કેરોસીનનો ૩૦ ટકા કવોટા ધટાડી ના઼ખ્યો. આપણે રજૂઆત કરી છે. ગરીબો-માછીમારોને કેરોસીન તો જોઇએ ને. સીધી વાત છે કે મોંધવારીની ચિંતા દરેક ધરમાં હોય. બાળકના મન પર તેની વિપરિત અસર પડે. લાલાભાઇની લાગણી દિલ્હીના દરબાર સુધી પહોંચશે તેવી આશા રાખીએ.

પ્રશ્નઃ

પ્રકૃતિની જાળવણી માટે અમારો- બાળકોનો શું ફાળો હોઇ શકે?, દેવાંગ શાહ, સુરત

જવાબઃ

પ્રકૃતિને વ્યાપક અર્થમાં સમજવી જોઇએ. પ્રકૃતિ એટલે માત્ર વૃક્ષ-ફૂલ-ઝાડ-પાન-બગીચો પુરતુ સીમીત રાખીએ. જરૂરીયાત કરતાં વધારે પાણી બગાડવું એનો અર્થ એમ થયો કે હું પ્રકૃતિને પ્રેમ કરતો નથી. હું વાંચતો હોઉ ત્યારે મને મળવા કોઇ મિત્ર આવે અને બહાર જવાનું થાય ત્યારે મેં લાઇટ- પંખો બંધ કર્યો એનો અર્થ એમ થયો કે મેં કારણ વગર વિજળી વેડફી નાંખી અને પ્રકૃતિનું રક્ષણ કર્યું નથી. આવી નાની નાની બાબતોની કાળજી લઇને પ્રકૃતિ પ્રેમ કર્યો કહેવાય.

વીસ-બાવીસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી સાયકલ કેમ નહી? સહેજ મોટા થઇએ, અને સ્કૂટી ચલાવવાની માંગણી કરીએ છીએ. તેમ કહીને વાતાવરણમાં કાર્બનનો વધારો કરીએ છીએ સાયકલ કેમ ચલાવીએ? બસમાં કેમ નહી?

જેટલું ખાવું હોય તેટલું લઇએ જમ્યા પછી એંઠવાડ છોડીએ છીએ થાળી પૂરેપૂરી ખાલી થાય ત્યાં સુધી એઠવાડ છોડવો નહી, પણ પ્રકૃતિનું રક્ષણ થયું કહેવાય. મમ્મીને સમજાવીએ કે રસોડાનો કચરો પાણી જન્યબગીચામાં વાળીએ. મમ્મી શાકભાજી લેવા જાય ત્યારે તેને પોતાની થેલી લઇ જવાનું કહીએ. પ્લાસ્ટીકનો ઉપયોગ કરીએ. થેલીનો ઉપયોગ કરીએ. નાના નાના સામાન્ય વ્યવહારથી પ્રકૃતિની રક્ષા થાય છે.

પ્રશ્નઃ

તમારા કામકાજમાં કોમ્પ્યુંટરનો ઉપયોગ કેટલો કરોછો? કેવી રીતે?

માધવકુમાર પટેલ ઠુમરા પ્રા.શાળા- સાબરકાંઠા

જવાબઃ

મિત્રો કોમ્પ્યુંટર શરૂઆતથીજ ખૂબ ઉપયોગી હતું જેને આવડતું તેની પાસે શીખવા બેસતો. મનમાં જિજ્ઞાસા હતી જાતેજ પ્રયોગો કરું કામચલાઉ રીતે આવડી ગયું ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કર્યુ.

હું કોમ્પ્યુંટર ચલાવતો હોંઉ ત્યારે કોઇ વૃધ્ધ માતા જુવે તો કહે બેટા તને કેટલું બધુ આવડે છ.ે? જયારે ભત્રીજો જુએ ત્યારે કહે કે અંકલ તમને તો આટલું પણ નથી આવડતું?

નાના બાળકોની ક્ષમતા આમાં ખૂબજ વધારે છે. ઝડપથી બધું બદલાય છે. તેને પોંહોંચી વળવા જોડાયેલાં રહેવું પડે. એક સમય એવો આવશે કે તમને કોમ્પ્યુટર નહીં આવડે તો લોકો તમને અભણ કહેશે. એનો અર્થ એમ થયો કે કોમ્પ્યુટર જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. હું કોમ્પ્યુટરનો નિષ્ણાંત નથી પણ પ્રાથમિક જ્ઞાન તો ધરાવું છું. મોબાઇલ પણ કોમ્પ્યુટરનું એક ઉદાહરણ છે. ટેકનોલોજી ખૂબ ઝડપથી વિકસી રહી છે. બદલાઇ રહી છે, આવી રહી છે. આપણે પ્રવાહની સાથે ડગ માંડીને આગળ વધવું છે.

પ્રશ્નઃ

આપની કંઈ ઇચ્છા જે હજી સુધી પૂરી થઇ નથી ?,હેમીલ પટેલ, વલસાડ

જવાબ

દરેક વ્યક્તિને ઇચ્છાઓ હોવી જોઇએ. ઇચ્છાઓ હોય તો જીવન સ્થગિત થઇ જાય. મારો મત છે કે, ઇચ્છાઓ જાગવી જોઇએ.હું એકવાર પંડિત સાતવડેકરજીનું જીવન વાંચતો હતો. તેઓ પારડીના ઋષિ તરીકે ઓળખાતાં. તેઓ ૧૦પ વર્ષ જીવ્યા હતા. ૧૦૦ વર્ષના હતા. ત્યારે સૂર્યનમસ્કાર કરતાં સંસ્કૃતના પ્રખર પંડિત હતા તેમણે ૬પ વર્ષની વયે ચિત્રકળા શિખવવાનું શરૂ કર્યું.

જીવનમાં જો વિકાસ કરવો હોય તો ઇચ્છાઓ હોવી જોઇએ. નવો ઉમંગ જોઇએ. નવી નવી ઇચ્છાઓની પૂર્તિ માટેની આવડત કેળવવી જોઇએ. ઇચ્છા હોવી જોઇએ. કેળવવી જોઇએ. ઇચ્છાને સંકલ્પમાં પરિવર્તિત કરવી જોઇએ. ઇચ્છ વારંવાર બદલાવવી જોઇએ. આવી ઇચ્છાઓ તરંગ કહેવાય. મનમાં ઉઠેલી ઇચ્છાઓ સંકલ્પ બનવી જોઇએ અને તેને પૂરી કરવા સતત પ્રયત્ન કરવો જોઇએ. ઇચ્છાઓનો અંત નથી. ઇચ્છાઓ ચાલુ રહેવી જોઇએ.

પ્રશ્ન -૧૦

અમારા જેવા વિઘાર્થીઓને તિથિ ભોજનનો લાભ મળે છે ? વાત તમારા મનમાં કેવી રીતે આવી ?શબનમ સબ્બીરભાઇ પટેલ, દેવગઢબારીયા, જિ. દાહોદ

જવાબ

પંચમહાલ - દાહોદ જેવા પછાત જિલ્લાઓમાં અનેક લોકોએ તિથિ ભોજન માટે સક્રિયતા બતાવી છે તેને જિજ્ઞાસા જાગે તે સ્વાભાવિક છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ીશક્ષણ વિભાગ અને દાતાઓના ઇનીસેટીવના કારણે મોટું બળ મળ્યું છે. વર્તમાન સરકારની વિશેષતા છે કે લોકભાગીદારીને પ્રાથમિકતા આપી છે. સૌનો સાથ એટલે સૌનો વિકાસ મંત્ર છે. સૌનો સાથ હોય તો ઝડપથી કાર્ય શક્ય છે. સરકારી વ્યવસ્થામાં એક કામ મહિનામાં થાય તે લોકભાગીદારીથી એક કલાકમાં થાય. સમાજમાં અનેક લોકો હોય છે કે જેઓ કાંઇને કાંઇ પૂણ્ય કરતા હોય છે. ચોકલેટ દાન આપે છે. આને વ્યવસ્થિત કરીએ તો લાભ થાય. કોઇ તિથિ હોય, જન્મદિવસ..લગ્નતિથિ, માતા-પિતાની પૂણ્યતિથિ. આવા પ્રસંગે શાળામાં બાળકો જમાડાતાં હોય છે. તેઓ જાતે શાળામાં આવે અને બાળકોને જમાડવાના હોય તો પહેલેથી નક્કી કરે, આના પરિણામે મધ્યાહન ભોજનની ગુણવત્તામાં સુધારો થયો. બાળકોની રૂચિ કેળવાઇ. વર્ષના શૈક્ષણિક દિવસોમાંથી ૪૦-પ૦ દિવસ તો વિઘાર્થીઓને મિષ્ટાન ભોજન મળે છે. તિથિ ભોજનના અર્થ એવો નથી કે, દાળ-ભાત-લાડવા ખવડાવીએ. માત્ર એક બે કેળાં ખવડાવીએ. માત્ર એક ટુકડો ગોળ ખવડાવીએ પણ તિથિભોજન છે. આનાથી સમાજને બાળકો માટે મમતા જાગે છે. બાળકોને સમાજ પ્રત્યે લગાવ થાય છે.

તાજતેરમાં એક ગામના યુવકોએ પાંચ કિલો ફણગાવેલાં મગ બાળકોને ખવડાવવાનું શરૂ કર્યું છે. બનાસકાંઠામાં બાળકોને ભગવાનનો ભાગ જે દૂધ સ્વરૂપે અપાય છે. દૂધ મંડળીઓમાં દૂધ ભરવા આવતાં લોકો ભગવાનનો ભાગ આપતાં હોય, ગરીબમાં ગરીબ બાળકને પણ દૂધ મળવા લાગ્યું છે. જેનાથી કુપોષણ નાબૂદ કરી શકાય. દાન-પૂણ્ય ગુજરાતનો સ્વભાવ છે. રાજ્યના અનેક ગામો એવાં છે જ્યાં તિથિ ભોજન કરાવનારા આગળ આવ્યાં છે, આપણે માત્ર તેને શાળાઓ સાથે જોડી દીધું છે. ૪૦-પ૦ દિવસ તિથિ ભોજન મળતું હોવાથી તેને બને તેટલું બળ આપવું જોઇએ. અત્યારે ગામના આગેવાનોને જેમ મંદિરમાં જવાની ટેવ છે તેમ નિશાળમાં આવવાની ટેવથી ગામની શાળાનું મહત્ત્વ વધી ગયું છે. પોતાના ગામનું બાળક શ્રેષ્ઠ બને તેવો પ્રયાસ કરી રહ્યા છે, જે વિકાસમાં મોટું બળ આપે છે. સમાજના લોકોને જોડીને બાળકોને શક્તિશાળી બનાવે છે.

કેશ ફોર વોટ કેસ : અમરસિંહની ધરપકડ

કેશ ફોર વોટ કેસ : અમરસિંહની ધરપકડ: કેશ ફોર વોટ કેસમાં કોર્ટે અમરસિંહની જામીન અરજી ફગાવી દઇને તેમની ધરપકડ કરી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમના જામીન પરની સુનાવણી 19 સપ્ટેમ્બર સુધી મોકૂફ રાખવામાં

કોર્ટના ઠપકા બાદ અમરસિંહની તબિયત સુધરી, કોર્ટ પહોંચ્યા

કોર્ટના ઠપકા બાદ અમરસિંહની તબિયત સુધરી, કોર્ટ પહોંચ્યા: વ્યક્તિગત રૂપે હાજર થવામાંથી છૂટ માંગ્યા બાદ સાંસદ અને પૂર્વ સપા મહાસચિવ અમરસિંહ મંગળવારે અચાનક જ કોર્ટ સામે હાજર થઇ ગયા અને આગોતરા જામીન માંગ્યા. કોર્ટ અમરસિંહની જામીન અરજી પરનો

વિકિલીક્સનો માલિક પાગલ છે : માયાવતી

વિકિલીક્સનો માલિક પાગલ છે : માયાવતી: વિકિલીક્સનો માલિક પાગલ છે. તેને પાગલખાને મોકલી દેવો જોઇએ. જો તેમની સરકાર પાસે પાગલખાનામાં જગ્યા ન હોય તો અમારા આગ્રાના પાગલખાનામાં મોકલી દો. વિ

ટુજી : ભૂષણે સુપ્રીમમાં સોગંદનામું દાખલ કર્યું

ટુજી : ભૂષણે સુપ્રીમમાં સોગંદનામું દાખલ કર્યું: સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે મારનની ન તો અત્યારસુધી પૂછપરછ કરવામાં આવી છે ન તો તેની ધરપકડ થઇ છે. સાથે જ સોગંદનામાં સીબીઆઈ પર મહત્વપૂર્ણ માહિતીઓને નજરઅંદા

અંબાલા નજીક મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું

અંબાલા નજીક મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું: વાયુસેનાનું યુદ્ધ વિમાન મિગ-21 મંગળવારે પંજાબમાં અંબાલા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. જેમાં વિમાનના પાયલટે કૂદીને પોતાનો જીવ બચાવી લીધો. વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે પ્રારંભિક સૂચનાઓ અ

કોર્ટ જતા પહેલા જ બીમાર પડ્યા અમરસિંહ, સુનાવણી ટળી

કોર્ટ જતા પહેલા જ બીમાર પડ્યા અમરસિંહ, સુનાવણી ટળી: અમરસિંહે પોતાના વકીલ દ્વારા કોર્ટને માહિતી મોકલી હતી કે તેઓ બીમાર છે અને તેના કારણ કોર્ટમાં હાજર નહીં થઇ શકે. તેમના વકીલે કોર્ટને જણાવ્યું કે અમરસિંહની તબિયત

‘અમરસિંહ કેશ ફોર વોટના મુખ્ય સૂત્રધાર રહ્યા હતા’

‘અમરસિંહ કેશ ફોર વોટના મુખ્ય સૂત્રધાર રહ્યા હતા’: કેશ ફોર વોટ મામલે તૈયાર કરવામાં આવેલી પોલીસ ચાર્જશીટ કહે છે કે 22 જુલાઈ 2008ના રોજ સંસદમાં થયેલા આ શરમજનક નાટકના એક મુખ્ય સૂત્રધાર અમરસિંહ છે. એક ન્યૂઝ ચેનલના આધારે આ

લેન્ડ એક્વિઝીશન એક્ટને મંજૂરી

લેન્ડ એક્વિઝીશન એક્ટને મંજૂરી: વડાપ્રધાન મનમોહન સિંહના અધ્યક્ષપદે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આજે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે લેન્ડ એક્વિઝિશન એક્ટ એટલે કે જમીન સંપાદન ધારાને મંજૂરી આપી હતી. આ ખરડામાં બે મહત્વની...

સોમવાર, 5 સપ્ટેમ્બર, 2011

દિગ્વિજય સિંહને પાગલખાનામાં મોકલો :અણ્ણા હજારે

દિગ્વિજય સિંહને પાગલખાનામાં મોકલો :અણ્ણા હજારે: સમાજસેવી અણ્ણા હજારેએ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ પર પલટવાર કર્યો છે. પોતાની ટીમના મેમ્બર અરવિંદ કેજરીવાલ પર દિગ્વિજયના આરોપો હેઠળ અણ્ણા હજારેએ તેમને એકવાર ફરીથી પા

27મી સપ્ટેમ્બરથી મળશે અનિચ્છનીય કોલ્સ અને SMSથી છુટકારો

27મી સપ્ટેમ્બરથી મળશે અનિચ્છનીય કોલ્સ અને SMSથી છુટકારો: કરોડો મોબાઇલ અને લેન્ડલાઇન ફોન ગ્રાહકોને 27 સપ્ટેમ્બરથી અનવૉન્ટેડ કોલ્સ અને એસએમએસથી છૂટકારો મળી જશે. દૂરસંચાર નિયામક ટ્રાઈએ કહ્યું છે કે જે ગ્રાહકોએ નેશનલ કસ્ટમર પ્રેફરન્સ

ને.. જેતલસરના છાત્રો એ શિક્ષક દિન ની ઉજવણી કરી અસલી ગુરુજીઓને કર્યા અચંબિત

Virpur ma Gajanand mitra


Virpur ma Gajanand mitra mandal dvara Virpur relve stesan rod par Virpur na savthi mota Virpur ka Raja Gavrinand Ganeshji nu Sthapan karvama avel chhe.Ganeshji na darbar ma roj ratre sanskrutik karyakram temaj Dandiya rash yojay chhe.

નવી દિલ્હીમાં ફિનલેન્ડની મહિલા પર બળાત્કાર

નવી દિલ્હીમાં ફિનલેન્ડની મહિલા પર બળાત્કાર: મુંબઇના એક રહેવાસી દ્વારા શનિવારે વહેલી સવારે કથિત રીતે બળાત્કારનો ભોગ બનેલી ફિનલેન્ડની મહિલા ભારતમાં નોકરી કરે છે અને તે અન્ય શહેરોમાં પણ અવારનવાર મુસાફરી..

જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો..

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો
સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ (છોડ)
માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ .

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો.
વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું
ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો
તમારી સંભાળ રાખશે,
માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને
બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો


JETALSAR NA SARPANCH KIRTIBEN PIYUSBHAI THUMER DWARA GAAM MA VIKASNA KAAMO THAYA.


JETALSAR NA GAYATRI NAGARMA BANDH WATER HAND PUMP THI LOKO PARESHAN.


JETALSARMA DILABHAI BHUVANA AARTHIK SAHYOG VADE MADHULINO AUTO BANAVAYO.


રવિવાર, 4 સપ્ટેમ્બર, 2011

પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે

પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે: રાજકારણમાં ગુનેગારીને અટકાવવા માટે સરકાર દૂરોગામી પગલાં લઇ રહી છે. ફોજદારી ચાર્જશીટમાં નામ ધરાવતી વ્યક્તિઓને ચૂંટણી...

પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે

પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે: રાજકારણમાં ગુનેગારીને અટકાવવા માટે સરકાર દૂરોગામી પગલાં લઇ રહી છે. ફોજદારી ચાર્જશીટમાં નામ ધરાવતી વ્યક્તિઓને ચૂંટણી...

એક જ પરિવારના 18 સભ્યોએ માંગ્યું મોત

એક જ પરિવારના 18 સભ્યોએ માંગ્યું મોત: બંધવાડી ગામના એક જ પરિવારના 18 સભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઇચ્છામૃત્યુની માંગ કરી છે. પરિવારના મોભીએ કહ્યું છે કે તેઓ ઘણાં વર્ષથી આ ગામમાં રહે છે. ગામમાં રહેતા ઉચ્ચ જ્ઞાતિના લોકોએ