અનુયાયીઓ

બુધવાર, 2 મે, 2018

બાળકનું પરિવાર સાથે મિલન જેતપુર પોલીસના કરાવતા અનિલભાઈ ગુજરાતી- દિવ્યેશભાઈ અહીર


બાળકનું પરિવાર સાથે મિલન જેતપુર પોલીસના 
કરાવતા અનિલભાઈ ગુજરાતી- દિવ્યેશભાઈ અહીર 
જેતપુર તા.2
તાજેતરમાં જેતપુરનાં તીનબતી ચોક વિસ્તારમાંથી ખોવાયેલ બાળકનું શહેર પોલીસ દ્વારા પરિવાર સાથે મિલન કરાવાતાં પરિવારજનો ભાવ વિભોર બન્યા હતાં.
મળતી વિગતો મુજબ ચારેક દિવસ પહેલા શહેરનાં તિનબતી ચોક વિસ્તારમાંથી સલમાન નામનો 3 વર્ષનો બાળક શહેર પોલીસનાં અનિલભાઇ ગુજરાતી અને દિવ્યેશભાઇ સુવાને મળી આવ્યું હતું.
આ બાળકનાં વાલી વારસની અથાગ શોધખોળ છતાં કોઇ ભાળ નહીં મળતાં પોલીસે આ બાળકને ગોંડલ બાલાશ્રમ ખાતે પહોંચાડયું હતું.
દરમ્યાન શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા પશ્ર્ચિમ બંગાળનાં નઝીમ અબ્દુલકયુમ મન્સુરીનો 3 વર્ષનો બાળક સલમાન ગુમ થયો હોય તે અંગે શહેર પોલીસમાં જાણ કરતા જમાદાર અનિલભાઇ ગુજરાતીઅને કોન્સ્ટેબલ દિવ્યેશ આહિર (ડીડી)એ ગોંડલ બાલાઆશ્રમ ખાતેથી સલમાનનો કબ્જો મેળવી, તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. 

ટિપ્પણીઓ નથી: