અનુયાયીઓ

શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015

જેતપુરની દેસાઈવાડી વિસ્તારના સંસ્કારધામ પાસેજ ખદબદતી ગંદકીથી વાલીઓ ત્રાહિમામ !

સફાઈ અભિયાનો હાથ ધરાયા પણ માત્ર કાગળ ઉપર
જેતપુરની દેસાઈવાડી વિસ્તારના સંસ્કારધામ 
પાસેજ ખદબદતી ગંદકીથી વાલીઓ ત્રાહિમામ !
જેતલસર તા.૨૬   (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં અત્યાર સુધી જે સફાઈ અભિયાનો હાથ ધરાયા તે માત્રને માત્ર કાગળ
ઉપરની કામગીરીરૂપ પબ્લીસીટી સ્ટંટ સાબિત થઇ હોય તેમ અહી ઠેર ઠેર ગંદકીના
ગંજ ખડકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આવા ગંદકીના સામ્રાજ્યમાં હવે શહેરના અમુક સંસ્કારધામો પણ બાકાત નથી તેની
ગવાહી આ તસ્વીર પૂરી પાડે છે. શહેરના દેસાઈવાડીમાં આવેલ ચભાડિયા સ્કુલ
સામેજ જમા થતી ગંદકીથી આ શાળાએ પોતાના ભૂલકાઓને લેવા, મુકવા આવતા વાલીઓ
પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. જાણકાર લોકો કહે
છે કે શાળા સામે જમા થયેલી ગંદકીથી અમોને ચિંતા એ વાતની થઇ રહી છે કે
''અમારા ફૂલની કળી સમા બાળકોને ઉપરોક્ત શાળાએ સંસ્કારોના સિંચન માટે
મોકલી રહ્યા છીએ, પણ ક્યાંક રોગનો ભોગ નાં બની જાય !!'' ત્યારે જેતપુર
નવાગઢ નગરપાલિકા ના લાગતા વળગતા સત્તાધીસો તાત્કાલિક ઉપરોકત શાળા પાસે
પહોંચી ગંદકી દુર કરે તે જરૂરી છે.
                                                                                                     ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ટિપ્પણીઓ નથી: