અનુયાયીઓ

શનિવાર, 1 ઑગસ્ટ, 2015

પાલિકાને ચોરો સમજો છો શું ? જેતપુર પાલિકાના પ્રમુખનો આકરો ધ્રુજારો ! ખબરદાર જો સુધરાઈ સભ્ય સિવાય કોઈએ પાલિકામાં અડીંગો જમાવ્યો છે તો !!? કામો માટે અમોને મળો !!!

જેતપુરમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ 

જેતપુર તા.1

જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતા વિજય મનસુખ ગુજરાતી ના મકાનમાં દેશી દારુ બનતો હોવાની બાતમી પરથી આજે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, ભુરાભાઈ માલીવાડ, નારણ આહીર, નીલેશભાઈ, નરેન્દ્રસિંહ વિગેરેએ વિજયના ઘર પર છાપો મારતા ત્યાંથી દેશી દારુ, દારુ બનાવવાના સાધનો, દારૂનો આથો વિગેરે મળી રૂપિયા 18830/- નો મુદામાલ હાથ લાગતા ફરિયાદી ભુરાભાઈ સહિતની પોલીસે વિજય ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 



પાલિકાને ચોરો સમજો છો શું જેતપુર પાલિકાના પ્રમુખનો આકરો ધ્રુજારો !

ખબરદાર જો સુધરાઈ સભ્ય સિવાય કોઈએ પાલિકામાં 

અડીંગો જમાવ્યો છે તો !!? કામો માટે અમોને મળો !!!

જેતપુર તા.1

જેતપુર નવાગઢ નગર પાલિકામાં લાંબા સમય થયા સુધરાઈ સભ્યો સિવાયના અડીંગો જમાવી બેસી રહેતા ખાનગી લોકોની આંખો ઉઘડે તે માટે જારી કરેલ એક પરિપત્રની શહેરભરમાં ચર્ચાઓ જાગી છે.

આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ આજે આકરા મિજાજ વચ્ચે જે.મ્યુ.જા.નં.276 - ''કાર્યાલય આદેશ'' કરી એક પરિપત્ર જારી કર્યો છે કે, તેઓના ધ્યાને આવ્યું છે કે અમુક સુધારાઈ સભ્યોના પતિદેવો, કુટુંબીજનો નગર પાલિકામાં દરેક શાખાઓમાં રૂબરૂ જઈને શાખા વડાઓને સીધા હુકુમો કરે છે, આખો દિવસ પાલિકા કચેરીમાં કે કચેરીની શાખાઓમાં બેસી રહે છે અને પાલિકાની કામગીરીમાં વિક્ષેપ કરે છે. આ બધું બંધ કરી સુધારાઈ સભ્ય સિવાય કે તેમના કોઈ સગાવહાલાઓએ નગર પાલિકામાં કામ વગર બેસવું નહિ, કે સત્તા વગર કોઈ રોફ નાં જમાવવો, અને આવા આદેશસમા પરિપત્રની તમામ સુધરાઈ સભ્યો, શાખાના વડાઓ અને ચીફ ઓફિસરને નકલ મોકલી છે. 

કહેવાનું તાત્પર્ય એ છે જેતપુર પાલિકા પ્રમુખે કદાચ મનોમન એવું વિચારી આવો પરિપત્ર જારી કર્યો છે કે પાલિકાને શું સુધરાઈ સભ્યોના સગાવહાલાઓ ચોરો સમજે છે ?? ખબરદાર જો સુધરાઈ સભ્યો સિવાય કોઈએ પાલિકામાં અડીંગો જમાવ્યો છે તો ? કામો હોય તો પાલિકા પ્રમુખ અથવા મુખ્ય અધિકારીને મળો !  આ બાબતે જે હોય તે પણ નગર પાલિકા પ્રમુખના આવા પરિપત્રની શહેરભરમાં સારી ચર્ચા જાગી છે.


ડેડરવા ગામના વૃદ્ધનું શંકાસ્પદ મોત

જેતલસર તા.1

જેતલસર પંથકના ડેડરવા ગામના નંદકિશોર રણછોડભાઈ ભાયાણી (ઉ.વ.65) આજે અચાનક તેમના ઘરે બેભાન થઇ જતા તેમને જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. પણ  નંદાભાઇનું રસ્તામાંજ મોત થતા જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજ્નુંભાઈ મનાતે વધુ તપાસ હાથ ધરી છે.


ટીંબડીના દેવીપુજક ઉપર હુમલો 

જેતલસર તા.1

પંથકના આરબ ટીંબડી ગામે પ્રવીણ વશરામ દેવીપુજક યુવાનને અગમ્યો કારણોસર ઢોર માર મારનાર હરસુખ અને રણજીત નામના શખ્શો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર મજનુંભાઈએ તપાસ હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812




 

 

ટિપ્પણીઓ નથી: