અનુયાયીઓ

ગુરુવાર, 14 મે, 2015

100 બીપીએલ લાભાર્થીઓ પાસેથી સિલાઈમશીનના રૂ.250/- લઇ ગયા છે પણ મશીનો ના અપાયાની રાવ

જેતપુરના અમરનગર ગામેથી 10 વર્ષ પહેલા 
100 બીપીએલ લાભાર્થીઓ પાસેથી સિલાઈમશીનના 
રૂ.250/- લઇ ગયા છે પણ મશીનો ના અપાયાની રાવ 
ગામના જાગૃત નાગરિક ભીખુભાઈ જયસ્વાલ કહે છે કે ગોંડલ કપુરિયા પરામાં રહેતા અને રાજકોટ સમાજ કલ્યાણ ખાતાના કર્મચારી તરીકે ઓળખ આપી ગયેલ માણસ પૈસા લઇ ગયો તેને 10 વર્ષ થયા, પણ સિલાઈ મશીન આપવા હજુ કોઈ ફરક્યું નથી !!
જેતપુર તા.14
જેતપુરના અમરનગર ગામેથી સિલાઈ મશીન અપાવવાનું જણાવી કોઈ માણસ એકસો જેટલા લાભાર્થીઓ પાસેથી રૂપિયા 250-250 ઉઘરાવી ગયા તેને આજે 10 વર્ષ વીતી ગયા છતાં કોઈ સરકારી માણસ આ ગામના લાભાર્થીઓને સિલાઈ મશીન આપવા ફરક્યું ના હોય આ વાતની તપાસ કરવા માંગ ઉઠી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના અમરનગર ગામે આજથી 10 વર્ષ પહેલા ગોંડલના કપુરિયા પરામાં રહેતા હોવાનું તેમજ રાજકોટ ખાતે સમાજ કલ્યાણ કચેરીમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી એક કર્મચારી રાજ્ય સરકાર દ્વારા બીપીએલ લાભાર્થીઓને સિલાઈ મશીન આપવાનું આયોજન હોય, નામ નોંધણી સમયે રૂ.250/- અને સિલાઈ મશીન આવ્યા પછી રૂ.250/- ભરવાનું જણાવતા અમરનગરના જાગૃત નાગરિક ભીખુભાઈ કરશનભાઈ જયસ્વાલ અને તેમના બહેન વર્ષાબેન જયસ્વાલ સહીત ગામના સોએક બીપીએલ લાભાર્થીઓએ રૂ.250/- આપી તે માણસ પાસે નામો નોંધાવ્યા હતા.
આ વાતને આજે 10 વર્ષ વીતી ગયા છતાં અને છેલ્લા 10 વર્ષ દરમિયાન અનેક વખત રજુઆતો કરાઈ હોવા છતાં સમાજ કલ્યાણ કચેરીમાં કોઈ સંતોષકારક જવાબ મળતો ના હોય છેતરપીંડી થયાના આક્ષેપ સાથે આ વાતની તપાસ કરવા ભીખુભાઈ જયસ્વાલે માંગ કરી છે.
બોક્સ: પૈસા ઉઘરાવનાર સરકારી માનસ કે ગઠીયો ?
જેતપુર: અમરનગરના લાભાર્થીઓમાં એક એવો પણ પ્રશ્ન ચર્ચાતો હતો કે સરકારની આવી સિલાઈ મશીન ગરીબોને આપવાની કોઈ યોજના હતી કે નહિ ? ગામના ગરીબો પાસેથી રૂ.250-250 ઉસેડી ગયો તે વ્યક્તિ ખરેખર સરકારી માણસ હતો કે કોઈ ગઠીયો કળા કરી ગયો ? વિગેરે પ્રશ્નોની સમાજ કલ્યાણ ખાતે તપાસ કરવી જરૂરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
 

ટિપ્પણીઓ નથી: