અનુયાયીઓ

શુક્રવાર, 10 એપ્રિલ, 2015

કાચની શીટ ગળામાં ઘુસી જતા જેતપુરના યુવાનું મોત

જેતપુરમાં પોષતું તે મારતું જેવી ઘટના બની !
કાચની શીટ  ગળામાં ઘુસી જતા જેતપુરના યુવાનું મોત 
જેતપુર તા.10
ગઈકાલે જેતપુરમાં એક કાચની દુકાનમાં કામ કરી રહેલા યુવાનને ગળામાં કાચ લાગી જવાથી મોતને ભેટતા બનાવવાળા વિસ્તારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ છે.
બનાવની મળતી વિગતો મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ શિવમ ગ્લાસ નામની દુકાનમાં રાબેતા મુજબ કામ કરી રહેલા પ્રભુદાસભાઈ નામના 37 વર્ષના યુવાનને કાચની શીટ છટકીને ગળા પર વાગતા તેમને લોહી લુહાણ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ, પણ તબીબોની મહેનત વ્યર્થ ગઈ હોઈ તેમ પ્રભુદાસભાઈનું મોત થતા, તબીબોની જાણ પરથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812 

ટિપ્પણીઓ નથી: