---------------------------------------------------------------------------
સ્ત્રીઓ પર અત્યાચાર કરનારાઓના મોઢે કપડું શુંકામ બાંધો છો ??
----------------------------------------------------------------------------
ખુલ્લા મોઢે મીડિયામાં બતાવો તો બીજીવાર ગુના અટકશે અને આવા તત્વોને બીજાય ઓળખી શકેને ?!
(કશ્યપ જોશી ) જેતલસર તા.29
જેતલસર પંથકના નવી સાંકળી ગામે જેતપુર તાલુકા પોલીસ દ્વારા તાજેતરમાં યોજેલ મહિલા જાગૃતિ શિબિરમાં મહિલાઓ સાથે પોલીસે અનેકવિધ પ્રશ્નોની ચર્ચાઓ અને તેના નિવારણના ઉપાયોની આપ-લે કરી હતી. ગામમાં ચાની દુકાન કરવાની મનાય ઉપરાંત ગુટખાના વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ધરાવતા નવી સાંકળી ગામે તાજેતરમાં જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ આર.એન.કરમટીયા એ સ્ટાફના ગૌત્તમ ત્રિવેદી, મજનુંભાઈ મનાત વિગેરેને સાથે રાખી મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામના મહિલા સરપંચ કાંતાબેન ભગવાનજીભાઈ રૂપાપરા, માજી સરપંચ કુમનભાઈ ઠુંમરના પત્ની વર્ષાબેન, અન્ય મહિલા આગેવાનો રીનાબેન મુકેશભાઈ લશ્કરી, જયશ્રીબેન કિશોરભાઈ, ભાવનાબેન રૂપાપરા વિગેરે પચાસેક મહિલાઓની હાજરીમાં ગોષ્ઠી દરમિયાન પીએસઆઈ કરમટીયા દ્વારા જુદા જુદા પ્રશ્નો, મહિલા સતામણી, મહિલા અત્યાચાર, મહિલાઓનું શોષણ વી. પ્રતિકુળ સંજોગોમાંથી મહિલા વર્ગને કેમ બચવું ? તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે રીનાબેન લશ્કરી નામના જાગૃત મહિલાએ સાહેબ, મહિલાઓ પર અત્યાચાર કરનારાઓ સામે જ્યારે પોલીસમાં ગુના નોંધાય ત્યારે આવા ગુનેગારોના મોઢા ઉપર કપડું કેમ બાંધો છો ? ખુલ્લા મોઢે પ્રજા કે મીડિયા સમક્ષ બતાવો તો આવા ગુનેગારો બીજી વખત ગુનાઓ કરતા અચકાશે, ત્યારે ફોજદાર કરમટીયાએ સહર્ષ ઉત્તર વાળી પ્રશ્નકર્તા મહિલાને બિરદાવી જણાવેલ કે, બહેન, આ બધું કોર્ટની માર્ગદર્શિકાને આધીન થતું હોય છે, નહિ કે પોલીસની મરજીથી !! કારણ ઘણી વખત તહોમતો સાબિત ના થાય તો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812
નવી સાંકળી ગામે યોજાયેલ મહિલા જાગૃતિ શિબિરમાં રીનાબેનનો પોલીસને પ્રશ્ન !

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો