અનુયાયીઓ

શુક્રવાર, 7 નવેમ્બર, 2014

ગાંઠિયા ખાઈને દેવકીગાલોલથી પરત ફરતા ખારચિયાના બે જીગરજાન મિત્રોના માર્ગ અકસ્માતમાં કરુણ મોત..

ગાંઠિયા ખાઈને દેવકીગાલોલથી પરત ફરતા 

ખારચિયાના બે જીગરજાન મિત્રોના માર્ગ અકસ્માતમાં કરુણ મોત..

ખારચિયા  ગામમાંથી એક સાથે બે પટેલ યુવાન મિત્રોના મોત થી ગમગીની-ભેડા પીપળીયા -દેવકીગાલોલ રોડ પર બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બંને મિત્રોના કરુણ મોત..

 

(કશ્યપ જોશી )જેતપુર તા.7

જેતપુર તાલુકાના ખારચિયા ગામના બે જીગરજાન પટેલ યુવાનોના ગત મોદી રાત્રીના માર્ગ અકસ્માતમાં મોત થયાની ઘટનાથી ખારચિયા ગામમાં શોકનું મોજુ ફેલાઈ ગયું છે.

   ખર્ચીયાના યુવાનો સાથે બનેલી કરુણાંતિકા ની મળેલી વિગતો મુજબ ગઈ કાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ જેતપુર તાલુકના ખારચિયા(સેંજલીયા) ના બે જીગરજાન દોસ્તો કિશન  પ્રવીણભાઈ સેંજલીયા(..22) અને ભાવિન જેન્તીભાઈ સાકરિયા (..22) એમ બંને  ખારચીયાથી નજીકના દેવકીગાલોલ ગામે ગાંઠીયા ખાવા ગયા હતા.

    દરમીયાન દેવકીગાલોલ થી પરત ફરતી સમયે ભેડાપીપલીયા -દેવકીગાલોલ રોડ પર ડીઝલ ખલાસ થઇ જવાથી બંધ પડેલ જીજે 11 ઝેડ 9090 ની પાછળ જોરદાર ધડાકા સાથે બંને મિત્રોનું જીજે 6 આરઆર 9627 નંબરનું બાઇક અથડાતા કિશન અને ભાવિન ના ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ  પરથી  જેતપુર તાલુકા ફોજદાર કરમટીયા સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી , દિવ્યેશભાઈ આહીર વિગેરે ને લઈને ઘટના સ્થળે પહોંચી મૃતક મિત્રોને મહામહેનતે ટ્રક અને બાઈક વચ્ચેથી કાઢી બંનેની લાશોને પીએમ માટે જેતપુરની સરકારી હોસ્પીટલે લાવ્યા હતા.

   જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

બોક્સ : મૃતક સામેજ નોંધાયો ગુનો !

જેતપુર: ખારચિયાની કરુણ ઘટના બાદ બાઈક ચાલક મૃતક કિશન પ્રવીણભાઈ સેંજલીયા સામે બેફિકરાઈ રીતે મોટરસાઈકલ ચલાવી તેમની પાછળ બેઠેલા તેમના મિત્ર ભાવિન નું મોત નીપજાવવા બદલ આઈપીસી 279/304() મુજબ ગુનો નોંધ્યો હતો ત્યારે જાણકારો એવી રોષ સાથે કોમેન્ટ કરી હતી કે ભારતના કાયદાઓની બલિહારી તો જુઓ , અહી મોતને ભેટનારા સામે પણ ગુનો નોંધાઈ છે

 

બોક્સ : સાથે જીવ્યા, સાથેજ મોતને ભેટ્યા !!

જેતપુર : ખારચિયામાં કરુણ ઘટનાની વિગતો મેળવતી વખતે એવું જાણવા મળ્યું હતું કે કિશન અને ભાવિન જીગરી દોસ્ત હતા..કોઈ કામ કે સેવા હોય તો બંને સાથે હોય..મોજ મસ્તી પણ સાથેજ કરતા, બસ આવોજ ગાંઠીયા ખાવાનો આનંદ મેળવવા ગઈ રાત્રીના નીકળેલા બંને દોસ્તને ગામના ઘણા ખરા લોકોએ જોયા હતા કે જાય છે બંને , પણ ગામ લોકોને એવી ક્યાં ખબર હતી કે મોજમજા કરતા નીકળેલા ભાવિન અને કિશનના સ્મિત ના દ્રશ્યો આકરી બની રહેશે અને મિત્રોના શબ ગામમાં પરત આવશે !!!

 

બોક્સ : મૃતકોમાં એક દુકાનદાર, એક અન્જિનિયર !!

જેતપુર: કાન્તીભાઈ છગનભાઈ સેંજલિયા નામના સગા કાકાએ મૃતક ભત્રીજા કિશન વિષે જણાવેલ કે કિશન તેજસ્વી હતો. રાજસ્થાનના કોટા જીલ્લામાં એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. દિવાળીના વેકેશનમાં ઘરે આવ્યો હતો. પણ અમોને ક્યાં ખબર હતી કે કિશન સાથે આવી બીના બનશે ! કિશન બે ભાઈઓમાનો નાનો ભાઈ હતો.

     જયારે અન્ય મૃત મિત્ર ભાવિન વિષે તેમના  મોટા બાપુજી દિનેશભાઈ કાનજીભાઈ રડમસ સ્વરે કહ્યું કે ભાવિન ખારચિયામાં મિલન પાન સેન્ટર નામની દુકાન ધરાવી માતા પિતાને આજીવિકામાં મદદ કરતો હતો. તે બીકોમ સુધી ભણ્યો હતો. તેમજ બે ભાઈઓમાં મોટો ભાઈ હતો.

 

બોક્સ: બબ્બે પટેલ મિત્રોના અવશાનથી ગામમાં સન્નાટો

જેતપુર: ગત રાત્રિએ માર્ગ અકસ્માતમાં બે મિત્રોના મોતની કરુણ ઘટનાથી ખારચિયામાં શોક સાથે સન્નાટો છવાઈ ગયો છે. ગામના નાના મોટા ધંધા રોજગારો ધરાવતા વેપારીઓએ સ્વયંભુ બંધ પાળી શોક વ્યકત કર્યો હતો. તેમજ બંને મિત્રોની શ્મશાન યાત્રામાં આખું ગામ જોડાયું હતું

 

ફોટો અને અહેવાલ : કશ્યપ જોશી જેતપુર જેતલસર 

 

     

 

ટિપ્પણીઓ નથી: