અનુયાયીઓ

બુધવાર, 23 એપ્રિલ, 2014

ટ્રેનમાં પરેશાન કરે છે





ટ્રેનમાં  કિન્નરો પરેશાન કરે છે , આ રહ્યો હેલ્પલાઇન નંબર ૧૮૦૦૨૩૩૦૪૩૭

ટ્રેનોમાં પ્રવાસ દરમિયાન ઘણા કિન્નરો દ્વારા મુસાફરો પાસે બળજબરીપૂર્વક પૈસાની માગણી કરવામાં આવે છે. ઘણી વાર તેને લઈને મુસાફરોએ ઘર્ષણનો સામનો કરવો પડે છે. આ અંગે અવારનવાર પ્રવાસીઓ રેલવે સુરક્ષા દળને ફરિયાદ કરતા હોય છે, પરંતુ સમયસર ફરિયાદ ન મળતા મોટા ભાગે કિન્નરો છટકી જાય છે. જોકે હવે આ સમસ્યામાંથી છુટકારો મળી રહે તે માટે આરપીએફે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦૨૩૩૦૪૩૭ ની જાહેરાત કરી છે.હવે આ નંબર ડાયલ કરતા જ નજીકના સ્ટેશન પર કે ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહેલી સુરક્ષા ટુકડી કિન્નરને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી કરશે. આરપીએફનાં સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદથી મહેસાણા તરફ અને મુંબઈ તરફ ઊપડતી ટ્રેનોમાં કિન્નરો ચઢી જઈ પ્રવાસીઓ પાસેથી બળજબરીથી રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની આરપીએફને ફરિયાદો મળતી હતી. ઘણી વાર કિન્નરો મહિલાઓની હાજરીમાં પુરુષો સામે અશ્લીલ હરક્તો કરતા હોવાથી મહિલાઓ મુસાફરોએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે અને નાછુટકે તેમનાથી પીછો છોડાવવા તેમને રૂપિયા આપવા પડે છે.

ટિપ્પણીઓ નથી: