અનુયાયીઓ

શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013

: લશ્‍કરમાં ભરતી





લશ્‍કરમાં પ્રાદેશિક કક્ષાએ સિપાઇ, વોશરમેન, હાઉસ કીપરની ભરતી

ગાંધીનગર તા. પ :.. ટેરિટોરિયલ આર્મીમાં આગામી ર૩ અને ર૪ સપ્‍ટેમ્‍બર ર૦૧૩ ના રોજ સવારે ૬ થી ૧ દરમિયાન સિકંદરાબાદ ખાતે હંગામી ધોરણે સૈનિકો - સિપાઇઓ માટે ભરતી યોજાશે. જેમાં જનરલ ડયુટી માટે-૮, વોશરમેન-૧ અને હાઉસકીપર-૧ ની ભરતી કરાશે. ભરતી માટેની શૈક્ષણીક લાયકાતમાં જનરલ ડયુટી માટે ઓછામાં ઓછા ૪પ ટકા મેટ્રીક-એસ. એસ. સી. પાસ, વોશરમેન (ધોબી) માટે ૧૦ પાસ અને હાઉસકીપર માટે ૮ પાસની સાથે શાળાનું અસલ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. વધુમાં બન્‍ને કેટેગરીના ઉમેદવારો માટે ૧૮ થી ૪ર વર્ષની વયમર્યાદા, લઘુતમ ઉંચાઇ ૧૬૦ સે.મી., લઘુતમ વજન પ૦ કિ. ગ્રામ અને છાતી ૭૭-૮ર સે.મી. (પ સે.મી. ફુલાવેલી) હોવી જોઇએ. ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણ પત્રોની સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ લાવવાના રહેશે. જે ઉમેદવારો વેલ્‍ડર, કારપેન્‍ટર, રસોયા, ડ્રેસર, ઇકવીપમેન્‍ટ રીપેરર અને ખેલાડીઓને વધારાની લાયકાત બદલ ભરતમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ભરતી થવા ઇચ્‍છુક ઉમેદવારોએ નકકી કરેલી તારીખે સવારે ૬ વાગે ૧રપ ઇન્‍ફ્રન્‍ટરી બટાલિયન (T.A.) The Guards, તિરૂમાલાગીરી પોસ્‍ટ સિકંદરાબાદ ખાતે હાજર થવાનું રહેશે, તેમ ટેરિટોરીયલ આર્મીની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: