-
જેવી જેની મોજ
કોઈ પીએ કોઈ ચાખે, જેવી જેની મોજ
કોઈ વેંચે કોઈ રાખે, જેવી જેની મોજ
બાબા આ તો મોજની વસ્તી મનમોજીનો વાસ,
બોલો કે મૂંગાવ્રત રાખે, જેવી જેની મોજ
સર્વ પ્રકારે મુક્ત અહિયાં રંગબેરંગી ફૂલ,
ઝૂલે ફાવે તેવી શાખે, જેવી જેની મોજ
કોઈ પહેરે કંથા શણની, કોઈ મોંઘીદાટ
કોઈ ઢાંકે કાયા રાખે, જેવી જેની મોજ
કોઈને મોઢે આંક, એમના હરખ તણો નહીં પાર
કોઈ ખુશી એકાદ પલાખે, જેવી જેની મોજ
કોઈ જીવે મરતાં મરતાં, કોઈ મરવા વાંકે
કોઈ જીવનનું નાહી નાંખે, જેવી જેની મોજ
લોકો ભાખે સારું "ઘાયલ" એવો આગ્રહ શાને!
હિણામાં હીણું પણ ભાખે, જેવી જેની મોજ
કોઈ વેંચે કોઈ રાખે, જેવી જેની મોજ
બાબા આ તો મોજની વસ્તી મનમોજીનો વાસ,
બોલો કે મૂંગાવ્રત રાખે, જેવી જેની મોજ
સર્વ પ્રકારે મુક્ત અહિયાં રંગબેરંગી ફૂલ,
ઝૂલે ફાવે તેવી શાખે, જેવી જેની મોજ
કોઈ પહેરે કંથા શણની, કોઈ મોંઘીદાટ
કોઈ ઢાંકે કાયા રાખે, જેવી જેની મોજ
કોઈને મોઢે આંક, એમના હરખ તણો નહીં પાર
કોઈ ખુશી એકાદ પલાખે, જેવી જેની મોજ
કોઈ જીવે મરતાં મરતાં, કોઈ મરવા વાંકે
કોઈ જીવનનું નાહી નાંખે, જેવી જેની મોજ
લોકો ભાખે સારું "ઘાયલ" એવો આગ્રહ શાને!
હિણામાં હીણું પણ ભાખે, જેવી જેની મોજ
- અમ્રુત ઘાયલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો