અનુયાયીઓ

મંગળવાર, 3 સપ્ટેમ્બર, 2013

: જેતલસર પંથકમાં





જેતલસર પંથકમાં ચડ્ડી-બનીયાનધારી ટોળકીના ધામા

જેતલસર
 જેતલસર પંથકના પાંચ ગામોના રોડ ઉપર છેલ્લા ૧પ દિવસ થયા કાર્યરત થયેલ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ ત્રણ જણાને મારમારી લુંટી લીધાની ઘટનાઓ બની જતા રાહદારીઓ, વાહન ચાલકો અને ખેડુત વર્ગમાં ભયનું મોજુ ફેલાયુ છે. જો કે આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.ચડ્ડી-બનિયાનધારી ટોળકીના હાથે માર ખાઇને લૂંટાયા હોવા છતાં પોલીસ ફરિયાદ કરવાની જાગૃતિ બતાવવાને બદલે ભયભીત બની ગયેલા નાગરિકોએ જણાવેલ કે, છેલ્લા ૧પ દિવસ થયા જેતલસર પંથકના ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બાવા પીપળીયા, ડેડરવા રોડ ઉપર જેતલસરની સીમ વિસ્‍તાર વિગેરેના રોડ ઉપર સાંજના સાત વાગ્‍યા પછી જ ચડ્ડી બનિયાનધારી ટોળકીના શખ્‍સો લપાયેલ-છુપાયેલ બેઠા રહી, રોડ પર નીકળતા વાહન ચાલકો ઉપર લાકડી કે પથ્‍થરના ઘા કરી, હુમલાઓ કરી, વાહન ચાલકોને પાડી દઇ લુંટી રહ્યા છે. આ વાતનો ભોગ ડેડરવાના બે અને ટીંબડીના એક એમ ત્રણ બન્‍યા છે પણ ત્રણેયની બેદરકારી અને ગભરાટથી પોલીસ ફરિયાદ થઇ ના હોય, ચડ્ડી-બનિયાન ધારી ટોળકીને પ્રોત્‍સાહન મળી રહ્યાનું સાબીત થઇ રહ્યુ છે ત્‍યારે પોલીસ આ બાબતે સજાગ બની, લુંટાતા અને માર ખાતા રાહદારીઓને બચાવવા પોલીસ પેટ્રોલીંગ શરૂ કરવા ગ્રામ્‍ય પ્રજામાં માંગણી ઉઠી છે.

ટિપ્પણીઓ નથી: