અનુયાયીઓ

બુધવાર, 14 ઑગસ્ટ, 2013

ગુજરાતમાં નવા સાત જિલ્લા કાર્યરત થશે

૧પમી ઓગસ્‍ટના સ્‍વાતંત્ર્ય પર્વથી ગુજરાતમાં નવા સાત જિલ્લા કાર્યરત થશે

તાલુકા પૂનઃરચના અને નવા તાલુકાની રચનાની પ્રક્રિયા પ્રગતિમાં
: જન રજૂઆતોને ધ્‍યાનમાં  લઇને ટૂંક સમયમાં નિર્ણય
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રાજ્‍યમાં લોકાભિમુખ અને વિકેન્‍દ્રીત વહીવટની દિશામાં, ગુજરાતના સાત નવા જિલ્લાની રચનાની જાહેરાત આજે કરી છે. તા.1પ ઓગસ્‍ટ આઝાદીના પાવન પર્વથી સાતેય નવા જિલ્લા પ્રશાસનિક ધોરણે વિધિવત કાર્યરત થઇ જશે.
ક્રમ
મૂળ જિલ્લો- જિલ્લાઓ
નવરચિત જિલ્લો
નવરચિત જિલ્‍લાનું મુખ્ય મથક
સાબરકાંઠા
અરવલ્લી
મોડાસા
જૂનાગઢ
ગિર સોમનાથ
વેરાવળ
ભાવનગર, અમદાવાદ
બોટાદ
બોટાદ
વડોદરા
છોટાઉદેપુર
છોટાઉદેપુર
પંચમહાલ, ખેડા
મહિસાગર
લુણાવાડા
રાજકોટ,સુરોન્દ્રનગર,જામનગર
મોરબી
મોરબી
જામનગર
દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા
 
રાજ્‍યના મહેસૂલ મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ, મહેસૂલ વિભાગે નવા સાત જિલ્લાઓની રચના અને વહીવટી વ્‍યવસ્‍થા ગોઠવવા અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી છે. રાજ્‍ય મંત્રીમંડળની પેટા સમિતિએ આ ભલામણોનો સૈધાન્‍તિક સ્‍વીકાર કર્યો છે અને આજે મુખ્‍યમંત્રીશ્રીએ સાત નવા જિલ્લાઓ અને નવરચિત જિલ્લાઓના મુખ્‍ય જિલ્લામથકોની વિધિવત જાહેરાત કરી છે. આમ હાલ રાજ્‍યમાં ર6 જિલ્લાઓ છે તેમાં 1પ મી ઓગસ્‍ટથી નવા સાત જિલ્લાનો ઉમેરો થતા 33 જિલ્લાઓ બનશે.

ટિપ્પણીઓ નથી: