વિશ્વના બુધ્ધિશાળીઓ માટે હાથવગી ગણાતી ચોકઠા ગોઠવવાની રમત કે જે ક્યુબ અથવા પઝલ તરીકે ઓળખાય છે તે તમામ પ્રકારની પઝલમાં દાહોદના યુવાન શ્રી સિદ્ધાર્થ નિમેષભાઈ શાહે રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના નવા કીર્તીમાનો રચતા નગરમાં ગૌરવની લાગણી ફેલાઈ જવા પામી છે.
દાહોદની યમુના દાળ મિલ પરિવારના ફરજંદ અને હાલમાં વિદ્યાનગરની સુખ્યાત જીસેટ કોલેજમાં બી.ઈ. ના અંતિમ વર્ષના વિદ્યાર્થી એવા સિદ્ધાર્થ શાહે, વર્લ્ડ ક્યુબિંગ એશોસીએશનના નેજા હેઠળ તાજેતરમાં હૈદરાબાદ ખાતે સંપન્ન થયેલ ઇન્ડિયન ક્યુબ ચેલેન્જ (I.C.C.)ની સ્પર્ધામાં આ ક્ષેત્ર પૈકીની રૂબિક કલોકની તમામ ઘડિયાળના સમય ઝડપથી સેટ કરી અગાઉના તમામ કીર્તિમાનો તોડી સૌથી ઓછા સમયમાં આ સ્પર્ધા સફળતાથી સંપન્ન કરવાનું સન્માન મેળવ્યું હતું.
અનેક પ્રકારના ક્યુબ પઝલને સૌથી ઝડપભેર સોલ્વ કરવામાં લગભગ તમામ પ્રકારોમાં રાજ્યકક્ષાએ સિદ્ધાર્થ શાહે અનન્ય કીર્તિમાન સર્જ્યો હતો. સતત ઘનિષ્ઠ અભ્યાસ બાદ રૂબિક કલોકની પઝલ માટે પણ હૈદરાબાદ ખાતે યોજાયેલ ઉક્ત રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા કે જેમાં ભારતભરમાંથી 144 સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાં ગુજરાતમાંથી એકમાત્ર સિદ્ધાર્થને આમાં ભાગ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. અગાઉ અમેરિકા ખાતે એક અન્ય સ્પર્ધક દ્વારા રૂબિક કલોકની પઝલ ફક્ત 24 સેકન્ડમાં સોલ્વ કરવા માટેના રેકોર્ડને આ રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં સિદ્ધાર્થે માત્ર 16.6 સેકન્ડમાં જ રૂબિક કલોકની પઝલમાં એવરેજ ટાઈપ સોલ્વ કરીને તોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે એવરેજ ટાઈપ અર્થાત પાંચ વખત પઝલ સોલ્વ કર્યા બાદ નીકળતી સરેરાશ એવો અર્થ થાય છે. સિદ્ધાર્થ શાહે સર્જેલ આ કીર્તિમાનની સાથે આ જ સ્પર્ધાની સિંગલ ટાઈપમાં પણ તેને રાષ્ટ્રકક્ષાએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો. દાહોદના એક યુવાને તીવ્ર બુદ્ધિની રમતમાં સર્જેલ રાષ્ટ્રીય રેકોર્ડ બદલ અનેક લોકોએ તેને અભિનંદન આપ્યા હતા. આપણે પણ દાહોદ માટે ગૌરવરૂપ આ માહિતીની તસ્વીરો નિહાળીએ.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો