-
વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરતા પૂર્વે આટલું જાણો
રેલવે દ્વારા વેઈટિંગ ટિકિટના નિયમોમાં ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરાયા
જો તમે વેઈટિંગ ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હશો તો તમને ગમે તે સ્ટેશન પર અધવચ્ચે ઉતારી શકાય છે. આટલું જ નહીં પણ તમારી પાસેથી દંડ પણ વસૂલવામાં આવી શકે છે. રેલવે મંત્રાલયના આ આદેશને તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. જુના નિયમો મુજબ રેલવે રિઝર્વેશન કાઉન્ટર ઉપરથી ટિકિટ લેનાર વ્યક્તિ વેઈટિંગ ટિકિટ સાથે પણ મુસાફરી કરી શકતો હતો, પરંતુ હવે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે કોઈપણ વેઈટિંગ ટિકિટને ટ્રેનમાં માન્ય રાખવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્રકારનો નિયમ ફક્ત ઈ-ટિકિટના વેઈટિંગ પેસેન્જર માટે લાગુ કરાયો હતો. સ્લીપર કોચમાં મુસાફરી કરતા પ્રવાસીઓને હવે ભીડનો સામનો નહીં કરવો પડે. એસી કોચ પછી હવે સ્લીપર કોચમાં મુસાફરોને ભીડથી મુક્તી અપાવવા માટે રેલવેએ આ પગલું ભર્યું છે. જો કે આ નિયમથી રેલવેને દર મહિને લાખો રૂપિયાની નુકાશાની સહન કરવી પડશે. જો કોઈ સીટ ખાલી થશે તો ટીટીઈ સ્ટાફ વેઈટિંગ ટિકિટ ધારક મુસાફરને જગ્યા આપશે, પરંતુ તેમણે ટ્રેનમાં બેસતા પૂર્વે મુખ્ય ટીટીઈનો સંપર્ક કરવાનો રહેશે. જો ટ્રે ફુલ હશે તો મુસાફર વેઈટિંગ ટિકિટ સાથે પ્રવાસ કરી શકશે નહીં.સર્કલ અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરોની ફરિયાદ અને સૂચનોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરો સતત ફરિયાદ કરતા હતા કે તેમની સીટ કન્ફર્મ હોવા છતા તેમને મુસાફરી દરમિયાન અનેક અડચણોનો સામનો કરવો પડતો હતો. સૌથી વધુ હેરાનગતી વેઈટિંગ ટિકિટના મુસાફરો દ્વારા થતી હતી, તેઓ સીટ રોકીને બેસી જાય અને ટીટીઈના જણાવવા છતા સીટ ખાલી કરતા નહતા. કોઈ કિસ્સામાં મારપીટ પણ થતી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો