ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો
આદિલ શેટ્ટી - સીઇઓ - www.bankbazaar.com
જો તમે વરાંવાર નોકરી બદલો છો તો તેના આધાર પર પણ બેન્ક તમારી લોનની અરજી રિજેક્ટ કરી શકે છે. સામાન્ય રીતે લોકો ઘર કે કાર બેન્કથી લોન લઇને ખરીદવાનું પસંદ કરે છે. જો તમારો ક્રેડિટ રેકોર્ડ સારો છે અને પહેલાં લીધેલી લોનનું પેમેન્ટ સમયસર કર્યું છે તો પણ જરૂરી નથી કે તમને બેન્ક સરળતાથી તમને લોન આપી દેશે. બેન્ક લોન આપતા સમયે નોકરીમાં સ્થિરતાને વધુ જુએ છે. કેટલીક બેન્ક એ સ્થિતિમાં જ લોન આપે છે જ્યારે અરજકર્તાં ત્રણ વર્ષ કે તેનાથી વધુ સમયથી એક જ ઇન્સિટ્યુટમાં હોય. હવે બેન્ક ભવિષ્યમાં કંપનીના વેપારની સંભાવનાઓના આધાર બનાવા લાગી છે. જો કંપનીની ડૂબવાની સંભાવના છે તો આ સ્થિતિમાં પણ બેન્કોની પાસે લોનની અરજીને રિજેક્ટ કરવાનો અધિકાર રહે છે. આ સિવાય લોકો આજે ખરીદી માટે મોટાપાયા પર ક્રેડિટ કાર્ડનો ઉપોગ કરે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઇએ. જો કોઇ ખાસ કાર્ડ ઉપયોગમાં લઇ રહ્યા નથી તો તમે તેને કેંસલ કરી શકો છો. મોટાભાગે કાર્ડ કેંસલ કરવાની પ્રક્રિયા અપનાવા છતાંય તમને બેન્કના સ્ટેટમેંટ મળતા રહે છે, તેમાં બાકી રકમનો ઉલ્લેખ થાય છે. એવું એટલા માટે થાય છે કે કારણ કે તમારા કાર્ડ કેન્સલ કરવાની સાચી પ્રક્રિયા થઇ હોતી નથી.
કાર્ડને બંધ કરવાની સાચી પ્રક્રિયા આ રીતની છે
1. બેન્કના કસ્ટમર કેર સર્વિસ પર કૉલ કરીને બાકી રકમની જાણ કરો. રકમ નાની હોય તો હપ્તેથી ચૂકવણી કરો. જો રકમ મોટી હોય તો તેને સાપ્તાહિક કે મહિને પણ ચૂકવી શકો છો. મહિનાની ચૂકવણી પર વ્યાજ પણ આપવું પડશે. છેલ્લી ચૂકવણીમાં તમામ ફી અને ચાર્જીસ સામેલ થશે.
2. પૂરી ચૂકવણી કર્યા બાદ બેન્કની કસ્ટમર કેર સર્વિસ પર કૉલ કરીને કાર્ડ કેંસલ કરવાનો અનુરોધ કર્યો. કૉલની તારીખ, સમય, અને રિપ્રેઝંટેટિવનું નામ પણ નોટ કરો. તેના પરથી અનુરોધનું કન્ફરમેશન નંબર લો.
3. ક્રેડિટ કાર્ડ કંપનીને પત્ર લખીને ખાતા બંધ કરવાની પુષ્ટિ કરો. પત્રમાં પોતાના અનુરોધની તારીખ અને સમયની સાથો-સાથ રિપ્રેઝેંટેટિવના નામનો ઉલ્લેખ કરો. પત્ર રજીસ્ટર્ડ પોસ્ટમાં મોકલો.
4. બેન્કમાંથી કાર્ડ કેંસલ થયાનું કન્ફરમેશન મળવા પર ક્રેડિટ કાર્ડને નાનકડા ટુકડામાંથી આ કાપી દે કે તેનું મેગ્નેટિક સ્ટ્રિપ પૂરી રીતે નષ્ટ થઇ જાય. તેની સાથે જ ક્રેડિટ કાર્ડ કેંસલ કરવાની પ્રક્રિયા પૂરી થઇ જાય છે.
કાર્ડ બંધ કરવું તમારા ક્રેડિટ સ્કોરને ઘટાડી શકે છે. આમ કરવાથી તમારી કુલ ક્રેડિટ લિમિટ ઘટી જાય છે અને તેનો ઉપયોગ વધી જાય છે. જો તમારી પાસે 3 કાર્ડ છે અને તેની કુલ લિમિટ 1.5 લાખ રૂપિયા છે અને તમે દર મહિને 75 હજાર રૂપિયા ખર્ચ કરો છો તો આવી સ્થિતિમાં તમારી લિમિટનો 50 ટકા જ ઉપયોગ કરો છો. પરંતુ જો તમે 50 હજાર રૂપિયાની લિમિટવાળી એક કાર્ડને બંધ કરો છો તો તમારી કુલ લિમિટનો ઉપયોગ વધીને 75 ટકા થઇ જાય છે અને એ દર્શાવે છે કે તમારામાં લોન લેવાની પ્રવૃતિ વધુ છે. શ્રેષ્ઠ એ રહેશે કે છેતરપિંડીથી બચવા માટે ઉપયોગમાં ન લેવાઇ રહેલા કાર્ડને બંધ કરી દો. જો તમે એકથી વધુ ક્રેડિટ કાર્ડ બંધ કરાવા માંગો છો તો તેને એક વખતમાં નહીં, પરંતુ ધીમે-ધીમે બંધ કરો. તમારી ક્રેડિટ હિસ્ટ્રી જેટલી જૂની હશે તેટલું તમારા ક્રેડિટ સ્કોર માટે શ્રેષ્ઠ રહેશે. તેનાથી બેન્ક તમારી લોન ચૂકવવાની પદ્ધતિને જોઇને આશ્વાસ્ત થઇ શકે છે કે ભવિષ્યમાં તમે લોનની ચૂકવણીમાં ચૂક નહીં કરો. આથી જૂના કાર્ડની જગ્યાએ જે નવું કાર્ડ સૌથી પહેલું હોય તેને પહેલાં બંધ કરો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો