અનુયાયીઓ

સોમવાર, 13 મે, 2013

Sugam Sangeet Shibir-2013 of Sheth Shri Girdharlal Sanskar Kendra

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે  કળા, સાહિત્ય, રમતગમત, સંસ્કાર જેવી શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ કરતા શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ વેકેશનના સમયે દાહોદીયનો સંગીતના ક્ષેત્રે કૈક ગ્રહણ કરી શકે તેવા શુભાશયથી છેલ્લા 10 દિવસથી ચાલતી ચાલતી સુગમ સંગીત શિબિરનું ગઈકાલે તા:11 મે ના રોજ રાત્રિના સંસ્થાના હોલ ખાતે યોજાયેલ ''ફલશ્રુતિ'' કાર્યક્રમ દ્વારા સમાપન થયું હતું.
આ ''ફલશ્રુતિ'' કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ અને આ તમામ વર્ષના સંગીત કાર્યક્રમોનું શ્રેય જેને જાય છે તેવા દાહોદના માનીતા સંગીતજ્ઞ એવા સંસ્થાના સંગીત કન્વીનરશ્રી કપિલદેવ ત્રિવેદી અને અન્ય મહાનુભાવોના હસ્તે થયું હતું.  સુશ્રી જબીનબેન જાંબુઘોડાવાલાએ સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન કર્યું હતું. તો ઉલ્લેખનીય છે કે આ વર્ષની સંગીત શિબિરમાં ગુજરાતી સુગમ સંગીતના સુખ્યાત સ્વરકાર - સંગીતજ્ઞ શ્રી પુરષોત્તમ ઉપાધ્યાય, શ્રી રવિન નાયક, શ્રી વિક્કીભાઈ, શ્રી પ્રકાશ નાયક અને ઘરદીવડા એવા શ્રી કપિલદેવ ત્રિવેદીએ શિબિરાર્થીઓને સંગીતના સુરની સમજણ આપી હતી. તો ગત સપ્તાહે શ્રી પુરષોત્તમ ઉપાધ્યાયના સુમધુર સ્વરથી ''બેઠક'' ના સ્વરૂપે નગરજનોએ તરબોળ પણ થવાનો લાભ મેળવ્યો હતો. આપણે અત્રે આ શિબિરની વિવિધ તસ્વીરો માણીએ.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

ટિપ્પણીઓ નથી: