લીમખેડા ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીએ કૃષિ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું
(અહેવાલ તથા તસ્વીર સૌજન્ય: માહિતી બ્યુરો, ગુજરાત રાજય, દાહોદ માહિતી કચેરી)
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે કૃષિ મહોત્સવ-૨૦૧૩ની ઉજવણી પ્રસંગે કૃષિ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. કૃષિ પ્રદર્શનમાં ગુજરાતની કૃષિ વિકાસ ગાથા અને આણંદ કૃષિ યુનિર્વસીટી દ્વારા નવી જાતોની વિસ્તૃત માહિતી મેળવીને કૃષિ પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. લીમખેડા ખાતે ચાર વિશાળ ડોમના ઉભા કરાયેલ આધુનિક કૃષિ પ્રદર્શનમાં ૧૦૪ જેટલાં વિવિધ સ્ટોલમાં બાગાયત, શાકભાજી, સુગંધિત પાક સંશોધન ટીસ્યુકલ્ચર વિભાગ, વર્મી કમ્પોસ્ટ યુનિટ બાયોટેકનોલોજી, જીવ રસાયણ શાસ્ત્ર, હાઇટેકફલોરી કલ્ચર, પેસ્ટી સાઇડ તથા ફુડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયો એનર્જી, કૃષિશાસ્ત્ર, મશરૂમ અને સોયાબીન, પશુરોગ નિદાન વિભાગ, ફુલોની ખેતી જેવા વિભાગોની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન માટે વિશાળ સંખ્યામાં દાહોદ જિલ્લાના ખેડૂતોએ મુલાકાત લઇ માર્ગદર્શન મેળવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવ-૨૦૧૩ મેગા ઈવેન્ટમાં પશુમેળાનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યું હતું. તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ આ ખેડૂતોને એનાયત થયા હતા. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ૪૦-૫૦ વર્ષના શાસનોમાં ભૂતકાળની ખુરશીભકિત કરનારી સરકારોએ ખેતી અને ખેડૂતની બરબાદી કરી એની આકરી ટીકા કરતા જણાવ્યું કે, અમારી સરકારે ખુરશીભકિત નહીં પણ કૃષિભકિત કરીને ખેતીવાડી આધારિત કૃષિક્રાંતિ કરી બતાવી છે. લીમખેડાના વનવાસી ક્ષેત્રમાં કૃષિમહોત્સવમાં ઉમટેલી આદિવાસી જનતાના આનંદમાં સહભાગી બનેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં સિંચાઇ માટે રૂ. ૩૪૦૦ કરોડનો સિંચાઇના પાણીનો ખાસ પ્રોજેકટ બનાવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડામાં કિસાન અને પશુપાલકો સહિત આદિવાસીઓનો વિરાટ માનવ મહેરામણ કૃષિમહોત્સવમાં ભાગ લેવા ઉમટયો હતો.વનવાસી ક્ષેત્રની આ વિરાટ કિસાનશકિતનું અભિવાદન કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિના ઋષિ એવા ઉત્તમ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યું હતું.
વનબંધુ કલ્યાણ યોજના ગયા પાંચ વર્ષ માટે રૂ.૧૫,૦૦૦ કરોડની હતી. તે સફળ બનતાં હવે રૂ.૪૦,૦૦૦ કરોડની અમલમાં મૂકી છે. તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ થકી રાજયના ખેડૂતોને ખેતીના આધુનિક માર્ગદર્શન સાથેની સંપૂર્ણ માહિતી ગામ અને ખેતર સુધી પહોંચતી થઇ છે. રાજય સરકારે ખેતીના દર-બ-દર વિકાસ માટે રાજયની કૃષિ યુનિર્વસીટીના ઉપયોગી ખેતી સંશોધનોને ખેડૂત સુધી પહોંચાડવા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકોને રાજયના ૧૮૦૦૦ ગામડાંઓમાં ખેતી માટે રાજયના કોઇપણ ખેડૂતને કોઇપણ મૂંઝવણ હોય તો ૧૫૫૧ ફોન નંબર જોડવાથી માર્ગદર્શન મળી શકશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
રાજયના આદિજાતિ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતે આ પહેલા શ્વેતક્રાંતિ કરી હતી, હવે હરિયાળી ક્રાંતિ કરશે. લીમખેડાના ધારાસભ્ય અને પૂર્વમંત્રી શ્રી જસવંતસિંહ ભાભોરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, રાજય સરકારના સકારાત્મક અભિગમથી રાજયના દરેક ખેડૂતની આવકમાં વધારો થાય સાથે રાજય અને દેશનું કૃષિ ઉત્પાદન વધે તે માટે કૃષિ મહોત્સવો થકી સફળ પ્રયાસો કરાયા છે.
અત્રે આપ આ કૃષિ મહોત્સવની તસ્વીરો નિહાળી શકો છો.
(અહેવાલ તથા તસ્વીર સૌજન્ય: માહિતી બ્યુરો, ગુજરાત રાજય, દાહોદ માહિતી કચેરી)
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.















ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો