અનુયાયીઓ

સોમવાર, 6 મે, 2013

Fwd: ઈ - રિટર્ન ફરજિયાત

પાંચ લાખ અને તેથી વધુની આવકવાળા કરદાતાઓ માટે ઈ - રિટર્ન ફરજિયાત

૧ કરોડનું ટર્નઓવર ધરાવનારા સીએના ઓડિટ રિપોર્ટ સિવાય રિટર્ન ફાઇલ નહીં કરી શકે

નવી દિલ્‍હી તા. ૪ : સેન્‍ટ્રલ બોડે ઓફ ડાયરેક્‍ટ ટેકસીસે રિટર્નમાં કેટલાંક મહત્ત્વના સુધારા જાહેર કરી દીધા છે. આ સુધારા અનુસાર હવે પાંચ લાખ અને તેથી વધુની આવકવાળા કરદાતાઓ માટે ઈ રિટર્ન ફરજિયાત થઈ ગયું છે. આ ઉપરાંત ઈન્‍કમટેક્‍સ વિભાગે અનેક પ્રકારના કરદાતાઓ માટે સુગન રિટર્નનું ફોર્મ વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્રસ્‍ટ માટે અત્‍યાર સુધી ઈરિટર્ન ફરજિયાત નહોતું, પરંતુ બધા જ ટ્રસ્‍ટ માટે ઈરિટર્ન ફરજિયાત બનાવી દેવામાં આવ્‍યું છે. ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ દ્વારા કરાતાં કાયદાના દૂરુપયોગ સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. એક કરોડનું ટર્ન ઓવર ધરાવનારા વેપારીઓ અને ૨પ લાખથી વધુની ફીની રીસિપ્‍ટ ધરાવતાં પ્રોફેશનલ્‍સ માટે પોતાના હિસાબો ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ પાસે ઓડિટ કરાવવા ફરજિયાત છે. ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ આ એકાઉન્‍ટ મેન્‍યુઅલી બનાવતાં હોઈ છે. ક્‍યારેક આ ઓડિટ ફાઈલ ના થયું હોઈ તો પણ પોતાનું નામ અને નંબર આપીને ઓડિટ થયેલું બતાવીને રિટર્ન ફાઇલ કરાવી દે છે. હવે ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટે આ ઓડિટ રિપોર્ટ ઈ ફાઈલિંગની વેબસાઈટમાં જઈને ત્‍યાં એક્‍સએમએલ ફાઈલમાં અપલોડ કરવાનો રહેશે, અને ત્‍યાર પછી જ રિટર્ન ફાઈલ કરી શકાશે. આથી ઈન્‍કમટેક્‍સ વિભાગને મુર્ખ બનાવી શકાશે નહીં અને ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ જો આ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાં મોડું કરે તો પેનલ્‍ટી લાગશે.

ટિપ્પણીઓ નથી: