અનુયાયીઓ

મંગળવાર, 23 એપ્રિલ, 2013

Fwd: સુનીતાનું અવકાશી ઘર

સુનીતાનું અવકાશી ઘર 'ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' હવે નરી આંખે જોઇ શકાશે

ભારતીય મૂળની અમેરિકી મહિ‌લા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું 'અવકાશી ઘર ' ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ઘરની અગાસી પરથી સમગ્ર ગુજરાતમાંથી ૨૯મીએ નરી આંખે નિહાળી શકાશે. જો આકાશ સ્વચ્છ રહેશેનો ૪ મિનિટ અને ૩પ સેકન્ડનો એક યાદગાર અનુભવ બની રહેશે. આમ તો આઇએસએસ પૃથ્વી ફરતે રોજ ૧૬ ચક્કર કાપે છે. પરંતુ નરી આંખે તેને નિહાળવામાં માટેનો અનુકૂળ સમય મોડી સાંજનો કે રાત્રિનો છે. આ સમયે તે ગુજરાત પરથી પસાર થાય તેવો નજીકનો દિવસ આગામી ૨૯ તારીખ છે. આ દિવસે રાત્રિના ૮:૧૧:પ૬ વાગ્યાથી રાત્રિના ૮:૧૬:૩૯ મિનિટ એટલે કે ૪ મિનિટ અને ૩પ સેક્ન્ડ માટે તેને નરી આંખે નિહાળી શકાશે. તેને નિહાળવા માટે આસપાસ બહુમાળી ઇમારતો ન હોય તેવા સ્થળેથી ઉત્તર-પ‌શ્ચિ‌મ દિશામાં ક્ષિતિજથી સહેજ ઊંચાઇ પરથી તે નિહાળી શકાશે.અવકાશમાં વિહરતા ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરને ઘરની અગાસી પરથી નરી આંખે નિહાળવાનો નજારો એ રોમાંચક ઘટના છે. આમ તો આઇએસએસ પૃથ્વી ફરતે રોજ ૧૬ ચક્કર કાપે છે. પરંતુ નરી આંખે તેને નિહાળવામાં માટેનો અનુકૂળ સમય મોડી સાંજનો કે રાત્રિનો છે. આ સમયે તે ગુજરાત પરથી પસાર થાય તેવો નજીકનો દિવસ આગામી ૨૯ તારીખ છે તેમ ખગોળ જીજ્ઞાસુ રાજેશ વાગડિયાનું કહેવું છે. તેમના કહેવા મુજબ તેને આ દિવસે રાત્રિના ૮:૧૧:પ૬ વાગ્યાથી રાત્રિના ૮:૧૬:૩૯ મિનિટ એટલે કે ૪ મિનિટ અને ૩પ સેક્ન્ડ માટે નરી આંખે નિહાળી શકાશે. તેને નિહાળવા માટે આસપાસ બહુમાળી ઇમારતો ન હોય તેવી અગાસી અથવા ઊંચાઇવાળા સ્થળેથી ઉત્તર-પ‌શ્ચિ‌મ દિશામાં ક્ષિતિજથી સહેજ ઊંચાઇ પરથી તે પોતાના માથા પરથી સહેજ નીચેના અકાશમાં દૃષ્ટી માંડવાની રહેશે. કોણની દૃષ્ટીએ ૧૦ ડિગ્રીથી ૮૩ ડિગ્રી વચ્ચેનો અવકાશી વિસ્તાર રહેશે.ખરેખરતો તે ૨૭,૨૮ અને ૨૯ તારીખ એમ ત્રણ દિવસ નરી આંખે દેખાશે. પરંતુ ૨૯મીના રોજ તે સૌથી વધુ સમય માટે દૃશ્યમાન રહેશે કારણ કે તે ઉત્તર- પ‌શ્ચિ‌મમાંથી ઉદય પામીને છેક દક્ષિણ-પૂર્વમાં અસ્ત થશે.પોતાના માથા પરથી સહેજ નીચેના અકાશમાં દૃષ્ટી માંડવાની રહેશે. કોણની દૃષ્ટીએ ૧૦ ડિગ્રીથી ૮૩ ડિગ્રી વચ્ચેનો અવકાશી વિસ્તાર રહેશે.ખરેખરતો તે ૨૭, ૨૮ અને ૨૯ તારીખ એમ ત્રણ દિવસ નરી આંખે દેખાશે. પરંતુ ૨૯મીના રોજ તે સૌથી વધુ સમય માટે દૃશ્યમાન રહેશે કારણ કે તે ઉત્તર- પ‌શ્ચિ‌મમાંથી ઉદય પામીને છેક દક્ષિણ-પૂર્વમાં આથમશે

ટિપ્પણીઓ નથી: