અનુયાયીઓ

શનિવાર, 13 એપ્રિલ, 2013

Fwd: 'ડિજિટલ વિલ

ગૂગલની ઇમેલ સહિતની માહિતીની સલામતી માટે 'ડિજિટલ વિલ'ની સુવિધા

હ્યુસ્ટન,
 : ટેકનોલોજી અને ઇન્ટરનેટના યુગમાં કામકાજને લગતી માહિતી અને અંગત લાગણીઓની આપ-લે માટે ઇમેલ તેમજ ચેટનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે. બીજી બાજુ અનેક લોકોને એવી પણ ચિંતા હોય છે કે તેમના અવસાન બાદ તેમના ઇમેલમાં સંગ્રહાયેલી માહિતી કોઇ વાંચી લેશે તો...? આ ચિંતાના નિરાકરણ માટે ગૂગલે 'ડિજીટલ વિલ'નામની અનોખી સેવા શરૃ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇનએક્ટીવ એકાઉન્ટ મેનેજર દ્વારા વ્યક્તિ એક પેજ બનાવી શકે છે. અને તે 'ડિજીટલ વિલ' તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. ગૂગલના સૂત્રોએ જણાવ્યું હતું કે 'ઇનએક્ટિવ એકાઉન્ટ મેન્જર'ની મદદથી ગૂગલ ઓનલાઇન સ્ટોરેજમાંથી ડેટા લઇને કોઇ ચોક્કસ વ્યક્તિને મોકલી શકે છે. અથવા તેનો નાશ પણ કરી શકે ચે. આ તમામ વસ્તુ 'ડીજીટલ વસિયત'માં દર્શાવવી પડે છે. એકાઉન્ટ સેટિંગ પેજમાં દર્શાવેલ એક સંદેશમાં ગૂગલે યુઝરને તેનો ડેટા કોઇ વિશ્વાસુ મિત્ર કે પરિવારના સભ્ય સાથે શેર કરવાનો વિકલ્પ આપે છે. આ ઉપરાંત એકાઉન્ટ કાયમ માટે ડિલીટ કરવાની સુવિધા પણ છે. આ બંને સુવિધામાંથી કયો વિકલ્પ કેટલા સમય બાદ પસંદ કરવો તે પણ યુઝર નક્કી કરી શકે છે. આ સમયમર્યાદા પૂરી થાય તે અગાઉ ગૂગલ યુઝરને તે અંગે ઇમેલ કે એસએમએસ પણ મોકલશે. ગૂગલના 'ડિલીટ' વિકલ્પથી યૂઝર એકાઉન્ટ સંપૂર્ણપણે નાશ પામે છે. અને ગૂગલની પ્રોપર્ટીમાં સ્ટોર થયેલી વિગતો પણ સાફ થઇ જાય છે. જેમાં પબ્લિક યુટયુબ વિડીયો, ગૂગલ પ્લસ પ્રોફાઇલ અને ગૂગલ વોઇસ એક્સટેન્શનનો સમાવેશ થાય છે. યુઝર ટાઇમઆઉટ સમયગાળા તરીકે ૩,૬,૯ કે ૧૨ મહિના પસંદ કરી શકે છે. આ સમયગાળો પૂરો થયાના એક માસ અગાઉ ગૂગલ પેટા ઇમેલ એડ્રેસ પર એલર્ટ મોકલે છે. સમય પૂરો થયા બાદ તે નક્કી કરેલી વ્યક્તિને અંગત ઇમેલ મારફતે આ ડેટાની વિગતો પૂરી પડાય છે. ઇન એક્ટિવ એકાઉન્ટ મેનેજરની મદદથી જીમેલનું એકાઉન્ટ ક્યારે 'નિષ્ક્રિય' કરવું તે પણ નક્કી કરી શકાય છે.


ટિપ્પણીઓ નથી: