અનુયાયીઓ

શનિવાર, 6 એપ્રિલ, 2013

Fwd: ગુજરાતી સાહિત્ય વાંચો અને વંચાવો

ગુજરાતી સાહિત્ય વાંચો અને વંચાવો

ગુજરાતી નેટસર્ફ્સમાંથી ગજબની એકનિષ્ઠાથી ચાલતી વેબસાઈટથી ઘણા પરિચિત હશે, ઘણા નહીં પણ હોય. આજે તમને વડોદરાના મૃગેશ શાહની વેબસાઈટથી પરિચિત કરાવીએ. તેમની ફેમસ વેબસાઈટ છે: રીડગુજરાતીડૉટકૉમ (www.readgujarati.com). આ સાઈટ વિશે ઘણી જગ્યાએ લખાઈ ગયું છે. સાઈટ પ્રચાર કરવાને લાયક છે. મૃગેશ શાહે એકલા હાથે રીડર્સ ડાયજેસ્ટ જેવું કામ કર્યું છે. રીડગુજરાતી પર આખા વર્ષ દરમ્યાન સરાસરી રોજના બે લેખ અપલોડ થાય છે. છેક ૨૦૦૫થી ચાલતી આ વેબસાઈટ પર અત્યાર સુધીમાં હજારો લેખ, કવિતા, વાર્તા વગેરે મુકાયાં છે. આ બધાને ક્રમબદ્ધ ગોઠવવામાં આવ્યાં છે. ગાંધીજીથી ગુણવંત શાહ સુધીના પ્રેક્ટિક્લી તમામ જાણીતા ગુજરાતી લેખકો - તમને અહીં વિનામૂલ્યે વાંચવા મળે છે. લેટેસ્ટમાં હાસ્યલેખક રતિલાલ બોરીસાગરનો 'સત્યના પ્રયોગો અથવા આત્મવ્યથા' નામનો સુપર આર્ટિકલ છે. ઉપરાંત મોહમ્મદ માંકડનો પ્રેરણાત્મક લેખ પણ છે. આ ઉપરાંત તમને તમામ જૂના લેખો વાંચવા મળે છે, બાળસાહિત્ય અને વાનગીઓની રેસિપીઝ પણ છે. સારી વાત એ છે કે આ બધી સામગ્રી તમે ડાઉનલોડ કરી શકો છો અને એના પ્રિન્ટઆઉટ પણ લઈ શકો છો. સારી નહીં એવી વાત એ છે કે લેખકો કે કવિઓએ અહીં રોયલ્ટી લીધા વિના પરવાનગી આપવાની હોય છે. જોકે, આની સામે લેખકોને સંતોષ મળે છે કે પોતે નવા વાચકવર્ગ સુધી પહોંચી શકે છે. રીડગુજરાતી જેવી બીજી સાઈટ્સ પણ ગુજરાતીમાં શરૂ થઈ છે જેમાંની કેટલીક ખરેખર સરસ છે. એવી કોઈક સાઈટ્સ વિશે ભવિષ્યમાં ક્યારેક. દરમ્યાન, આજે તમેwww.readgujarati.com પર જઈને તમારા મનગમતા ગુજરાતી લેખકો-કવિઓને માણો. વિના મૂલ્યે.

ટિપ્પણીઓ નથી: