Estonian (Europe) Girl is Married today to a Dahodian Hindu Boy
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 23, 2012 8:06 PM
Subject: [Dahod-online:1253] Estonian (Europe) Girl is Married today to a Dahodian Hindu Boy
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
લંકાની લાડી ને ઘોઘાનો વર - એ કહેવત કમસેકમ દાહોદવાસીઓમાં બદલાઈને ''એસ્ટોનિયાની લાડી ને દાહોદનો વર'' થઇ જાય તો નવાઈ નહિ .કારણકે દાહોદ શહેરના એક અધિકારીના પુત્રએ યુરોપ ખંડમાં આવેલ નાનકડા દેશ એસ્ટોનિયાની યુવતી સાથે ઈન્ટરનેટ દ્વારા સંપર્ક કેળવીને તેની સાથે લગ્ન કર્યા છે. હા,દાહોદ પાણી પુરવઠાની ઓફીસ એવા જલભવનમાં ફરજ બજાવતા શ્રી જેઠાભાઈ કાનસરના ઈન્ટરનેટના જબરજસ્ત કહી શકાય તેવા યુઝર્સ પુત્ર શ્રી વિપુલ કાનસરને 6 માસ પૂર્વે ગત 2 જુનના રોજ ફેસબુક ઉપર ઉત્તરી યુરોપના બાલ્ટિક ક્ષેત્રમાં સ્થિત એસ્ટોનિયા નામે દેશની યુવતી મિસ એરી ઓજામેટસનો ભેટો થયો .ધીરે ધીરે ફેસબુકથી લઈને હવે તો મફતમાં વિડીઓ ચેટ કરાવી આપતી સેવા સ્કાઇપ સુધી તેઓની દોસ્તી વિસ્તરી. અને ગત માસે બન્નેએ નિર્ણય લીધો કે તેઓ દાહોદ ખાતે જ હિંદુ વિધિ મુજબ પરણશે. વિપુલે તેના માબાપને વિશ્વાસમાં લીધા તો એરી, કે જેના પિતાનું તો ઘણા સમય અગાઉ જ અવસાન થઇ ચુક્યું છે તેને તેની વિધવા માતાને સમજાવી.એસ્ટોનિયા ખાતે ગાયક તરીકે જાણીતી એરીને કોઈ ભાઈબહેન ના હોઈ માતાએ તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ પ્રેમ કોઈ નાતજાત નથી જોતો તે ઉક્તિ અનુસાર મક્કમ એવી એરી 2012 ની 14 ડિસેમ્બરે ભારત આવી. અગાઉ 2007 માં ભારતની મુલાકાતે આવી ચૂકેલ અને ત્યારથી જ હિંદુ સંસ્કૃતિથી અંજાયેલ આ મિસ એરી માટે ભારત દેશ નવો ન હતો. આ વખતે એરીને મુંબઈ કે દિલ્હી જેવા ફરવાલાયક સ્થળો બદલે પોતે જેને મનનો માણીગર માની લીધો હતો તેવા વણકર જ્ઞાતિના વિપુલમાં જ રસ હોઈ તે સીધી દાહોદ આવી. અને તા:23-12-2012 ના રોજ દાહોદના ગોધરા રોડ સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે વિપુલના સ્વજનોની ઉપસ્થિતિમાં હિંદુ વિધિ મુજબ બંનેના લગ્ન સંપન્ન થયા હતા. બાદમાં વાતચીતમાં એરીએ જણાવ્યું હતું કે તે હિંદુ ધર્મથી, પોતાની 2007 ની ભારતની પ્રથમ એવી મુલાકાતના સમયથી જ પ્રભાવિત છે અને હિંદુ મંત્રો, યોગ અને રીતરીવાજો ખુબ જ ગમે છે. Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com |
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.






ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો