અનુયાયીઓ

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

Fwd: ફોર્મનું વિનામુલ્યે થતુ વિતરણ

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Fri, 28 Sep 2012 13:37:44 +0800 (SGT)
Subject: ફોર્મનું વિનામુલ્યે થતુ વિતરણ
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાના ફોર્મનું
વિનામુલ્યે થતુ વિતરણ

જીલ્લા  ઉદ્યોગ કેન્દ્ર રાજકોટ દ્વારા ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના
અંતર્ગત બી.પી.એલ.કક્ષાના કુટુંબોને સ્વરોજગારી માટે વિવીધ પ્રકારની કીટસ
વિનામૂલ્યે આપવામાં આવે છે એવું જાણવા મળેલ છે કે, કેટલાક લેભાગુ તત્વો આ
યોજનાના અરજી પત્રકોની નકલ કરીને જરૂરીયાત મંદ લોકોને કિંમત વસૂલી વેચે
છે. તેમની પાસેથી ફોર્મ્સ  ખરીદવા નહીં અન્ય થા તેની જવાબદારી જિલ્લા
ઉદ્યોગ
કેન્દ્રની રહેશે નહીં. આવા ફોર્મ્સ વહેંચવા બહારની વ્યકિતને કામ કરવા
માટે રાખેલ નથી અને મફત કીટસ મેળવી આપવાની લાલચ આપનાર અથવા જિલ્લા ઉદ્યોગ
કેન્દ્રના નામની બનાવટી કોલ લેટર વેચનારા તત્વોથી સાવધ રહેવા અથવા તેઓની
કોઇ જાણકારી મળે તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને અથવા નજીકના પોલીસ સ્ટેશનને
જાણ કરવા વધુમાં જણાવાયૂં છે. જિલ્લા  ઉદ્યોગ કેન્દ્રની તમામ યોજનાના
ફોર્મ્સ રાજકોટ
ખાતે બહુમાળી ભવન સ્થિત ઉદ્યોગ કેન્દ્ર કચેરીમાંથી તથા કચેરીના સ્ટા્ફ
દ્વારા અઠવાડીયામાં નીયત થયેલ વારના દિવસે જે તે તાલુકા પંચાયત ખાતેની
કચેરીએથી વિના મુલ્યે્ આપવામાં આવે છે. લાભાર્થીઓએ આવા સતાવાર ફોર્મ્સનો
જ ઉપયોગ કરવા જણાવાવમાં આવ્યું છે.

ટિપ્પણીઓ નથી: