અનુયાયીઓ

શુક્રવાર, 7 સપ્ટેમ્બર, 2012

Fwd: કમ્પ્યુટરીકરણ આખરે હાથ ધરાયું

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Fri, 7 Sep 2012 13:13:35 +0800 (SGT)
Subject: કમ્પ્યુટરીકરણ આખરે હાથ ધરાયું
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

સરકારી આવાસોની ફાળવણીનું કમ્પ્યુટરીકરણ આખરે હાથ ધરાયું

પાટનગરમાં હજ્જારો સરકારી આવાસો આવેલા છે. તેની અધિકારી-કર્મચારીને કે,
સંસ્થાઓને ફાળવણી કરવાનું કામ મેન્યુઅલી કરાય છે. તેથી વ્યાપક ભ્રષ્ટાચાર
થાય છે. ફાળવણીનું કોમ્પ્યુટરાઈઝેશન કરવા અગાઉ વિચારાયેલી યોજના હાથ પર
લઇને આખરે પાટનગર યોજના વિભાગે તેના માટે વિશેષ સોફ્ટવેર વિકસાવવાનું કામ
શરૂ કરાવ્યું છે. તેની સાથે સરકારી આવાસના ભાડા ભરવાની પ્રક્રિયાનું પણ
કોમ્પ્યુટરાઇઝેશન કરાશે. છેલ્લા ૮ વર્ષ દરમિયાન રાજ્યના દરેક વિભાગોમાં
કોમ્પ્યુટીકરણ પર વિશેષ ભાર મૂકાયો છે. ઓન લાઈન સેવાઓ ગામડા સુધી વિસ્તરી
છે. પાટનગર યોજના વિભાગના જ તમામ ટેન્ડરોની પ્રક્રિયા ઓનલાઈન થાય છે. તો
સરકારી આવાસોની ફાળવણી કોમ્પ્યુટર દ્વારા કેમ ન થાય તેવા પ્રશ્રના પગલે આ
કામગીરી માટે એક વિશેષ સોફ્ટવેર વિકસાવવાની યોજના વિચારાઇ હતી. પાટનગર
યોજના વિભાગમાં
સરકારી આવાસોની ફાળવણી કર્મચારીઓ મનઘડંત રીતે કરે છે. એવી વ્યવસ્થા
ગોઠવાઇ છે કે, સપ્ત ાહના દર શુક્રવારે સેક્ટરોની ઈન્કવાયરી ઓફિસ તેના
સેકટરમાં જે મકાન ખાલી પડયા હોય તેની યાદી વડી કચેરીને મોકલી આપે છે.
જ્યારે પાટનગર યોજના વર્તૂળ મકાનોનું વેઇટીંગ લીસ્ટ પણ તૈયાર કરે છે અને
જેમ મકાનો ખાલી પડે તેમ ફાળવણી કરાય છે. જોકે, છેલ્લા ઘણા સમયથી તો ઘણા
મકાનો ખાલી પડયા છે. આ તમામ
કામગીરી કર્મચારીઓ કરે છે અને તેમાં મોટાપાયે ગરબડો સર્જીને ખિસ્સા
ભરવાના ધંધા થાય છે. અતિ પ્રમાણમાં કામ રહેતું હોવાથી ઈજનેરો આ કામગીરી
પર ધ્યાન આપી શકે તેમ નથી. જેનો ફાયદો કેટલાક કર્મચારીઓ રોકડા કરીને
ઉઠાવે છે. વેઈટીંગ લીસ્ટમાં પણ લોચા મારી દેવાય છે. પરિણામે ચોક્કસ મકાન
ચોક્કસ વ્યક્તિને વહીવટ કરીને આપી શકાય છે. અને જરૂરીયાત મંદને મહિ‌નાઓ
સુધી મકાન મળતું નથી. આ
ભ્રષ્ટાચારને રોકવા માટે આ કામગીરીનું કોમ્પ્યુટરીકરણ અનિવાર્ય છે. ખાસ
સોફ્ટવેર બનાવવામાં આવે તો કોઈ ઘાલમેલ થઈ શકે નહી અને ચમરબંધી પણ લાઈનમાં
ઉભો રહીને જ યોગ્ય સમયે યોગ્ય મકાન મેળવી શકે. કર્મચારીઓને નાણા આપીને
કોઈ ફેરફાર થઇ શકે નહી, કોઈ પણ સેક્ટરમાં મકાન ખાલી થાય તેની તુરંત નોંધ
થાય અને તુરંત ફાળવણી કરી શકાય અને ભ્રષ્ટાચારની શક્યતા નહીવત થઈ જાય.
હવે ટૂંક સમયમાં તેનો
અમલ થવાના અણસાર છે

ટિપ્પણીઓ નથી: