અનુયાયીઓ

સોમવાર, 17 સપ્ટેમ્બર, 2012

કોને સર્વિસ ટેક્સ ભરવો પડતો નથી..?

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, September 17, 2012 12:54:00 PM GMT+0800
Subject: કોને સર્વિસ ટેક્સ ભરવો પડતો નથી..?

દસ લાખ રૂપિયાના ટર્નઓવર પર કોને સર્વિસ ટેક્સ ભરવો પડતો નથી..?

- ધનસુખ એચ. શાહ

(લેખક સર્વિસ-ટેક્સના વરિષ્ઠ સલાહકાર છે.)

તારીખ ૧-૭-૨૦૧૨થી અમલમાં આવેલા નોટિફિકેશન નંબર ૩૩/ર૦૧૨ એસ.ટી. અન્વયે સ્મોલ સ્કેલ સર્વિસ પ્રોવાઇડરને અમુક શરતોને આધિન વાર્ષિક રૂ. ૧૦ લાખના ટર્ન-ઓવર પર સર્વિસ ટેક્સ ભરવામાંથી માફી આપવામાં આવી છે. ફાઇનાન્શિયલ યર એટલે ૧ એપ્રિલથી ૩૧ માર્ચ દરમિયાનના ૧૨ મહિનાનો ગાળો, પરંતુ પ્રસ્તુત સર્વિસ-ટેક્સ ભરવામાંથી માફીનો ફાયદો તેઓને જ મળશે જેઓનું ગત (પ્રીવિયસ) ફાઇનાન્શિયલ યરમાં
ટર્નઓવર રૂ. ૧૦ લાખથી ઓછું હોય. ગત ફાઇનાન્શિયલ યર એટલે ૧ એપ્રિલ ર૦૧૧થી ૩૧ માર્ચ ર૦૧ર વચ્ચેનો એક વર્ષનો સમયગાળો. ટર્નઓવર એટલે કે સર્વિસ આપવા બદલ મોબદલા તરીકે લીધેલી રૂપિયાના સ્વરૂપમાં લીધેલી રકમ. આ સિવાય પણ સર્વિસ ટેક્સ ભરવામાંથી માફીની યોજનાનો લાભ લેવા બીજી કેટલીક શરતો પણ નોટિફિકેશન નંબર ૩૩/૨૦૧૨ એસ.ટી.માં મૂકવામાં આવી છે. મહત્ત્વનો મુદ્દો એ નોંધવાનો છે કે સર્વિસ
ટેક્સની માફીની યોજના ફક્ત સર્વિસ પ્રોવાઇડરને માટે જ છે. સર્વિસ લેનારાઓને (સર્વિસ રેસિપિયન્ટ) પ્રસ્તુત માફી યોજનાનો લાભ મળતો નથી. પ્રસ્તુત સ્મોલ સ્કેલ સર્વિસ પ્રોવાઇડરને આપવામાં આવેલ માફી યોજના એટલે કે એક્ઝમ્પશને 'થ્રેશહોલ્ડ એક્ઝમ્પશન' પણ કહેવામાં આવે છે. જે સર્વિસ-પ્રોવાઇડર અન્યની એટલે કે બીજાના બાન્ડ-નેમ હેઠળ સર્વિસ આપતો હશે તેવાઓને સર્વિસ-ટેક્સની માફીનો લાભ
બિલકુલ મળતો નથી. બ્રાન્ડનેમ અથવા ટ્રેડ-નેમ હેઠળ અપાતી સર્વિસ પર પ્રારંભથી જ ૧૨.૩૬ ટકાના દરે સર્વિસ-ટેક્સ ભરવો પડે છે. સર્વિસ-ટેક્સ સરકારી તિજોરીમાં જમા કરાવવા માટે સર્વિસ-ટેક્સનું રજિસ્ટ્રેશન લેવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન લેવા માટે કોઇ ફી આકારવમાં આવતી નથી.

જ્યારે સર્વિસ-ટેક્સના સેકશન ૬૮(૨) (ફાઇનાન્સ એક્ટ ૧૯૯૪) અનુસાર કાયદા પ્રમાણે સર્વિસ લેનાર (રેસિપિયન્ટ) વ્યક્તિ પર સર્વિસ-ટેક્સ ભરવાની જવાબદારી આવતી હશે તેઓને પણ પ્રસ્તુત સર્વિસ-ટેક્સ માફીની યોજના (નોટિફિકેશન નંબર ૩૩/ર૦૧૨ એસ.ટી.) લાગુ પડતી નથી. એટલે કે માફી યોજનાનો લાભ મળતો નથી. સર્વિસ-ટેક્સ માફીની યોજના વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ છે, જે સર્વિસ પ્રોવાઇડરને સર્વિસ-ટેક્સ
માફીની યોજનાનો લાભ ન લેવો હોય તેઓ સ્વખુશીથી માફીની યોજનાનો ફાયદો જતો કરીને સર્વિસ-ટેક્સ પોતાના ગ્રાહકો પાસેથી ઉઘરાવીને સરકારી તિજોરીમાં ભરી શકે છે. પરંતુ એક મહત્ત્વની શરત એ છે કે સર્વિસ પ્રોવાઇડરે એક વખત સર્વિસ-ટેક્સની માફીની યોજનાનો એટલે કે નોટિફિકેશન નંબર ૩૩/૨૦૧૨ એસ.ટી.નો ફાયદો ન લેવાનું અપનાવ્યું હોય તે સર્વિસ પ્રોવાઇડર તે નાણાકીય વર્ષ દરમિયાન પોતાના એક વખત
લીધેલા નિર્ણયમાં બદલ કરી શકતો નથી. અર્થાત એવા સર્વિસ પ્રોવાઇડરે સમગ્ર વર્ષ દરમિયાન સર્વિસ પ્રોવાઇડર કરવા બદલ સર્વિસ-ટેક્સ ભરવો પડે છે. જો તેને માફી-યોજનાનો લાભ ન લેવાનો વિકલ્પ અપનાવ્યો હોય તો. બીજી એક મહત્ત્વની શરત એ છે કે નોટિફિકેશન નંબર ૩૩/૨૦૧૨ અન્વયે મળતી સર્વિસ-ટેક્સ માફી યોજનાનો ફાયદો લેનાર સર્વિસ પ્રોવાઇડર જે સર્વિસ આપતો હોય તે સર્વિસ માટેની આવશ્યક ઇન્પુટ
સર્વિસ પર ભરાયેલ સર્વિસ-ટેક્સની સેન્વેટ ક્રેડિટ લઇ શકતો નથી. સર્વિસ પ્રોવાઇડર જ્યાં સુધી સ્મોલ સ્કેલ સર્વિસ પ્રોવાઇડરની માફી યોજના એટલે કે નોટિફિકેશન નંબર ૩૩/૨૦૧૨નો ફાયદો લે છે ત્યાં સુધી સેન્વેટ ક્રેડિટ રુલ્સ ર૦૦૪ના રુલ-૩ હેઠળની સેન્વેટ ક્રેડિટ પણ લઇ શકતો નથી. સર્વિસ પ્રોવાઇડર જે દિવસથી સર્વિસ-ટેક્સ ભરવાનું ચાલુ કરશે તે દિવસથી જ ઇન્પુટ અને ઇન્પુટ સર્વિસ પર
ભરાયેલ ડ્યૂટી અગર ટેક્સની સેન્વેટ ક્રેડિટ લઇ શકશે અને તે સેન્વેટ ક્રેડિટનો ઉપયોગ ટેક્સેબલ સર્વિસ પરનો સર્વિસ-ટેક્સ ભરવા માટે ઉપયોગમાં લઇ શકશે.

સર્વિસ પ્રોવાઇડર જે દિવસથી નોટિફિકેશન ૩૩/૨૦૧૨નો ફાયદો લેવાનું શરૂ કરશે તે દિવસે જે ઇન્પુટ સ્ટોકમાં બેલેન્સ રૂપે હશે અને જો તેવા ઇન્પુટ પર ભરાયેલી રકમની ડ્યૂટીની ક્રેડિટ લેવામાં આવી હશે તો ૧૦૦ ટકા જેટલી લીધેલી એટલે બધી જ સેન્વેટ ક્રેડિટની રકમ રિટર્ન કરવી પડશે. સર્વિસ પ્રવાઇડર જે દિવસથી સર્વિસ-ટેક્સ માફીનો ફાયદો લેવાનું શરૂ કરશે તે પહેલાંની જે વણવપરાયેલી સેન્વેટ
ક્રેડિટ જમા પડી હશે તે સેન્વેટ ક્રેડિટ લેપ્સ થશે એટલે કે તે ક્રેડિટનો કોઇ ઉપયોગ થઇ શકશે નહીં. પ્રસ્તુત રૂ. ૧૦ લાખની સર્વિસ-ટેક્સ માફીની યોજના સર્વિસ પ્રોવાઇડર એક અથવા વધુ જગ્યાએથી સર્વિસ આપતો હશે તો બધી જગ્યાએથી અપાતી એકંદર ટેક્સેબલ સર્વિસની વેલ્યુની એકંદરિત રકમ ગણતરીમાં લેવાની રહેશે. પ્રસ્તુત માફી-યોજના આંટીઘૂંટીથી ભરપૂર છે એટલે કે સર્વિસ પ્રોવાઇડર કોઇ કાનૂની
ભૂલ કરી બેસે તો ઘણું નુકસાન વેઠવાનો પ્રસંગ પણ આવી શકે છે.

ટિપ્પણીઓ નથી: