પહેલી જુલાઈથી દંડનો અમલ : ખોટી માહિતી બદલ ૧૦,૦૦૦થી લઈને એક લાખ રૂપિયા
સુધીનો દંડ
સરકારે
મહેસૂલી આવક વધારવા માટેના સ્ત્રોત
પર કર કપાત એટલે કે ટીડીએસ ઉપર નિશાન સાધ્યું છે. ટીડીએસ રીટર્નમાં ખોટી
માહિતી આપનારાને રૂપિયા દસ હજારથી લઇને એક લાખ સુધીનો દંડ ભરવો પડશે. આ
જોગવાઇનો અમલ ભૂલ સુધારવા માટે ભરાનારી ફાઇલિંગમાં ખોટી માહિતી આપનારા પર
પણ લાગુ પડશે. આ જોગવાઇ પહેલી જુલાઇથી અમલમાં આવશે. આવકવેરા સુંયક્ત કમિશનર
(ટીડીએસ) એ. કે. ડેએ બુધવારે જણાવ્યું હતું કે નાણા વિધેયકમાં પ્રસ્તાવિત
સુધારો પસાર
થયા પછી સરકાર આ દંડનો અમલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે કુલ
પ્રત્યક્ષ કર મહેસૂલમાં ટીડીએસના યોગદાન ૪૦ ટકા હોય છે. હાલમાં રીટર્ન ભરતી
વખતે કોઇ ખોટી માહિતી આપવા અથવા ભૂલ સુધારા માટે કરાયેલી ફાઇલિંગમાં પણ
ખામી રહી જાય તો તેના પરક કોઇ જ દંડની જોગવાઇ નથી. અલબત્ત, મોડું રીટર્ન
ભરનારાને દંડની જોગવાઇ છે. આવકવેરા વિભાગનું માનવું છે કે રીટર્નમાં ખોટી
માહિતી વધુ હોય છે.
એમાં મોટાભાગના કેસમાં જાણી જોઇને ખોટી માહિતી અપાઇ હોય છે અથવા ભૂલ
કરવામાં આવી હોય છે. આવી ભૂલ બદલ દંડની કોઈ જોગવાઈ ન હોવાથી તેમની સામે
કાર્યવાહી થઈ શકતી ન હતી. પરંતુ હવે તેમને એક લાખ સુધીનો દંડ ફટકારી શકાશે.
આથી હવે ટીડીએસમાં ખોટી માહિતી આપવાથી કરદાતા દૂર રહેશે.
--
KKUMARJOSHI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો