જેતપુરમાં જીમખાના ખાતે કુટિર મેળાનો થયેલો પ્રારંભ જેતપુરના જીમખાનામાં ધારાસભ્યીશ્રી જસુમતીબેન કોરાટે કુટિર મેળાનું ઉદધાટન કર્યુ હતું.કમિશનર કુટીર અને ગ્રામદ્યોગના સહયોગથી ઇન્ડેાક્ષ-સી, ગાંધીનગર, દ્વારા રાજયના હસ્તુકલા હાથશાળ માટીકામ, ચર્મ ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગ ક્ષેત્રે કામગીરી કરતા કારીગરો દ્વારા ઉત્પાતદિત ચીજ વસ્તુરના વેચાણ માટે પ્રદર્શન-સહ વેચાણના કુટિર મેળાનું આયોજન કરવામાં આવે છે. અને આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોની સામાજિક તથા આર્થિક ઉન્નાતિ થાય તે માટે બજારો વ્યતવસ્થાા પુરુ પાડવામાં આવે છે. અધીકારી આર.એચ.ગજ્જર અને નગીન નારીયાએ જણાવ્યુસ હતુ કે જીમખાના ગ્રાઉન્ડે, એસ.ટી. સ્ટેરન્ડા સામે જેતપુર ખાતે તા. ૪-૪-૧૨ થી તા. ૧૦-૪-૧૨ દરમિયાન કુટિર મેળાનું આયોજન કરેલ છે. જેમાં રાજયના રાજકોટ, અમદાવાદ, અમરેલી, વડોદરા, સુરત, ભાવનગર, સુરેન્દ્રછનગર, આણંદ, ભરૂચ, ગાંધીનગર, જામનગર તથા ખેડા જિલ્લાીના કારીગરો ભાગ લેવા આવેલ છે અને ૭૫ સ્ટોભલ કારીગરોને ફાવવામાં આવેલ છે. આ મેળામાં હાથશાળ, માટીકામની ચીજવસ્તુરઓ ચર્મ ઉદ્યોગની ચીજવસ્તુેઓ તથા કુટિર ઉદ્યોગની વિવિધ ચીજવસ્તુીઓ જેવી કે કુશનકવર, ગૃહ સુશોભનની વિવિધ ચીજવસ્તુાઓ, અકીક ચીજવસ્તુી, ઇમીટેશન જવેર્લરી, પેચવર્ક, મુખવાસ, રેશમદોરીના ઝુલા, જેવી ચીજવસ્તુ ઓનું વેચાણ કારીગરો દ્વારા સીધું જ ગ્રાહકોને કરવામાં આવશે. જેતપુરની તથા આજુબાજુના ગામોની કલા પારખુ લોકો વિવીધ ચીજવસ્તુરઓ ખરીદી કરી કારીગરોને પ્રોત્સાાહીત કરે તેમ જણાવાયું છે. |
KKUMARJOSHI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો