અનુયાયીઓ

ગુરુવાર, 26 એપ્રિલ, 2012

રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે પથદર્શક કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક : ૨૦૧૨ પ્રકાશીત કરાયો

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 26 Apr 2012 23:14:38 +0800 (SGT)
Subject: કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકઃ૨૦૧૨
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન
માટે પથદર્શક કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક : ૨૦૧૨ પ્રકાશીત કરાયો

રાજકોટ તા.૨૬ એપ્રિલઃ- રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ અને
વાલીઓને ધો.૧૦, ઘો.૧૨, સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની
માહિતી મળી રહે તે માટે પ્રતિ વર્ષ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકનું
પ્રકાશન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કારકિર્દી માર્ગદર્શન
વિશેષાંકઃ૨૦૧૨નું પ્રકાશન કરવામાં આવેલ છે. આજના સ્પકર્ધાત્મ્ક યુગમાં
યુવાનો પોતાની યોગ્યતા,
અભિરૂચી, શકિતઓ અને વ્ય્કિતત્વના લક્ષણો સાથે પોતાને પૂર્ણ રીતે
સ્વા્વલંબન આપી શકે તેવા વ્યવસાય કે સેવાની પસંદગી કરે છે તે અત્યંત
જરુરી છે. વિશ્વ સ્તરે આજે ઉજ્જવળ કારકિર્દીના અનેકવિધ ક્ષેત્રો ખુલ્યાં
છે. કારકિર્દીની પસંદગીમાં વિદ્યાર્થીનું ભવિષ્ય સમાયેલ છે. આ તબક્કે
ગુજરાત રોજગાર સમાચારનો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૨ પથદર્શન માટે
ઉપયોગી બની રહેશે. આ
અંકમાં તજજ્ઞો / લેખકો દ્વારા લખવામાં આવેલ ઘો.૧૦ તથા ઘો.૧૨ પછી મળતા
જુદા જુદા અભ્યાસક્રમોના ૩૯ જેટલા માર્ગદર્શક ખાસ લેખોનો સમાવેશ કરવામાં
આવેલ છે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૨ની છુટક વેચાણ કિંમત રૂ.
૨૦ છે. જે જિલ્લા્માં માહિતી કચેરી અને પુસ્તક વિક્રેતાઓ પાસેથી વેચાણથી
મળી શકશે. તેમ સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમારની યાદીમાં જણાવાયું
છે.

ટિપ્પણીઓ નથી: