અનુયાયીઓ

ગુરુવાર, 18 સપ્ટેમ્બર, 2014

ADD FOR PANNEL ON SAURASH PAGE OF SANDESH- SIZE 6X4.5 RATE FIX PUBLISH THIS AD 4 TIMES DURING A MONTH..KASHYAP JOSHI JETPUR

ADD FOR PANNEL ON SAURASH PAGE OF SANDESH
SIZE 6X4.5
RATE FIX
PUBLISH THIS AD 4 TIMES DURING A MONTH..KASHYAP JOSHI JETPUR

વાચવા અને સમજવા જેવું..!!

વાચવા અને સમજવા જેવું..!!


[1] એક ઉદ્યોગપતિએ પોતાના દિકરાને એક અત્યંત સફળ થયેલ વૃદ્ધ વ્યાપારી પાસે
પૈસા બચાવવાનું રહસ્ય સમજવા મોકલ્યો. યુવાન જ્યારે ગયો ત્યારે રાત પડી
હતી, અને જઈને તેણે પોતાના આગમનનું કારણ દર્શાવ્યું. ત્યારે એ વૃદ્ધ
વ્યાપારીએ
કહ્યું : 'બેટા, સૌ પ્રથમ તો તું આ બત્તી બુઝાવી દે. આપણે વાતો તો
અંધારામાં પણ કરી શકીશું.' ઉદ્યોગપતિનો પેલો પુત્ર બત્તી બુઝાવવા ન જતાં
સીધો પાછો ફરવા લાગ્યો એટલે એ વૃદ્ધ કહે : 'દીકરા, પાછો કેમ જાય છે ? તારે
પૈસા બચાવવાનું રહસ્ય નથી જાણવું ?' યુવાન કહે : 'હું રહસ્ય સમજી ગયો,
દાદાજી !'

[2] ભગવાન બુદ્ધનો શિષ્ય જોરજોરથી ધર્મનો ઉપદેશ આપી લોકોની
ભીડ એકત્ર કરતો હતો. બુદ્ધે તે ભિક્ષુને પૂછ્યું : 'શું રસ્તા પર આવતી જતી
ગાયોને ગણવાથી તે ગાયોનો માલિક બની શકે ?' ભિક્ષુ કહે : 'ના, ભન્તે ! તે
તો ન બની શકે. માલિક તો ગાયોને સાચવે છે, તેનું જતન કરે છે.' બુદ્ધ કહે :
'વત્સ, એ જ રીતે કેવળ ધર્મ ધર્મની બૂમો પાડવાથી કોઈ પર પ્રભાવ નથી પડતો.
ધર્મને જીવનમાં ઉતારો, તેને આત્મસાત કરો, ત્યારે તારો પ્રભાવ પડશે.'


[3] મહાન જૈન પંડિત ગોપાલદાસજી બરૈયા સત્યનિષ્ઠ પુરુષ હતા. એકવાર પોતાના વતન
મધ્યપ્રદેશના મોરેના ગામથી તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈ જઈ રહ્યા હતા.
ટ્રેન મુંબઈ તરફ રવાના થઈ અને વાતો કરતાં તેમનાં પત્નીએ કહ્યું : 'આજે
આપણા પુત્રને ત્રણ વર્ષ પૂરાં થયાં અને ચોથું બેઠું.' એ વખતે ત્રણ વર્ષ
પૂરાં
થાય એટલે બાળકની અડધી ટિકિટ લેવી પડતી. જેવી ખબર પડી કે પુત્રને આજે ચોથું
વર્ષ શરૂ થયું છે, ગોપાળદાસજીને અત્યંત દુઃખ થયું. મુંબઈ પહોંચી તુરત તેઓ
ટિકિટબારી પર ગયા અને મોરેનાની અડધી ટિકિટ લઈ લીધી !


[4] પ્રખ્યાત
લેખક એ. જે. ક્રોનિને પ્રથમ નવલકથા લખી અને તે પ્રકાશકોને મોકલી પણ
અસ્વીકૃત થઈ પરત આવી. ક્રોનિન નિરાશ થઈ એક ગામડે ચાલ્યા ગયા. ત્યાં એક
દિવસ ફરતાં ફરતાં એક માણસને ટેકરી ખોદી જમીન સરખી કરતાં જોયો. આ જોઈને
એમને
નવાઈ લાગી. ક્રોનિને પૂછ્યું : 'તમે શું કરો છો ?' પેલો માણસ કહે : 'હું
ખેડૂત છું. ટેકરી ખોદી, જમીન સમથળ કરી વાવવા લાયક બનાવું છું.' ક્રોનિન
કહે : 'પણ આમ ખોદવાથી એ ક્યારે થશે ?' પેલો ખેડૂત કહે : 'જ્યારે થશે
ત્યારે,
પણ એ સિવાય બીજી કઈ રીતે થાય ? અહીં આ તમે સમથળ જમીન જુઓ છો તે આ રીતે
ખોદીને જ બનાવી છે. આ પહેલાં મારા પિતા કરતાં, એથી પહેલાં દાદા. એટલે તો
અમારી પાસે આટલી જમીન છે !' ક્રોનિનને થયું ધીરજ, ખંત અને મહેનતથી કંઈ
મુશ્કેલ નથી.


[5] ભરી સભામાં રાજા ભોજના હાથ પર એક મધમાખી બેઠી. પોતાના
પગ અને માથું ઘસવા લાગી. 'આ માખી, મને કંઈક કહેવા માગે છે, પણ શું કહે છે
તે કેમ સમજવું ?' છેવટે કવિ કાલિદાસ રાજાની મૂંઝવણનો જવાબ આપે છે.
સર્જનહારની સૃષ્ટિનાં પશુ, પક્ષીઓ, વૃક્ષો, ચંદ્ર-સૂર્ય સઘળાં કંઈને કંઈ
ઉપદેશ આપે છે. કાલિદાસ કહે : 'હે રાજન, આ મધમાખી એમ કહે છે કે હે રાજા
સારાં સારાં કાર્યોમાં તું પુષ્કળ ધન આપતો રહે. ધનને એકઠું કરવાની વાત
કરીશ નહીં. નહીંતર એક દિવસ તારી સ્થિતિ મારા જેવી થશે. મેં લાંબા કાળથી
ધન (મધ) એકઠું કર્યું હતું પણ મેં ન ખાધું ! અન્ય કોઈને પણ ખાવા ન
આપ્યું. પરિણામે લૂંટનારા લૂંટી ગયા. આવા વિચારથી મધમાખી પગ-માથું ઘસે
છે.'


[6] સ્વામી
વિવેકાનંદ રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની પાસે બે અંગ્રેજ બેઠા
હતા અને પરસ્પર વાત કરી રહ્યા હતા કે 'આ ભગવાધારી સાધુઓ ભારે અહંકારી હોય
છે
અને પારકે પૈસે તાગડધીન્ના કરે છે. જુઓને, આ સાધુ બીજાની કમાણી પર પ્રથમ
વર્ગમાં મુસાફરી કરી રહ્યો છે.' આ અંગ્રેજોની વાત સ્વામીજી શાંતિથી
સાંભળતા હતા અને મનમાં મુસ્કુરાતા હતા. અંગ્રેજોને એમ હતું કે આ સ્વામીજી
અંગ્રેજી નથી જાણતા એટલે તેમણે તો પોતાની વાતો, ભારતીય સાધુઓ માટેના
અપમાનજનક શબ્દો આ બધું ચાલુ જ રાખ્યું. એક સ્ટેશને ગાડી રોકાઈ અને ગાર્ડ
સ્વામીજી પાસે
આવ્યો અને સ્વામીજીએ તેની સાથે શુદ્ધ સુંદર અંગ્રેજીમાં વાત કરી ત્યારે
પેલા બંને અંગ્રેજ તો જાણે કાપો તો લોહી ન નીકળે ! અને પછી તો ડબ્બા પાસે
સ્વામીજીને લેવા અને સ્વાગત કરવા આવેલી ભીડ જોઈને તો તેઓ દિંગ જ થઈ ગયા !
એમને ખબર પડી કે આ તો સ્વામી વિવેકાનંદ છે ત્યારે માફી માગીને કહે :
'સ્વામીજી, અમે ગમે તેમ બોલી ગયા તે માટે માફ કરજો, પણ આપે અમને વચ્ચે
અટકાવ્યા હોત તો !' સ્વામીજી હસતાં હસતાં કહે : 'દોસ્તો, આપના જેવી
વ્યક્તિઓના સંપર્કમાં આવવાનો આ કંઈ મારો પ્રથમ અનુભવ નથી. અને આપ જેવા
અપરિચિત વ્યક્તિઓ પર ક્રોધ કરીને મારી શક્તિ શા માટે બગાડું ?'


[7] કામ
પ્રસંગે એકવાર અમારે આગ્રા જવાનું થયું. અમારો ડ્રાઈવર જૂનો અને ઘરના માણસ
જેવો. મનમાં થયું, એને તાજમહાલ બતાવીએ. એને તાજમહાલ જોવા લઈ ગયા. આમતેમ
ધારી ધારીને જોયા પછી એણે કહ્યું : 'વાહ ! ખૂબ સરસ છે.' પછી એણે પૂછ્યું,
'આમાં કોણ રહે છે ?' અમે તો સડક જ થઈ ગયા. મનમાં તો થયું કે ક્યાં આ ભેંસ
આગળ ભાગવત માંડ્યું ! પણ એ હતો અમારો વહાલો ડ્રાઈવર. એટલે જવાબ તો આપ્યો
કે 'કોઈ નહીં.' પછી એ પૂછે છે : 'આ કૉલેજ છે ?' 'ના.' 'હોસ્પિટલ ?'
'ઊંહું.'
'ત્યારે તો હોટલ હશે, નહીં ?' 'ના, ભૈ ના.' 'ત્યારે છે શું ?' 'શાહજહાં
નામના બાદશાહની બેગમની કબર છે.' એટલે એ તો બોલી ઉઠ્યો : 'અરે રે ! ત્યારે
મને શું કામ આ સવારના પહોરમાં અહીં લાવ્યા ? અમસ્તા અપશકન થયાં ને ? તમે
કહો છો તેમ દુનિયાની સુંદર ઈમારત હશે, પણ અંતે તો કબ્રસ્તાનને !' આજે
દુનિયા ખૂબ સાધનસંપન્ન બની છે. આ તાજમહાલ જેવી સુંદર પણ કદાચ એને બનાવી
શકાય. પણ બીક એ છે કે આ સુંદર ઈમારત ક્યાંક માણસાઈનો મકબરો તો નહીં બની
જાય ને ? (દાદા ધર્માધિકારી)


[8] બાળકો અનુકરણથી શીખે છે. એક ભાઈને
વાતવાતમાં 'સાલો' શબ્દ વાપરવાની ટેવ. એક દિવસ એ ઘરમાં પોતાના મિત્ર વિશે
વાત કરતા હતા અને કહેતા હતા કે – 'સાલો ઘણા દિવસથી દેખાતો નથી.' બાળકને આ
નાનકડો શબ્દ ગમી ગયો. બે-ત્રણ દિવસ પછી પેલા મહેમાન આવ્યા ત્યારે બાળકે
આંગણાંમાંથી જ બૂમ પાડીને કહ્યું, 'મમ્મી, પેલા સાલાકાકા આવ્યા છે !'


[9] મુઆજને યમનના શાસક તરીકે નિયુક્ત કર્યા પછી મહમદ સાહેબે પૂછ્યું : 'હવે
તું યમનનો રાજા થયો છો. તારી સામે કોઈ પ્રશ્ન આવે તો કેવી રીતે ન્યાય કરીશ
?' મુઆજ કહે : 'અલ્લાહની પવિત્ર કિતાબ કુરાનના આધારે ન્યાય કરીશ.' મહમદ
સાહેબ કહે : 'પણ કોઈ પ્રશ્નનો જવાબ તેમાંથી નહીં મળે તો શું કરીશ ?' એ
કહે : 'તો હું પેગંબરોના નિર્ણયના આધારે નિર્ણય કરીશ.' મહમદ સાહેબે ફરીથી
પૂછ્યું : 'સંભવ છે તેમાંથી પણ કોઈ માર્ગદર્શન, ઉકેલ ન મળે તો તું ન્યાય
ક્યા આધારે કરીશ ?' એટલે મુઆજ કહે : 'તો પછી હું મારા વિવેકને આધારે
ફેંસલો લાવીશ.' વ્યક્તિનો વિવેક, તેનું જાગરણ જ મહત્વનું છે. તે જ
મહત્વનો આધાર
છે, વિવેક એ જ ધાર્મિક ચેતનાની જાગૃતિ છે.


[10] જાપાનના સમાજ સુધારક
ટોયોહિકો કાગવા જાપાનના ગાંધી તરીકે પ્રસિદ્ધ હતા. એકવાર કોઈએ તેમને
પૂછ્યું : 'તમે ખૂબ શ્રમ કરી શકો છો તેનું રહસ્ય શું છે ?' કાગાવાએ
પોતાનું શૈશવ યાદ કરીને કહ્યું : 'હું છ-સાત વરસનો હતો ત્યારે મારા
પિતાજી સાથે
જંગલમાં ફરવા ગયો હતો. ચાલતાં-ચાલતાં ખૂબ થાકી ગયો અને પિતાજીને કહ્યું :
'મને તેડી લો, હું ખૂબ થાકી ગયો છું.' પિતાજીએ કહ્યું : 'હું યે થાકી ગયો
છું.' કાગાવા કહે છે : હું રડવા લાગ્યો ત્યારે પિતાજીએ ઝાડની એક ડાળખી
તોડીને મને આપી અને કહ્યું : 'લે આ ઘોડો, એના પર સવાર થઈ જા!' મેં એવું જ
કર્યું. થોડીવારમાં મારો બધો થાક ગાયબ થઈ ગયો. બસ, એ ઘટના મારા માટે
ધ્રૂવતારક બની. થાક હોય કે કંટાળો, હવે હું હંમેશાં પુસ્તક, સંગીત,
બાળરમતો કે મિત્રો વગેરેના ઘોડા પર સવાર થઈ જાઉં છું.


[11] ગાંધીજી લંડનમાં
ભણતા હતા ત્યારની વાત છે. તેઓ મહાત્મા કે બાપુ નહોતા થયા. હતા કેવળ
મોહનદાસ ગાંધી. ત્યારે દાદાભાઈ નવરોજી પણ ત્યાં રહેતા હતા. એક વખત
દાદાભાઈએ
વિચાર્યું કે નવા વર્ષ નિમિત્તે પાર્ટી રાખીએ. તેમણે મોહનદાસને પ્રમુખ થવા
માટે વાત કરી. મોહનદાસ કહે : 'હોટલમાં નહીં, ખર્ચાળ હોય તો નહીં, કોઈ શાંત
જગ્યાએ રાખીએ અને બધું હાથે બનાવીએ.' વાત મંજૂર થઈ. મોહનદાસને બહુ ઓછા
ઓળખે. કોલેજ પૂરી કરી જ્યાં પાર્ટી રાખી હતી ત્યાં આવ્યા અને કોઈએ તેમને
ચટણી વાટવા બેસાડ્યા. મોહનદાસ તો એ કામમાં બરાબર લાગી ગયા. થોડીવારે
દાદાભાઈ આવ્યા અને મોહનદાસને ચટણી વાટતા જોઈને કહે : 'આ શું ! આ મોહનદાસ
તો આપણા આજના સમારંભના પ્રમુખ છે !' મોહનદાસ કહે : 'આ જ બરાબર છે. બધું
કામ
હાથે કરવું અને બધાંએ કરવું જોઈએ.'


[12] એક યુવાન, હતાશાથી ઘેરાઈ ગયો.
સતત પોતાની વેદનાની વાત કર્યા કરે. અચાનક સંત મળી ગયા. પોતે કેટલો દુઃખી
છે તેની વાત મીઠું-મરચું ભભરાવીને કરી. સંતે એને એક પાણીનો ગ્લાસ આપ્યો
અને
કહ્યું કે એમાં એક મુઠ્ઠી મીઠું નાખ અને હલાવીને પી જા. યુવાને એ પ્રમાણે
કર્યું. એકાદ બે ઘૂંટડા ભર્યા અને પાણી ખારું થઈ ગયું હોવાથી થૂંકી
નાખ્યું. સંત પછી એને એક સરોવર પાસે લઈ ગયા. સંતે યુવાનને કહ્યું કે
સરોવરમાં મીઠું નાખ. યુવાને તેમના કહ્યા મુજબ સરોવરમાં મીઠું નાખ્યું. પછી
સંતે કહ્યું કે હવે સરોવરનું પાણી ચાખ. યુવાને પાણી ચાખ્યું. સંતે
પૂછ્યું : 'કેવું લાગ્યું ?' યુવાન કહે : 'સરસ'. સંતે યુવાનનો હાથ પોતાના
હાથમાં
લઈને કહ્યું : 'જીવનમાં આ દુઃખ મીઠા જેવું છે. વેદના તો એની એ જ છે, પણ
બધો આધાર તમે તેને ક્યા પાત્રમાં નાખો છો તેના પર છે. ગ્લાસમાં નાખશો તો
ખારું લાગશે અને વિશાળ સરોવરમાં નાખશો તો વાંધો નહીં આવે. હવે તારે નક્કી
કરવાનું છે કે તમારે ગ્લાસ થવું છે કે સરોવર !

શુક્રવાર, 12 સપ્ટેમ્બર, 2014

JETALSAR : AMARNAGAR JAIN DERASARMA PARYUSHAN PARVA UJAVAYU..PHOTO AND METTER BY KASHYAP JOSHI JETALSAR

JETALSAR : AMARNAGAR JAIN DERASARMA PARYUSHAN PARVA UJAVAYU.
.PHOTO AND METTER BY KASHYAP JOSHI JETALSAR

જેતપુર માં અકસ્માત

જેતપુર બસસ્ટેન્ડમાં બે બસ વચ્ચે અકસ્માત, ૫ બાઇકનો કચ્ચરઘાણ

રાજકોટઃ જેતપુરના બસ સ્ટેન્ડમાં મંગળવારે રાત્રે એક વિચિત્ર અકસ્માત
સર્જાયો હતો જેમાં જૂનાગઢ-દાહોદ રૂટની બસે વળાંક લેતી વખતે બસ સ્ટેન્ડમાં
જ ઊભેલી એક ખાલી બસને પાછળથી ટક્કર મારતાં ખાલી બસ એસ.ટી.પાર્કિંગની બહાર
ઊભેલા પાંચ જેટલા મોટરસાઇકલ પર ચડી જતાં મોટરસાઇકલનો કચ્ચરઘાણ નીકળી ગયો
હતો. જેતપુરના બસ સ્ટેન્ડમાં મંગળવારે મોડીરાત્રે જૂનાગઢ-દાહોદ રૂટની
જીજે-૧૮-વાય-૮૨૩૪
નંબરની બસ હોલ્ટ કર્યા બાદ આગળ જવા ડ્રાઇવરે શરૂ કરી હતી જેમાં બહાર
નીકળવા માટ ડ્રાઇવરે રિવર્સ લેતાં બસ સ્ટેન્ડમાં ઊભેલી જીજે-૧૮-વાય-૪૫૬૩
નંબરની જૂનાગઢ-જેતપુર રૂટની લોકલ બસને પાછળથી ટક્કર મારતાં અકસ્માત
સર્જાયો હતો જેમાં ખાલી બસ પાર્કિંગ બહાર પાર્ક કરાયેલા પાંચ મોટરસાઇકલ
પર ચડી જતાં તમામ મોટરસાઇકલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બસ સ્ટેન્ડમાં
બસના પાર્કિંગ માટે
મર્યાદિત જગ્યા ફાળવવામાં આવી છે જેના કારણે બસ સ્ટેન્ડની અંદર
પ્રવેશતી બસોને રિવર્સ, વળાંક લેવામાં મુશ્કેલી પડે છે. આ અંગે ઇન્ચાર્જ
ડેપો મેનેજર આનંદભાઇને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, પાર્કિંગના
કોન્ટ્રક્ટરને અનેક વખત તેને અપાયેલી મર્યાદિત જગ્યામાં જ પાર્કિંગ કરવા
સૂચના આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં બહાર પાર્ક કરાતા વાહનોના કારણે
અકસ્માત સર્જાયો હતો.

ગુરુવાર, 11 સપ્ટેમ્બર, 2014

DIPDO KED

પિતૃઓના મોક્ષ માટે શ્રેષ્‍ઠ તિર્થ

ભાટીયા નજીક પીંડતારક ક્ષેત્ર પીંડારા પિતૃઓના મોક્ષ માટે શ્રેષ્‍ઠ તિર્થ

આલેખનઃ નેહુલ લાલ - ભાટીયા

ભાટીયા, તા. ૧૦ :. અતિ પુરાણુ ક્ષેત્ર એક તિર્થસ્‍થાન તરીકે જેનો
પુરાણોમાં ઉલ્લેખ છે. તેમજ જ્‍યાં શ્રીકૃષ્‍ણ પરમાત્‍માના રાજ્‍યમાં
સમયમાં તેમજ તે પહેલાનાથી આજ સુધી અહીં પિતૃના મોક્ષ માટે અહીંના કુંડમાં
પીંડ તારાવા આવે છે મહાભારતના યુદ્ધ પછી મૃતાત્‍માઓના મોક્ષ માટે
હરિવંશપુરણમાં લાખ્‍યા મુજબ લોઢાના પીંડ તારવ્‍યા હતા ભગવાન શ્રી કૃષ્‍ણ
તથા યાદવોના સમયનું મહાતીર્થ
સ્‍થાન છે. આ તીર્થસ્‍થાને આસપાસ જૂના આશ્રમોના અવશેષો છે કહે છે કે આ
આશ્રમો મહામુની દુર્વાસા તથા અગસ્‍તમુનીના આશ્રમોની પુરાણી જગ્‍યા છે વળી
યાદવો દરીયા કિનારે મલ્લકુસ્‍તી કરવા આવતા તે યાદવ સેનાની સ્‍કૂલોનું
સ્‍થાન પણ સમુદ્ર કિનારે છે વળી આ સ્‍થળે જન્‍મ સમયમાં કોઈપણ શાપિત
ગ્રહયોગ જેવા કે કાલસર્પયોગ, રહં, ગુરૂ, ચાંડાલયોગ, ચંદ્ર રહું કે
સૂર્યગ્રહણયોગ જેવા અને તેથી
થતા અનિસ્‍ટાન નિવારવા માટે આ મહાકુંડ તથા પીંડતારક ક્ષેત્રમાં કરેલા
તર્પણ વિધિ વિગેરે શુભફળદાયક પુરાણોમાં કહી છે. આ પીંડતાર ક્ષેત્રનો
મહિમા અતિ વિશેષ હોવાના કારણો અનેક છે અહીંથી સમુદ્રમાં અસરે ૪ કિ.મી.
દૂર જૂના સમયનો એક તાંબાનો કુંડ છે જે કોઈ અમાસે સમુદ્રના પાછા પાણી
હઠાતા તેના દર્શન થાય છે, પરંતુ હવે તે સમુદ્રની મધ્‍યે આવી જતા ત્‍યાં
વિધિ થઈ શકે નહિ. આજ સમયના સમુદ્ર
કિનારા પરનો આ પીંડતારાવા માટેનો મહાકુંડ સમયના પ્રવાહમાં જર્જરીત થઈ
સમુદ્રના મોજાઓથી ખંડિત થયો હતો અને અતિશય દુર્ગંધયુકત પાણીના ભરાવાથી આ
તીર્થરાજની હાલત ખરાબ થવા પામેલ. પરંતુ ઈ.સ. ૨૦૦૫ના સમયે બી.એલ. જોશીએ
અતિ ભારી ખર્ચે જીર્ણોધાર કર્યો છે પહેલા ત્‍યાં માત્ર એક છાપરૂ તથા
અતિપુરાણુ શિવાયલ હતું પરંતુ આજ અહીં મહાકુંડ નવારૂપે બનાવી આપેલ છે તેમજ
લોક શ્રધ્‍ધા તેમજ
ભુદેવોની માંગણીને અનુલક્ષીને લોકો જે મૃતદેહો ત્‍યાં લઈ આવી મહાકુંડને
પ્રદીક્ષણા કરાવે તેવી કુંડની ચારે બાજુ સમુદ્રમાં અસરે ૨૦ કુટ ચારે તરફ
બાંધકામ કરાવી આપેલ છે.

આ સ્‍થળે શાસ્‍ત્રોકતમાં જણાવ્‍યા પ્રમાણે અસ્‍થિ પધરાવી શકાય છે જેનો
મહિમા પ્રાંચી, ચાણોદ, પર્યાગ કર્તા પણ વિશેષ છે પિતૃ તર્પણ માટેનું આ
મહાતીર્થ કહેવાય છે ચૈત્ર માસ, કારતક માસ, માગશર, ભાદરવે તથા શ્રાવણી
અમાસે અહીં મોટી સંખ્‍યામાં લોકો પિતૃ તર્પણ વિધિ હોમ, હવન પીંડતરવા આવે
છે આ પીંડ તારક ક્ષેત્રનો પુરાણો ઉકત મહિમા અતિ વિશેષ છે જે મહિમા અહી
લખવા જતા કાગળો ટૂંકા પડે
જેના માટે તો પુરાણો જોવા પડે હિન્‍દુ ધર્મમાં શ્રાધ્‍ધ વિધિનું આગવું
મહત્‍વ છે. પિતૃઓના આત્‍માના કલ્‍યાણ માટે, પિતૃઓને મોક્ષ મળે તેમજ તેના
ઋણમાંથી મુકત થવા માટે પુત્રો દ્વારા કારતક, ચૈત્ર, ભાદરવાના દિવસો
દરમ્‍યાન શ્રાધ્‍ધ ક્રિયા કરવામાં આવે છે. આ વિધિના મૂળમાં પિતૃઓને યાદ
કરવાની અને તેઓના પ્રત્‍યે આભાર વ્‍યકત કરવાની ભાવના રહેલી છે આપણી
પરંપરામાં પિતૃશ્રાદ્ધ માટે
વિશેષ મહિમા ધરાવતા સ્‍થળો નક્કી કરાયા છે જ્‍યાં શ્રધ્‍ધાળુઓ ભાવપૂર્વક
પિતૃતર્પણ કરીને પિતૃ ઋણમાંથી મુકત થવાના પ્રયાસો કરે છે આપણે ત્‍યાં
પિતૃતર્પણ માટે વિશેષ મહત્‍વ ધરાવતા દેશના વિવિધ સ્‍થળોમાં પીંડતારક
ક્ષેત્ર પીંડારાને શ્રેષ્‍ઠ પિતૃતીર્થ ગણવામાં આવે છે.

સર્વે તીર્થ તરીકે ઓળખાતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ કલ્‍યાણપુર
તાલુકાના ભાટીયા પટે આવેલ આ તીર્થ પીંડતારક ક્ષેત્ર પીંડારા તરીકે આપણા
પાંચ મહાતીર્થમાં ગણના થાય છે. અહીં જૂનો પુરાણો મહાકુંડ અંદર પોતાના
સ્‍વભાવ પ્રમાણે લોખંડના પીંડપિતૃ મોક્ષાર્થે તર્પણ કરેલ અને જે લોખંડના
પીંડ પણ તે સમયે પાણીમાં તરેલ જેથી પિતૃ શ્રાધ્‍ધ કરવાનું સ્‍થળનું આગવુ
મહત્‍વ છે ઉપરાંત
ગુજરાતમાં કચ્‍છ ખાતે નારાયણ સરોવર, પ્રાચી તીર્થ પ્રભાસપાટણ-ત્રિવેણી
સંગમ, નર્મદા કિનારે આવેલું ચણોદ, પાંડવોએ જ્‍યાં તર્પણ કર્યુ હતુ તેવા
કુરૂક્ષેત્રમાં આવેલ સ્‍થમત, પંચક સરોવર સહીત જ્‍યાં જ્‍યાં પૌરાણિક જળ
તીર્થો છે, ત્‍યાં શ્રાધ્‍ધ કરવાનો મહિમા જોવા મળે છે તો કાંચીપુરમને પણ
સર્વતીર્થ સરોવરને કારણે પિતૃશ્રાધ્‍ધ માટેનું તીર્થ ગણવામાં આવે છે.
જ્‍યારે પુરાણોમાં
પિતૃક્ષેત્રના પાંચ વિભાગો શિરક્ષેત્ર તરીકે ગયાજી, નભીક્ષેત્ર તરીકે
વેતરણી, પાદક્ષેત્ર તરીકે પીંડતારક ક્ષેત્ર પીંડારા બ્રહ્મપાલી ક્ષેત્ર
તરીકે બદ્રીનાથ અને માતૃક્ષેત્ર તરીકે સિદ્ધપુરનું મહત્‍વ દર્શાવવામાં
આવ્‍યુ છે કહે છે કે જે પુરૂષ માતૃઋણ માથે રાખીને મૃત્‍યુ પામે છે તેનો
મનુષ્‍ય અવતાર એળે જાય છે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં સરસ્‍વતી નદીને
કિનારે આવેલ અતિ
પ્રાચીન સ્‍થળ બિન્‍દુ સરોવરને માતૃ શ્રાદ્ધની કરવા માટે વિશ્વનુ એક
માત્ર સ્‍થળ ગણવામાં આવે છે.

આ તીર્થ પાછળ સંકળાયેલી કથા અનુસાર પ્રાચીનકાળમાં દુર્વાશા ઋષિ એ આ સ્‍થળ
નજીક તપસ્‍યા કરીને પોતાનો આશ્રમ સ્‍થાપિત કરેલ જેના પુરાણોકત અવશેષો પણ
હાલની તકે પીંડતારકક્ષેત્ર પીંડારા નજીક જોવા મળે છે પીંડતારક ક્ષેત્ર
પીંડારા કે જે સમુદ્ર કિનારે આવેલ છે પરંતુ જુના સમયમાં દરીયાની અંદર
ત્રાંબાનો એક મહાકુંડ કે જે ભીમદેવ દ્વારા સ્‍થાપિત કરાયેલ છે અંદાજે
દોઢેક કિ.મી.
સમુદ્રની અંદર આવેલ આ મહાકુંડના દર્શન ભાદરવા મહિનાની અમાસના દિવસે થાય
છે અને આ જગ્‍યા ઉપર પિતૃઓનું શ્રાધ્‍ધ કરવાનું મહત્‍વ છે એ છે કોઈ
મૃતાત્‍મા અકાળે અવસાન પામેલ હોય મૃતાત્‍મા અકાળે અવસાન પામેલ હોય અને
જેની શ્રાદ્ધવિધિ આ સ્‍થળ ઉપર કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવા
લોકવાયકા છે. દુઃખની વાત એ છે કે આટલુ પુરાત્‍વ સ્‍થળ કે જેનુ પુરાણોમાં
વર્ણન છે તેવા સ્‍થળ
પીંડતારક ક્ષેત્ર પીંડારાની સામે આજ સુધી પુરાત્‍વ ખાતું તેમજ સરકારની
નજરે ચડેલ નથી ત્‍યારે બી.એલ. જોષી ટ્રસ્‍ટે તેમજ સંસ્‍કૃતિને ઉજાગર
કરનારા સમજનારા લોકો દ્વારા તેની જાણવળી કરી રહ્યા છે.

મંગળવાર, 19 ઑગસ્ટ, 2014

JETALSAR SAMACHARO KASHYAP JOSHI

JETALSAR SAMACHARO KASHYAP JOSHI

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 19-Aug-2014 4:28 PM
Subject: JETALSAR SAMACHARO KASHYAP JOSHI
To: "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>, "go" <go@blogger.com>
Cc:

JETALSAR SAMACHARO KASHYAP JOSHI