ઝીણા મોર બોલે નાઘેરમાં'... આ લોકગીતમાં લીલી નાઘેર તરીકે ઓળખાત ગુજરાતના એવા પ્રદેશના ભાતિગળ વખાણ કરવામાં આવ્યા છે જ્યાં કુદરતે જાણે સોળ વર્ષની કન્યા બનીને મ્હોરી ઉઠી હોય...લીલી નાઘેર...ગુજરાતનો એક એવો પ્રદેશ કે જ્યાં બાગ-બગીચા,,, આંખો ઠારે તેવા પાપટીયા રંગની શેરડીના વાડ, ઉભા પાકથી લહેરાતા વાડી-ખેતરો ને એય તારે ઘુઘવાતો દરિયા કિનારો.. જી હાં! વાત થઈ રહી છે ચોરવાડની.. સૌરાષ્ટ્રની દક્ષિણે અરબી સમુદ્રના કિનારે આવેલું ચોરવાડ ગુજરાતના અનેક રમણીય સ્થળોમાંનું એક છે. બળબળતા ઉનાળામાં સૌરાષ્ટ્રના બીજા પ્રદેશો ઊના વાયરામાં શેકાતા હોય ત્યારે દરિયા કિનરાની આવતી ઠંડી લહેરોથી ચોરવાડ જાણે કુદરતી કુલર બનીને શિતળતા આપતું બની રહે છે. ચોરવાડની આજ વિશેષતાએ જૂનાગઢના નવાબને પણ અહીં ખેચી લાવી હતી.એક આદર્શ શીતળ સ્થળ બની રહેતું હોય છે. તે ઘણા લાંબા સમયથી દરિયા કિનારાના હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું છે. જૂના સમયથી જ આ સ્થળ હવા ખાવાનું સ્થળ હોવાથી ત્યાં જૂના જૂનાગઢ રાજ્યના નવાબનો બંગલો અને બીજા ખાનગી માલિકીનાં કેટલાંક મકાનો વસેલાં છે. જૂનાગઢ-વેરાવળ રેલવે લાઈન પર આવેલા ચોરવાડ રોડ સ્ટેશનથી ગામ 6 કિલોમીટર દૂર છે. આ સ્થળને રાજ્ય તરફથી વિહારધામ તરીકે વિકસાવાયું છે અને પર્યટન પર આવનારાઓ માટે સગવડ કરવામાં આવી છે. જૂનાગઢ જૂના નવાબના બંગલામાં દરેક પ્રકારની સગવડ અને કિનારાની બાજુમાં જ સ્વીમીંગ પુલ છે. એવા આ બંગલામાં કેટલાક ફેરફાર કરી પર્યટનાર્થીઓને માટે સગવડ ઊભી કરવામાં આવી રહી છે. તેમાં પૂરેપૂરી સગવડ થઈ રહેતાં એકી સાથે 250 માણસો રહી શકે તેવી સગવડ થશે. આવી સગવડવાળું ગુજરાતમાંનું આ મોટામાં મોટું સ્થળ હશે.
ગુજરાતનું અતિ લોકપ્રિય પ્રવાસન ધામ એવું ચોરવાડ વેરાવળથી 18 કીમી અને જૂનાગઢથી 68 કીમીના અંતરે આવેલું છે. સવિશેષ પોતાના રમણીય દરિયા કિનારાને કારણે ચોરવાર ભારે લોકપ્રિય છે. ખાસ કરીને ઉનાળામાં અહીંના રમણીય બીચની મુલાકાતે સહેલાણીઓના ધાડાને ધાડા ઉતરી પડતા હોય છે. ચોરવાડની વાત કરીએ તો હકિકતમાં તો તે માછીમારોનું એક ગામડું જ હતું. પણ અહીના કુદરતી સૌંદર્ય પર જુનાગઠના નવાબ મોહબ્બત ખાનની નજર પડી અને તેમણે અહીં દરિયા કિનારે વાતા ઠંડા હેમ જેવા પવનોને કેદ કરવા દરિયા મહેલ બંધાવ્યો. જુનાગઠમાં ઉનાળામાં ગીરનાર તપતો અને જુનાળાના લોકોને લૂએ લૂએ નવરાવી નાખતો ત્યારે નવાબ મહોબ્બત ખાન પોતાના રાસરસીલા સાથે ચોરવાડ ખાતેના મહેલમાં આવી પહોચતો.
નવાબના દરિયા મહેલનું બાંધકામ 1930માં તૈયાર થયો હતો. મુસ્લીમ અને ઈટાલીયન સ્થાપત્યના ઉત્તમ નમૂનાસમો આ મહેલ આજે પ્રવાસીઓના આકર્ષણનું મહત્વનું કેન્દ્ર બની ગયો છે. 1974માં ગુજરાત સરકારના પ્રવાસન નિગમે આ મહેલને હસ્તગત્ત કરી લીધો અને તેને એક હોલિડે રીસોર્ટમાં ફેરવી દીધો.ભારતમાં ગુજરાતના સૌથી લાંબો દરીયા કિનારો મળ્યો છે. જ્યાં અનેક રમણીય બીચો આવેલા છે. ભારતમાં સહેલાણીઓથી ઉભરાતા બીચીઝમાં ચોરવાડનો પણ સમાવેશ થાય છે. સોમનાથ, પોરબંદર, દ્વારકા વગેરે સ્થળે જવા માટેના રસ્તામાં ચોરવાડ આવતું હોય તેનો રેલેક્સિંગ સ્પોટ તરીકે પણ સારો એવો વિકાસ થયો છે. અહીં જ્યાં નજર કરો ત્યાં સહેલાણીઓ જ સહેલાણીઓ નજરે પડે છે.