ડો. મનોહર જોષીની જોષી કોહિનૂર ટેકનીકલ
ઇન્સ્ટીટયૂટ (JKTI) ના ગુજરાતી મેગેઝીન
“યશસ્વી”નું વિમોચન કરતા
મુખ્યમંત્રીશ્રી
ગુજરાતમાં JKTIના ૧૬ કેન્દ્રો ઃ વધુ
૯ શરૂ કરાશે મુખ્યમંત્રીશ્રી
ગુજરાતમાં દર વર્ષે ૪૦૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં ૪પ ટકા કન્યાઓ સહિત ૩ લાખ યુવાનો પ્રશિક્ષિત બને છે
વિવેકાનંદ રોજગાર ભરતી મેળાનું આયોજન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગરમાં ડો. મનોહર જોષી સંચાલિત મુંબઇની જોષી કોહિનૂર ટેકનીકલ ઇન્સ્ટીટયૂટ (JKTI)ના ગુજરાતી મેગેઝિન “યશસ્વી”નું વિમોચન કર્યું હતું.
ડો. મનોહર જોષી ૧૯૬૩થી JKTIની ટેકનીકલ શિક્ષણ સંસ્થાનું સંચાલન કરે છે જેમાં ૬૦ જેટલા ટેકનીકલ પ્રશિક્ષણ અભ્યાસક્રમોમાં દર વર્ષે ત્રણ લાખ વિઘાર્થીઓ વ્યવસાયલક્ષી કૌશલ્ય મેળવે છે.
ગુજરાતમાં ટેકનીકલ શિક્ષણની છેલ્લા એક જ દશકમાં વધેલી ગતિશીલ સુવિધાઓની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આપી હતી. JKTI ગુજરાતમાં ૧૬ કેન્દ્રો ચલાવે છે અને તે વધારીને રપ સુધી લઇ જવાની માહિતી CMD ST ઉન્મેશ જોષીએ આપી હતી.
ગુજરાતના યુવાનો માટે ટેકનીકલ શિક્ષણને એક છત્ર નીચે લાવીને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી શરૂ કરી છે અને સમગ્ર રાજ્યમાં પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ૪૦૦ જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો ચાલી રહ્યા છે અને દર વર્ષે ૪પ ટકા કન્યાઓ સહિત ૩ લાખ યુવાનોને કૌશલ્ય વર્ધન પ્રશિક્ષણ આપીને રોજગાર-વ્યવસાયના અવસર મળે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ વર્ષે સ્વામી વિવેકાનંદજી દોઢસોમી જન્મજ્યંતીને યુવાશકિત વર્ષ તરીકે ઉજવીને ખાનગી ક્ષેત્રે સુનિヘતિ રોજગારીના વિવેકાનંદ રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે એની પણ મુખ્યમંત્રીશ્રીએ ભૂમિકા આપી હતી.
જોષી કોહિનૂર ટેકનીકલ ઇન્સ્ટીટયુટના પદાધિકારીઓ ગુજરાતમાં રોજગાર-કૌશલ્ય વર્ધન કાર્યક્રમોની સફળતાથી પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે કોહિનૂર ગૃપના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરશ્રી ઉન્મેશ જોષી, ગૃપ ડાયરેકટશ્રી અતુલ કરંજકર તથા જનરલ મેનેજર ચંન્દ્રકાન્ત ધાગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વ. એન. કે. પી. સાલ્વેને મુખ્યમંત્રીશ્રીની
શ્રધ્ધાંજલિ
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી એન. કે. પી. સાલ્વેના અવસાન અંગે ઉંડા આધાત અને દુઃખની લાગણી વ્યકત કરી છે.
સ્વ. એન. કે. પી. સાલ્વેના પુત્ર શ્રી હરિશ સાલ્વેને પાઠવેલા શોકસંદેશામાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ. સાલ્વેના શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવતા જણાવ્યું છે કે ભારતે એક દ્રષ્ટિ સંપન્ન અને સંનિષ્ઠ રાજપુરૂષ ગુમાવ્યા છે. સ્વ. સાલ્વેની પ્રખર રાષ્ટ્રભકિત અને દેશ સેવાની લગન પ્રેરણાસ્ત્રોત સમાન છે તેમ તેમણે શોક સંદેશામાં સ્વ. સાલ્વેને શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે.
ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાશે
તા. ૧૧-૪-ર૦૧ર - સ્વ. કસ્તુરબા ગાંધી અને સરદારસિંહ રાણા
તા. ૧૪-૪-ર૦૧ર - સ્વ. ર્ડા. બાબાસાહેબ આંબેડકરના
તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાશે
ગાંધીનગરઃ સોમવારઃ ગુજરાત વિધાનસભાના મકાન વિઠ્ઠલભાઇ પટેલ ભવનમાં પ્રથમ માળે આવેલ પોડિયમમાં પૂજ્ય કસ્તુરબા તથા સરદારસિંહ રાણા અને ભારતના બંધારણના ધડવૈયા ર્ડા. બાબાસાહેબ આંબેડકરનાં તૈલચિત્ર મૂકવામાં આવેલ છે. પૂજ્ય કસ્તુરબા તથા સરદારસિંહ રાણાના આગામી જન્મદિવસે બુધવાર, તા. ૧૧-૪-ર૦૧રના રોજ અને ર્ડા. બાબાસાહેબ આંબેડકરના આગામી જન્મદિવસે શનિવાર, તા. ૧૪-૪-ર૦૧રના રોજ તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાશે.
બુધવાર, તા. ૧૧-૪-૧રના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યે અને શનિવાર, તા.૧૪-૪-૧રના રોજ સવારના ૧૦-૦૦ વાગ્યે પુષ્પાંજલિ અર્પવા માટે ઉપસ્થિત રહેવા ગુજરાત વિધાનસભા, સચિવાલય દ્વારા જાહેર જનતાને વિનંતી છે.
હાઇકોર્ટમાં મહાવીર જયંતિના દિવસે વધારાની રજા જાહેર
ગાંધીનગરઃ સોમવારઃ રાજ્યની વડી અદાલતમાં તા. પ, એપિ્રલ, ર૦૧રને ગુરૂવારના દિને મહાવીર જયંતિની વધારાની રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યની હાઇકોર્ટ અને તેને સંલગ્ન કચેરીઓમાં આ રજા જાહેર કરવામાં આવી છે તેની સામે તા. ૧૬ જૂન, ર૦૧રને શનિવારના રોજ હાઇકોર્ટ અને સંલગ્ન કચેરીઓમાં અદાલતનું કામકાજ ચાલુ રહેશે તેમ રજીસ્ટ્રાર જનરલની યાદીમાં જણાવાયું છે.
લધુત્તમ વેતન અધિનિયમ હેઠળના ખાસ ભથ્થાની જાહેરાત
ગાંધીનગરઃ સોમવારઃ રાજ્ય સરકારે લધુત્તમ વેતન અધિનિયમ હેઠળ જે તે વ્યવસાય માટે નિયત કરેલા મૂળ પગારના દર ઉપરાંત જીવન નિર્વાહ આંક ઉપર આધારિત આપવાના ખાસ ભથ્થાના દર તા. ૧-૪-ર૦૧રથી તા. ૩૦-૯-ર૦૧ર સુધીના સમય માટે નક્કી કર્યા છે. તદ્દઅનુસાર ખાનગી સલામતી રક્ષક સેવાઓની રોજગારી માટે ખાસ ભથ્થાના દૈનિક દર રૂા. ૭૧.૮૦ તેમજ અગરબત્તી બનાવવાની રોજગારી સિવાયના દરેક વ્યવસાય માટે ખાસ ભથ્થાના દૈનિક દર રૂા. પ૧.૮૦ નક્કી કરવામાં આવ્યો છે. આમ, દરેક વ્યવસાયમાં ખાસ ભથ્થાના દૈનિક દરમાં રૂા. ૧૦.૬૦નો વધારો થયો છે તેમ નાયબ શ્રમ આયુક્ત, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય કલ્યાણ સમિતિ દ્વારા આયોજીત અનેકવિધ કાર્યક્રમો
તા. પ-૪-ર૦૧ર - બજેટ, ""ઇન્કમટેક્ષ પર અસરો-મૂડીરોકાણની તકો'' વિષય પર વ્યાખ્યાન
તા. ૧૦-૪-ર૦૧ર- તેજસ્વી વિઘાર્થીઓને પુરસ્કાર વિતરણ
તા. ૧૩-૪-ર૦૧ર - હૃદયરોગ સાવચેતી અને સારવાર ઃ ર્ડા. હિતેશ શાહનું વ્યાખ્યાન
ગાંધીનગરઃ સોમવારઃ ગાંધીનગરના સામાન્ય વહીવટ વિભાગની સચિવાલય કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રી જશવંત ગાંધીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કલ્યાણ સમિતિ દ્વારા આ માસમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. પ-૪-ર૦૧ર, ગુરૂવાર, બપોરે ૧-૩૦ કલાકે ઓડિટોરીયમ, બ્લોક નં. 1, ૯મોમાળ, નવાસચિવાલય ખાતે કેન્દ્રીય બજેટ-૧રના સંદર્ભમાં ઇન્કમટેક્ષ ઉપર અસરો અને મૂડીરોકાણની તકો ઉપર શ્રી યમલ વ્યાસ અને શ્રી કે.ડી. શાહનું વ્યાખ્યાન યોજાશે. તા. ૧૦-૪-ર૦૧રને મંગળવારના રોજ બપોરે ૧-૩૦ કલાકે ઓડિટોરિયમ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ અને તેજસ્વી વિઘાર્થીઓને પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૩-૪-ર૦૧રને શુક્રવારે બપોરે ૧-૩૦ કલાકે ઓડિટોરિયમમાં યુ. એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી ર્ડા. હિતેશ શાહનું વ્યાખ્યાન યોજાશે. પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ યોજાશે. વિષય છે ""હ્રદયરોગ સાવચેતી ને સારવાર''.
સમિતિ દ્વારા મહિલાઓ માટેના આરોગ્ય વિષયક કાર્યક્રમો,
રક્તદાન, બ્લડ ડોનરની યાદીનું પ્રકાશન, અને યોગના વર્ગો પણ આયોજન કરાશે. સચિવાલય, બ્લોક નં. ૭ અને બ્લોક નં. ૧૧ના ભોયતળિયે, અઘત્તન સાધનો સાથેનું ફિટનેશ સેન્ટર કાર્યરત છે તેનો લાભ લેવા પણ યાદીમાં જણાવાયું છે.
વિકલાંગ માટે ધંધાકીય અને ઉચ્ચ શિક્ષણ માટે રૂા. ર૦.૦૦ લાખ સુધીની લોનો
ગાંધીનગરઃ સોમવારઃ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા ગુજરાતમાં રહેતા તમામ જ્ઞાતિના વિકલાંગ લોકો માટે ધંધાકીય તેમજ ઉચ્ચ શક્ષણ માટે લોન આપવાનું આયોજન કરેલ છે. આ અંગે નિગમના ઉપાધ્યક્ષ શ્રી કાદરભાઇ સલોતે માહિતી આપતાં જણાવેલ કે, કોઇપણ જ્ઞાતિના ૪૦ ટકા કે તેનાથી વધુ વિકલાંગતા ધરાવતા લોકો માટે અલગ અલગ પ્રકારના ૩પ ધંધાઓ માટે લોનોની યોજના, તેમજ કોઇપણ જ્ઞાતિના વિકલાંગ ગુજરાત કે ભારતભરમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય તો તેઓને રૂા. ૧૦.૦૦ લાખ સુધી ૬ ટકાના દરે અને વિદેશ ભણવા જવાનું હોય તો રૂા. ર૦.૦૦ લાખ સુધી વાર્ષિક વ્યાજ ૮ ટકાના દરે અને ધંધાકિય લોનો માટે વાર્ષિક વ્યાજ પ ટકા વ્યાજે વિકલાંગ બહેનો માટે દરેક લોનો માટે નિયત દર કરતાં 1 ટકા ઓછું વ્યાજ લેવામાં આવશે.
વિકલાંગ લોકો માટે આ લોનના ફોર્મ અને લોન વિશેની તમામ માહિતી ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, બ્લોક નં. ૧૧, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, જિલ્લા મેનેજર અને જિલ્લા સમાજસુરક્ષા અધિકારીશ્રીની કચેરીએથી ગુજરાતભરમાંથી વિનામૂલ્યે ફોર્મ મળશે. વધુ માહિતી માટે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગાંધીનગરની કચેરી ફોન નં.-૦૭૯-ર૩રપ૩૮૪૩ અને ર૩રપ૭૦૪પ ઉપર સંપર્ક કરવો તેમ નિગમના ઉપાધ્યક્ષશ્રી કાદરભાઇ સલોતે જણાવેલ છે.