LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 19 ડિસેમ્બર, 2011
http://www.e-mailpaysu2.com/members/paidtoclick.cgi?KKUMAR -
http://www.e-mailpaysu2.com/
------------------------------
મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી સૂરતની વિકાસકીય સમૃદ્ધિમાં અભિવૃદ્ધિની સદ્ભાવના સૂર્યપુત્રીના નગરની પ્રગતિ માટે રૂા.૨૧૦૦ કરોડના વિકાસ આયોજનોની ઘોષણા
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૂરતમાં સદ્ભાવના મિશનના બારમા પડાવનું સમાપન કરતા સૂરતની વિકાસકીય સમૃદ્ધિમાં ભગીરથ અભિવૃદ્ધિનો માર્ગ મોકળો કરતી ઘોષણા કરી હતી. તેમણે સૂર્યપુત્રીના નગરને પ્રગતિની ટોચે પહોંચાડવાની નેમ સાથે રૂા.૨૧૦૦ કરોડના વિકાસલક્ષી આયોજનોની જાહેરાત કરી હતી. અનશન વ્રતધારી મુખ્યમંત્રીશ્રીની આ સદ્ભાવનાને સૂરતીઓએ પ્રચંડ તાળીઓના નાદથી વધાવી લીધી હતી. તેની સાથે જ સૂરતના ઉદારેદિલ નાગરિકો અને ભામાશા જેવી સંસ્થાઓએ મુખ્ય મંત્રીશ્રીની કન્યા કેળવણીનિધિ માટે રૂા.૩૦ લાખથી વધુ રકમની સખાવતો આપીને ગુજરાતની દીકરીઓને શિક્ષિત કરવાની મુખ્ય મંત્રીશ્રીની ધગશને અભૂતપૂર્વ સમર્થન આપ્યું હતું.
બીઆરટીએસ, નવા પુલો અને પાણી સહિતના વિકાસકામો રૂા.૨૧૦૦ કરોડના આ જંગી આયોજન હેઠળ સૂરતમાં થશે તે ઉલ્લેખનીય છે. મારાને બદલે સારા તરફ કેમ વળવું તેની મથામણ એ જ સદ્ભાવના છે તેવો રચનાત્મક સંદેશ ઉપવાસવ્રતી મુખ્યમંત્રીએ આપ્યો હતો. સદ્ભાવના મિશનમાં હાર્દિક સહયોગ માટે હજારો ઉપવાસીઓ સહિત સૂરતવાસીઓનો તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
સદ્ભાવના મિશન અંતર્ગત મુખ્ય મંત્રીશ્રીના ઉપવાસ તપનું જિલ્લા અભિયાન : સૂરત
ગુજરાત કોઇને છેડતું નથી, પણ ગુજરાતને છેડનારને છોડતું પણ નથી
ગુજરાતની જનતાનો આ મિજાજ ગુજરાતને તબાહ કરવા માંગતી હિન્દુસ્તાનની ગુજરાત વિરોધી જમાતને લોકશાહી માર્ગે જવાબ આપશે - નરેન્દ્રભાઇ મોદી
સૂરતમાં સદ્ભાવનાની જનશક્તિનું વિરાટ દર્શન
૧૩૦૦૦ થી અધિક નાગરિકોએ સ્વેચ્છાએ ઉપવાસનું તપ કર્યું
એક દિવસના ઉપવાસની તપસ્યા કરનારા નરેન્દ્રભાઇ મોદી સાથે હાથ મિલાવી શુભેચ્છા આપવા અવિરત જનપ્રવાહ ઉમટયો
હિન્દુસ્તાનને પણ સદ્ભાવનાની શક્તિથી વિકાસમાં તાકાતવાન બનાવવું છે
જેઓ નકારાત્મક માનસિકતાથી જ ગુજરાતને જુએ છે તેની પાછળ સમય બગાડતો નથી, વિકાસને હજુ નવી ઊંચાઇએ લઇ જવો છે - મુખ્ય મંત્રીશ્રી
સૂરત શહેર માટે રૂ.ર૧૦૦ કરોડના વિકાસકામોની જાહેરાત
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદ્ભાવના મિશન અંતર્ગત જિલ્લા અભિયાનમાં આજે સૂરતમાં એક દિવસના ઉપવાસનું સમાપન કરતા એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, ગુજરાતની જનતાએ સદ્ભાવના મિશનના માધ્યમથી એવો મિજાજ બતાવ્યો છે કે ગુજરાત કોઇને છેડતું નથી, પણ ગુજરાતને છેડનારી જમાતને છોડવાનું નથી.
સદ્ભાવના મિશનના જનતાના વિરાટ ઉમળકા પાછળ ગુજરાતને તબાહ કરવાની મુરાદ સેવનારાને લોકશાહી માર્ગે જવાબ દેવાનું સામર્થ્ય છે એમ તેમણે જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં ૩૩ ઉપવાસના માધ્યમથી સદ્ભાવના મિશનનું જિલ્લા અભિયાન કરી રહેલા મુખ્ય મંત્રીને આજે સૂરતમાં સદ્ભાવનાની જનશક્તિનું વિરાટ દર્શન જોવા મળ્યું હતું. નર્મદ નગરી સૂરતમાં સદ્ભાવના મિશનને સમર્થન આપવા શહેરના ખૂણેખૂણેથી નગરજનોના પરિવારો, નારી-માતૃશક્તિ, યુવાનો, સંપન્ન પરિવારો, સમાજના બધા જ ક્ષેત્રોના આગેવાનો, ઉદ્યોગ સંચાલકો, વરિષ્ઠ સંતો, જાહેર જીવનના નાગરિકો, સંગઠનોના પદાધિકારીઓ લગાતાર દિવસ દરમિયાન શુભેચ્છા આપવા લાંબી કતારોમાં ઉપસ્થિત રહ્યા હતા.
સૂરતમાં જનશક્તિના વિકાસ માટેના વિરાટ સમર્થનને આવકારતા મુખ્ય મંત્રીશ્રીએ સૂરત શહેરમાં આધુનિક વિકાસના નવા પ્રોજેક્ટ માટે રૂ.ર૧૦૦ કરોડની જાહેરાત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની રાજનીતિએ જનતા જનાર્દનના સમર્થનની જે મિશાલ ઊભી કરી છે તેને દેશના રાજકીય પંડિતોએ વિશ્લેષણ કરવું પડશે કે આ જનતાના ઉપવાસો શા માટે ? ગુજરાત કોઇને છેડતું નથી પણ છેડે તો કોઇને છોડતું પણ નથી, જે ગુજરાતની જનતાનો મિજાજ છે. ડગલે ને પગલે ગુજરાતને બદનામ કરવું, બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી ગુજરાતના જાહેર જીવન, સરકારને બદનામ કરવી તે ગુજરાત સાંખી લેતું નથી. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની જનતા ગુજરાત ઉપરના જુલ્મોને ક્યારેય સ્વીકારતી નથી અને જુલ્મો કરનારને લોકશાહી માર્ગે જવાબ આપી દે છે એ હકીકત સદ્ભાવના મિશનના કાર્યક્રમથી ગુજરાતની જનતાએ પુરવાર કરી છે.
મુખ્ય મંત્રીશ્રીએ ચેતવણી આપી હતી કે, હિન્દુસ્તાનમાં પથરાયેલી ગુજરાત વિરોધી જમાત અને તેના ઠેકેદારોએ આ વાત સમજી લેવાની જરૂર છે કે, ગુજરાતની સદ્ભાવનાની તાકાતને ઓછી આંકશો નહીં, ગુજરાતને બેહાલ કરવાના પેંતરાનો જવાબ ગુજરાતની જનતાના આક્રોશ સદ્ભાવના મિશનના ઉપવાસની પાછળનું સાચું કારણ છે. આ સદ્ભાવના એકતા, શાંતિ અને ભાઇચારાની જડીબૂટૃીએ ગુજરાતના વિકાસને સિદ્ધહસ્ત કર્યો અને કોમવાદ, જાતિવાદ, ભાગલાવાદથી બહાર નીકળીને વિકાસની ઊંચાઇ દુનિયાને બતાવી છે.
હિન્દુસ્તાન પણ આ સદ્ભાવનાની શક્તિથી જ તાકાતવાન બનશે, વિકાસ કરી શકશે એ જ આ સદ્ભાવના મિશનનો ઉદૃેશ છે એમ તેમણે જણાવ્યું હતું.
મને મારા અત્યાર સુધીના બાર ઉપવાસના તપમાં લાખો લોકોની સદ્ભાવનાના ઉમળકાથી હાથ મિલાવવાનું સદ્ભાગ્ય મળ્યું એમાંથી જ ગુજરાતની વિકાસ માટેની સેવા કરવાનું મને બળ મળ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
સૂરતને લઘુભારત તરીકે ઓળખાવતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સૂરતમાં સદ્ભાવનાની શક્તિએ જ ભારતના વિવિધ પ્રાંતોના લોકોને ભાઇચારાથી આવકાર્યા છે.
છેલ્લા એક દાયકામાં ગુજરાતમાંથી હુલ્લડો, ચક્કાબાજી, કરફયૂ, હિંસા બધા દૂર થઇ ગયા. ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી છે એનું કારણ જ આ સદ્ભાવના, એકતાની તાકાત છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ સદ્ભાવના મિશનથી રાજકારણના આટાપાટા અને વોટબેન્કની રાજનીતિ ખેલવાની પળોજણ કરવી નથી, પરંતુ મારાને બદલે સારાના, ગુજરાતના ભલા માટે સદ્ભાવનાના માર્ગે હિન્દુસ્તાનને આવવું પડે એવું વાતાવરણ સર્જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. કયાં સુધી વેર-ઝેર, કોમવાદ, જાતિવાદના ઝઘડાથી સમાજને કુસંપમાં રાખીને વોટબેન્કની રાજનીતિ કરશો ? અમારી મથામણ સૌને વિકાસમાં જોડવાની, સૌને સાથે લઇને ગુજરાતને દુનિયાની સમૃદ્ધ શક્તિરૂપે પ્રસ્થાપિત કરવું છે એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. વિકાસ તમારો રસ્તો જ નથી, એટલે સદ્ભાવના મિશનની તાકાત સમજાશે જ નહીં એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસનો સી-કેપિટલ જ કરપ્શન છે. ભ્રષ્ટાચારથી રગેરગમાં ડૂબેલી કોંગ્રેસ પાસે સદ્ભાવનાની શક્તિ, એકતા, સંપની આશા કઇ રીતે રાખી શકાય ? એવા વેધક પ્રશ્નો સાથે તેમણે વિકાસ માટેના મંત્રને સાકાર કરવા, જનતા જનાર્દનના સત્યના સામર્થ્યને ગુજરાતને બદનામ કરનારાને જવાબ આપવાનો આ તપ-યજ્ઞ છે એમ તેમણે જણાવ્યું હતું.
સદ્ભાવના મિશન સૂરત અનશન નિમિત્તે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી રણજિતભાઇ ગિલીટવાળા, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રફૂલ્લભાઇ પટેલ, શ્રી ઇશ્વરસિંહ પટેલ, મેયર શ્રી રાજુભાઇ દેસાઇ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોસ, ધારાસભ્યો સર્વશ્રી કિશોરભાઇ વાંકાવાલા, નાનુભાઇ વાનાણી, કિરીટભાઇ પટેલ, શ્રીમતી ભારતીબેન રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.કે.દાસ, સૂરત પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાના, જિલ્લા કલેકટર શ્રી એ.જે.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, શહેર/જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ, ઉપવાસીઓ અને સૂરત શહેરના નગરજનો સદ્ભાવના મિશન અનશનમાં ઉપસ્થિત રહ્યા હતા.
સદ્ભાવના મિશન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના ઉપવાસ તપનું જિલ્લા અભિયાન : સૂરત
લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માની મુખ્યમંત્રીને દિલી શુભકામના
સૂરત સપૂત અને લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરતા જણાવ્યું કે, ગુજરાતના સપૂત એવા દ્રઢનિヘયી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સદ્ભાવના મિશન અભિયાનનો ગૂઢાર્થ વિશાળ ફલક પર નિહાળવાની નિતાંત આવશ્યકતા છે. તેમણે સદ્ભાવના શબ્દનો વ્યાપક અર્થ સમજાવતા કહ્યું હતું કે, સદ્ભાવના સદ્ અસદ્, મંગલ અમંગલ, શુભ અશુભ વચ્ચે ઘેરાયેલી છે. અંતે તો સદ્નો જ વિજય નિヘતિ છે. તેમણે આપણું શુધ્ધ આચરણ એ જ આપણો મર્મ હોવાનું કહ્યું હતું.
તેમણે સૂરતની નગરી માટે તેમને અભિમાન, ગૌરવ હોવાનું જણાવી સ્વરચિત કાવ્યમાં કહ્યું હતું કે, આમ તો છે એક ભીના ભીના સ્થળનું નામ સૂરત, આંખ છે તાપી નદી, એના જળનું નામ છે સૂરત, જન્મથી સદીઓથી મારા અન્નજળનું નામ સૂરત, મારા લોહીમાં ભળેલી પળનું નામ સૂરત !
તેમણે સૂરત પ્રત્યે પોતાના પ્રેમનું ઉદાહરણ આપતા ૧૯૯૦-૯૧માં સૂરતમાં સર્જાયેલી આપત્તિઓમાં લાખો માણસો હિજરત કરી ગયા હતા. તે સમયે તેમણે સૂરત છોડનારો હું છેલ્લો માણસ હોઇશ તેમ કહ્યું હતું.
તેમણે કવિ નર્મદને ભાવાંજલી અર્પી, તેમના પરિચિત પ્રતીકોનો ઉલ્લેખ કરી ‘પાઘડી રાતી, પાસ પુસ્તક, તર્જની લમણે ધરલી લાગણી' નામે મુલકના ક્ષેત્રફળનું નામ સૂરત, એમ જણાવી કહ્યું હતું કે, ગુજરાત દેશ વિશેની ચિંતન કલાની લાગણી, દેશાભિમાન ગુજરાતી ભાષાના નામે મૂલ્યવાન નામ એટલે સૂરત.
સદ્ભાવના મિશન, સૂરતમાં ૧ર૧ વિકલાંગ બાળકો ઉપવાસમાં જોડાયા
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સદ્ભાવના મિશનના એક દિવસીય ઉપવાસમાં શહેરની ધો-૧થી ૧રની વિકલાંગ શાળાના ૧ર૧ વિદ્યાર્થીઓએ ઉપવાસ કરી સદ્ભાવના વ્યક્ત કરી હતી. સૂરતના ઉમરા ખાતે આવેલી ડીસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના વિકલાંગ શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સંકુલના બાંધકામ માટે ફાળવેલી જમીનના કારણે સંકુલનું નિર્માણ થયું છે. જેની સદ્ભાવના વ્યક્ત કરવા બાળકો મુખ્યમંત્રીશ્રી સાથે એક દિવસના ઉપવાસમાં જોડાયા હતા. આ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને પદ્મ શ્રી પુરસ્કૃત કનુભાઇ ટેલરની રાહબર હેઠળ ચાલતી શાળામાં વિકલાંગ બાળકોને નિવાસીય અને ભોજન સહિતની શિક્ષણ સુધીની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
‘‘સદ્ભાવના મારી દૃષ્ટિ''એ પુસ્તિકાનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન
સુરતઃ રવિવારઃ નર્મદનગરી ખાતે યોજાયેલા સદ્ભાવના મિશન કાર્યક્રમ દરમિયાન ૩૭ જેટલા લેખકોના સદ્ભાવના વિષય પર પ્રગટ કરેલા વિચારોનો સંપુટ ‘‘સદ્ભાવના મારી દૃષ્ટિએ'' નું વિમોચન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. ડૉ. દક્ષેશ ઠાકર અને ડૉ. મુકુલ ચોકસી સંપાદિત પુસ્તિકામાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા, કથાકાર શ્રી મોરારીબાપુ, ડૉ. રઇશ મણિયાર સહિત નામાંકિત લેખકોએ સદ્ભાવના શબ્દને ઓળખને અંકિત કરી છે. સંપુટમાં સદ્ભાવના એટલે રામરાજ્યનું પ્રથમ ચરણ, એવા સંખ્યાબંધ ઉદાહરણો દૃષ્ટાંત સાથે અપાયા છે. એકવાર વાંચી જઇએ તો માનવજીવન બદલાવનું નવું સોપાન ઉમેરાશે.
સૂરતના સદ્ભાવના મિશનમાં દિલ્હીનો લાલ કિલ્લો
સુરતઃ રવિવારઃ કલાકારની કલ્પના અશકયને પણ શકય બનાવી શકે તેની પ્રતીતિ સુરતના સદ્ભાવના મિશનમાં કલાકારો શ્રી ઇકબાલ કુરેશી અને અયાઝ કાદરીએ ઉપવાસી મુખ્ય મંત્રીશ્રીને આપેલી અદ્ભુત ભેટ દ્વારા કરાવી. આ કલાકારોએ એક પખવાડિયાની રાતદિવસની મહેનતથી કંડારેલી દિલ્હીના લાલ કિલ્લાની વિશાળ પ્રતિકૃતિ મુખ્યમંત્રીશ્રીને ભેટરૂપે અર્પણ કરી. આ ભેટ જોઇને મુખ્યમંત્રીશ્રીના ચહેરા પર પણ પ્રસન્નતા ઝલકતી જોવા મળી હતી.
સદ્ભાવના મિશન બન્યું સંઘપ્રદેશના મિલનનું મિશન
સુરતઃ રવિવારઃ ગુજરાતનું આર્થિક પાટનગર, ડાયમંડ નગરી, ઔદ્યોગિક અને વિકાસની નગરીની ખ્યાતિમાં આજે એક ઔર ઉમેરો થયો હતો. વીર નર્મદ નગરી મધ્યે યોજાયેલા સદ્ભાવના મિશનમાં વિવિધ પ્રાંતમાંથી સૂરતને કર્મભૂમિ બનાવી વસેલા લોકોએ પોતાની આગવી ઓળખ સાથે મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છા પાઠવી એકતા, ભાઇચારાની સદ્ભાવના વ્યક્ત કરી હતી. પ્રતિવર્ષ શિયાળામાં રોજગારી અર્થે સ્વૅટર વેચવા આવતા સમાજે પણ ગુજરાતમાં શાંતિ, ભાઇચારાની સદ્ભાવના વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત બિહાર, પંજાબ, ઝારખંડ, તામિલનાડુ, કર્ણાટક, કેરળના અને સૂરતમાં વસતા સમાજે ભાતીગળ પહેરવેશ અને આગવી સંસ્કૃતિની ઓળખ સાથે મુખ્યમંત્રીશ્રી પ્રતિ સદ્ભાવના વ્યકત કરી હતી.
સદ્ભાવના મિશન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના તપનું જિલ્લા અભિયાન સૂરત
સદ્ભાવના સાધક મુખ્યમંત્રીશ્રીનો પવિત્ર અને આરોગ્યપ્રદ શંખધ્વનિનાદ વચ્ચે ૨૮ રાજ્યોની સંસ્કૃતિક પરંપરાગત સત્કાર
સદ્ભાવના મિશન સૂરતના મંગળ પ્રારંભની સાથે સાથે..
સદ્ભાવના અણનમ સાધક મુખ્યમંત્રીશ્રીનું સૂરત મિશનના સ્થળે આગમન થયું ત્યારે દેશની એકમાત્ર શંખધ્વનિ કલબના સદસ્યોએ પવિત્ર અને આરોગ્યપ્રદ શંખનાદ દ્વારા અને દેશના ૨૮ રાજ્યોના સૂરતવાસીઓએ સંસ્કૃતિક પરંપરા પ્રમાણે ભાવભીનો સત્કાર કર્યો.
કેરળના દેવનૃત્ય તૈયમના નૃત્યકારોએ ચડંગ વાદ્યનો પવિત્ર નાદ રેલાવીને તેમને સત્કાર્યા
શાંતિપાઠ અને બાપુના વૈષ્ણવજનના ગીત ગુંજનથી સૌનો સાથ, સૌનો વિકાસની અનુભૂતિ કરાવતો સદ્ભાવના મિશનનો મંગળ પ્રારંભ
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, બૌદ્ધ, જૈન, પારસી સહિત સર્વ ધર્મના ધર્મગુરુઓએ શાંતિ પ્રાર્થના કરી અને મિશનને શુભેચ્છાઓ પાઠવી પ્રદર્શનની મુલાકાત દરમિયાન પોલીસ અશ્વદળે સલામી આપી હતી.
તુલસી કયારા, બીલી કયારા, પવિત્ર જવારા કળશો અને શ્રીફળ કુંભો દ્વારા બહેનોએ તેમને આવકાર્યા.
ભારતના સર્વપ્રથમ કર્નલ નીલા પંડિતે સલામી દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું.
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ સૂતરની આંટી અર્પણ કરીને મુખ્યમંત્રીશ્રીનું ભાવસભર અભિવાદન કર્યું. બાર એસોસીયેશનના સદસ્ય ધારાશાષાીઓએ તેમને સત્કાર્યા.
કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાના આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય રમત મહોત્સવોમાં રમી ચૂકેલા સેંકડો ચંદ્રકોના વિજેતા અંશુલ કોઠારી, પૂજા ચૌરસિયા સહિતના રમતવીરોએ ખેલ મહાકુંભના પ્રેરણાદાતા મુખ્યમંત્રીશ્રીને વધાવ્યા.
સૂરતના મહાજનો, મંડળ, સંસ્થાઓના પદાધિકારીઓએ સદ્ભાવનાસભર શુભેચ્છાઓ પાઠવી.
ગુજરાતના જાણીતા રચનાકારોના ૩૭ સદ્ભાવના લેખોનો ‘ગ્રંથસ્થ', ડૉ.મુકુલ ચોકસી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર સંપાદિત સંપુટનુ મુખ્યમંત્રીશ્રીએ કર્યું વિમોચન.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સદ્ભાવનાનો શુભ સંદેશ આપતા સૂત્રો લખેલું ૬૫૦ ફૂટનું લાંબુલચક બેનર પ્રદર્શિત કર્યું હતું.
પોતે બોજો ઉપાડીને લોકોને ભારમુકત રાખનારા સૂરત રેલવે સ્ટેશનના ૧૫૦ શ્રમયોગી કુલીભાઇઓએ પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું. નેપાળવાસીઓ પણ તેમાં જોડાયા. સાધના રાવના સંકલનથી દેશના ૨૮ જેટલા રાજ્યોના અને સુરતમાં વસતા નાગરિકોએ હૃદયના ભાવથી અનશનધારક મુખ્યમંત્રીશ્રીને દિલના ઉમળકાથી વધાવી લીધા.
શહેરના કલાકુંજ સ્વામીનારાયણ મંદિરના ૩૫૦૦ સ્વયંસેવકોએ મુખ્યમંત્રીશ્રીએ સદ્ભાવના મિશનની શુભેચ્છાઓ પાઠવી હતી.
સદ્ભાવના અનશન મિશન નિમિત્તે ૩૦૦૦ ભૂખ્યાંને આગલા દિવસે સદ્ભાવના ભોજન.
૨૦૦૦ રાજસ્થાની નાગરિકો કેસરી સાફા બાંધીને સદ્ભાવના ઉપવાસમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી.
ચાઇનામાં અટકાયત કરાયેલા મુકત થયેલા બંધકો અને પરિવારજનોની શુભેચ્છા ઉપસ્થિતિ.
સદ્ભાવના મિશન અનસનમાં વિકલાંગો પણ વ્હીલચેરમાં બિરાજી પોતાના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રીએ નિહાળવા આવ્યા હતા.
વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારતમાતા સમક્ષ દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું. શંખનાદથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને પાવનમય બન્યું હતું.
સદ્ભાવના મિશન પ્રસંગે સર્વધર્મ પ્રાર્થનામાં શાષાીશ્રી બકુલભાઇએ વૈદિક મંત્રોચ્ચાર, ઇસ્લામ ધર્મના મૌલાના મહંમદ મોસીન સાહેબ, શીખ ધર્મના ગુરુશ્રી અમરસિંહએ ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુશ્રી હીરાલાલ બૌદ્ધ ધર્મના ગુરુ જૈન ધર્મના મહારાજ ભુવન હર્ષજીએ તથા પારસી ધર્મના દસ્તુરજીએ ગુજરાતના વિકાસ સાથે દેશના વિકાસ માટે સર્વધર્મ પ્રાર્થનાઓ કરી.
૭૮૦ સામાજિક સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, મહિલા યુવક મંડળો, સિનિયર સિટીઝન, સિંધિ એસોસિયેશન, કારગીલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, વિવિધ સમાજો, કચ્છ-સૌરાષ્ટ્ર સમાજ, સખી મંડળો, શાળાઓના છાત્રો, દેશના શૌર્યવીર એવા માજી સૈનિકો દ્વારા પુષ્પગુચ્છ માળાઓ અને સાલ અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર અભિવાદન કર્યું હતું.
બક્ષીપંચના યુવાનો દ્વારા વંદેમાતરમ્ અને ભારત માતાકી જયના નારા સાથે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન.
સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના રાષ્ટ્રસુકત ગાનાર બટુકોએ સંપૂર્ણ ભારતીય પરિવેશમાં પિતાંબરી ખેસ ખભે નાખી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
શાંતિદૂત મહિલા મંડળ અને લક્ષ્મી સખીમંડળ દ્વારા વિશાળ ત્રિરંગાનું મુખ્યમંચ પરથી નિદર્શન.
વિવિધ જ્ઞાતિ સમૂહોના ૪૮૦ જેટલા મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીનું સદભાવી ઉષ્માસભર અભિવાદન કર્યું હતું.
સૂરત ડાયમન્ડ ઉદ્યોગના માંધાતાશ્રી સેવંતીલાલ શાહ, ગોવિંદભાઇ ધોળકિયા તથા મથુરભાઇ સવાણીએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું અભિવાદન કર્યું.
સરસ્વતીપુત્ર સાક્ષર અને તાપી મૈયાનો ખોળો ખુંદનાર સારસ્વતશ્રી ભગવતીપ્રસાદ શર્માએ મનનીય અને પ્રેરણાદાયી પ્રવચન કર્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓએ ૧૨૫૦૦ જેટલા પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીશ્રીને શુભકામનાઓ પાઠવી હતી.
૭૦૦ સંસ્થાના અગ્રણીઓ, ૧૫૦ જેટલા મેડલ મેળવનાર રમતવીરો, ૫૦૦ રિક્ષા ચાલકો, માલધારી સમાજના ૧૦, માછીમારી સમાજના ૧૦૦, ૫૭૦ જેટલા વિવિધ ગ્રૂપો, ૫૦૦ તબીબો અને ૫૦૦ જેટલા એન.સી.સી. કેડેટોએ મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી આશીર્વાદ મેળવ્યા હતા.
મહાત્મા અને ભારતમાતાની વેશભૂષામાં સજ્જ બાળક-બાળકી આકર્ષણનું કેન્દ્ર બન્યાં.
મુખ્યમંત્રીશ્રીને પદ્મશ્રી કનુભાઇ ટેલરે સન્માનતા ઉપવાસ કરતા સદ્ભાવના મિશનમાં સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રીશ્રીને વીસ જેટલા રીટાયર્ડ લશ્કરી અધિકારીઓ/ જવાનોએ પોતાના મેડલ લગાડી સન્માન્યા હતા.
નેપાળ સહિત ૨૮ જેટલા પ્રાંતના કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણીનિધિમાં લાખોના દાનનો ધોધ દાતાઓને ચેક દ્વારા વહેવડાવ્યો હતો.
ઉત્તર ગુજરાતના સર્વાજ્ઞાતિય પ્રગતિમંડળ, રબારી સમાજ, કેમિસ્ટ એસોસીએશનના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ, રાજસ્થાન સમાજ, અગ્રવાલ સમાજ સહિતના વિવિધ સમાજના લોકોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
કેરળથી અત્રે વસતા કેરાલિયન ભાઇઓના ગ્રૂપે કથ્થકલી નૃત્યની ઝલક રજૂ કરી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન સન્માન કર્યું.
મા સદૈવ હ્દયમાં જીવે છે ! મા નું મરણ શકય નથીઃ- શ્રી ભાગ્યેશ જહા
ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘જે રાહ જુએ છે તે મા' અને ‘કેફિયત' પુસ્તકનું લોકાર્પણ
અમદાવાદઃરવિવારઃ સાહિત્ય જગતમાં લેખનમા પગરણનો પ્રારંભ કરતા લેખક શ્રી અશોકભાઇ દામાણી લિખિત બે સંસ્મરણાત્મક પુસ્તક ‘જે રાહ જુએ તે મા' અને ‘કેફિયત' નો લોકાર્પણ સમારોહ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાયો હતો.
સમારોહના અતિથિ વિશેષપદેથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવશ્રી અને સાહિત્યકારશ્રી ભાગ્યેશભાઇ જહાએ કલા રસિકોને જણાવ્યું હતું કે, આધુનિકયુગમાં પત્રો પર પૂર્ણવિરામ મુકાયું છે ત્યારે સંસ્મરણાત્મક પત્ર વ્યવહારના પુસ્તકો લખવા એ મોટુ અભિનંદનીય સાહસ છે લેખકે ‘જે રાહ જુએ તે મા' માં સ્વર્ગમાં ગયેલી મા સાથેના શબ્દાતિત સંવાદને સાથે સફળતાથી પાર પાડયો છે. કર્મયોગી અશોકભાઇએ કેફિયત માં લેખકની પરકાયા પ્રવેશની અનૂભૂતિને સુપેરે રજુ કરી છે.
આ પ્રસંગે શ્રી ભાગ્યેશભાઇ જહાએ પુસ્તકોનો રસાસ્વાદ કરાવતાં પોતાના ‘‘મા'' વિશેના કાવ્યને રજૂ કરતા જણાવ્યું હતું કે, મા સદૈવ હ્વદયમાં જીવે છે મા ક્યારેય મરે જ નહિ !
ગુજરાતી ગઝલના ગાલિબ ‘ઇર્શાદ' ચિનુભાઇ મોદીએ પ્રાસંગિક વકતવ્યમાં, મા ના વ્હાલ, વેદના, સંવેદનાની વાતો મા માટેની લાગણીઓને રજૂ કરતી રચનાઓ દ્વારા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રેમમાં રાહ જોનાર નફરત અનુભવે છે પરંતુ માત્ર ‘‘મા'' જ રાહ જોવામાં દરિયાદિલી રાખે છે.
વિનોદવૃતિના ધોધસમા હાસ્ય લેખક શ્રી વિનોદભાઇ ભટ્ટે સાહિત્ય રસિકોને હાસ્યની છોળોમાં ભીંજવીને પુસ્તક સંદર્ભે સૌને રસભીના કર્યા હતા.
લેખકશ્રી અશોકભાઇ દામાણીએ પોતે બાસઠ વર્ષની વયે લખેલા સંસ્મરણાત્મક પુસ્તકો વિશે જણાવ્યું હતું કે, ‘‘મા''ની લૌકિક વિદાયબાદ મા વિનાના સૂના ઘરમાં હ્દયની લાગણીનો ધોધ વહે છે ત્યારે રચાએલા આ પુસ્તકોથી રસિક વાચકો મા ની ભાવનાત્મક લાગણીઓમાં ડૂબશે.
સમારોહમાં લોકાર્પિત બંને પુસ્તકોનો રસાસ્વાદ સર્વશ્રી પરેશભાઇ નાયક, ભરતભાઇ ઠકકર અને જીગીષાબેન ત્રિવેદીએ નાટયાત્મક શૈલીમાં રજૂ કર્યો હતો. જેને રામ નારાયણ વિશ્વનાથ પાાઠક હોલમાં બેઠેલા સાહિત્ય રસિકોએ મનભરી માણ્યો હતો.
ગુરુવાર, 15 ડિસેમ્બર, 2011
ચિદમ્બરમ પર પદનો દુરૂપયોગનો આરોપ, રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત
ચિદમ્બરમ પર પદનો દુરૂપયોગનો આરોપ, રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત:
દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમ કોન્ફલિક્ટ ઓફ ઇંટરેસ્ટના આરોપોને લઇને વિપક્ષના નિશાના પર છે. એક ન્યુઝચેનલમાં બતાવવામાં આવેલા સમાચાર બાદ બીજેપી
રવિવાર, 27 નવેમ્બર, 2011
શુક્રવાર, 25 નવેમ્બર, 2011
૭૮૬ નું પેશન, ઊભું કર્યું અનોખું કલેક્શન
પાલડી વિસ્તારમાં રહેતા દિનેશભાઇને ૭૮૬ નંબર સાથેનો લગાવ છેલ્લા ૧૦ વર્ષથી છે અને તેઓ ત્યારથી વિવિધ રકમની નોટનું કલેક્શન કરતા રહે છે. હાલમાં તેમની પાસે ૭૮૬ નંબરની ૭૭૦૦ રૂપિયાની વિવિધ રકમની નોટ છે. તેઓને દસ વર્ષ પહેલા જ્યારે ૭૮૬ નંબરની ૧૦૦ રૂપિયાની નોટ મળી ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો અને પોતાની હોબી બનાવી લીધી.
તેઓ પાસે જ્યારે પણ કોઇ નોટ આવે ત્યારે તેઓ સૌથી પહેલા નોટના નંબર પર એક નજર નાખી લે છે. કંપનીના કર્મચારીઓના પગાર માટે તેઓ બેન્કમાંથી જે રકમ લાવે તેમાં પણ તેઓ સૌથી પહેલા ૭૮૬ નંબરની નોટ શોધતા હોય છે. પોતાના આ કલેક્શન ને તેઓ હમેશા લોકરમાં રાખે છે અને તેની નોંધ ડાયરીમાં કરે છે. પોતાના આ કલેક્શન માંથી કોઇને પણ તેઓ નોટ આપતા નથી કે બતાવતા નથી હા તેમને કોઇ નોટ મળે એટલે તેમાં જરૂર ઉમેરો કરે છે.
ગુરુવાર, 24 નવેમ્બર, 2011
શનિવાર, 5 નવેમ્બર, 2011
બેન્કોએ બચતખાતાંની પાસબુક આપવી ફરજિયાત : RBI
બેન્કોએ બચતખાતાંની પાસબુક આપવી ફરજિયાત : RBI:
સેવિંગ્સ એકાઉન્ટ (બચતખાતું) ધરાવતા તમામ ખાતેદારોને કોઈ પણ ચાર્જિસ વિના પાસબુક ફેસિલિટી પૂરી પાડવા રિઝર્વ બેન્કે આજે તમામ બેન્કોને નિર્દેશ કર્યો છે.
એ ટૂ ઝેડ ગુજરાત દ્વારા તાજેતર માં પ. પૂ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાથે એક નાની એવી શુભેછા મુલાકાત ગોઠવેલ હતી. જે પ્રસંગે પ. પૂ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ એ ટૂ ઝેડ ગુજરાત વાચી ને પ્રશંશા કરી હતી અને એ ટૂ ઝેડ ગુજરાત ને પ્રગતિ તેમજ સફળતા માટે આશીર્વચન આપેલ હતા આ તસ્વીર માં પ. પૂ ભાઈ શ્રી ના આશીર્વચન મેળવતા એ ટૂ ઝેડ ગુજરાત ના તંત્રી અતુલભાઈ ચોટાઈ નજરે પડે છે
ગુજરાતી સાહિત્ય ને માણવા માટે ની એક મસ્ત સાઈટ જરૂર જોજો અને બીજા ને પણ દેખાડજો
ગુજરાતી સાહિત્ય ને માણવા માટે ની એક મસ્ત સાઈટ
જરૂર જોજો અને બીજા ને પણ દેખાડજો
http://gujnatak.blogspot.com
દોસ્તો આપને ઘણા બધા મેઈલ ને ફોરવર્ડ કરીએ છીએ તો ગુજરાતી સાહિત્ય માટે ની આ મેઈલ ને તો ફોરવર્ડ કરવો જ પડે ને ..
જરૂર જોજો અને બીજા ને પણ દેખાડજો
http://gujnatak.blogspot.com
દોસ્તો આપને ઘણા બધા મેઈલ ને ફોરવર્ડ કરીએ છીએ તો ગુજરાતી સાહિત્ય માટે ની આ મેઈલ ને તો ફોરવર્ડ કરવો જ પડે ને ..
બુધવાર, 2 નવેમ્બર, 2011
કૃષિ વીજદરમાં ૩૦૦ ટકાના વધારાને હળહળતું જૂઠ્ઠાણું ગણાવતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી
કૃષિ વીજદરમાં ૩૦૦ ટકાના વધારાને હળહળતું જૂઠ્ઠાણું ગણાવતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી
હકિકતમાં ગુજરાત વીજ નિયમન પંચે નકકી કરેલા દર કરતા પણ પ૦ ટકા ઓછા દરે ખેડૂતોને વીજળી અપાય છે
કેન્દ્રની યુપીએ સરકારની અવિચારી નીતિના કારણે છેલ્લા પાંચ વર્ષમાં વીજ ઉત્પાદન ખર્ચમાં રૂા. ૪૨૮૬ કરોડનો બોજ પડયો છે
રાજ્ય સરકારે તો ખેડૂતોને સસ્તી વીજળી મળે તે માટે વીજ કંપનીઓને રૂા. ૭પપ૦ કરોડની સબસીડી ચૂકવી
ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ""કૃષિ વીજદર માં ૩૦૦ ટકાનો વધારો ઝિંકાયો'' શિર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલોને સરાસર ખોટા અને સત્ય વિહોણા તથા માત્ર રાજકીય ઇરાદા પ્રેરિત ગણાવ્યા છે. ઊર્જા મંત્રીશ્રીએ આ અહેવાલમાં અપાયેલી વિગતોને વિસંગત ગણાવતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હકિકતમાં તો રાજ્યમાં વીજ નિયમન પંચે જાહેર કરેલા વીજદર કરતાં અડધો અડધ એટલે કે પ૦ ટકાથી પણ ઓછા વીજ દરે ખેડૂતોને વીજળી અપાય છે.
શ્રી સૌરભભાઇ પટેલે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે, વાસ્તવમાં તો છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રની યુ.પી.એ. સરકાર દ્વારા અવારનવાર કોલસા, ગેસ અને રેલ્વે ભાડામાં વધારો ઝિંકતાં વીજ ઉત્પાદન ખર્ચમાં રૂા. ૪ર૮૬ કરોડનો વધારો થવા પામ્યો છે તેમ છતાં તેનું કોઇ ભારણ ખેડૂતો ઉપર આ સરકારે પડવા દીધું નથી.
રાજ્યમાં વીજ ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વીજગ્રાહકો પાસેથી વસુલ કરવાની વીજ નિયમન પંચની નિતી હોવા છતાં કિસાનોના હિતના હૈયે રાખીને રાજ્ય સરકારે તેનું ભારણ ખેડૂતો ઉપર ન પડવા દેતા છેલ્લા ત્રણ વર્ષમાં વીજ કંપનીઓને રૂા. ૭પપ૦ કરોડ સબસિડી તરીકે ચૂકવ્યા છે.
શ્રી સૌરભભાઇ પટેલે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્તમાન સરકાર હંમેશા કૃષિ હિતકારી નિર્ણયો અને પગલાંઓને વરેલી રહી છે, તેથી રાજ્યમાં હોર્સપાવર આધારિત વીજ દર ભરતા કિસાનો પાસેથી ૭.પ હોર્સ પાવરના વપરાશ સુધી પ્રતિવર્ષ રૂ. ૬૬પ પ્રતિ હોર્સપાવર પ્રમાણે તથા ૭.પ હોર્સ પાવરથી વધુ હોર્સ પાવરના વપરાશકાર ખેડૂતોને રૂા.૮૦૭.પ૦ પ્રતિવર્ષ/પ્રતિહોર્સપાવરના દરે રાજ્ય સરકાર વીજળી આપે છે જેના દર ગુજરાત વીજ નિયમન પંચે પ્રતિ હોર્સપાવર/પ્રતિવર્ષ રૂા. ૧૯૨૦ ના જાહેર કરેલા છે. આમ, વીજ નિયમન પંચના દર કરતાં પણ પ૦ ટકા જેટલા ઓછા વીજ દરે ખેડૂતોને વિજળી આપીને બાકીની રકમ રાજ્ય સરકાર વીજ કંપનીઓને સબસીડી પેટે ચૂકવે છે, જે રૂા. ૭પપ૦ કરોડ જેટલી થવા જાય છે.
કિસાન હિતકારી નીતિને વરેલી આ સરકાર સબસીડીનો મોટો બોજ વહન કરીને પણ ખેડૂતોને પોષાય તેવા વીજ દર વસુલ કરી રહી હોય ત્યારે માત્ર રાજકીય જુઠ્ઠાણા ફેલાવીને ખેડૂતોના હામી હોવાના દાવા કરતા આવા અખબારી નિવેદનો ખેડૂતો સમાજની આંખમાં ધૂળ નાંખવા સમાન છે પણ ખેડૂતો તેનાથી ગેરમાર્ગે દોરાવાના નથી તેમ ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કૃષિક્ષેત્રે દેશના માર્ગદર્શક બની ડબલ ડિઝીટ કૃષિ વિકાસ દર મેળવનારા ગુજરાત જેવા વિકાસને વરેલા રાજ્યના કિસાનોને ગેરમાર્ગે દોરી આંદોલનના એલાનો આપતા અને રાજકીય રોટલા શેકવા માગતા નિવેદનજીવી નેતાઓની ભ્રમજાળમાં ફસાવાથી સચેત રહેવા પણ રાજ્યના ધરતીપૂત્રોને અનુરોધ કર્યો છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)















