અનુયાયીઓ

ગુરુવાર, 11 સપ્ટેમ્બર, 2014

DIPDO KED

પિતૃઓના મોક્ષ માટે શ્રેષ્‍ઠ તિર્થ

ભાટીયા નજીક પીંડતારક ક્ષેત્ર પીંડારા પિતૃઓના મોક્ષ માટે શ્રેષ્‍ઠ તિર્થ

આલેખનઃ નેહુલ લાલ - ભાટીયા

ભાટીયા, તા. ૧૦ :. અતિ પુરાણુ ક્ષેત્ર એક તિર્થસ્‍થાન તરીકે જેનો
પુરાણોમાં ઉલ્લેખ છે. તેમજ જ્‍યાં શ્રીકૃષ્‍ણ પરમાત્‍માના રાજ્‍યમાં
સમયમાં તેમજ તે પહેલાનાથી આજ સુધી અહીં પિતૃના મોક્ષ માટે અહીંના કુંડમાં
પીંડ તારાવા આવે છે મહાભારતના યુદ્ધ પછી મૃતાત્‍માઓના મોક્ષ માટે
હરિવંશપુરણમાં લાખ્‍યા મુજબ લોઢાના પીંડ તારવ્‍યા હતા ભગવાન શ્રી કૃષ્‍ણ
તથા યાદવોના સમયનું મહાતીર્થ
સ્‍થાન છે. આ તીર્થસ્‍થાને આસપાસ જૂના આશ્રમોના અવશેષો છે કહે છે કે આ
આશ્રમો મહામુની દુર્વાસા તથા અગસ્‍તમુનીના આશ્રમોની પુરાણી જગ્‍યા છે વળી
યાદવો દરીયા કિનારે મલ્લકુસ્‍તી કરવા આવતા તે યાદવ સેનાની સ્‍કૂલોનું
સ્‍થાન પણ સમુદ્ર કિનારે છે વળી આ સ્‍થળે જન્‍મ સમયમાં કોઈપણ શાપિત
ગ્રહયોગ જેવા કે કાલસર્પયોગ, રહં, ગુરૂ, ચાંડાલયોગ, ચંદ્ર રહું કે
સૂર્યગ્રહણયોગ જેવા અને તેથી
થતા અનિસ્‍ટાન નિવારવા માટે આ મહાકુંડ તથા પીંડતારક ક્ષેત્રમાં કરેલા
તર્પણ વિધિ વિગેરે શુભફળદાયક પુરાણોમાં કહી છે. આ પીંડતાર ક્ષેત્રનો
મહિમા અતિ વિશેષ હોવાના કારણો અનેક છે અહીંથી સમુદ્રમાં અસરે ૪ કિ.મી.
દૂર જૂના સમયનો એક તાંબાનો કુંડ છે જે કોઈ અમાસે સમુદ્રના પાછા પાણી
હઠાતા તેના દર્શન થાય છે, પરંતુ હવે તે સમુદ્રની મધ્‍યે આવી જતા ત્‍યાં
વિધિ થઈ શકે નહિ. આજ સમયના સમુદ્ર
કિનારા પરનો આ પીંડતારાવા માટેનો મહાકુંડ સમયના પ્રવાહમાં જર્જરીત થઈ
સમુદ્રના મોજાઓથી ખંડિત થયો હતો અને અતિશય દુર્ગંધયુકત પાણીના ભરાવાથી આ
તીર્થરાજની હાલત ખરાબ થવા પામેલ. પરંતુ ઈ.સ. ૨૦૦૫ના સમયે બી.એલ. જોશીએ
અતિ ભારી ખર્ચે જીર્ણોધાર કર્યો છે પહેલા ત્‍યાં માત્ર એક છાપરૂ તથા
અતિપુરાણુ શિવાયલ હતું પરંતુ આજ અહીં મહાકુંડ નવારૂપે બનાવી આપેલ છે તેમજ
લોક શ્રધ્‍ધા તેમજ
ભુદેવોની માંગણીને અનુલક્ષીને લોકો જે મૃતદેહો ત્‍યાં લઈ આવી મહાકુંડને
પ્રદીક્ષણા કરાવે તેવી કુંડની ચારે બાજુ સમુદ્રમાં અસરે ૨૦ કુટ ચારે તરફ
બાંધકામ કરાવી આપેલ છે.

આ સ્‍થળે શાસ્‍ત્રોકતમાં જણાવ્‍યા પ્રમાણે અસ્‍થિ પધરાવી શકાય છે જેનો
મહિમા પ્રાંચી, ચાણોદ, પર્યાગ કર્તા પણ વિશેષ છે પિતૃ તર્પણ માટેનું આ
મહાતીર્થ કહેવાય છે ચૈત્ર માસ, કારતક માસ, માગશર, ભાદરવે તથા શ્રાવણી
અમાસે અહીં મોટી સંખ્‍યામાં લોકો પિતૃ તર્પણ વિધિ હોમ, હવન પીંડતરવા આવે
છે આ પીંડ તારક ક્ષેત્રનો પુરાણો ઉકત મહિમા અતિ વિશેષ છે જે મહિમા અહી
લખવા જતા કાગળો ટૂંકા પડે
જેના માટે તો પુરાણો જોવા પડે હિન્‍દુ ધર્મમાં શ્રાધ્‍ધ વિધિનું આગવું
મહત્‍વ છે. પિતૃઓના આત્‍માના કલ્‍યાણ માટે, પિતૃઓને મોક્ષ મળે તેમજ તેના
ઋણમાંથી મુકત થવા માટે પુત્રો દ્વારા કારતક, ચૈત્ર, ભાદરવાના દિવસો
દરમ્‍યાન શ્રાધ્‍ધ ક્રિયા કરવામાં આવે છે. આ વિધિના મૂળમાં પિતૃઓને યાદ
કરવાની અને તેઓના પ્રત્‍યે આભાર વ્‍યકત કરવાની ભાવના રહેલી છે આપણી
પરંપરામાં પિતૃશ્રાદ્ધ માટે
વિશેષ મહિમા ધરાવતા સ્‍થળો નક્કી કરાયા છે જ્‍યાં શ્રધ્‍ધાળુઓ ભાવપૂર્વક
પિતૃતર્પણ કરીને પિતૃ ઋણમાંથી મુકત થવાના પ્રયાસો કરે છે આપણે ત્‍યાં
પિતૃતર્પણ માટે વિશેષ મહત્‍વ ધરાવતા દેશના વિવિધ સ્‍થળોમાં પીંડતારક
ક્ષેત્ર પીંડારાને શ્રેષ્‍ઠ પિતૃતીર્થ ગણવામાં આવે છે.

સર્વે તીર્થ તરીકે ઓળખાતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ કલ્‍યાણપુર
તાલુકાના ભાટીયા પટે આવેલ આ તીર્થ પીંડતારક ક્ષેત્ર પીંડારા તરીકે આપણા
પાંચ મહાતીર્થમાં ગણના થાય છે. અહીં જૂનો પુરાણો મહાકુંડ અંદર પોતાના
સ્‍વભાવ પ્રમાણે લોખંડના પીંડપિતૃ મોક્ષાર્થે તર્પણ કરેલ અને જે લોખંડના
પીંડ પણ તે સમયે પાણીમાં તરેલ જેથી પિતૃ શ્રાધ્‍ધ કરવાનું સ્‍થળનું આગવુ
મહત્‍વ છે ઉપરાંત
ગુજરાતમાં કચ્‍છ ખાતે નારાયણ સરોવર, પ્રાચી તીર્થ પ્રભાસપાટણ-ત્રિવેણી
સંગમ, નર્મદા કિનારે આવેલું ચણોદ, પાંડવોએ જ્‍યાં તર્પણ કર્યુ હતુ તેવા
કુરૂક્ષેત્રમાં આવેલ સ્‍થમત, પંચક સરોવર સહીત જ્‍યાં જ્‍યાં પૌરાણિક જળ
તીર્થો છે, ત્‍યાં શ્રાધ્‍ધ કરવાનો મહિમા જોવા મળે છે તો કાંચીપુરમને પણ
સર્વતીર્થ સરોવરને કારણે પિતૃશ્રાધ્‍ધ માટેનું તીર્થ ગણવામાં આવે છે.
જ્‍યારે પુરાણોમાં
પિતૃક્ષેત્રના પાંચ વિભાગો શિરક્ષેત્ર તરીકે ગયાજી, નભીક્ષેત્ર તરીકે
વેતરણી, પાદક્ષેત્ર તરીકે પીંડતારક ક્ષેત્ર પીંડારા બ્રહ્મપાલી ક્ષેત્ર
તરીકે બદ્રીનાથ અને માતૃક્ષેત્ર તરીકે સિદ્ધપુરનું મહત્‍વ દર્શાવવામાં
આવ્‍યુ છે કહે છે કે જે પુરૂષ માતૃઋણ માથે રાખીને મૃત્‍યુ પામે છે તેનો
મનુષ્‍ય અવતાર એળે જાય છે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં સરસ્‍વતી નદીને
કિનારે આવેલ અતિ
પ્રાચીન સ્‍થળ બિન્‍દુ સરોવરને માતૃ શ્રાદ્ધની કરવા માટે વિશ્વનુ એક
માત્ર સ્‍થળ ગણવામાં આવે છે.

આ તીર્થ પાછળ સંકળાયેલી કથા અનુસાર પ્રાચીનકાળમાં દુર્વાશા ઋષિ એ આ સ્‍થળ
નજીક તપસ્‍યા કરીને પોતાનો આશ્રમ સ્‍થાપિત કરેલ જેના પુરાણોકત અવશેષો પણ
હાલની તકે પીંડતારકક્ષેત્ર પીંડારા નજીક જોવા મળે છે પીંડતારક ક્ષેત્ર
પીંડારા કે જે સમુદ્ર કિનારે આવેલ છે પરંતુ જુના સમયમાં દરીયાની અંદર
ત્રાંબાનો એક મહાકુંડ કે જે ભીમદેવ દ્વારા સ્‍થાપિત કરાયેલ છે અંદાજે
દોઢેક કિ.મી.
સમુદ્રની અંદર આવેલ આ મહાકુંડના દર્શન ભાદરવા મહિનાની અમાસના દિવસે થાય
છે અને આ જગ્‍યા ઉપર પિતૃઓનું શ્રાધ્‍ધ કરવાનું મહત્‍વ છે એ છે કોઈ
મૃતાત્‍મા અકાળે અવસાન પામેલ હોય મૃતાત્‍મા અકાળે અવસાન પામેલ હોય અને
જેની શ્રાદ્ધવિધિ આ સ્‍થળ ઉપર કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવા
લોકવાયકા છે. દુઃખની વાત એ છે કે આટલુ પુરાત્‍વ સ્‍થળ કે જેનુ પુરાણોમાં
વર્ણન છે તેવા સ્‍થળ
પીંડતારક ક્ષેત્ર પીંડારાની સામે આજ સુધી પુરાત્‍વ ખાતું તેમજ સરકારની
નજરે ચડેલ નથી ત્‍યારે બી.એલ. જોષી ટ્રસ્‍ટે તેમજ સંસ્‍કૃતિને ઉજાગર
કરનારા સમજનારા લોકો દ્વારા તેની જાણવળી કરી રહ્યા છે.

રવિવાર, 17 ઑગસ્ટ, 2014

Shravan Month Weekly Sutra: Living in the Present


>
> Shravan Month
> Weekly Sutra
> Living in the Present
>  
>  Dear Divine Soul KASHYAP JOSHI 
>
>
>
>
>
>
>
>
>  
>
>
>
>
>
>
>   People forget to make the most of the present by thinking of unattained situation
>
>
>
>   
>
> Read more weekly sutras
> Forthcoming Event
>
> Shrimad Bhagavad Gita and Pujya Bhaishri Birthday Celebrations
>
> Date: 26 August to 31 August 2014
>
> Programme: Discourse on Gitaji and gathering of saints including Pujya Karshni Guru Sharananandji Maharaj, Pujya Shri Chidanand Saraswatiji (Pujya Muniji) and diginitaries from various religions.
>
> Time: 4pm to 8pm
>
> Venue: Gujarat University, Convention Centre, Helmet Circle, Drive in Road, Thaltej, Ahmedabad
>
> Contacts: Niranjanbhai Thakker - 09825329727 Vinubhai Patel - 09925125853
> Atulbhai Pandya - 09925077538
>
> This event will be telecast live on Sanskar channel 4pm to 7pm IST
>
>  
>
> Seva Mein Samarpit,
> Sandipani Vidyaniketan
> contactus@sandipani.org
>
>             
>
> Please forward this to an interested friend
>
>
> This message was sent to kkumarjoshi@gmail.com by contactus@sandipani.org
> Unsubscribe | Manage Subscription | Forward Email | Report Abuse
>
>
> Maharshi Sandipani Marg, Raghavav, Opp. Airport, Porbandar, Gujarat 360 578, India
>
> Share this

Janmashtmi Wishes

મંગળવાર, 12 ઑગસ્ટ, 2014

આઇટી રિટર્ન ફાઇલ કરો

આઇટી રિટર્ન ફાઇલ કરવાં છતાંય તમને મળી શકે છે નોટિસ

નવી દિલ્હી: શું તમે તમારું ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી દીધું છે? જો હા
તો ય તમને ઇનકમ ટેક્સ વિભાગની નોટિસ મળી શકે છે. ઇનકમ ટેક્સ કલેકશનમાં
વધારો કરવાના સરકારના નિર્દેશને ધ્યાનમાં રાખતા આઇટી વિભાગ ટેક્સ ચોરી
કરનારની ઓળખ કરવામાં લાગી ગયા છે. તેના માટે તમારા આઇટી રિટર્ન અને
નાણાંકીય લેવડ-દેવડની તપાસ કરાઇ રહી છે. જો તપાસમાં કોઇપણ પ્રકારની ખામી
નીકળી તો નોટિસ મોકલાશે. ગયા
વર્ષે 12 લાખ નોટિસ મોકલી હતી.

આઇટી વિભાગ શું ચેક કરી રહ્યું છે :

- બેન્ક સ્ટેટમેન્ટ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ
- ફોર્મ 16
- તમારી સાથે રહેનાર કુંટુબના સભ્યોની માહિતી
- બેન્કોમાંથી નીકાળેલ અને ખર્ચેલ નાણાં
- ક્રેડિટ કાર્ડથી કરાયેલ ખર્ચ
- તમારા દ્વારા ચૂકવવામાં આવેલ વ્યાજ મુક્ત લોન

આવક 2 લાખથી વધુ તો રિટર્ન ફાઇલ કરો

કેટલાંય ટેક્સ ભરનારને લાગે છે કે તેમના પગારમાંથી ટીડીએસ કપાઇ જાય છે
આથી તેમને રિટર્ન દાખલ કરવાની જરૂર નથી. આ યોગ્ય નથી. જો તમારી આવક 2 લાખ
રૂપિયા (નાણાંકીય વર્ષ 2013-14 માટે) વાર્ષિકથી વધુ છે તો તમારે તમારું
રિટર્ન ફાઇલ કરવું પડશે. જો તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ છે અને
ઇનકમ ટેક્સ છૂટની કલમ 80સી ની અંતર્ગત ટેક્સ દેણદારી શૂન્ય પણ છે તો પણ
રિટર્ન દાખલ કરવું પડશે. ટેક્સ
વસૂલી માટે સરકાર આ લોકોની ઓળખને અગત્ય માની રહ્યા છે જે ઇનકમ ટેક્સ
રિટર્ન દાખલ કરી રહ્યા નથી.

આઇટીઆર 5 ની કોપી પોસ્ટથી મોકલવી જરૂરી

ટેક્સની રેન્જમાં હોવા છતાંય ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ ન કરનારાઓને જ આઇટી
વિભાગની નોટિસ મળશે નહીં પરંતુ જો તમે અધૂરું રિટર્ન દાખલ કર્યું તો પણ
તમને નોટિસ મળી શકે છે. ટેક્સ એક્સપર્ટના મતે કેટલાંય લોકો ઑનલાઇન ટેક્સ
રિટર્ન દાખલ કર્યા બાદ આઇટીઆર ફાઇલની કોપી પોસ્ટ દ્વારા આઇટી વિભાગને
મોકલતા નથી. જ્યાં સુધી તમે આઇટીઆર ફાઇલની કોપી મોકલતા નથી ત્યાં સુધી
તમારું રિટર્ન અમાન્ય
ગણાશે.

તમારા ફોટાની પોસ્ટ સ્ટેમ્પ

ગાંધી આશ્રમમાં અનોખી સુવિધા, ગાંધીજી સાથે તમારા ફોટાની પોસ્ટ સ્ટેમ્પ

૧પ ઓગસ્ટથી ગાંધી આશ્રમના મુલાકાતીઓ માટે અનોખી સુવિધા

અમદાવાદ: પોસ્ટથી મળતાં પત્રો પર લાગેલા પાંચ રૂપિયાના પોસ્ટલ સ્ટેમ્પ પર
વિવિધ સ્મારકો અને મહાનુભાવોની તસવીરો તમે જોઈ હશે, પરંતુ હવે તમે ગાંધી
આશ્રમમાં ગાંધીજીની પ્રતિમા સાથે તસવીર ખેંચાવીને તમારી પોતાની પોસ્ટલ
સ્ટેમ્પ તૈયાર કરી શકશો. ઈન્ડિયા પોસ્ટ (પોસ્ટ વિભાગ) અને ગાંધી આશ્રમ
સંચાલક મંડળ સાથે મળીને ૧પમી ઓગસ્ટથી આશ્રમમાં એક નવું કાઉન્ટર શરૂ કરી
રહ્યાં છે, જ્યાં
મુલાકાતીઓએ આશ્રમમાં લીધેલા તેમના ફોટોગ્રાફ્સની પોસ્ટલ સ્ટેમ્પ બનાવી
શકશે. એટલું જ નહીં આ સ્ટેમ્પને પોસ્ટ પણ કરી શકાશે અને તેના પર આશ્રમની
પોસ્ટ ઓફિસ દ્વાર ચરખાનું ચિહ્ન ધરાવતો સિક્કો પણ મારવામાં આવશે. ૧પમી
ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં ગાંધી આશ્રમનાં નિયામક
પ્રો. ત્રિદીપ સુહૃદે જણાવ્યું કે, '૧પમી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા કાઉન્ટરથી
આશ્રમનાં
મુલાકાતીઓ માટે તેમની મુલાકાત યાદગાર બનાવવાની એક અનોખી સુવિધા ઊભી થશે.
અત્યાર સુધી આશ્રમમાં મહાત્મા ગાંધીને સંલગ્ન વિવિધ પોસ્ટકાર્ડ મળતાં
હતાં અને તેને આશ્રમમાં મૂકેલી ટપાલ પેટીમાંથી પોસ્ટ કરવામાં આવે તો તેના
પર ચરખાનાં ચિહ્નનો સિક્કો (કટિંગ માર્ક) લગાવવામાં આવતો હતો. હવે
મુલાકાતીઓ આશ્રમની મુલાકાત સમયે લીધેલા તેમનાં ફોટોગ્રાફ્સને પોસ્ટલ
સ્ટેમ્પ સ્વરૂપે
આશ્રમમાં જ તૈયાર કરાવી શકશે અને તેમની મુલાકાત માટે પોતાની વિશષ્ટિ
યાદગીરી બનાવી શકશે.' તેમણે વધુમાં કહ્યું કે, 'આ સુવિધા પોસ્ટલ સ્ટેમ્પ
એકઠી કરવાનાં શોખ ધરાવતાં ફિલાટેલિસ્ટ્સ માટે પણ ઉપયોગી બનશે. અમને
અપેક્ષા છે કે, આશ્રમમાં આવતાં અમદાવાદ અને દેશભરના મુલાકાતીઓ આ સુવિધાનો
લાભ લેશે.' પોસ્ટલ વિભાગનાં ગુજરાત સર્કલના પોસ્ટમાસ્ટર જનરલ (બિઝનેસ
ડેવલપમેન્ટ) અંબરિશ
ઉપાધ્યાયે જણાવ્યું કે, 'પોસ્ટ વિભાગની 'મેક માય ઓન સ્ટેમ્પ' સુવિધા હવે
૧પ ઓગસ્ટથી ગાંધી આશ્રમમાં જ ઉપલબ્ધ બનશે. મહાત્મા ગાંધીના નિવાસસ્થાન
રહેલાં આશ્રમ સાથે જોડાવું એ સમગ્ર પોસ્ટ વિભાગ માટે ગૌરવની બાબત છે. આ
સુવિધાથી મુલાકાતીઓ માટે તેમની મુલાકાતને યાદગાર બનાવવા પર્સનાલાઇઝ્ડ
મેમોરેબિલિયા બનશે.' આ વિશે વધુ માહિ‌તી આપતાં પોસ્ટલ સેવા ડિરેક્ટર
રામચંદ્ર જયાભાયેએ
કહ્યું કે, 'આ સુવિધા આ પ્રકારનાં પ્રવાસન સ્થળ પર ઉપલબ્ધ બનવાથી
મુલાકાતીઓ તેનો વિશષ્ટિ લાભ લઈ શકે છે. આ પ્રકારની સુવિધા સોમનાથ અને
દ્વારકા જેવા પ્રવાસન સ્થળોની પોસ્ટ ઓફિસ અને જનરલ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ
છે.'

આ રીતે બનાવો તમારી પોસ્ટલ સ્ટેમ્પ

- તમારા મનગમતા ફોટોગ્રાફ્સને પોસ્ટલ કાઉન્ટર આપો
- રૂ. ૩૦૦માં રૂ.પનાં મૂલ્યની ૧૨ સ્ટેમ્પ મળશે જેમાં તમારો ફોટોગ્રાફ્સ પણ હશે.
- આ સ્ટેમ્પ અન્ય કોઈ પણ સ્ટેમ્પની જેમ પોસ્ટ કવર પર તેનાં મૂલ્યની જેમ
ચોંટાડી પોસ્ટ શકાશે.
- ગાંધી આશ્રમમાંથી પોસ્ટ કરવામાં આવતાં પત્રો પર ચરખાનું કટિંગ ચિહ્ન પણ
મારવામાં આવે છે