અનુયાયીઓ

શુક્રવાર, 10 મે, 2013

ચોમાસું આફતોના નિયંત્રણ બચાવ અને રાહતની વ્યૂહરચના ધડવા માટે બેઠક મળશે


વડોદરા

આગામી ચોમાસાને અનુલક્ષીને જિલ્લા વહિવટી તંત્રે કલેકટરશ્રીના માર્ગદર્શન અને રાજયના રાહત કમિશનરશ્રીની સૂચનાઓ પ્રમાણે પૂર, વાવાઝોડું સહિતની વિવિધ ચોમાસું આફતો અને જોખમોના નિયંત્રણ, બચાવ અને રાહતની વ્યૂહરચના ધડવા જેવી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દિધી છે. તેના ભાગરૂપે શુક્રવાર તા.૧૭/૦૫ના રોજ બપોરના ૧૨.૦૦ વાગે કલેકટર કચેરીના ધારાસભા ખંડમાં સંબંધિત તમામ વિભાગોની બેઠક રાખવામાં આવી છે. તેના અનુસંધાને વિભાગોને વર્ષાઋતુ-૨૦૧૩ના સંદર્ભમાં તેમના ડિઝાસ્ટર મેનેજમેંટ પ્લાન્સને અઘતન કરીને મોકલી આપવા જણાવાયું છે. કલેકટર કચેરી દ્વારા ચોમાસાંને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારીઓની લાયઝન અધિકારીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેઓ પોતાના તાલુકાઓમાં કામગીરીનું સંકલન કરશે. આ ઉપરાંત જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેંટને પ્લાનનું પણ અઘતનીકરણ કરવામાં આવશે.

 

ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ કૃષિ મહોત્સવમાં સખી મંડળની રચનાને પ્રોત્સાહિત કરશે

વડોદરા,

પશુપાલન અને બાગાયતના ક્ષેત્રમાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન છે. તેને અનુલક્ષીને રાજયનો ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ કૃષિ મહોત્સવમાં જોડાશે અને ગ્રામીણ બહેનોના સખી મંડળની રચનાને પ્રોત્સાહિત કરવા સહિતની વિવિધ કામગીરીઓ કરશે. વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્વચ્છતાની શરૂઆત અને નિર્મળ ગુજરાતનું અમલીકરણ, સ્વસહાય જુથો, નરેગાના કાર્યક્રમોનો પ્રસાર, લાભાર્થીઓની અરજીઓ મેળવવી અને મંજૂર કરવી, પાણીની બચત, પંચવટી દ્વારા હરિયાળીનો ઉછેર અને આરોગ્યલક્ષી કાર્યક્રમો ઈત્યાદિનું કૃષિ મહોત્સવ દરમિયાન આયોજન કરશે.

 

જમીન વિકાસ નિગમ અને જીજીઆરસી કૃષિ મહોત્સવમાં સહભાગી બનશે

વડોદરા,

કૃષિ મહોત્સવને અસરકારક અને પરિણામલક્ષી બનાવવા ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ અને ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (જીજીઆરસી) તેમાં સહભાગીદાર બનશે. જમીન વિકાસ નિગમ તેના અનુસંધાને ચેક ડેમ્સ/તળાવોના સ્થળ નક્કી કરવા ગામવાર કન્ટુર મેપ તૈયાર કરવા, સીમ અને ખેત તલાવડીના કામો શરૂ કરવા, તળાવોની સફાઇ અને ઉંડાઇમાં વધારો કરવો તથા વોટર રીચાર્જીંગના પરિસંવાદો યોજવા જેવા આયોજનો કરશે. જયારે જળબચત અને ઓછા પાણીએ બહોળી ખેતીને વેગ આપવા સ્થાપિત જીજીઆરસી કૃષિ મહોત્સવ દરમિયાન ટપક સિંચાઇ પ્રસ્થાપન માટે અરજીઓ સ્વીકારવી, મંજૂર કરવી, ૧૦૦ ટકા ડ્રીપવાળા મોટા ગામોમાં કાર્યક્રમો યોજવા જેવાં આયોજનો કરશે.

 

 

કરજણ તાલુકાના ૧૮ ગામોમાં કૃષિ મહોત્સવ યોજાશે

વડોદરા,

સન ૨૦૧૩ના કૃષિ મહોત્સવના ભાગરૂપે કરજણ તાલુકાના ૧૮ ગામોમાં તા. ૧૪/૦૫થી ૩૧/૦૫ દરમિયાન કૃષિરથનું આગમન થશે અને કૃષિ સભાઓ યોજાશે. સમયપત્રક પ્રમાણે તાલુકા પંચાયતની ધાવટ બેઠકના ગામો માટે ધાવટમાં તા.૧૪/૦૫ના રોજ, હાંડોદ બેઠકના ગામો માટે સંભોઇમાં તા.૧૫/૦૫ના રોજ, કરખડી બેઠકના ગામો માટે કંબોલામાં તા.૧૬/૦૫ના રોજ, મિયાગામ બેઠકના ગામો માટે ભરથાણામાં તા. ૧૭/૦૫ના રોજ, અણસ્તુ બેઠકના ગામો માટે અણસ્તુમાં તા. ૧૮/૦૫ના રોજ, કંડારી બેઠકના ગામો માટે જુની જીથરડીમાં તા. ૧૯/૦૫ના રોજ, સાંપા બેઠકના ગામો માટે બોડકામાં તા. ૨૦/૦૫ના રોજ, ગંધારા બેઠકના ગામો માટે ધનોરમાં તા. ૨૧/૦૫ના રોજ, વેમાર બેઠકના ગામો માટે કોઠાવમાં તા. ૨૨/૦૫ના રોજ, ચોરંદા બેઠકના ગામો માટે બચારમાં તા. ૨૦/૫ના રોજ, દેઠાણ બેઠકના ગામો માટે ઓસલામમાં તા. ૨૪/૦૫ના રોજ, સીમળી બેઠકના ગામો માટે સીમળીમાં તા. ૨૫/૦૫ના રોજ સાંસરોદ બેઠકના ગામો માટે હલદરવામાં તા. ૨૬/૦૫ના રોજ, સારીંગ બેઠકના ગામો માટે સારીંગમાં તા. ૨૭/૦૫ના રોજ, કોલીયાદ બેઠકના ગામો માટે શનાપુરામાં તા. ૨૮/૦૫ના રોજ, સણીયાદ બેઠકના ગામો માટે ઉરદમાં તા. ૨૯/૦૫ના રોજ, મોટીકોરલ બેઠકના ગામો માટે આલમપુરામાં તા. ૩૦/૦૫ના રોજ અને વલણ ૧/૨ બેઠકના ગામો માટે મેસરાળમાં તા. ૩૧/૦૫ના રોજ કૃષિ મહેત્સવ યોજાશે. દરેક ગામના કાર્યક્રમનો સમય સવારના ૮.૩૦ કલાકનો રહેશે.

યુનાઇટેડ વે ઓફ બરોડાએ શાળા અનો કોલૅજનો ૪ હજારથી વધુ યુવા કિશોરોને થેલેસેમિયા અંગે સભાન કર્યા

વડોદરા,

આરોગ્ય, શિક્ષણ અને સમુદાય ધડતરના ક્ષેત્રમાં કાર્યરત સેવા સંસ્થા યુનાઇટેડ વે ઓફ બરોડાએ અસાધ્ય રોગ થેલેસેમિયાની અટકાયત અને જાગૃતિની કામગીરી સન ૨૦૧૧થી ઉપાડી છે. તેના ભાગરૂપે સંસ્થાએ અત્યાર સુધીમાં શહેરની ૫૦થી વધુ શાળાઓમાં થેલેસેમિયા જાગૃતિના કાર્યક્રમ યોજાયાં છે અને શાળા/કોલૅજીસના ૪ હજારથી વધુ યુવાકિશોરોને થેલેસેમિયા અંગે સભાન કર્યા છે. આ દરમિયાન થેલેસેમિયા માઇનોર જણાયેલા યુવાનો અને તેમના પરિવારજનોને આ રોગ નિવારણની તકેદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતમાં અંદાજે ૩.૪ ટકા વસતિ થેલેસેમિયાની વાહક છે. યુનાઇટેડ વે ઓફ બરોડની આ ક્ષેત્રમાં પ્રસંશનીય કામગીરીની કદર કરવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી થેલકોન-૨૦૧૩માં સંસ્થાનું સન્માન કર્યું હતું. સંસ્થા દ્વારા થેલેસેમિયા સ્ક્રીનીંગ અને ડિટેકશન કેમ્પ પણ યોજવામાં આવે છે.

 

સાવલી અને પાદરા તાલુકાઓમાં સામાજિક અને શૈક્ષણિક પછાત (ખાસ પ્લાન)ની જોગવાઇ હેઠળ વિકાસ કામો

વડોદરા,

જિલ્લા આયોજન મંડળને સામાજિક શૈક્ષણિક પછાત (ખાસ પ્લાન)ની જોગવાઇ હેઠળ આવા સમુદાયોની વસતિવાળા વિસ્તારોના વિકાસ માટે અનુદાન ફાળવવામાં આવે છે. વડોદરા જિલ્લા આયોજન મંડળે સન ૨૦૧૩-૧૪ના વર્ષમાં પાદરા અને સાવલી તાલુકાને ઉપરોકત જોગવાઇ હેઠળ તાલુકાદીઠ રૂા. ૨ લાખ પ્રમાણે મળવાપાત્ર રૂા. ૪ લાખના અનુદાન આધારિત વિકાસ કામોનું આયોજન કર્યું છે. તદ્‍નુસાર પાદરા તાલુકાના ભોજ ગામના માળીવાસમાં રૂા. ૨ લાખના ખર્ચે આર.સી.સી.રોડ બનાવવામાં આવશે. જયારે સાવલી તાલુકાના ગુતરડી (મહાદેવવાડી) ગામમાં રૂા. એક લાખના ખર્ચે આર.સી.સી.રોડ બનાવવામાં આવશે અને વાટા (પીપલછટ) ગામના રાવળવાસમાં રૂા. એક લાખના ખર્ચે બોર મોટરનું કામ કરવામાં આવશે.

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મતદાર યાદીમાં સુધારા-વધારા અંગે સૂચના

વડોદરા,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી જુલાઇ-૨૦૧૩માં થશે. આ અંગેની મતદાર યાદીમાં અગાઉ સુધારા-વધારા કરવામાં આવ્યા હતા. પરંતુ સરકારશ્રી દ્વારા બોર્ડની મુદત લંબાવાતા નવેસરથી સુધરા-વધારા કરવા જરૂરી બન્યા છે. તેને અનુલક્ષીને વડોદરા શહેર/જિલ્લાની તમામ બિન-સરકારી માધ્યમિક /ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉત્તર બુનિયાદી શાળા/માધ્યમિક શિક્ષણ તાલીમ કોલેજો/સ્નાતક બુનિયાદી તાલીમ કોલેજોના આચાર્યશ્રીઓ તથા સંચાલક મંડળ/વાલી મંડળના સંબંધિતોને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રસિદ્ધ કરેલ તમામ સંવર્ગની ફોટાવાળી મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં સંબંધિત એસ.વી.એસ.ના મદદનીશ શિક્ષણ નિરીક્ષકનો તા. ૧૩/૫/૨૦૧૩ થી ૧૫/૫/૨૦૧૩ના રોજ ૧૧.૦૦થી ૨.૦૦ કલાક સુધી સંપર્ક કરવા જણાવાયું છે. મુદત પછી મતદાર યાદીઓમાં સુધારા-વધારા માટે કોઇ હક્ક દાવો રહેશે નહિ. અધુરી વિગતો હોય તેવા મતદારોના નામ રદ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી, વડોદરાની યાદીમાં જણાવાયું છે. 

 

બે પૈંડાવાળા વાહનો માટે નવી સીરીઝ

વડોદરા,

આર.ટી.ઓ. માં ટુ વ્હીલર (બે પૈંડાવાળા) વાહનો માટે તા. ૧૮/૫/૨૦૧૩ના રોજ જીજે-૦૬-એફએસ. ૧થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના હેડ કલાર્ક શ્રી ડી.એન.પટેલ સમક્ષ તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં પોતે કેટલી રકમ ભરવા માગે છે તે ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે અરજદારે નિયત ફી રૂા. ૧૦૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક એફ ઇન્ડિયાનો ડીમાન્ડ ડ્રાફટ/પે- ઑર્ડર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવીને બંધ કરવામાં અરજી કરવાની રહેશે.

વાહન ખરીદ કર્યા તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ ૩૦ દિવસની મુદત પૂર્ણ થઇ હોય તે સમય મર્યાદા/બહારની અરજીઓ તેમજ બીટી/આરએમએ વાળા વાહનોના પસંદગી નંબર મેળવવાની અરજીઓ દફતરે કરવામાં આવશે અને તેવા અરજદારોને પસંદગી નંબર માટે કરેલ અરજી વિચારણ હેઠળ લેવામાં આવશે નહીં વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

આણંદ જિલ્લામાં અગત્યના કડીરૂપ સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા

(નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન રેકોર્ડીગ સિસ્ટમ સહિત) રાખવા આદેશ

હુકમ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે

આણંદ

- ગુપ્તચર સંસ્થાના વખતો વખતના અહેવાલો અન્વયે આંતકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરી મોટી જાનહાનિ તેમજ મિલ્કત હાનિ કરવામાં આવતી હોય છે તથા હાઇવે હોટલોનો ઉપયોગ કરતી હોય છે. આવા ગૂના અટકાવવા તથા વણશોધાયેલા ગૂનાઓ શોધવા મહત્વની કડી અને તે માટે પેટ્રોલ પંપો, હોટલો તેમજ વધારે અવર-જવરવાળા વિસ્તારો ઉપર જગ્યાઓ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે મુકવામાં આવે તો ગુનેગારો, ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફાય કરીને ગુનેગાર વિરૂદ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજૂ થઇ શકે તે હેતુસર આવા સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે રાખવાનું જરૂરી છે.

આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જી.ગોહીલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ આણંદ જિલ્લામાં આવેલ તમામ હોટલ, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, તમામ પેટ્રોલપંપ, તમામ ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઇવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા જે તે દુકાનો/પેઢીઓ/સંસ્થાઓના માલિકોએ ગોઠવવા તથા કેમેરા એવી રીતે ગોઠવવા કે વ્યક્તિ કે વાહન આઇડેન્ટીફાય થઇ શકે તથા રાત્રિ દરમિયાાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવી ક્વોલીટીના રાખવા અને માસ સુધી રેકોર્ડીંગ રહે તેવી વ્યવસ્થા રાખવા આદેશ કર્યા છે.આ હુકમ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટર નિભાવવાના રહેશે

સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ ૧ વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા ૧ માસ સુધી રીટેલરની રહેશે

આ હુકમ તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી અમલમાં રહેશે

આણંદ

જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટરો રાખવા, મોબાઇલ વેચનાર તથા લેનાર તથા ઓળખપત્ર વિના મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે લેનાર/વેચનાર માટે જવાબદારી નકકી કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદે ફોજદારી કાર્યરિતી અધિનિયમ (CR.P.C.) ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતાં પહેલાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગેનું પુરું નામ/સરનામું ફરજિયાતપણે નોંધવાનું રહેશે તથા તે માટે અલગ અલગ રજિસ્ટર નિભાવવાના રહેશે. જૂના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર કોઇપણ વ્યકિતઓ મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે ઓળખકાર્ડ અથવા કોઇપણ ઓળખપત્ર વગર વેચશે, ખરીદશે અથવા કોઇપણ રીતે અન્યને તબદીલ કરશે તો તે અંગે તેવા મોબાઇલ સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે વેચનાર કે પ્રાપ્ત કરનારની જવાબદારી બનશે.

સત્તાધિશ અધિકારી ચકાસણી અર્થે માગે ત્યારે અઘતન રજિસ્ટર રજુ કરવાનું રહેશે.સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ ૧ વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા ૧ માસ સુધી રીટેલરની રહેશે.

આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી ૬૦ દિવસ (બંન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ના ૪૫ માં) કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે

આણંદ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-આણંદ શ્રી આર.જી.ગોહિલે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે આણંદ જિલ્લાના વિસ્તારમાં કોઇ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિત સલામતી તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અનુલક્ષીને સબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકશે નહી.ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સબંધિત દલાલ કે જેઓ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી (બંન્ને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.આ આદેશનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

૧૪-મે થી કૃષિ મહોત્સવનો આણંદ જિલ્લામાં પ્રારંભ

જિલ્લામાં ૧૮ દિવસ દરમ્યાન નિયત રૂટ મુજબ ૧૪૨ ગામોમાં કૃષિરથ ફરશે

આણંદ

રાજ્ય સરકારે કૃષિ મહોત્સવ-૨૦૧૩ ઉજવવાનું નક્કી કરેલ છે તે મુજબ આણંદ જિલ્લામાં તા.૧૪/૫/૧૩ થી ૩૧/૫/૨૦૧૩ દરમ્મ્યાન કૃષિ મહોત્સવની ઉજવણી થનાર છે.

કૃષિ મહોત્સવની ઉજવણી દરમ્યાન  નક્કી થયેલ રૂટ મુજબ તાલુકા પંચાયત સદસ્યની બેઠક/કલસ્ટરના ગામોનો સમાવેશ મુજબ નીચે દર્શાવેલ તારીખે તાલુકાઓના ગામો ખાતે કૃષિરથ  સવારે ૦૮-૩૦ થી બપોરે ૧૩-૩૦ દરમ્યાન ભ્રમણ કરશે જેનો લાભ આજુબાજુના તમામ ખેડૂતમિત્રોને લેવા અનુરોધ છે.

તારીખ

આણંદ

ઉમરેઠ

બોરસદ

આંકલાવ

ખંભાત

તારાપુર

પેટલાદ

સોજીત્રા

૧૪/૦૫/૧૩

સામરખા

ધોરા

કાવીઠા

નવાપુરા

નગરા

ઇન્દ્રણજ

બામરોલી

મલાતજ

૧૫/૦૫/૧૩

ગામડી

ઝાલાબોરડી

બોચાસણ

ગંભીરા

માલુ

મીલરામપુરા

ડેમોલ

દેવાતજ

૧૬/૦૫/૧૩

ચીખોદ્રા

મેધવા

નાપા તળપદ

જીલોડ

વાડોલા

દુગારી

રાવલી

મધરોલ

૧૭/૦૫/૧૩

કુંજરાવ

તારાપુર

ઢુંઢાકુવા

મોટી સંખ્યાડ

કણઝટ

ચીતરવાડા

ચાંગા

બાલીંટા

૧૮/૦૫/૧૩

ત્રણોલ

જાખલા

રૂદેલ

ઉમેટા

પીપળોઇ

ગલીયાણા

રવિપુરા

રૂણજ

૧૯/૦૫/૧૩

ખંભોળજ

આશીપુરા

રણોલી

હઠીપુરા

જલષણ

વાળંદાપુરા

ધુંટેલી

વિરોલ

૨૦/૦૫/૧૩

સારસા

થામણા

જંત્રાલ

કોસીંન્દ્રા

નંદેલી

આદરૂજ

અરડી

પીપળાવ

૨૧/૦૫/૧૩

વ્હેરાખાડી

દાગજીપુરા

બનેજડા

આમરોલ

વટાદરા

પાદરા

અગાસ

ત્રંબોવાડ

૨૨/૦૫/૧૩

વાસદ

સુરેલી

સૈજપુર

કહાનવાડી

ઉંદેલ

ગોરાડ

ફાંગણી

કાસોર

૨૩/૦૫/૧૩

અડાસ

ભાટપુરા

બદલપુર

ભેટાસી બા.ભાગ

ભુવેલ

આંબલીયારા

વિરોલસી

ભડકદ

૨૪/૦૫/૧૩

રામનગર

ધુળેટા

દિવેલ

ભાણપુરા

ખડોધિ

બુધેજ

વિશ્રામપુરા

દેવા તળપદ

૨૫/૦૫/૧૩

મોગર

સુંદલપુરા

દહેવાણ

મુંજકુવા

બાજીપુરા

મોભા

શાહપુર

પેટલી

૨૬/૦૫/૧૩

વડોદ

જીતપુરા

ઉંમલાવ

કંથારીયા

ધુવારણ

તારાપુર

દંતેલી

ડભોઉ

૨૭/૦૫/૧૩

જીટોડીયા

હમીદપુરા

વડેલી

આસોદર

મેતપુર

---------

ધર્મજ

---------

૨૮/૦૫/૧૩

નાવલી

ખેરવાડ

કસુંબાડ

--------

શક્કરપુર

---------

કાણીયા

---------

૨૯/૦૫/૧૩

નાપાડવાંટા

શીલી

ભાદરણ

--------

નાના કલોદરા

---------

માનપુરા

---------

૩૦/૦૫/૧૩

કાસોર

--------

સારોલ

--------

ભીમતળાવ

---------

નાર

---------

૩૧/૦૫/૧૩

મોગરી

--------

પામોલ

--------

આખોલ

---------

પંડોળી

---------

૨૭/૦૫/૧૩

---------

--------

---------

--------

---------

---------

ભુરાકુઇ

---------

૨૮/૦૫/૧૩

 ---------

--------

વાસણાબો

--------

મીતલી

---------

શિલવાઇ

---------

૨૯/૦૫/૧૩

---------

--------

ખેડાસા

--------

ગુંદેલ

---------

ઇસરામા

---------

૩૦/૦૫/૧૩

---------

--------

નાની શેરડી

--------

માલાસોની

---------

ભવાનીપુરા

---------

૩૧/૦૫/૧૩

---------

--------

---------

--------

---------

---------

વટાવ

---------

 

૧૮ મે ના રોજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે

આણંદ

જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક તા.૧૫/૫/૨૦૧૩ના રોજ શનિવારે સરકીટ હાઉસ,આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક પહેલા ૧૪-૩૦ કલાકે યોજાશે. તો સદરહુ બેઠકમાં સબંધિતોઓએ હાજર રહેવા જણાવાયું છે.

 

આણંદ જિલ્લાના મતદારો માટે મતદાતા સહાય કેન્દ્રનો પ્રારંભ

આણંદ

આણંદ જિલ્લાના મતદારો માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મતદાતા સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.જેમાં આણંદ જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તારના મતદાતાઓને તેમના ખોવાયેલ, ફાટીગયેલ, અગાઉના ઓળખપત્રોમાં સુધારા-વધારા કરવાના થતા હોયતો મતદારે રહેઠાણના પુરાવા તથા ઉંમરના જરૂરી આધાર પુરાવા રજુ કર્યેથી સુધારાવાળુ મતદાર ઓળખપત્ર કાઢી આપવામાં આવશે આ અંગે મતદારે જાતે આવવાનું રહેશે.મતદાર યાદીમાં નામ નોધાયેલ ન હોયતો તેવા મતદારોને ફોટો મતદાર ઓળખપત્ર મળી શકશે નહી.

મતદાર તરીકે નામ દાખલ કરવા બાબતે જે તે વિસ્તારની મામલતદાર કચેરી તેમજ મતદાર નોધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ નાયબ ચૂંટણી અધિકારીશ્રી વી.જે.પટેલે જણાવેલ છે.

 

લલિત કલા અકાદમી દ્વારા ૧૭મી રાષ્‍ટ્રીય ફોટોગ્રાફી સ્‍પર્ધાનું આયોજન કરાયુ

'ચિલ્‍ડ્રન-ધી હોપ ઓફ નેશન' વિષય પર ફોટોકૃતિઓ સ્‍વીકારાશે

ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા 'ચિલ્‍ડ્રન-ધી હોપ ઓફ નેશન' વિષય પર ૧૭મી રાષ્‍ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્‍પર્ધા યોજાનાર છે. આ સ્‍પર્ધામાં કલર તેમજ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ એમ બે વિભાગમાં સ્‍પર્ધા યોજવામાં આવશે. પ્રત્‍યેક વિભાગમા પ્રથમ ઇનામ રૂ.૧૦,૦૦૦/-, બીજુ ઇનામ રૂ.૭૦૦૦/-, તૃતિય ઇનામ રૂ.૫૦૦૦/- તથા રૂ.૧૦૦૦/-ના પાંચ આશ્‍વાસન ઇનામ આપવામાં આવશે. દેશના ફોટોગ્રાફી ક્ષેત્રના કલાકારોને પ્રોત્‍સાહન મળે તથા તેમનો ઉત્‍સાહ વધે તેમજ આમ જનતાની ફોટોગ્રાફી કલા પ્રત્‍યે વિષયલક્ષી રૂચી કેળવાય તેવા આશયથી આ ૧૭મી રાષ્‍ટ્રીય ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ભારત દેશના કલાકારો/કલાના ચાહકો/કલા સંસ્‍થાના વિદ્યાર્થીઓ પાસેથી ફોટોકૃતિઓ સ્‍પર્ધા માટે મંગાવવામાં આવે છે. આગામી તા.૧૭/૬/૨૦૧૩ થી તા.૨૯/૬/૨૦૧૩ સુધી જ ફોટોકૃતિઓ સચિવશ્રી, ગુજરાત રાજય લલિત કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, લો ગોર્ડન, ભાઇકાકા ભવન સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ખાતે સ્‍વીકારવામાં આવશે. સ્‍પર્ધા અંગેની વિગતો પણ ઉપર જણાવેલ સરનામેથી મેળવીને પ્રદર્શનમાં રજૂ કરવાની ફોટોકૃતિઓ સાથે તા.૨૯/૬/૨૦૧૩ પહેલા મોકલવાની રહેશે.

આ સ્‍પર્ધાનું ફોર્મ www.sycd.gujarat.gov.in ઉપર ગુજરાત રાજય લલિતકલા અકાદમીમાંથી ડાઉનલોડ કરી મેળવી શકાશે તેમ સચિવશ્રી, ગુજરાત રાજય લલિત કલા અકાદમી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.

 

નડિયાદ ખાતે જિલ્‍લા પ્રિનેટલ ડાયગ્‍નોસ્‍ટીક ટેકનીક એકટ અન્‍વયે એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ

નડિયાદઃ

એપ્રોપિએટ ઓથોરીટી પી.એન.ડી.ટી. એકટ અને જિલ્‍લા કલેકટરશ્રી, ખેડાના અધ્‍યક્ષસ્‍થાને પી.એન.ડી.ટી.એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ઇનચાર્જ જિલ્‍લા કલેકટરશ્રી સંદીપકુમાર સાંગલેએ સેકસ રેશીયોને સંતુલનમાં રાખવા, સોનોગ્રાફી મશીનો માટે નવી આવેલ તેમજ રીન્‍યુઅલ અરજીઓ અંગે અને બેટી બચાવો અભિયાન અંગે વિસ્‍તૃત ચર્ચા કરી યોગ્‍ય અને અસરકારક પગલા લેવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં અધિક કલેકટરશ્રી એસ.કે.લાંગા, જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. પટેલ, ડો.તનીષાબેન, ડો.જાડાવાલા, સરકારી વકીલશ્રી ઢગડ અને જાણીતા એડવોકેટ શ્રીમતી રક્ષાબેન મહેતા ઉપસ્‍થિત રહી વિવિધ પ્રશ્ર્નો અંગે વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરી હતી.

હજીરા ખાતે ઓ.એન.જી.સી., રિલાયન્‍સ ઈન્‍ડ.લી. તથા ભારત પેટ્રોલિયમ કોર્પો.લિ. ખાતે સંયુકતરીતે મોકડ્રીલ યોજાઈ હતી.


સૂરતઃ સુરત ડીસ્‍ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપના ચેરમેન અને જીલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને તથા ડાયરેકટોરેટ ઈન્‍ડસ્‍ટ્રીયલ સોસાયટી અને હેલ્‍થના સભ્‍ય સચીવ દ્વારા નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી ન્‍યુ દિલ્‍હી અને ગુજરાત ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી ગાંધીનગરના સંયુકત ઉપક્રમે આજરોજ હજીરા વિસ્‍તારમાં આવેલા ઓ.એન.જી.સી., રિલાયન્‍સ ઈન્‍ડ.લી. તથા ભારત પેટ્રોલિયમ કોર્પો.લિ. ખાતે સંયુકત (મલ્‍ટીકેમ) મોકડ્રીલ યોજાઈ હતી.

મોકડ્રીલમાં હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ કોપો.લી. (બોટલીગ પ્‍લાન્‍ટ) સામે, જયોતિ મોટર્સ ખાતે ડીસ્‍ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા તાત્‍કાલિક કંટ્રોલ રૂમ ઉભો કરાયો હતો.

હજીરા સ્‍થિત ઉદ્યોગગૃહો પૈકી ઓ.એન.જી.સી. ખાતે સવારના ૧૦.૩૦ વાગે એલપીજી સ્‍ફ્રીયરમાંથી એલ.પી.જી લીક થયું. જેના કારણે એલ.પી.જી સ્‍ફ્રીયર ફાટતા મોટા પ્રમાણમાં આગ લાગી હતી. આ સ્‍ફ્રીયરનો એક ટુકડો ઓ.એન.જી.સી.ના ગેટની બહાર ઉભેલા બે પેટ્રોલ ટેન્‍કર પર પડતા આ ટેન્‍કરમાં પણ ઘડાકા સાથે આગ લાગી. આ આગની ઘટનાને કારણે ૧૦ શ્રમજીવીઓનાં ઘટનાસ્‍થળે મૃત્‍યૃ થયા અને ૩૦ શ્રમયોગીઓને ઈજા થઈ હતી. તરત જ રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝની ટ્રકમાં રહેલા કલોરીન ટનમાંથી કલોરીન ગેસ લીકેજ થવાનો બનાવ બન્‍યો. આ ઝેરી ગેસને કારણે ૬ જેટલા શ્રમયોગીઓના મૃત્‍યૃ થયા તેમજ ૩૬ શ્રમયોગીઓને ઝેરી ગેસની અસર થવા પામી હતી. તરત જ આશરે ૧૧.૧૦ વાગે ભારત પેટ્રોલિયમ કોપો.લી.ની પેટ્રોલ તથા કેરોસીન ભરેલી ટેક પર આંતકવાદીઓ દ્વારા રોકેટ હુમલો થતા આ બન્ને ટેકરોમાં ભયાનક આગને કારણે ૫ જેટલા શ્રમયોગીઓન ઘટનાસ્‍થળે મૃત્‍યૃ થયા જયારે ૨૯ જેટલા શ્રમયોગીઓને ઈજાગ્રસ્‍ત થયા હતા.

મોકડ્રીલના ઉપરોકત ત્રણે બનાવોનું જીલ્લા કલેકટરશ્રી જયપ્રકાશ શિવહરેએ ડીસ્‍ટ્રીક ક્રાઈસીસ ગ્રુપના કંટ્રોલરૂમ ખાતેથી અનુસંધાને સબ ડીવીઝન મેજીસ્‍ટ્રેટ ક્રાઈસીસ ગ્રુપના સભ્‍યો-ડાયરેકટર ઈન્‍ડસ્‍ટ્રીયલ સેફટી એન્‍ડ હેલ્‍થ, પોલીસ, ફાયર, મેડીકલ, સીવીલ ડિફેન્‍સ તથા અન્‍ય સભ્‍યોને તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોચી જવાનું જણાવ્‍યું હતું. સાથોસાથ હજીરા તથા જીલ્લાના અન્‍ય વિસ્‍તારના કારખાનાઓને તેમના સંસાધનો લઈ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોચવા જણાવવામાં આવ્‍યું હતું.             

ઉપરોકત ત્રણેય મોકડ્રીલની ઘટનાઓમાં શરૂઆતમાં જે તે ઉદ્યોગો દ્વારા પોતાના સંસાધનોથી દુર્ઘટનાને નિયંત્રિત કરવા પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હતો ત્‍યાર બાદમાં જીલ્લા વહીવટીતંત્ર અને આસપાસના અન્‍ય કારખાનાઓમાંથી સંસાધનોની મદદ આવતા ટુંકા સમયમાં દુર્ધટનાઓ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક કંટ્રોલ, ક્રાઉડ કંટ્રોલ તેમજ ઘટના સ્‍થળ પર કામગીરી કરી. ફાયર વિભાગમાં સુરત મ્‍યુ.કો. તથા અન્‍ય કારખાનાઓ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી. ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલ, બી.એસ.પી.એસ. હો. તથા ક્રિભકો ટાઉનશીપ હો. ખસેડવામાં આવ્‍યા હતા. ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દુર્ધટનાગ્રસ્‍ત વાતાવરણમાં ઝેરી તથા જવલતશીલ વાયુઓનું પ્રમાણમાપી યોગ્‍ય સત્તાધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ઉપરોકત ત્રણે કારખાનાઓમાં મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ મીટીંગનું આયોજન કરી ઓર્બ્‍ઝવરશ્રીઓએ મોકડ્રીલ સંદર્ભે જરૂરી સૂચનો કર્યા હતા.

આ મોકડ્રીલમાં એન.ડી.એમ.એ.ના સભ્‍યશ્રી જે.કે.સિન્‍હા તથા સિની કન્‍સલ્‍ટન્‍ટ બ્રિગેડીયર ડો.બી.કે.ખન્ના, સુરત મ્‍યુ.કમિ. શ્રી એમ.કે.દાસ, જિલ્લા કલેકટરશ્રી જયપ્રકાશ શિવહરે, અધિક જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ તમામ સબડીવીઝન મેજીસ્‍ટ્રેટશ્રી તથા મામલદારો, ડાયરેકટર ઈન્‍ડસ્‍ટ્રીયલ સેફટી એન્‍ડ હેલ્‍થના ડાયરેકટરશ્રી ડી.સી.ચૌધરી, જોઈન્‍ટ ડાયરેકટરશ્રી કે.કે.પટેલ  તેમજ અન્‍ય કારખાનાઓના સિનીયર અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

હજીરા વિસ્‍તારની ત્રણ ઓદ્યોગિક એકમોમાં યોજાયેલ મોકડ્રીલ અંગે પત્રકાર પરિષદ યોજાઇ

સુરતઃ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી ન્‍યુ દિલ્‍હી ગુજરાત ડિઝાસ્‍ટર  ઓથોરિટી   અને સુરત ડિસ્‍ટીકટ ડિઝાસ્‍ટર   મેનેજમેન્‍ટ અને ઓદ્યોગિક એકમોના સંયુકત ઉપક્રમે મોકડ્રીલ રિર્હસલ યોજવામાં આવ્‍યું હતું. આ મોકડ્રીલ સંદર્ભે  ડિસ્‍ટીકટ ક્રાઇસીસ ગૃપના અધ્‍યક્ષ અને જિલ્લા કલેકટરશ્રી જયપ્રકાશ શિવહરે તથા એન.ડી.એમ.એ ના સભ્‍યશ્રી જે.કે. સિંહા તેમજ સિનીયર કન્‍સલ્‍ટ નિવૃત બ્રિગેડિયર ર્ડા. બી.કે. ખન્‍ના ઉપસ્‍થિતિમાં સરકીટ હાઉસ ખાતે એક પત્રકાર પરિસંવાદ યોજવામાં આવ્‍યો હતો.

આ પત્રકાર પરિસંવાદમાં ન્‍યુ દિલ્‍હીથી આવેલા એન.ડી.એમ.એના સભ્‍યશ્રી સિંહાએ હજીરા વિસ્‍તારમાં યોજાયેલ મોકડ્રીલ અનુસંધાને જણાવ્‍યું હતું કે, અગાઉ ૨૦૦૮માં  યોજાયેલ મોકડ્રીલ કરતા  આજે યોજાયેલ મોકડ્રીલમાં વિશેષ સુધારાઓ જિલ્લા પ્રશાસન અને ઓદ્યગિક તંત્રમાં ઘટના સંદર્ભે વધુ તૈયારીઓ ધ્‍યાનમાં આવી છે. આ કામગીરીને બિરદાવતા તેમણે સુરત ખાતે આઇ.ઓ.સી કંપનીમાં લાગેલી આગની દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા સ્‍થાનીય પ્રશાસન અને તે કામગીરમાં સંકાળાયેલા તમામ અભિનંદનને પાત્ર બન્‍યા છે. ત્‍યારે જયપુર ખાતેની આગની દુર્ઘટના દુરભાગ્‍ય હોવાનું જણાવ્‍યું હતુ઼. આ સાથે તેમણે જિલ્લા પ્રશાસનને ધ્‍યાને લેવા જેવી બાબતો જેવી કે, ઓદ્યોગિક વિસ્‍તારમાં ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર ઉભું કરવા તે સેન્‍ટરોમાં રાહત બચાવ માટેના સાધન સામગ્રીની તમામ વ્‍યવસ્‍થાઓ હોવી જોઇએ તેવા ત્રણ સેન્‍ટરો જિલ્લા  કક્ષાએ સબડિવીઝન્‍લ અને તાલુકા કક્ષાએ પણ ઉભા કરવા  જણાવ્‍યું હતુ઼.

પરિસંવાદના પ્રારંભે કલેકટરશ્રીએ ઉપસ્‍થિતીઓને પરિચિત આપતા હજીરા વિસ્‍તારમાં યોજાયેલ મોકડ્રીલ એકસસાઇઝમાં ઉપસ્‍થિત દિલ્‍હીથી આવેલા સિનીયર અધિકારીઓના માર્ગદશન હેઠળ મોકડ્રીલ સંદર્ભે તમામ બાબતોને ધ્‍યાનમાં રાખી મોકડ્રીલ રિર્હલસલ કામગીરીનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું.

પરિસંવાદમાં પત્રકારશ્રીઓના પ્રશ્‍નોનો શ્રી સિંહાએ વિસ્‍તુત ચર્ચા સાથે પ્રત્‍યુતર આપ્‍યા હતા.

 

દર્દીઓને જરૂરી દવાઓ મળી રહે તે માટે આવતીકાલે ૧૩ જેટલા મેડીકલ સ્ટોરો શરૂ રહેશેઃ

સૂરતઃસુરતના ખોરાક અને ઔષધ નિયમનતંત્રના મદદનીશ કમિશનરની યાદીમાં જણાવ્યાનુસાર આવતીકાલ તા.૧૦/૫/૨૦૧૩ના રોજ ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીયેશન દ્વારા એક દિવસીય બંધ પાળવામાં આવનાર છે. જેથી દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓ હોય આકસ્મિક સંજોગોમાં દવા સરળતાથી મળી રહે અને દર્દીને હાનિ ન પહોચે તે માટે  નિયત કરેલા મેડીકલ સ્ટોરો આવતીકાલે શરૂ રહેશે. જેમાં (૧) રીંગરોડ ખાતે ઉધના દરવાજાની એપલ હોસ્પિટલની દુકાન  ,૮ ખાતે એપલ ફાર્મશી હેલ્થ સર્વીસ મો.૯૦૯૯૮૯૯૨૦૪ (૨) અશકતા હોસ્પિટલ રામપુરા ખાતે અશકતા આશારામ મેડીકલ સ્ટોર્સ મો.૯૩૭૬૮૮૯૫૬૭ (૩) સુરત બમરોલી રોડ, સારોલી ખાતે ભારતીમૈયા મેમોરીયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ (૪) સગરામપુરા ખાતે આશુતોષ ફાર્મસી મો.૯૮૨૫૧૧૩૦૦૧(૫) વરાછા રોડ ખાતે મીની બજાર ખાતેની ઈ.એમ.ચેરીટેબલ ટ્રસ્ટ મો.૯૮૭૯૧૧૨૭૮૪ (૬) કડીવાલા સ્કુલ પાસે નિરમલ મેડીકલ સ્ટોર મો.૯૪૨૭૪૭૩૭૭૦ (૭) અડાજણ ખાતે બી.એ.પી.એસ. હોસ્પિટલ ખાતેની સયોના મેડીકલ સ્ટોર મો.૯૯૨૫૨૪૨૦૦૫ (૮) મજુરા ગેટ પાસે એસીએમઈ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર ઈનિક ફાર્મસી મો.૯૬૩૮૮૨૭૮૬૧ (૯) અઠવાલાઈન્સ ખાતે વોર્કહાર્ટ હોસ્પિટલ ખાતે મો.૯૮૨૫૬૭૬૯૫૦ (૧૦) મજુરા ગેટ પાસે  શંખેશ્વર કોમ્પલેક્ષના ગરીશ મેડીકો પ્રા.લિ. મો.૯૮૭૯૫૫૧૫૧૬ (૧૧) બારડોલી ખાતે આરાધના હોસ્પિટલના સ્ટોર ખાતે મો.૯૩૭૭૭૭૪૫૫૦(૧૨) કામરેજના ખોલવડ ખાતે સુરત દિનબંધુ ચેરીટેબલ ટ્રસ્ટની સાઈ મેડીકલ સ્ટોર મો.૯૭૨૬૦૨૪૪૮૯ આ નિયત કરેલા સ્ટોર આવતીકાલે શરુ રહેશે.

 

૧૮મીએ ભયજનક બીનસલામત ઈમારતો બાબતે બેઠક યોજાશેઃ

સૂરતઃઆગામી ચોમાસાની ઋતુ દરમિયાન જાહેર/ખાનગી બીન સલામત ઈમારતોથી જાહેર જનતાને કોઈ પણ પ્રકારે નુકશાન થાય તેની તકેદારી રાખવા આવી ઈમારતોની વિગતો મેળવી તેની ચકાસણી કરવા અને આવી ઈમારતો જાહેર હિતમાં ડીમોલીસ કરવા અંગને જરૂરી ચર્ચા બાબતે આગામી તા.૧૮/૫/૨૦૧૩ના રોજ સવારે ૧૧.૦૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં મીટીગનું આયોજન કરવામાં આવ્યું છે.             

 

કૃષિ મહોત્સવ-૨૦૧૩

૧૪મીએ સૂરત જિલ્લામાં કૃષિ મહોત્સવનો રંગારંગ પ્રારંભઃ

સૂરતઃધરતીપૂત્રો આધુનિક ટેકનોલોજીથી ખેતી કરતા થાય તેમજ વધારેમાં વધારે ખેત ઉત્પાદન કેવી રીતે મેળવી શકે તેવી અનેક માહિતી પુરી પાડી પાડનારા  "કૃષિ મહોત્સવ-૨૦૧૩'નો  આગામી તા.૧૪મી મેથી રાજયભરમાં પ્રારંભ થઈ રહ્યો છે.   

૧૪મી મેથી શરૂ થનારા કૃષિ મહોત્સવની ઉજવણી માટે સૂરત જિલ્લામાં પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે. સૂરત જિલ્લામાં તાલુકા પંચાયત સદસ્યની કુલ ૧૭૫ બેઠકના ગામોમાં કૃષિ મહોત્સવ ઉજવણી કરવામાં આવશે. આ ગામો ઉપરાત જે તે બેઠકમાં સમાવિષ્ટ થતા ગામોને પણ  આવરી લેવામાં આવ્યા છે.  દરેક ગામડાઓમાં પ્રગતિશીલ ખેડૂતોના અનુભવનું ભાથુ તેમજ ટેક્નોલોજીની માહિતી અન્ય ઉત્સાહી ખેડૂતોને મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪મી રોજ શરૂ થનારા મહોત્સવ તા.૩૧મી સુધી ચાલશે.

આ ઉપરાંત કૃષિ વિષયક તમામ ચીજ વસ્તુઓમાં, પ્રમાણિત બીજ, જંતુનાશક દવાઓ, આધુનિક ઓજારો ખેડૂતોને સરળતાથી મળી રહે તે માટે કૃષિ પ્રદર્શન અને વેચાણ થશે તેમજ પશુ આરોગ્ય મેળા પણ યોજાશે.

આ વર્ષે મહોત્સવમાં વધુ લોકભોગ્ય બને તે માટે યુવાનો અને મહિલાઓ વધુમાં વધુમાં ભાગ લે તેવું સુદઢ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ખેડૂતો ડ્રીપ ઈરીગશેન અપનાવતા થાય તે માટે ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. તાલુકાની સીટો પર કૃષિ વૈજ્ઞાનિકો અને નોડલ અધિકારીઓ અને જુદા જુ઼દા વભિાગના અધિકારીશ્રીઓની ટીમ સાથે જશે. આ વેળાએ ખેડૂતોને આધુનિક પદ્ધતિની જાણકારી આપવા તેમના ગામના સફળ ખેડૂતો દ્વારા પણ માર્ગદર્શન મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ફુલપાડા ખાતે રહેતા કિજલબેન તથા મેધાબેનની ભાળ મળે તો જાણ કરશોઃ

સૂરતઃ ખટોદરા પોલીસ સ્ટેશનના જણાવાયા અનુસાર તા.૩/૫/૧૩ના રોજ વિરારપુર્વ-૨૦૩, ઉમરા બિલ્ડીગ તારણગઢ સો., ફુલપાડા ખાતે રહેતા કિંજલ બેન(ઉ.વ.૧૭) સંતોષકુમાર જોષી તથા મેધાબેન(ઉ.વ.૧૬) અનિલભાઈ  ધરેથી નજીકના સ્ટોર ઉપરથી દવા લેવા ગયા બાદ ધરે પરત ફર્યા નથી. કિંજલ બેન જે શરીરે મધ્યમ બાંધાના, રંગે ધઉવર્ણી, ચહેરો લંબગોળ, ઉચાઈ ચાર ફુટ ૧૧ ઈચ છે. ગુલાબી રંગનું શર્ટ તથા ચામડી રંગનું જીન્સ પહેર્યું છે. જયારે મેધાબેન શરીરે પાતળા બાંધાના, રંગે ગૌરવર્ણી, ચહેરો ગોળ છે. તેણીએ ભુરા રંગનું ટીશર્ટ તથા કાળા રંગનું જીન્સ પહેર્યું છે. જેથી અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ચલથાણ ખાતે રહેતા છાયાબેનની ભાળ મળે તો જાણ કરશોઃ

સૂરતઃખટોદરા પોલીસ સ્ટેશનના જણાવાયા અનુસાર તા.૬/૫/૧૩ ના રોજ ૧૨૮, ખોડીયારનગર, ચલથાણ રોડ ખાતે રહેતા અરવિદભાઈ ગોહિલભાઇની પુત્રી છાયાબેન(ઉ.વ.૧૬)ને આઝાદન નગર રોડ, દરગાહની બાજુમાંથી કોઈ અપહરણ કરી ગયું છે. જે શરીરે મધ્યમ બાંધાના રંગે ધઉવર્ણી, ચહેરો લંબગોળ, ઉચાઈ ચાર ફુટ બે ઈચ છે. સફેદ ડિઝાઈનવાળો ડ્રેસ તથા કાળા રંગની ઓઢણી પહેરી છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધવા જણાવાયું છે.

કૃષિ મહોત્‍સવ-ર૦૧૩

 

તા.૧૪મી મે, ર૦૧૩થી શરૂ થશે નવમો કૃષિ મહોત્‍સવ

વલસાડ જિલ્લાની ૧૨૯ તાલુકા પંચાયતની બેઠક મુજબ

યોજાનારા કૃષિ મહોત્‍સવની તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ :

જિલ્લાના અધિકારીઓને મહત્‍વની જવાબદારી સોંપાઇ :

સતત દોરવણી આપી રહેલા કલેકટરશ્રી ડૉ.વિક્રાંત પાંડે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ

વલસાડઃ વર્તમાન રાજ્‍ય સરકારનો અતિ મહત્‍વાકાંક્ષી કાર્યક્રમ એટલે કૃષિ મહોત્‍સવ. ખેડૂતોને તેમના ઘરઆંગણે જ ખેતી વિસ્‍તરણ અંગેનું આધુનિક માર્ગદર્શન પુરૂ પાડી શકાય, સુધારેલ બિયારણ તથા અદ્યતન ખેતઓજારો અંગેની જાણકારી આપી શકાય તથા ખેડૂતોને મૂલ્‍યવર્ધિત ઉત્‍પાદન તરફ લઇ જઇ શકાય અને સરવાળે તેમની આવકમાં વધારો કરી શકાય તેવા બહુવિધ આશય સાથે પ્રતિ વર્ષ અખાત્રિજથી યોજાતા કૃષિ મહોત્‍સવની શ્રૃંખલામાં, આ વર્ષે નવમો કૃષિ મહોત્‍સવ - અખાત્રિજના બીજા દિવસથી એટલે કે તા.૧૪/પ/ર૦૧૩થી રાજ્‍ય સમસ્‍તની જેમ વલસાડ જિલ્લામાં પણ યોજાઇ રહ્યો છે.

રાજ્‍ય સરકારના એક આગવા અભિગમ મુજબ કૃષિ મહોત્‍સવની સાથે સાથે ગ્રામ વિકાસને લગતા કાર્યક્રમોને પણ સાંકળી લેવામાં આવતા હોય છે. જિલ્લાની ૧૨૯ જેટલી તાલુકા પંચાયતોની બેઠકવાર આયોજિત આ વેળાના કૃષિ મહોત્‍સવ દરમિયાન ક્‍લસ્‍ટરવાઇઝ સૂક્ષ્મ આયોજન તથા વ્‍યવસ્‍થા કલેકટરશ્રી ડૉ.વિક્રાંત પાંડે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ દ્વારા ઘડી કઢાયુ છે. જિલ્લાના ઉચ્‍ચ અધિકારીઓને તાલુકા લાયઝન અધિકારી તથા નૉડલ અધિકારી તરીકેની જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. તા.૧૪/પ/ર૦૧૩ થી ૩૧/પ/ર૦૧૩ દરમિયાન જિલ્લામાં યોજાનારા કૃષિ મહોત્‍સવનો સમય સવારે ૮:૩૦ થી બપોરના ૧ વાગ્‍યા સુધીનો નિયત કરી દેવાયો છે. કૃષિ મહોત્‍સવની સાથે સાથે આ વેળા પશુ આરોગ્‍ય મેળાઓનું પણ મોટા પાયે આયોજન હાથ ધરાયુ છે.

દરમિયાન વચ્‍ચે આવતી જાહેર રજાઓમાં પણ આ કૃષિ મહોત્‍સવ ચાલુ રહે, તેવી રાજ્‍ય સરકારે વ્‍યવસ્‍થા ગોઠવી છે. કૃષિ મહોત્‍સવના કાર્યક્રમમાં ફરજનિયુક્‍ત અધિકારીઓને શીડયુલ મુજબ કામગીરીની સોંપણી કરી દેવામાં આવી છે. આ અધિકારીઓ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમ અગાઉ જે તે ગામોની મુલાકાત લઇને, ખેડૂતો તથા સ્‍થાનિક ગ્રામજનોને કાર્યક્રમ અંગેની જાણકારી પુરી પાડી, તમામ તૈયારીઓ ચકાસી લેશે. કૃષિ મહોત્‍સવની કામગીરીમાં જોતરાયેલા અધિકારીઓને સતત બે દિવસની કામગીરી ન રહે તે બાબતની પણ વિશેષ તકેદારી દાખવવામાં આવી છે, જેથી તેમની કચેરીની રોજીંદી કામગીરી પણ વિપરીત અસર ન પહોંચે. કાર્યક્રમ દરમિયાન કૃષિ રથનું આગમન, કૃષિ કીટનું વિતરણ, સહાયના ચેકોનું વિતરણ, અન્‍ય કાર્યક્રમો વગેરેનું ઝીણવટભર્યું આયોજન ઘડી કઢાયુ છે.

સમગ્ર કાર્યક્રમની સફળતા માટે જિલ્લા કક્ષાએથી લઇને, ગ્રામ કક્ષા સુધીની જુદી જુદી સમિતિઓનું પણ ગઠન કરી દેવાયુ છે. જિલ્લાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ તથા રાજ્‍યકક્ષાએથી પધારતા મહાનુભાવોની ભાગીદારી પણ સુનિતિ કરી દેવામાં આવી છે.

આ વેળાના કૃષિરથમાં તાલુકાની થીમ મુજબની રંગીન તસવીરો તથા માહિતીપ્રદ પેનલો રજુ કરાશે. આ ઉપરાંત ઓડિયો વિઝ્‍યુઅલ સી.ડી.નું નિદર્શન, ખેડૂતોને ઉપયોગી સાહિત્‍યનું વિતરણ કરાશે. કૃષિ તજજ્ઞો કૃષિરથની સાથે ગામે ગામ જઇને, ખેડૂતોને સ્‍થાનિક રીતે ઉપયોગી એવુ માર્ગદર્શન પુરૂ પાડશે. પ્રગતિશીલ ખેડૂતો તેમના સ્‍વાનુભવની ગાથા સંભળાવશે. દરમિયાન કાર્યક્રમ સ્‍થળે પશુ આરોગ્‍ય મેળા, ખેડૂત શિબિરો, ગ્રામ સફાઇ, મહિલા ખેડૂતોનું સન્‍માન, પરંપરાગત જ્ઞાનનું આદનપ્રદાન, ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી, સાંસ્‍કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કરાયુ છે.

આ વેળા બે ભાગમાં યોજાનારા કૃષિ મહોત્‍સવના ભાગ-૧માં સવારે ૮:૩૦ થી ૧ વાગ્‍યા દરમિયાન પશુ આરોગ્‍ય મેળા અને પશુ શિબિર તથા ભાગ-રમાં સવારે ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન જળ સંચય, કેનાલ સફાઇ, માઇક્રોઇરીગેશન વિષય પર પરિસંવાદ અને કામગીરીના આયોજનની ચર્ચા તથા સિંચાઇના કાયદા અંગેની માહિતી અપાશે. ૯:૩૦ થી ૧૦:૩૦ દરમિયાન સ્‍થાનિક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાનપ્રદાન થશે, ૧૦:૩૦ થી ૧રઃ૦૦ દરમિયાન માન.મુખ્‍યમંત્રીશ્રી ગ્રામજનોને સંબોધન કરશે. ઓડિયો-વિઝ્‍યુઅલ માધ્‍યમથી પ્રજાજનોને કૃષિ મહોત્‍સવ અંગે ઉપયોગી માર્ગદર્શન મળી રહેશે. ૧રઃ૦૦ થી ૧ વાગ્‍યા દરમિયાન કૃષિ વિષયક પ્રદર્શન-નિદર્શન, માર્ગદર્શન, કીટ વિતરણ તેમજ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોના સ્‍થાનિક પ્રશ્નો અંગે માર્ગદર્શન પુરૂ પડાશે. આમ, સમગ્ર કાર્યક્રમ ખેડૂતલક્ષી અને લોકભોગ્‍ય બની રહે તેવી વ્‍યવસ્‍થા ઘડી કાઢવામાં આવી છે.

 

ખેતીવાડી, બાગાયત, પશુપાલન, સહકાર, મત્‍સ્‍યોદ્યોગ, આદિજાતિ, ગ્રામ વિકાસ, સિંચાઇ, જમીન વિકાસ નિગમ, વીજ, વન અને પર્યાવરણ, આરોગ્‍ય, શિક્ષણ જેવા જુદા જુદા વિભાગોના સંયુક્‍ત સહયોગથી આ વેળાના કૃષિ મહોત્‍સવને વધુ લોકભોગ્‍ય બનાવવાનું આયોજન કરાયુ છે.

વલસાડ જિલ્લામાં પાંચ તાલુકાઓ વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુર મળી કુલ-૮ કૃષિ રથ દ્વારા ૧૨૯ બેઠકો ઉપર આયોજિત કાર્યક્રમો પૂર્ણ કરાશે. વલસાડ તાલુકા પંચાયતની-૩૧ બેઠકો, પારડી તાલુકાની-૨૭ બેઠકો, ઉમરગામ તાલુકાની-રપ બેઠકો, ધરમપુર તાલુકાની-ર૧ બેઠકો અને કપરાડા તાલુકાની-રપ બેઠકો ઉપર કૃષિ મહોત્‍સવના કાર્યક્રમો આયોજિત કરાયા છે.

વલસાડ કલેકટરશ્રી ડૉ.વિક્રાંત પાંડે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉદિત અગ્રવાલે રાજ્‍ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ મુજબ આ વેળાના કૃષિ મહોત્‍સવને લોકભોગ્‍ય બનાવવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડયુ છે. પરસ્‍પર સંકલન અને સહકારની ભાવના સાથે ટીમ વલસાડને આ અભિયાનને સફળ બનાવવા માટે પણ આ ઉચ્‍ચાધિકારીઓએ આહ્‍વાન કર્યું છે.

 

વાપી શહેરના પંદર રસ્‍તાઓ ''નો પાર્કિંગ ઝોન'' તરીકે જાહેર કરાયા

વલસાડઃ ઔદ્યોગિક નગરી તરીકે ખ્‍યાત વાપી નગરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્‍યાને નિવારવાના હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક, વલસાડ દ્વારા કરવામાં આવેલી દરખાસ્‍ત અને  સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટ પારડી અને ચીફ ઓફિસર નગરપાલિકા, વાપીએ સંયુકતપણે ટ્રાફિક નિયમનના હેતુથી વાપી નગરપાલિકા વિસ્‍તારોમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવા માટે અધિક નિવાસી કલેકટર શ્રી ગઢવીને ભલામણ કરી હતી.

આ દરખાસ્‍ત અને ભલામણને અનુલક્ષી અધિક કલેકટર શ્રી જે.કે.ગઢવીએ વાપી નગરપાલિકા વિસ્‍તારના કોપરલી ચાર રસ્‍તાથી ગીતાનગર પોલીસચોકી સુધી, કોપરલી ચાર રસ્‍તાથી હાઇ-વે ચાર રસ્‍તા સુધી(સેલવાસ રોડ), કોપરલી ચાર રસ્‍તાથી પેપીલોન હોટલ સુધી, ભડકમોરા હનુમાનજી મંદિરથી ચણોદ ત્રણ રસ્‍તા સુધી, વૈશાલી ચાર રસ્‍તાથી અંબામાતા મંદિર રોડ સુધી, ફુવારાથી વી.આઇ.એ ચાર રસ્‍તા સુધી, ફુવારા થી પ્રાઇમ હોટલ ચોકથી ગુંજન સુધી તથા 'સી' સુધી, ફુવારાથી એન.આર.અગ્રવાલ ચોક સુધી, બેસ્‍ટ પેપર મીલથી ડેનીકા ગ્‍લાસ કંપની થી સેન્‍ટર ઓફ એકસીલન્‍સ સુધી, સરદાર ચોકથી બેન્‍ક ઓફ બરોડા, મોરારજી સર્કલ થી 'સી' સુધી, એન.આર. અગ્રવાલ ચોકથી 'સી' સુધી, વાપી એસ.ટી. ડેપો વિસ્‍તાર, વાપી જુના ફાટકથી વાપી ટાઉન પોલીસ સ્‍ટેશન સુધી રેલ્‍વે ફાટકની પિ છેડેથી પસાર થતો વાપી-દમણ રોડ ઉપર બંને સાઇડે અને કબ્રસ્‍તાન રોડથી ઝંડા ચોક સુધી વાપી શહેરના પંદર જાહેર માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે. અધિક કલેકટર દ્વારા જારી કરવામાં આવેલા આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે એમ અધિક કલેકટર, વલસાડ તરફથી જણાવાયું છે.

વાપી નગરપાલિકાના બે માર્ગો માલ વાહક વાહનો માટે પ્રતિબંધિત

વલસાડઃ વાપી નગરમાંથી પસાર થતા વાપી ગોલ્‍ડ કોઇન સર્કલથી ચોથિયા પોઇન્‍ટ સર્કલ સુધી સ્‍થાનિક બજાર, રેલ્‍વે સ્‍ટેશન, શાકભાજી માર્કેટ તેમજ વેપારીઓના માલ સામાનના ગોડાઉન આવેલા છે. આ વિસ્‍તારમાં પાર્કિંગની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ન હોવાને કારણે તેમજ માલ વાહક વાહનોની અવર જવરને વધુ પડતી ટ્રાફિકની સમસ્‍યા સર્જાતી હોય છે. પરિણામે અવાર-નવાર નાના મોટા અકસ્‍માતો તેમજ ઘણીવાર ગંભીર અકસ્‍માતોના બનાવો બનતા હોય છે. આવા ગંભીર અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે વલસાડ જિલ્લાના અધિક કલેકટર શ્રી જે.કે.ગઢવીએ તેમને મળેલી જિલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્‍ત અને સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટ, પારડી, પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી વાપી ટાઉન તથા ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકાની ભલામણને અનુલક્ષીને વાપી શહેરના વાપી ઝંડાચોકથી એમ.જી.રોડ રેલ્‍વે સ્‍ટેશન સુધી અને ચોથિયા પોઇન્‍ટથી મેઇન બજાર ઝંડા ચોક સુધીના રોડને સવારે ૦૭:૦૦ થી ૧૨:૦૦ અને બપોરે ૧૬:૦૦ કલાકથી રાતના ૨૨:૦૦ કલાક દરમિયાન માલવાહક વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત જાહેર કર્યા છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે એમ, અધિક કલેકટર વલસાડ તરફથી જણાવાયું છે.

 

વાપી ડુંગરા નવીનગરીની યુવતિ ગુમ થઇ છે

વલસાડઃ વાપી ડુંગરા નવી નગરી તા. પારડી, જી.વલસાડ ખાતે રહેતા નવીનભાઇ ભાણાભાઇ પટેલની દિકરી પ્રેમિલાબેન ગત તા. ૧૮/૦૩/૨૦૧૩ના રોજ  ૦૯:૦૦ થી ૧૧:૦૦ સુમારે પોતાના ઘરેથી કોઇને કંઇ પણ કહ્યા વગર કયાંક ચાલી ગયેલ છે. ગુમ થનાર પ્રેમિલાની ઉંમર આશરે ૨૦ વર્ષ, રંગે શ્‍યામવર્ણી, ઉંચાઇ આશરે પાંચ ફુટ, મોંઢુ લંબગોળ, શરીરે મજબુત બાંધાની છે. તેણીના ડાબા હાથની કોણી પર ડામનું નિશાન છે. શરીરે ભુરા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ  છે. તેણીએ ધો.૧૦ સુધીનો અભ્‍યાસ કરેલ છે અને ગુજરાતી ભાષા જાણે છે.જો આવા વર્ણનવાળીસ્ત્રી કોઇને મળી આવે તો તાત્‍કાલિક વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનના ટેલિફોન નં. ૦૨૬૦-૨૪૬૧૧૦૦ ઉપર જાણ કરવા વાપી ટાઉન પોલીસ સ્‍ટેશન તરફથી જણાવાયું છે.

 

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, વલસાડ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો

વલસાડઃ વલસાડ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પીવાના પાણીની ફરિયાદ કરી શકે તે માટે કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્‍ય બાંધકામ વિભાગ, અબ્‍બાસ ચેમ્‍બર, જલારામ મંદિરની બાજુમાં, તિથલ રોડ, વલસાડ ખાતેની કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. આ કંટ્રોલ રૂમ ફોન.નં. ૦૨૬૩૨-૨૫૩૧૫૮ ફેક્ષ. નં: ૨૪૧૩૯૮/૨૪૨૩૫૪ છે. જાહેર જનતાને પીવાના પાણી અંગેની ફરિયાદ માટે આપેલ નંબરો ઉપર સંપર્ક કરવા કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકી, જાહેર આરોગ્‍ય બાંધકામ વિભાગ વલસાડ તરફથી જણાવાયું છે.

 

જંબુસર સબ ડીવીઝનના આમોદ તાલુકાના ગામમાં ફાજલ જાહેર થયેલ ખેડવાલાયક જમીન જોગ

ભરૂચઃ જંબુસર સબ ડીવીઝનના આમોદ તાલુકાના તણછા, બોડકા, વેડચા ગામે ટોચ મર્યાદામાં ફાજલ જાહેર થયેલ ખેડવાલાયક જમીન આખરી પત્રકે દાખલ કરવામાં આવેલ છે. જે વ્‍યક્‍તિઓ જમીન મેળવવા માંગતા હોય તેઓએ આ અંગે રાજ્‍ય સરકાર તરફથી નિયત કરેલ નિયત નમુનામાં અરજીઓ તા.૧૩/૫/૨૦૧૩ સુધીમાં કચેરી સમય દરમ્‍યાન મામલતદારશ્રી, આમોદની કચેરીએથી નિયત અરજી ફોર્મ મેળવવાના રહેશે. અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો જેવી કે કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, ધંધાની વિગત, રેશનકાર્ડની પ્રમાણિત નકલ, અનુ.જાતિ/અનુ.જનજાતિ, બક્ષીપંચના હોય તો તે અંગેના મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રીઓનો દાખલો સ્‍વતંત્ર કે સંયુક્‍ત નામે જમીન આવેલ હોય તો તેની છેલ્લી સ્‍થિતિના દાખલા, ૮-અ ની નકલ, માજી સૈનિક ડીસ્‍ચાર્જ સર્ટીફીકેટ તથા ગુજરાતમાં અન્‍ય જગ્‍યાએ જમીન ફાળવેલ હોય તો તેની વિગત સાથેનું સોગંદનામું વિગેરે આધારો સાથે મામલતદારશ્રી ભરૂચને અરજીઓ મોડામાં મોડી તા.૨૭/૫/૨૦૧૩ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૭/૫/૨૦૧૩ પછીથી રજુ થયેલ કોઇ પણ અરજીઓ ધ્‍યાને લેવામાં આવશે નહી. જમીન ફાળવણી અંગેની તારીખ, અરજીઓ મેળવ્‍યા બાદ અરજીની તારીખ પૂર્ણ થયા બાદ અરજીની પ્રાથમિક ચકાસણી ર્ક્‍યાં બાદ નક્કી કરવામાં આવશે.

 જમીનની વિગત

તાલુકાનું નામ

ગામનું નામ

સર્વે નંબર/બ્‍લોક નંબર

ક્ષેત્રફળ એ.  ગુઠા

આમોદ

તણછા

૨૫૪

૦-૫૧-૬૨

આમોદ

બોડકા

૧૦૭

૦-૪૫-૫૩

આમોદ

વેડચા

 

 

 

૧૯

૧૫૭

૩૭૧

૩૮૨

૫૦૬

૧-૭૮-૦૬

૦-૨૧-૨૫

૦-૧૧-૧૩

૦-૬૮-૮૦

૦-૭૭-૯૦

કુલ :

૪-૫૪-૨૯

'

'મેડીકલસ્‍ટોર્સ'' ની હડતાલમાં પણ જરૂરીયાત મંદને દવાઓ મળી રહેશે.

ભરૂચઃ ભરૂચ ડિસ્‍ટ્રીક્‍ટ કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ એસોશિયેશન ધ્‍વારા કેટલીક માંગણીઓના સંદર્ભે સરકારશ્રી સમક્ષ રજુઆત કરવા માટે તા.૧૦/૫/૨૦૧૩ ના રોજ એક દિવસીય બંધ પાળવા અંગેની જાણ કરતો પત્ર અત્રે મળેલ છે. દવા આવશ્‍યક ચીજવસ્‍તુઓ હોય આકસ્‍મિક સંજોગોમાં દવા સરળતાથી મળી રહે અને દર્દીને હાનિ ન પહોંચે તે માટે ભરૂચ ડિસ્‍ટ્રીકટ કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ એસોશિયેશન ધ્‍વારા દર્દીને દવાની જરૂરીયાત પુરી પાડી શકાય તે હેતુથી ભરૂચઃ- ૯૭૨૭૯૯૯૮૬૭ - ૯૭૨૭૯૮૪૬૮૮ - ૩૭૨૭૮૬૦૦૬૪ - ૯૭૨૭૮૫૫૫૯૭, અંકલેશ્વરઃ- ૯૭૨૭૮૬૩૬૬૫ - ૯૭૨૭૬૩૩૭૭૨ - ૯૭૨૭૬૩૫૩૦૪ - ૯૭૨૭૬૨૨૪૩૦, રાજપીપળાઃ- ૯૭૨૬૮૦૦૪૦૫ નિકુંજ કાપડીયા, રિધ્‍ધિ સિધ્‍ધિ વિનાયક એન્‍ડ પર સંપર્ક કરવાથી દવાની જરૂરીયાત ઇમરજન્‍સીમાં પુરી પાડી શકાશે.

 

પ્રાયોજના આહવા-ડાંગ દ્વારા પશુપાલન વ્‍યવસાય વિકાસ ક્ષેત્રે રૂા.૪૧ લાખની જોગવાઈ.

ડાંગઃ ડાંગ જીલ્લાના આદિજાતિ ખેડૂતો ખેતી સાથે અનુકુળ એવા પૂરક વ્‍યવસાય તરીકે પશુપાલન ધંધો શરૂ કરી પગભર થાય તે હેતુથી પ્રાયોજના કચેરી આહવા-ડાંગ દ્વારા ન્‍યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ સને ૨૦૧૩-૨૦૧૪માં પશુપાલન વ્‍યવસાય વિકાસ ક્ષેત્રે જીલ્લાના ૭,૭૩૯ જેટલા ખેડૂત પશુપાલકોને અંદાજીત રૂા.૪૧ લાખની જોગવાઈ પશુપાલન સહાય આપવા માટે કરવામાં આવી છે.

આ પશુપાલન વ્‍યવસાય ક્ષેત્રે કરવામાં આવેલ જોગવાઈમાં આદિજાતિના ૪૦ જેટલા પશુપાલકોને પશુઓને રાખવા માટે શેડ બાંધવા માટે રૂા.૬ લાખની સહાય,૮૦૦ આદિજાતિ પશુપાલકોને આધુનિક ઢબે પશુપાલન પ્રવૃત્તિની તાલીમ આપવા માટે રૂા.૮.૯૧ લાખ, ૫૯૦ પશુપાલકોને હેલ્‍થ કીટ્‍સ આપવા માટે રૂા.૯.૩૨ લાખ, ૨૦૯ પશુપાલકોને ઘાસ-ચારા મીની કીટ્‍સ માટે રૂા.૮.૬૭ લાખ, પશુપાલન શિબિરના આયોજન માટે રૂા.૩ લાખ તથા પશુઓમાં કૃમિરોગ નિવારણ કાર્યક્રમ હાથ ધરવા રૂા.૩ લાખ તેમજ મરઘા ઉછેર પ્રવૃત્તિ માટે ૧૦૦ પશુપાલકોને રૂા.૨.૪૦ લાખના ખર્ચે આપવામાં આવનાર ૨૫ લો ઈનપુટ બર્ડસ માટે સહાય મળીને પશુપાલન વ્‍યવસાય વિકાસ ક્ષેત્રે અંદાજીત રૂા.૪૧ લાખની જોગવાઈ કરી ૭,૭૩૯ જેટલા પશુપાલકોને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ યોજનાના અમલ મદદનીશ પશુપાલન નિયામકશ્રીની કચેરી જીલ્લા પંચાયત આહવા-ડાંગ દ્વારા કરવામાં આવે છે. જેથી પશુપાલન વ્‍યવસાય અંગે જાણકારી અને લાભ મેળવવા ઈચ્‍છતા ડાંગ જીલ્લાના પશુપાલકોએ ઉપરોક્‍ત કચેરીનો સંપર્ક કરવો.

 

 

ડેરી વિકાસ ક્ષેત્રે રૂા.૨.૭૪ લાખની જોગવાઈ..

ડાંગઃ પ્રાયોજના કચેરી આહવા-ડાંગ દ્વારા ન્‍યુ ગુજરાત પેટર્ન કાર્યક્રમ અંતર્ગત સને ૨૦૧૩-૨૦૧૪ માં ડેરી વિકાસ યોજના ક્ષેત્રે રૂા.૨.૭૪ લાખની અંદાજીત જોગવાઈ કરવામાં આવી છે. જેમાં દુધાળા પશુઓ માટે લીલા ઘાસ ચારા વાવેતર  માટે ૮૪ આદિજાતિ પશુપાલકોને રૂા.૨.૭૪ લાખની સહાય આપવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 

તા.૨૨ મીએ નવસારી શહેરનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ :

નવસારીઃ નવસારી (શહેર)નો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ મે-૨૦૧૩ ના રોજ મામલતદાર કચેરી (શહેર), જુનાથાણા, નવસારી ખાતે ૧૧-૦૦ કલાકે યોજાશે. જે માટેની ફરિયાદ અરજીઓ 'ફરિયાદ નિવારણ કાર્યક્રમ-૨૦૧૩Ó દર્શાવી મામલતદારશ્રી (શહેર) ને તા.૧૫/૦૫/૧૩ સુધીમાં ટપાલ મારફત અથવા રૂબરૂમાં મોકલી આપવી. અરજીમાં કયા ખાતાને લગતી બાબત છે તે અવશ્‍ય દર્શાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદ અરજીઓ મે-૨૦૧૩ ના કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે નહિ, એમ નવસારી (શહેર) મામલતદાર ઘ્‍વારા જણાવાયું છે

 

નવસારી જિલ્લામાં મોટર સાયકલ માટે નવી સીરીઝ શરૂ :

નવસારીઃ સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની કચેરી, નવસારી ખાતે તા.૧૫/૫/૨૦૧૩ ના રોજથી મોટરસાયકલ માટે નવી સીરીઝ જીજે-૨૧-એએલ-(GJ-21-AL-) થી શરૂ કરવામાં આવનાર છે. પોતાની પસંદગીનો નંબર મેળવવા ઇચ્‍છતા વ્‍યકિતઓએ પોતાનું વાહન નિરિક્ષકશ્રી પાસે તપાસણી કરાવી જરૂરી ફી તેમજ ટેક્ષ ભરપાઇ કરી પોતાની પસંદગીનો નંબર તેમજ જે રકમ ભરપાઇ કરવા માંગતા હોય તો તેની વિગત બંધ કવરમાં તા.૧૪/૫/૨૦૧૩ સુધીમાં કચેરી ખાતે રજુ કરવાનું રહેશે. એક નંબર માટે એક થી વધુ અરજીઓ આવેલ હશે તો સૌથી વધુ રકમ જે અરજદારે દર્શાવેલ હશે તેને તે નંબર ફાળવવામાં આવશે. ૩૦ દિવસથી વધારાના દિવસની રજુ થયેલ અરજીઓ નંબર હરાજીમાં ભાગ લઇ શકશે નહી. હરાજીમાં મેળવેલ પસંદગી નંબરની ફ્રી દિન-૨ માં ભરી જવા અન્‍યથા નંબર રદ કરી બીજા વાહન માલિકને ફાળવવમાં આવશે, એમ સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, નવસારી ઘ્‍વારા જણાવાયું છે.

સર જે.જે.સ્‍કોલર સ્‍કીમ હેઠળ ધરવ પરીખની પસંદગી :

નવસારીઃ વર્ષ ૨૦૧૨-૧૩ માટે સર જે.જે.સ્‍કોલર સ્‍કીમ હેઠળ સ્‍કોલરશીપ માટે ધરવ શેખર પસંદગી પામ્‍યા છે. નવસારી આર જે.જે.સ્‍કુલમાં અભ્‍યાસ કરતાં અને હાલ તેઓ ગર્વમેન્‍ટ મેડીકલ કોલેજ, વડોદરામાં પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ.માં અભ્‍યાસ કરી રહ્યા છે. આ સ્‍કોલરશીપ એમને મેડીકલ પુર્ણ થાય ત્‍યાં સુધી સંસ્‍થા તરફથી દર વર્ષે મેળવશે. આ સિધ્‍ધિ મેળવી એમણે નવસારી આર.જે.જે. સ્‍કુલ તેમજ કુટુંબનું ગૌરવ વધાર્યુ છે.

 

નવજાત શિશુઓની સેવા માટે ખિલખિલાટ વાનનું લોકાર્પણ :

નવસારીઃ એનઆરએચએમ હેઠળ જીવીકે- ઇએમઆરઆઇ (૧૦૮ સેવા)  અને રાજય સરકારના આરોગ્‍ય ખાતા સંચાલિત ખિલખિલાટ સેવાની વાન ઘ્‍વારા શહેર-જિલ્લામાં નવપ્રસૃતા માતા અને બાળકને પ્રસૃતિ પછી વિનામૂલ્‍યે સરકારી દવાખાનેથી ઘરે પહોંચાડવામાં આવે છે. સરકારી દવાખાનામાં પ્રસૃતિ માટે દાખલ થતી મધ્‍યમવર્ગીય બહેનોને પ્રસૃતિ પછી નાના બાળક સાથે ઘરે પહોંચવામાં મુશ્‍કેલી પડતી હતી જે મુખ્‍યમંત્રી પ્રેરિત ખિલખિલાટ વાનની સેવાથી નવપ્રસૃતા માતા અને બાળકને પ્રસૃતિ પછી સલામત રીતે ઘરે પહોંચવાની સુવિધામાં વધશે.

જે અંતર્ગત તા.૧૦ મે-૨૦૧૩ થી માતા અને નવજાત શિશુઓની સેવા માટેની ખિલખિલાટ વાન સિવિલ હોસ્‍પિટલ નવસારી, ખાતે પણ ઉપલબ્‍ધ બનશે. આ ખિલખિલાટ વાન નવપ્રસૃતા માતા અને બાળકને પ્રસૃતિ પછી વિનામૂલ્‍યે સરકારી દવાખાનેથી ઘરે મુકવા જવાની સેવા આપે છે.  ખિલખિલાટ વાનમાં નવપ્રસૃતા માતા અને બાળકને પ્રસૃતિ પછી ઘેર જતી વખતે સુખડી તેમજ માતા અને બાળકનું આરોગ્‍ય સાચવવા માટે જરૂરી તકેદારીઓ આપતું સાહિત્‍ય (કીટ) પણ આપવામાં આવશે.                            

 

તા.૨૨ મીએ ચીખલી તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ :

નવસારીઃ ચીખલી તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ મે-૨૦૧૩ ના રોજ મામલતદાર કચેરી, ચીખલી ખાતે ૧૧-૦૦ કલાકે યોજાશે. જે માટેની ફરિયાદ અરજીઓ 'ફરિયાદ નિવારણ કાર્યક્રમ મે-૨૦૧૩Ó દર્શાવી મામલતદારશ્રી ચીખલી ને તા.૧૩/૦૫/૧૩ સુધીમાં ટપાલ મારફત અથવા રૂબરૂમાં મોકલી આપવી. અરજીમાં કયા ખાતાને લગતી બાબત છે તે અવશ્‍ય દર્શાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદ અરજીઓ મે-૨૦૧૩ ના કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે નહિ, એમ ચીખલી મામલતદાર ઘ્‍વારા જણાવાયું છે.

 

ઉનાળા દરમિયાન પીવાના પાણીની મુશ્‍કેલી ન પડે તે માટે નવસારી ખાતે  કંટ્રોલરૂમ શરૂ :

નવસારીઃ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડની ક્ષેત્રિય કચેરીઓમાં જિલ્‍લા સ્‍તરે કંટ્રોલરૂમ તાત્‍કાલિક અસરથી શરૂ કરવામાં આવ્‍યો છે. કંટ્રોલરૂમની કામગીરી સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ વાગ્‍યા સુધી સતત ચાલુ રહેશે. ચાલુ ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ જગ્‍યાએ મુશ્‍કેલી ન સર્જાય તથા પીવાના પાણની વ્‍યવસ્‍થા બરોબર જળવાઇ તે તે માટે નવસારી જિલ્લા લેવલે કંટ્રોલરૂમમાં અધિકારી/કર્મચારીઓને યાદી મુજબ ફરજ બજાવવાની રહેશે. કંટ્રોલરૂમની કામગીરી દરમિયાન મેળવવામાં આવેલ પીવાના પાણીના પ્રશ્નો/રજૂઆતો બાબતે વિગતો મળે તેમ રજીસ્‍ટર નિભાવાણી કરવાની રહેશે. તેમજ વધુ વિગત માટે કચેરીનો ફોન નંબર (૦૨૬૩૭) ૨૫૭૦૬૬, ફેકસ -૨૩૧૧૫૦ તથા મોબાઇલ નંબર-૯૯૭૮૪૦૬૬૬૫ (કા.ઇ.શ્રી નવસારી), ૯૯૭૮૪૦૬૬૬૬ (ના.કા.ઇ.શ્રી નવસારી), ૯૯૭૮૪૦૬૬૬૭ (ના.કા.ઇ.શ્રી બીલીમોરા), ૯૯૭૮૪૦૬૬૬૮ (ના.કા.ઇ.શ્રી વાંસદા) પર સંપર્ક સાધવા કાર્યપાલક ઇજનેરશ્રી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ ઘ્‍વારા યાદીમાં જણાવાયું છે.

 

નવસારી જિલ્લામાં ૧૪  મે થી કૃષિ મહોત્‍સવનો પ્રારંભ :

નવસારીઃ નવસારી જિલ્લામાં તા.૧૪ મે-૨૦૧૩ થી કૃષિ મહોત્‍સવનો પ્રારંભ થશે. જે તા.૩૧/૫/૨૦૧૩ સુધી ચાલશે. નવસારી જિલ્લામાં કૃષિ મહોત્‍સવના સુચારૂ આયોજન અંગે જિલ્લા પંચાયત ખાતે બેઠક મળી હતી. જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.પટેલે કૃષિ મહોત્‍સવ દરમિયાન જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ જોડાઇ ભાગ લે, તે પ્રમાણે સુચારૂ આયોજન કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીને જણાવ્‍યું હતું. પ્રશાસનના અધિકારીઓ ઘ્‍વારા કૃષિ મહોત્‍સવના સુચારુ આયોજન તૈયારી પુર્ણ કરવામાં આવી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કે.વી.પટેલના જણાવ્‍યાં અનુસાર નવસારી જિલ્લાની ટીમ દ્વારા કૃષિ મહોત્‍સવ અંગે માઇક્રોપ્‍લાનીંગ તૈયાર કરવામાં આવ્‍યું છે. જિલ્લામાં જે તે વિસ્‍તારમાં જમીનને અનુલક્ષીને થતાં પાકો આધારિત થીમ નકકી કરવામાં આવ્‍યા છે. કૃષિ મહોત્‍સવ સુપેરે પાર પડે તે માટે તાલુકા પ્રમાણે નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. જેતે વિસ્‍તાર અનુલક્ષીને વૈજ્ઞાનિકો અને તજજ્ઞ ખેડૂતો ગામડે ગામડે જઇ માર્ગદર્શન આપશે.

નવસારીમાં ખેડુતોને ખેતીલક્ષી સરળભાષામાં માર્ગદર્શન મળી રહે તે માટે ગામડે ગામડે  કૃષિના ઋષિઓ માર્ગદર્શન આપશે.

આગામી કૃષિ મહોત્‍સવના આયોજન અંગે વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના પાંચ તાલુકાઓ માટે માહિતીસભર કૃષિરથ તૈયાર કરવામાં આવ્‍યાં છે. કૃષિરથ સાથે કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતોને લેન્‍ડ યુસ પ્‍લાનિંગ આધારિત માર્ગદર્શન આપશે.

કૃષિ મહોત્‍સવ-૧૩ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગો ઘ્‍વારા યોજનાકીય લાભો અપાશે. ખેતીવાડી, બાગાયત, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ, જમીન સંરક્ષણ વિભાગ ઘ્‍વારા  આયોજન થયું છે.

ખેતીવાડી અધિકારીના જણાવ્‍યા અનુસાર કૃષિ મહોત્‍સવ દરમિયાન ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળી રહે તેના પર ભાર મૂકયો હતો. નવસારી જિલ્લામાં તા.૧૪ મે એ  વાંસદા તાલુકામાં ધરમપુરી, ચીખલી તાલુકામાં વાડ, ગણદેવીમાં ઉંડાચ વાણિયા ફળિયા, જલાલપોરમાં ચીંચગામ અને નવસારી તાલુકામાં શાહુ ગામે કૃષિ મહોત્‍સવનો પ્રારંભ કરાશે. બેઠકમાં અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.