વડોદરા
આગામી ચોમાસાને અનુલક્ષીને જિલ્લા વહિવટી તંત્રે કલેકટરશ્રીના માર્ગદર્શન અને રાજયના રાહત કમિશનરશ્રીની સૂચનાઓ પ્રમાણે પૂર, વાવાઝોડું સહિતની વિવિધ ચોમાસું આફતો અને જોખમોના નિયંત્રણ, બચાવ અને રાહતની વ્યૂહરચના ધડવા જેવી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દિધી છે. તેના ભાગરૂપે શુક્રવાર તા.૧૭/૦૫ના રોજ બપોરના ૧૨.૦૦ વાગે કલેકટર કચેરીના ધારાસભા ખંડમાં સંબંધિત તમામ વિભાગોની બેઠક રાખવામાં આવી છે. તેના અનુસંધાને વિભાગોને વર્ષાઋતુ-૨૦૧૩ના સંદર્ભમાં તેમના ડિઝાસ્ટર મેનેજમેંટ પ્લાન્સને અઘતન કરીને મોકલી આપવા જણાવાયું છે. કલેકટર કચેરી દ્વારા ચોમાસાંને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારીઓની લાયઝન અધિકારીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેઓ પોતાના તાલુકાઓમાં કામગીરીનું સંકલન કરશે. આ ઉપરાંત જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેંટને પ્લાનનું પણ અઘતનીકરણ કરવામાં આવશે.
ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ કૃષિ મહોત્સવમાં સખી મંડળની રચનાને પ્રોત્સાહિત કરશે
વડોદરા,
પશુપાલન અને બાગાયતના ક્ષેત્રમાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન છે. તેને અનુલક્ષીને રાજયનો ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ કૃષિ મહોત્સવમાં જોડાશે અને ગ્રામીણ બહેનોના સખી મંડળની રચનાને પ્રોત્સાહિત કરવા સહિતની વિવિધ કામગીરીઓ કરશે. વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્વચ્છતાની શરૂઆત અને નિર્મળ ગુજરાતનું અમલીકરણ, સ્વસહાય જુથો, નરેગાના કાર્યક્રમોનો પ્રસાર, લાભાર્થીઓની અરજીઓ મેળવવી અને મંજૂર કરવી, પાણીની બચત, પંચવટી દ્વારા હરિયાળીનો ઉછેર અને આરોગ્યલક્ષી કાર્યક્રમો ઈત્યાદિનું કૃષિ મહોત્સવ દરમિયાન આયોજન કરશે.
જમીન વિકાસ નિગમ અને જીજીઆરસી કૃષિ મહોત્સવમાં સહભાગી બનશે
વડોદરા,
કૃષિ મહોત્સવને અસરકારક અને પરિણામલક્ષી બનાવવા ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ અને ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (જીજીઆરસી) તેમાં સહભાગીદાર બનશે. જમીન વિકાસ નિગમ તેના અનુસંધાને ચેક ડેમ્સ/તળાવોના સ્થળ નક્કી કરવા ગામવાર કન્ટુર મેપ તૈયાર કરવા, સીમ અને ખેત તલાવડીના કામો શરૂ કરવા, તળાવોની સફાઇ અને ઉંડાઇમાં વધારો કરવો તથા વોટર રીચાર્જીંગના પરિસંવાદો યોજવા જેવા આયોજનો કરશે. જયારે જળબચત અને ઓછા પાણીએ બહોળી ખેતીને વેગ આપવા સ્થાપિત જીજીઆરસી કૃષિ મહોત્સવ દરમિયાન ટપક સિંચાઇ પ્રસ્થાપન માટે અરજીઓ સ્વીકારવી, મંજૂર કરવી, ૧૦૦ ટકા ડ્રીપવાળા મોટા ગામોમાં કાર્યક્રમો યોજવા જેવાં આયોજનો કરશે.
કરજણ તાલુકાના ૧૮ ગામોમાં કૃષિ મહોત્સવ યોજાશે
વડોદરા,
સન ૨૦૧૩ના કૃષિ મહોત્સવના ભાગરૂપે કરજણ તાલુકાના ૧૮ ગામોમાં તા. ૧૪/૦૫થી ૩૧/૦૫ દરમિયાન કૃષિરથનું આગમન થશે અને કૃષિ સભાઓ યોજાશે. સમયપત્રક પ્રમાણે તાલુકા પંચાયતની ધાવટ બેઠકના ગામો માટે ધાવટમાં તા.૧૪/૦૫ના રોજ, હાંડોદ બેઠકના ગામો માટે સંભોઇમાં તા.૧૫/૦૫ના રોજ, કરખડી બેઠકના ગામો માટે કંબોલામાં તા.૧૬/૦૫ના રોજ, મિયાગામ બેઠકના ગામો માટે ભરથાણામાં તા. ૧૭/૦૫ના રોજ, અણસ્તુ બેઠકના ગામો માટે અણસ્તુમાં તા. ૧૮/૦૫ના રોજ, કંડારી બેઠકના ગામો માટે જુની જીથરડીમાં તા. ૧૯/૦૫ના રોજ, સાંપા બેઠકના ગામો માટે બોડકામાં તા. ૨૦/૦૫ના રોજ, ગંધારા બેઠકના ગામો માટે ધનોરમાં તા. ૨૧/૦૫ના રોજ, વેમાર બેઠકના ગામો માટે કોઠાવમાં તા. ૨૨/૦૫ના રોજ, ચોરંદા બેઠકના ગામો માટે બચારમાં તા. ૨૦/૫ના રોજ, દેઠાણ બેઠકના ગામો માટે ઓસલામમાં તા. ૨૪/૦૫ના રોજ, સીમળી બેઠકના ગામો માટે સીમળીમાં તા. ૨૫/૦૫ના રોજ સાંસરોદ બેઠકના ગામો માટે હલદરવામાં તા. ૨૬/૦૫ના રોજ, સારીંગ બેઠકના ગામો માટે સારીંગમાં તા. ૨૭/૦૫ના રોજ, કોલીયાદ બેઠકના ગામો માટે શનાપુરામાં તા. ૨૮/૦૫ના રોજ, સણીયાદ બેઠકના ગામો માટે ઉરદમાં તા. ૨૯/૦૫ના રોજ, મોટીકોરલ બેઠકના ગામો માટે આલમપુરામાં તા. ૩૦/૦૫ના રોજ અને વલણ ૧/૨ બેઠકના ગામો માટે મેસરાળમાં તા. ૩૧/૦૫ના રોજ કૃષિ મહેત્સવ યોજાશે. દરેક ગામના કાર્યક્રમનો સમય સવારના ૮.૩૦ કલાકનો રહેશે.
યુનાઇટેડ વે ઓફ બરોડાએ શાળા અનો કોલૅજનો ૪ હજારથી વધુ યુવા કિશોરોને થેલેસેમિયા અંગે સભાન કર્યા
વડોદરા,
આરોગ્ય, શિક્ષણ અને સમુદાય ધડતરના ક્ષેત્રમાં કાર્યરત સેવા સંસ્થા યુનાઇટેડ વે ઓફ બરોડાએ અસાધ્ય રોગ થેલેસેમિયાની અટકાયત અને જાગૃતિની કામગીરી સન ૨૦૧૧થી ઉપાડી છે. તેના ભાગરૂપે સંસ્થાએ અત્યાર સુધીમાં શહેરની ૫૦થી વધુ શાળાઓમાં થેલેસેમિયા જાગૃતિના કાર્યક્રમ યોજાયાં છે અને શાળા/કોલૅજીસના ૪ હજારથી વધુ યુવાકિશોરોને થેલેસેમિયા અંગે સભાન કર્યા છે. આ દરમિયાન થેલેસેમિયા માઇનોર જણાયેલા યુવાનો અને તેમના પરિવારજનોને આ રોગ નિવારણની તકેદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતમાં અંદાજે ૩.૪ ટકા વસતિ થેલેસેમિયાની વાહક છે. યુનાઇટેડ વે ઓફ બરોડની આ ક્ષેત્રમાં પ્રસંશનીય કામગીરીની કદર કરવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી થેલકોન-૨૦૧૩માં સંસ્થાનું સન્માન કર્યું હતું. સંસ્થા દ્વારા થેલેસેમિયા સ્ક્રીનીંગ અને ડિટેકશન કેમ્પ પણ યોજવામાં આવે છે.
સાવલી અને પાદરા તાલુકાઓમાં સામાજિક અને શૈક્ષણિક પછાત (ખાસ પ્લાન)ની જોગવાઇ હેઠળ વિકાસ કામો
વડોદરા,
જિલ્લા આયોજન મંડળને સામાજિક શૈક્ષણિક પછાત (ખાસ પ્લાન)ની જોગવાઇ હેઠળ આવા સમુદાયોની વસતિવાળા વિસ્તારોના વિકાસ માટે અનુદાન ફાળવવામાં આવે છે. વડોદરા જિલ્લા આયોજન મંડળે સન ૨૦૧૩-૧૪ના વર્ષમાં પાદરા અને સાવલી તાલુકાને ઉપરોકત જોગવાઇ હેઠળ તાલુકાદીઠ રૂા. ૨ લાખ પ્રમાણે મળવાપાત્ર રૂા. ૪ લાખના અનુદાન આધારિત વિકાસ કામોનું આયોજન કર્યું છે. તદ્નુસાર પાદરા તાલુકાના ભોજ ગામના માળીવાસમાં રૂા. ૨ લાખના ખર્ચે આર.સી.સી.રોડ બનાવવામાં આવશે. જયારે સાવલી તાલુકાના ગુતરડી (મહાદેવવાડી) ગામમાં રૂા. એક લાખના ખર્ચે આર.સી.સી.રોડ બનાવવામાં આવશે અને વાટા (પીપલછટ) ગામના રાવળવાસમાં રૂા. એક લાખના ખર્ચે બોર મોટરનું કામ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મતદાર યાદીમાં સુધારા-વધારા અંગે સૂચના
વડોદરા,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી જુલાઇ-૨૦૧૩માં થશે. આ અંગેની મતદાર યાદીમાં અગાઉ સુધારા-વધારા કરવામાં આવ્યા હતા. પરંતુ સરકારશ્રી દ્વારા બોર્ડની મુદત લંબાવાતા નવેસરથી સુધરા-વધારા કરવા જરૂરી બન્યા છે. તેને અનુલક્ષીને વડોદરા શહેર/જિલ્લાની તમામ બિન-સરકારી માધ્યમિક /ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉત્તર બુનિયાદી શાળા/માધ્યમિક શિક્ષણ તાલીમ કોલેજો/સ્નાતક બુનિયાદી તાલીમ કોલેજોના આચાર્યશ્રીઓ તથા સંચાલક મંડળ/વાલી મંડળના સંબંધિતોને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રસિદ્ધ કરેલ તમામ સંવર્ગની ફોટાવાળી મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં સંબંધિત એસ.વી.એસ.ના મદદનીશ શિક્ષણ નિરીક્ષકનો તા. ૧૩/૫/૨૦૧૩ થી ૧૫/૫/૨૦૧૩ના રોજ ૧૧.૦૦થી ૨.૦૦ કલાક સુધી સંપર્ક કરવા જણાવાયું છે. મુદત પછી મતદાર યાદીઓમાં સુધારા-વધારા માટે કોઇ હક્ક દાવો રહેશે નહિ. અધુરી વિગતો હોય તેવા મતદારોના નામ રદ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી, વડોદરાની યાદીમાં જણાવાયું છે.
બે પૈંડાવાળા વાહનો માટે નવી સીરીઝ
વડોદરા,
આર.ટી.ઓ. માં ટુ વ્હીલર (બે પૈંડાવાળા) વાહનો માટે તા. ૧૮/૫/૨૦૧૩ના રોજ જીજે-૦૬-એફએસ. ૧થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના હેડ કલાર્ક શ્રી ડી.એન.પટેલ સમક્ષ તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં પોતે કેટલી રકમ ભરવા માગે છે તે ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે અરજદારે નિયત ફી રૂા. ૧૦૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક એફ ઇન્ડિયાનો ડીમાન્ડ ડ્રાફટ/પે- ઑર્ડર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવીને બંધ કરવામાં અરજી કરવાની રહેશે.
વાહન ખરીદ કર્યા તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ ૩૦ દિવસની મુદત પૂર્ણ થઇ હોય તે સમય મર્યાદા/બહારની અરજીઓ તેમજ બીટી/આરએમએ વાળા વાહનોના પસંદગી નંબર મેળવવાની અરજીઓ દફતરે કરવામાં આવશે અને તેવા અરજદારોને પસંદગી નંબર માટે કરેલ અરજી વિચારણ હેઠળ લેવામાં આવશે નહીં વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
આણંદ જિલ્લામાં અગત્યના કડીરૂપ સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા
(નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન રેકોર્ડીગ સિસ્ટમ સહિત) રાખવા આદેશ
આ હુકમ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે
આણંદ –
- ગુપ્તચર સંસ્થાના વખતો વખતના અહેવાલો અન્વયે આંતકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરી મોટી જાનહાનિ તેમજ મિલ્કત હાનિ કરવામાં આવતી હોય છે તથા હાઇવે હોટલોનો ઉપયોગ કરતી હોય છે. આવા ગૂના અટકાવવા તથા વણશોધાયેલા ગૂનાઓ શોધવા મહત્વની કડી અને તે માટે પેટ્રોલ પંપો, હોટલો તેમજ વધારે અવર-જવરવાળા વિસ્તારો ઉપર જગ્યાઓ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે મુકવામાં આવે તો ગુનેગારો, ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફાય કરીને ગુનેગાર વિરૂદ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજૂ થઇ શકે તે હેતુસર આવા સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે રાખવાનું જરૂરી છે.
આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જી.ગોહીલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ આણંદ જિલ્લામાં આવેલ તમામ હોટલ, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, તમામ પેટ્રોલપંપ, તમામ ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઇવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા જે તે દુકાનો/પેઢીઓ/સંસ્થાઓના માલિકોએ ગોઠવવા તથા આ કેમેરા એવી રીતે ગોઠવવા કે વ્યક્તિ કે વાહન આઇડેન્ટીફાય થઇ શકે તથા રાત્રિ દરમિયાાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવી ક્વોલીટીના રાખવા અને છ માસ સુધી રેકોર્ડીંગ રહે તેવી વ્યવસ્થા રાખવા આદેશ કર્યા છે.આ હુકમ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટર નિભાવવાના રહેશે
સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ ૧ વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા ૧ માસ સુધી રીટેલરની રહેશે
આ હુકમ તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી અમલમાં રહેશે
આણંદ
જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટરો રાખવા, મોબાઇલ વેચનાર તથા લેનાર તથા ઓળખપત્ર વિના મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે લેનાર/વેચનાર માટે જવાબદારી નકકી કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદે ફોજદારી કાર્યરિતી અધિનિયમ (CR.P.C.) ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતાં પહેલાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગેનું પુરું નામ/સરનામું ફરજિયાતપણે નોંધવાનું રહેશે તથા તે માટે અલગ અલગ રજિસ્ટર નિભાવવાના રહેશે. જૂના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર કોઇપણ વ્યકિતઓ મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે ઓળખકાર્ડ અથવા કોઇપણ ઓળખપત્ર વગર વેચશે, ખરીદશે અથવા કોઇપણ રીતે અન્યને તબદીલ કરશે તો તે અંગે તેવા મોબાઇલ સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે વેચનાર કે પ્રાપ્ત કરનારની જવાબદારી બનશે.
સત્તાધિશ અધિકારી ચકાસણી અર્થે માગે ત્યારે અઘતન રજિસ્ટર રજુ કરવાનું રહેશે.સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ ૧ વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા ૧ માસ સુધી રીટેલરની રહેશે.
આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી ૬૦ દિવસ (બંન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ના ૪૫ માં) કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે
આણંદ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-આણંદ શ્રી આર.જી.ગોહિલે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે આણંદ જિલ્લાના વિસ્તારમાં કોઇ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિત સલામતી તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અનુલક્ષીને સબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકશે નહી.ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સબંધિત દલાલ કે જેઓ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી (બંન્ને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.આ આદેશનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
૧૪-મે થી કૃષિ મહોત્સવનો આણંદ જિલ્લામાં પ્રારંભ
જિલ્લામાં ૧૮ દિવસ દરમ્યાન નિયત રૂટ મુજબ ૧૪૨ ગામોમાં કૃષિરથ ફરશે
આણંદ –
રાજ્ય સરકારે કૃષિ મહોત્સવ-૨૦૧૩ ઉજવવાનું નક્કી કરેલ છે તે મુજબ આણંદ જિલ્લામાં તા.૧૪/૫/૧૩ થી ૩૧/૫/૨૦૧૩ દરમ્મ્યાન કૃષિ મહોત્સવની ઉજવણી થનાર છે.
કૃષિ મહોત્સવની ઉજવણી દરમ્યાન નક્કી થયેલ રૂટ મુજબ તાલુકા પંચાયત સદસ્યની બેઠક/કલસ્ટરના ગામોનો સમાવેશ મુજબ નીચે દર્શાવેલ તારીખે તાલુકાઓના ગામો ખાતે કૃષિરથ સવારે ૦૮-૩૦ થી બપોરે ૧૩-૩૦ દરમ્યાન ભ્રમણ કરશે જેનો લાભ આજુબાજુના તમામ ખેડૂતમિત્રોને લેવા અનુરોધ છે.
| તારીખ | આણંદ | ઉમરેઠ | બોરસદ | આંકલાવ | ખંભાત | તારાપુર | પેટલાદ | સોજીત્રા |
| ૧૪/૦૫/૧૩ | સામરખા | ધોરા | કાવીઠા | નવાપુરા | નગરા | ઇન્દ્રણજ | બામરોલી | મલાતજ |
| ૧૫/૦૫/૧૩ | ગામડી | ઝાલાબોરડી | બોચાસણ | ગંભીરા | માલુ | મીલરામપુરા | ડેમોલ | દેવાતજ |
| ૧૬/૦૫/૧૩ | ચીખોદ્રા | મેધવા | નાપા તળપદ | જીલોડ | વાડોલા | દુગારી | રાવલી | મધરોલ |
| ૧૭/૦૫/૧૩ | કુંજરાવ | તારાપુર | ઢુંઢાકુવા | મોટી સંખ્યાડ | કણઝટ | ચીતરવાડા | ચાંગા | બાલીંટા |
| ૧૮/૦૫/૧૩ | ત્રણોલ | જાખલા | રૂદેલ | ઉમેટા | પીપળોઇ | ગલીયાણા | રવિપુરા | રૂણજ |
| ૧૯/૦૫/૧૩ | ખંભોળજ | આશીપુરા | રણોલી | હઠીપુરા | જલષણ | વાળંદાપુરા | ધુંટેલી | વિરોલ |
| ૨૦/૦૫/૧૩ | સારસા | થામણા | જંત્રાલ | કોસીંન્દ્રા | નંદેલી | આદરૂજ | અરડી | પીપળાવ |
| ૨૧/૦૫/૧૩ | વ્હેરાખાડી | દાગજીપુરા | બનેજડા | આમરોલ | વટાદરા | પાદરા | અગાસ | ત્રંબોવાડ |
| ૨૨/૦૫/૧૩ | વાસદ | સુરેલી | સૈજપુર | કહાનવાડી | ઉંદેલ | ગોરાડ | ફાંગણી | કાસોર |
| ૨૩/૦૫/૧૩ | અડાસ | ભાટપુરા | બદલપુર | ભેટાસી બા.ભાગ | ભુવેલ | આંબલીયારા | વિરોલસી | ભડકદ |
| ૨૪/૦૫/૧૩ | રામનગર | ધુળેટા | દિવેલ | ભાણપુરા | ખડોધિ | બુધેજ | વિશ્રામપુરા | દેવા તળપદ |
| ૨૫/૦૫/૧૩ | મોગર | સુંદલપુરા | દહેવાણ | મુંજકુવા | બાજીપુરા | મોભા | શાહપુર | પેટલી |
| ૨૬/૦૫/૧૩ | વડોદ | જીતપુરા | ઉંમલાવ | કંથારીયા | ધુવારણ | તારાપુર | દંતેલી | ડભોઉ |
| ૨૭/૦૫/૧૩ | જીટોડીયા | હમીદપુરા | વડેલી | આસોદર | મેતપુર | --------- | ધર્મજ | --------- |
| ૨૮/૦૫/૧૩ | નાવલી | ખેરવાડ | કસુંબાડ | -------- | શક્કરપુર | --------- | કાણીયા | --------- |
| ૨૯/૦૫/૧૩ | નાપાડવાંટા | શીલી | ભાદરણ | -------- | નાના કલોદરા | --------- | માનપુરા | --------- |
| ૩૦/૦૫/૧૩ | કાસોર | -------- | સારોલ | -------- | ભીમતળાવ | --------- | નાર | --------- |
| ૩૧/૦૫/૧૩ | મોગરી | -------- | પામોલ | -------- | આખોલ | --------- | પંડોળી | --------- |
| ૨૭/૦૫/૧૩ | --------- | -------- | --------- | -------- | --------- | --------- | ભુરાકુઇ | --------- |
| ૨૮/૦૫/૧૩ | --------- | -------- | વાસણાબો | -------- | મીતલી | --------- | શિલવાઇ | --------- |
| ૨૯/૦૫/૧૩ | --------- | -------- | ખેડાસા | -------- | ગુંદેલ | --------- | ઇસરામા | --------- |
| ૩૦/૦૫/૧૩ | --------- | -------- | નાની શેરડી | -------- | માલાસોની | --------- | ભવાનીપુરા | --------- |
| ૩૧/૦૫/૧૩ | --------- | -------- | --------- | -------- | --------- | --------- | વટાવ | --------- |
૧૮ મે ના રોજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે
આણંદ
જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક તા.૧૫/૫/૨૦૧૩ના રોજ શનિવારે સરકીટ હાઉસ,આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક પહેલા ૧૪-૩૦ કલાકે યોજાશે. તો સદરહુ બેઠકમાં સબંધિતોઓએ હાજર રહેવા જણાવાયું છે.
આણંદ જિલ્લાના મતદારો માટે મતદાતા સહાય કેન્દ્રનો પ્રારંભ
આણંદ –
આણંદ જિલ્લાના મતદારો માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મતદાતા સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.જેમાં આણંદ જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તારના મતદાતાઓને તેમના ખોવાયેલ, ફાટીગયેલ, અગાઉના ઓળખપત્રોમાં સુધારા-વધારા કરવાના થતા હોયતો મતદારે રહેઠાણના પુરાવા તથા ઉંમરના જરૂરી આધાર પુરાવા રજુ કર્યેથી સુધારાવાળુ મતદાર ઓળખપત્ર કાઢી આપવામાં આવશે આ અંગે મતદારે જાતે આવવાનું રહેશે.મતદાર યાદીમાં નામ નોધાયેલ ન હોયતો તેવા મતદારોને ફોટો મતદાર ઓળખપત્ર મળી શકશે નહી.
મતદાર તરીકે નામ દાખલ કરવા બાબતે જે તે વિસ્તારની મામલતદાર કચેરી તેમજ મતદાર નોધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ નાયબ ચૂંટણી અધિકારીશ્રી વી.જે.પટેલે જણાવેલ છે.
લલિત કલા અકાદમી દ્વારા ૧૭મી રાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરાયુ
'ચિલ્ડ્રન-ધી હોપ ઓફ નેશન' વિષય પર ફોટોકૃતિઓ સ્વીકારાશે
ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા 'ચિલ્ડ્રન-ધી હોપ ઓફ નેશન' વિષય પર ૧૭મી રાષ્ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં કલર તેમજ બ્લેક એન્ડ વ્હાઇટ એમ બે વિભાગમાં સ્પર્ધા યોજવામાં આવશે. પ્રત્યેક વિભાગમા પ્રથમ ઇનામ રૂ.૧૦,૦૦૦/-, બીજુ ઇનામ રૂ.૭૦૦૦/-, તૃતિય ઇનામ રૂ.૫૦૦૦/- તથા રૂ.૧૦૦૦/-ના પાંચ આશ્વાસન ઇનામ આપવામાં આવશે. દેશના ફોટોગ્રાફી ક્ષેત્રના કલાકારોને પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે તેમજ આમ જનતાની ફોટોગ્રાફી કલા પ્રત્યે વિષયલક્ષી રૂચી કેળવાય તેવા આશયથી આ ૧૭મી રાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધામાં ભારત દેશના કલાકારો/કલાના ચાહકો/કલા સંસ્થાના વિદ્યાર્થીઓ પાસેથી ફોટોકૃતિઓ સ્પર્ધા માટે મંગાવવામાં આવે છે. આગામી તા.૧૭/૬/૨૦૧૩ થી તા.૨૯/૬/૨૦૧૩ સુધી જ ફોટોકૃતિઓ સચિવશ્રી, ગુજરાત રાજય લલિત કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, લો ગોર્ડન, ભાઇકાકા ભવન સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ખાતે સ્વીકારવામાં આવશે. સ્પર્ધા અંગેની વિગતો પણ ઉપર જણાવેલ સરનામેથી મેળવીને પ્રદર્શનમાં રજૂ કરવાની ફોટોકૃતિઓ સાથે તા.૨૯/૬/૨૦૧૩ પહેલા મોકલવાની રહેશે.
આ સ્પર્ધાનું ફોર્મ www.sycd.gujarat.gov.in ઉપર ગુજરાત રાજય લલિતકલા અકાદમીમાંથી ડાઉનલોડ કરી મેળવી શકાશે તેમ સચિવશ્રી, ગુજરાત રાજય લલિત કલા અકાદમી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
નડિયાદ ખાતે જિલ્લા પ્રિનેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક એકટ અન્વયે એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ
નડિયાદઃ
એપ્રોપિએટ ઓથોરીટી પી.એન.ડી.ટી. એકટ અને જિલ્લા કલેકટરશ્રી, ખેડાના અધ્યક્ષસ્થાને પી.એન.ડી.ટી.એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ઇનચાર્જ જિલ્લા કલેકટરશ્રી સંદીપકુમાર સાંગલેએ સેકસ રેશીયોને સંતુલનમાં રાખવા, સોનોગ્રાફી મશીનો માટે નવી આવેલ તેમજ રીન્યુઅલ અરજીઓ અંગે અને બેટી બચાવો અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરી યોગ્ય અને અસરકારક પગલા લેવા જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક કલેકટરશ્રી એસ.કે.લાંગા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પટેલ, ડો.તનીષાબેન, ડો.જાડાવાલા, સરકારી વકીલશ્રી ઢગડ અને જાણીતા એડવોકેટ શ્રીમતી રક્ષાબેન મહેતા ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્ર્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.

















