વરિષ્ઠ પત્રકાર સ્વ. તુષાર ભટ્ટને મુખ્ય મંત્રીશ્રીની ભાવભરી શ્રદ્ધાંજલિ
અંગ્રેજી પત્રકારત્વ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનારા સ્વ. તુષાર ભટ્ટના યોગદાનની પ્રસંશા
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વરિષ્ઠ પત્રકાર શ્રી તુષાર ભટ્ટના અવસાન અંગે ઊંડા દુઃખ અને આધાતની લાગણી વ્યકત કરી છે.
સ્વ. તુષાર ભટ્ટના શોકસંતપ્ત પરિવારને દિલસોજી પાઠવતા શોક સંદેશામાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું છે કે, અંગ્રેજી પત્રકારત્વ ક્ષેત્રે સ્વ. તુષાર ભટ્ટે આગવું કૌશલ્ય પૂરવાર કર્યું હતું. રાષ્ટ્રીય અંગ્રેજી અખબારના તંત્રી સ્થાને પહોંચીને તેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતના વિકાસ અને સમસ્યાઓના અભ્યાસુ અને રમૂજવૃત્ત્િા સાથે પત્રકાર તરીકે તેમણે આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે. સ્વ. તુષાર ભટ્ટની ચિરવિદાયથી ગુજરાતે પ્રખર પત્રકાર ગુમાવ્યા છે એમ તેમણે જણાવ્યું છે.
ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જી.ઓ.સી. મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર
કમાન્ડીંગ ઇન ચીફ લેફ. જનરલશ્રી એ. કે. સિંગે સૌજ્ન્ય મૂલાકાત
લીધી હતી અને સુરક્ષા વિષયક વિચાર વિર્મશ કર્યો હતો.
રાજ્યના ૧૦ સનદી અધિકારીઓની બઢતી-બદલી
ગુજરાત સરકારના ૧૦ સનદી (આઇ.એ.એસ.) અધિકારીઓની બઢતી-બદલીના આદેશો કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે
જારી કરાયેલી અધિસૂચનામાં જણાવાયા અનુસાર બઢતી-બદલી પામનારા અધિકારીઓ આ પ્રમાણે છેઃ-
|
ક્રમ
|
સનદી અધિકારીનું
|
હાલની
|
બદલીની
|
|
1.
|
શ્રી એ. કે. રાકેશ
|
|
|
|
ર.
|
શ્રી આર. કે. પાઠક
|
|
|
|
|
|
બઢતીની
|
|
|
૩.
|
શ્રી આર. આર. ચૌહાણ
|
|
મહાનિયામક ગાંધીશ્રમ સંસ્થાન-અમદાવાદ(આ જગ્યાને
|
|
૪.
|
|
|
|
|
પ.
|
શ્રી ટી. નટરાજન
|
|
કમિશ્નર ટેકનિકલ
|
|
૬.
|
|
સી.ઇ.ઓ. ઔડા
|
સી.ઇ.ઓ. ઔડાની જગ્યાને
|
|
૭.
|
શ્રી મૂકેશકુમાર
|
મેનેજીંગ ડિરેકટર ઇન્ડેક્ષ-બી
|
મેનેજીંગ ડિરેકટર ઇન્ડેક્ષ-બી ની જગ્યાને
|
|
૮.
|
શ્રી એ. એન. ખત્રી
|
મેનેજીંગ ડિરેકટર
|
મેનેજીંગ ડિરેકટર
|
|
૯.
|
શ્રી ડી. કે. રાવલ
|
રજીસ્ટ્રાર કો-ઓપરેટીવ
|
કમિશ્નર ઓફ કોઓપરેશન અને રજીસ્ટ્રાર કો-ઓપરેટીવ
|
|
૧૦.
|
શ્રી કમલ દયાની
|
ભારત સરકારની સેવાઓમાંથી પરત
|
ઉઘોગ કમિશ્નર-ગાંધીનગર.
|
ગુજરાત સરકારના ૨૦ નાયબ
સચિવ શ્રીઓની સંયુકત
સચિવ તરીકે બઢતીના આદેશો કરવામાં આવ્યા છે. સામાન્ય
વહીવટ વિભાગ દ્વારા આ અંગે જારી કરાયેલી અધિસૂચનામાં
જણાવાયા અનુસાર
બઢતી પામનારા અધિકારીઓ
આ પ્રમાણે છેઃ-
|
ક્રમ
|
સનદી અધિકારીનું
|
હાલની
|
બઢતીની
|
|
1.
|
શ્રી કે. સી. તામ્હણે
|
|
સંયુકત
|
|
ર.
|
શ્રી કે. એમ. અધ્વર્યુ
|
|
સંયુકત
|
|
૩.
|
શ્રી મૂકેશ શુકલ
|
|
સંયુકત
|
|
૪.
|
શ્રી પી. જી. પારેખ
|
|
સંયુકત
|
|
પ.
|
શ્રી સી. એમ. સદાદીયા
|
|
સંયુકત
|
|
૬.
|
શ્રી પી. બી. રાણા
|
|
સંયુકત
|
|
૭.
|
શ્રી પી. જે. શાહ
|
|
સંયુકત સચિવ, ગૃહ
|
|
૮.
|
શ્રી એન. પી. લવીંગિયા
|
|
સંયુકત સચિવ,
|
|
૯.
|
શ્રી મૂકેશ એન. વેદ
|
|
સંયુકત સચિવ,
|
|
૧૦.
|
શ્રી વિરેન્દ્ર પી. પંડયા
|
|
સંયુકત સચિવ, જળસંપત્ત્િા,
|
|
૧૧.
|
શ્રી
|
|
સંયુકત સચિવ, મુખ્યમંત્રીશ્રીનું
|
|
૧ર.
|
શ્રી એન. યુ. ગામીત
|
|
સંયુકત સચિવ, મુખ્યમંત્રીશ્રીનું
|
|
૧૩.
|
શ્રી પી. એમ. ક્રિヘયિન
|
|
સંયુકત સચિવ,
|
|
૧૪.
|
શ્રી આર. આર. મહેરીયા
|
|
સંયુકત સચિવ,
|
|
૧પ.
|
|
|
સંયુકત સચિવ,
|
|
૧૬.
|
શ્રી જે. એલ. પટેલ
|
|
સંયુકત સચિવ,
|
|
૧૭.
|
શ્રી પી. બી. ચૌધરી
|
|
સંયુકત સચિવ,
|
|
૧૮.
|
શ્રી અનિલ પટેલ
|
|
|
|
૧૯.
|
શ્રી એ. એમ. પટેલ
|
|
સંયુકત સચિવ,
|
|
ર૦.
|
શ્રી જશવંત ગાંધી
|
|
સંયુકત સચિવ,
|
આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પ્રદર્શનવાનનું કરેલું લોકાર્પણ
પ્રદર્શનવાનના માધ્યમ દ્વારા લોકજાગૃતિ કેળવવાનું કાર્ય કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય
ગાંધીનગરઃ આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસે આજે ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધમાં થતી ભેળસેળ સામે જનજાગૃતિ કેળવવા તૈયાર કરવામાંઆવેલી પ્રદર્શન વાનનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે આર ો ગ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ખોરાક અને ઔષધની ગુણવત્તા બાબતે રાજ્યના દરેક નાગરિકો જાણકારી મેળવી શકે તે દિશામાં આ નવતર પહેલ કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્રાહકોને સામે ચાલીને જાગૃતિ માટે સમજ આપવી અને જાગૃત ગ્રાહકોનું જૂથ રચવું તથા ગ્રાહક ગુણવત્તાવાળા ઉત્પાદનો વાપરતો થાય તે માટેની લોકજાગૃતિ કેળવવામાં આવી પ્રદર્શનવાન મુકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
આજે અમદાવાદમાં યોજાશે વિશાળ મહિલા સંમેલન
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરાશે
મહિલા વિકાસ પુરસ્કાર , મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ, રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરેલ મહિલા ખેલાડીઓને પુરસ્કાર અપાશે
ગાંધીનગરઃ આજે તા. ૩૧-૩-ર૦૧રને શનિવારના રોજ અમદાવાદમાં ન્યુ કન્વેશન સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી ખાતે બપોરે ૧-૦૦ કલાકે મહિલા સંમેલન યોજાશે
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ, મહિલા વિકાસ પુરસ્કાર , મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરેલ મહિલા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાશે.
આ પ્રસંગે તમામ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીઓ-પ્રભારી સચિવશ્રીઓ, મહાનગરપાલિકાના મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સંસદસભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેવા શ્રીમતી સંગીતા સિંહ, અગ્રસચિવશ્રી મહિલા અને બાળવિકાસ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજ્યપાલશ્રી ર્ડા. કમલાજીની શુભેચ્છા મુલાકાત લેતા લેફટનન્ટ જનરલશ્રી એ. કે. સિંધ
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી ર્ડા. કમલાજીની કમાન્ડીંગ ઓફિસર-લેફટનન્ટ જનરલશ્રી (સાઉથર્ન કમાન્ડ, મુંબઇ) એ. કે. સિંધે ગાંધીનગર-રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લઇને શુભેચ્છાઓ પાઠવી હતી.
વિઘાર્થીના વ્યક્તિત્વ વિકાસમાં ભૂમિકા ભજવી યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવે ઃ રાજ્યપાલશ્રી
ઓનલાઇન એક્ઝામિનેશન કેન્દ્ર એફ.એમ. રેડિયો ચેનલના ઉદ્ધાટન સાથે
ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક સુવિધાઓમાં ઉમેરાયેલાં સિમાચિહ્ન
ગાંધીનગરઃ ચારસો જેટલાં કોમ્પ્યુટર અને તેને આનુષાંગિક સોફટવેરથી સજ્જ અને સમગ્ર દેશના સૌથી પહેલા અને સૌથી મોટા ઓનલાઇન એકઝામિનેશન સુવિધા કેન્દ્ર તથા અન્ય શૈક્ષણિક સુવિધા કેન્દ્રોના ઉદધાટન સાથે ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક સેવાઓમાં આજે એક નવું સિમાચિહન ઉમેરાયું હતું. રાજ્યપાલ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. શ્રીમતી કમલાજીના વરદહસ્તે આજે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના સંકુલમાં વિવિધ શૈક્ષણિક સુવિધા કેન્દ્રોના ઉદધાટન થયા હતા. આ સુવિધાઓને બિરદાવતાં રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ જણાવ્યું હતું કે, આ અત્યંત આધુનિક શૈક્ષણિક સુવિધા અને કોમ્પ્યટર લેબ ટેકનોલોજીના કારણે યુવા પેઢીના જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારશે જ, સાથોસાથ ગુજરાત યુનિવર્સિટીની ખ્યાતિ પણ વધશે.
ગુજરાત યુનિવર્સિટી સંકુલ ખાતે રાજ્યપાલશ્રીએ આજે રૂા. ૪૦ કરોડના ખર્ચે બનેલ અભિવ્યક્તિ-ગુજરાત યુનિવર્સિટી કન્વેશન એન્ડ એકિઝબિશન સેન્ટર, વનૌષધિઓના ઉઘાન-બોધીવન,
૪૦૦ કોમ્પ્યુટર અને હાઇટેક કોમ્પ્યુટર લેબ, કનેકિટવીટીથી સજ્જ ઓનલાઇન એકઝામિનેશનનું સુવિધાકેન્દ્ર-ક્ષિતિઝ તથા નવા પરીક્ષા કેન્દ્ર જ્ઞાનસેતૂનું ઉદધાટન કર્યું હતું. આ ઉપરાંત યુવાશક્તિના જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજ વિસ્તરે તેવા હેતુથી ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કરેલ નવી એફએમ.(૯૦.૮ એફ.એમ. બેન્ડ) રેડિયો ચેનલ ગુરુવાનીનો પણ રાજ્યપાલશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી પરિમલ ત્રિવેદી તથા ગુજરાત યુનિવર્સિટી હાઇપાવર કમિટીના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં અનેક પ્રકલ્પોના ઉદધાટન બાદ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વવિઘાલય એ શિક્ષણ સાધનાનું મંદિર છે, જ્યાં યુવાનોના ભવિષ્યનું નિર્માણ થાય છે. યુવાશક્તિના વિકાસ માટે વિશ્વવિઘાલયોમાં વિઘાર્થી-વિઘાર્થીનીઓને શિક્ષણની ઉચ્ચ સુવિધા મળી રહે તે જરૂરી છે. ગુજરાત યુનિવર્સિટીએ આ દિશામાં મહત્ત્વની કામગીરી કરી છે, તે ધન્યવાદને પાત્ર છે. યુવાશક્તિ પણ પોતાના જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારી પોતાની ઊર્જા અને નિષ્ઠાનો સાર્થક ઉપયોગ કરે તો રાષ્ટ્ર અને સમાજ નવી ઊંચાઇ હાંસલ કરશે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વ વિઘાલયોએ વિઘાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં પણ શિક્ષણના માધ્યમથી નિર્ણાયક ભૂમિકા ભજવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરવી જોઇએ. આવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિશ્વ વિઘાલયોમાં અભ્યાસથી વિઘાર્થી રાજ્ય અને દેશનું ગૌરવ વધારી શકશે.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગુજરાત યુનિવર્સિટી હાઇપાવર કમિટીના સભ્યો સર્વશ્રી સુરેન્દ્ર પટેલ, ર્ડા. મુラકૂલ શાહ, શ્રી નરહરિ અમીન તથા શ્રી અનિલ બકેરીનું શાલ ઓઢાડી, સ્મૃતિચિહન એનાયત કરી સન્માન કર્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી પરિમલ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચનમાં આજથી શરૂ થયેલ નવા પ્રકલ્પ, શિક્ષણ સુવિધા કેન્દ્રોની વિગતો આપી એવી આશા વ્યક્ત કરી હતી કે આ નવી સુવિધાઓના કારણે ગુજરાત યુનિવર્સિટીની શિક્ષણસેવા નવી ક્ષિતિજ સર કરશે.
આ કાર્યક્રમમાં શહેરની કોલેજોના આચાર્યશ્રીઓ,
પ્રાધ્યાપકો અને વિઘાર્થીઓ, વિઘાર્થીનીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખાઘ તેલમાં ભેળસેળ કરનારાઓમાં ફફડાટ
ખાઘ પદાર્થોમાં ભેળસેળના બે કિસ્સામાં અદાલતે છ માસની કેદની સજા ફટકારી
ફુડ સેફટી ઓફિસર્સ અને સરકારી વકીલોની સધન તાલીમને કારણે કોર્ટ કેસમાં કન્વેશન રેશિયો વઘ્યો
ગાંધીનગરઃ રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે જે બે પેઢીઓના પરીક્ષણ માટે લીધેલા ખાઘ પદાર્થોના નમુનાઓમાં ભેળસેળ જણાઈ હતી તે બે પેઢીના સંચાલકોને અદાલતે સજા ફટકારતા ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો. એચ.જી. કોશિયાના જણાવ્યા પ્રમાણે હિંમતનગરના ખાઘ નિરીક્ષકશ્રીએ સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસ હિંમતનગર પાસેથી મોહનથાળનો નમુનો વેચાતો લઈ પૃથ્થકરણ માટે મોકલ્યો હતો. પબ્લીક એનાલીસ્ટે આ નમુનામાં માન્ય રંગની માત્રા કાયદાના ધારાધોરણ કરતા વધારે જણાતા આ નમુનો અપ્રમાણસર જાહેર કર્યો હતો.
આ નમુનો અપ્રમાણસર જાહેર થતાં ખાઘ નિરીક્ષકશ્રીએ એડીશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટશ્રી હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસના શ્રી યોગેશભાઈ લીલાચંદ શેઠને અદાલતે દોષિત ઠરાવી છ માસની કેદની સજા તથા રૂા.ર૦૦૦/- નો દંડ તથા જો દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
આજ રીતે અન્ય એક કેસમાં ઉના વિસ્તારના માલીવાડ સ્થિત મે. પ્રતાપ ઓઈલ એન્ડ ફલોર મીલ પાસેથી જુનાગઢના ખાઘ નિરીક્ષકશ્રીએ સીંગતેલનો નમુનો વેચાતો લઈ પૃથ્થકરણ માટે મોકલ્યો હતો. પબ્લીક એનાલીસ્ટને આ નમુનાના પૃથ્થકરણ દરમ્યાન સીંગતેલમાં કપાસિયા તેલની ભેળસેળ જણાતા આ નમુનો અપ્રમાણસર જાહેર કર્યો હતો. આ સામે જુનાગઢના ખાઘ નિરીક્ષકશ્રીએ ઉનાની જયુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આ પેઢીના ભાગીદાર જિતેન્દ્રકુમાર પીતાંબરદાસને છ માસની કેદની સજા તથા રૂા.૧૦૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો ૧પ દિવસની કેદની સજા તેમજ મે.પ્રતાપ ઓઈલ એન્ડ ફલોર મીલ એક પેઢી હોય આ પેઢીને રૂા.૧૦૦૦/- નો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઘ્વારા કરવામાં આવેલી અસરકારક કામગીરી અને કોર્ટ ઘ્વારા આપવામાં આવેલ ચુકાદાના કારણે ભેળસેળ કરનારા તત્વોમાં ભય વ્યાપ્યો છે.
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં જે ખાઘ પદાર્થોના નમુના લેવાયા છે તેમાં ભેળસેળનું પ્રમાણ આશરે ૬ ટકા જેટલું આવે છે. આ ઉપરાંત જે નમુનામાં ભેળસેળ મળે છે તેની કોર્ટની કાર્યવાહીમાં સજાની ટકાવારી અગાઉ ૧૬ ટકા જેટલી હતી આ કન્વેન્શન રેશિયો વધારવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઘ્વારા ફુડ સેફટી ઓફિસર્સ અને સરકારી વકીલોની સધન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે આ રેશિયો વધીને રર ટકા જેટલો થયો છે. જેના લીધે રાજયમાં ભેળસેળની પ્રવૃત્તિને અટકાવવા પરીણામલક્ષી કામગીરી શકય બની છે.