એટીકેટીના પરીક્ષા ફોર્મ ન અપાતા હોવાની રાવ સાથે
જીટીયુના છાત્રોની શિક્ષણમંત્રીને રૂબરૂ રજુઆતો....
જો કે જીટીયુ એ તો લેખીતમાં ના પાડી દીધી કે સમય મર્યાદા ચુકી ગયેલા
ડીપ્લોમાં ઇન ફાર્મસીનાં છાત્રો કોઈ સંજોગોમાં પરીક્ષા નાં આપી શકે
કશ્યપ જોશી જેતલસર(જેતપુર) તા.11
અભ્યાસમાં નિયત સમય મર્યાદા ચુકી ગયેલા ડી.ફાર્મના છાત્રોને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી એટીકેટીની પરીક્ષાના ફોર્મ નાં આપતી હોવાની રાવ સાથે ગઈકાલે જેતપુર, રાજકોટ, લખતર, સહિતના શહેરોના 15 છાત્રો કેબીનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ને રજૂઆત કરવા ગાંધીનગર-અમદાવાદ દોડી ગયા હોવાની વિગતો મળી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર, રાજકોટ સહીત ગુજરાતના ડીપ્લોમાં ઇન ફાર્મસીના 15 છાત્રો કે જેઓ પોતાના અભ્યાસ દરમિયાન શારીરિક કે માનશીક સંજોગોનો ભોગ બન્યા છે તેવા તમામ છાત્રોને એટીકેટીની પરીક્ષાના ફોર્મ પણ નહિ આપવાની વાત ને વળગી રેહેલ ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીની નીતિ રીતી સામે રોષે ભરાયેલ ડી.ફાર્મ ના 15 વિદ્યાર્થીઓ ગઈકાલે ગુંજરત રાજ્યના કેબીનેટ શિક્ષણ મંત્રી ચુડાસમાને રજૂઆત કરવા ગાંધીનગર-અમદાવાદ રૂબરૂ દોડ્યા હતા.
પણ ત્યાં ચુડાસમાના અગ્રસચિવ સાથે છાત્રોને મળવાનો મોકો મળ્યો હતો. આ સમયે ધર્મેશ વાલજી પારધી, ગૌરાંગ નાગરભાઈ દેકીવાડીયા, વંદિત લક્ષ્મણભાઈ મેંદપરા, મેહુલ રાજેન્દ્ર ઉપાધ્યાય, રાઠવા મેહુલ મોતીભાઈ, ધાનાણી સાગર હસમુખભાઈ, વિનય લક્ષ્મણસિંહ બારૈયા,સૈયદ અનસ ફરુકખાન, સિદ્ધા મનુભાઈ ઉકાભાઈ,પરીખ ઋષિ રાકેશભાઈ, કિશન પટેલ, ચૌધરી દેવ, હિરેન પટેલ વિગેરે છાત્રોએ પોત પોતાના ડીપ્લોમાં ઇન ફાર્મસીના અભ્યાસ દરમિયાન શારીરિક માનશીક યાતનાઓ વેઠવી પડી હોય, અભ્યાસમાં પુરતું ધ્યાન ના અપાઈ શકાયું હોવાનો વસવસો વ્યક્ત કરી તેઓને ડી.ફાર્મ ની એટીકેટીની પરીક્ષાના ફોર્મ મળે તેવી જીટીયુને ભલામણ કરવાની માંગ દોહરાવી હતી. અગ્ર સચિવે આ પ્રશ્નનું ફોલોઅપ લઈને બનતી મદદ કરવાની ખાતરી આપી હતી.
બોક્સ: જીટીયુ એ લેખિતમાં ભણેલો નનૈયો !!
જેતપુર: છાત્રો દ્વારા રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાને એટીકેટીના પરીક્ષા ફોર્મ મળવા બાબતે કરાયેલી રજુઆતનો જેતપુરના ધર્મેશ પારધીને લેખિતમાં જવાબ આપતી ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી એ જણાવેલ છે કે જીટીયુના નોટીફીકેશન ક્રમાંક નંબર 1/2012 મુજબ ડી.ફાર્મ અભ્યાસક્રમની મુદ્દત 2 વર્ષની હોય, છાત્રોએ કુલ 4 વર્ષમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહે છે.
આ યુનીવર્સીટી દ્વારા એનરોલમેન્ટની મુદ્દત વધારવાની બાબત અંતર્ગત એકેડેમિક કાઉન્સીલના મંજુર થયેલ ઠરાવ અન્વયેના પરિપત્ર ક્રમાંક GTU/Acad/Enrol.Extend/2014/6306 તા.5-9-2014 મુજબ આપની અરજી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.
બોક્સ: હવે છાત્ર સંગઠનો ઉપર છાત્રોનો મદાર
જેતપુર: તમે ડી.ફાર્મ ની પરીક્ષા આપી નહિ શકો તેવા જીટીયુના જવાબથી ચિંતિત આ અભ્યાસના વિદ્યાર્થીઓ હવે છાત્ર સંગઠનોનો સહારો લેવા વિચારી રહ્યા છે. અભાવિપ કે એન એસ યુ આઈ જેવા છાત્ર મંડળો હવે ડી.ફાર્મ ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનમાં ફેલાયેલ અંધારાને ઉલેચવામાં મદદ કરે તેવી છાત્રોમાં અપેક્ષા સેવાઈ રહી છે.
બીડાણ : છાત્રોની રજૂઆત , જીટીયુના જવાબની કોપી,
અહેવાલ : કશ્યપ જોશી જેતલસર(જેતપુર)








