
મૂળ જેતપુરના થોરાળા ગામના, હાલ રાજકોટ સ્થાયી થયેલા
આશાસ્પદ યુવાન કારખાનેદારનું સાયલા
નજીક અકસ્માતમાં મોત..2 ને ગંભીર ઈજા
શ્રીનાથજીના દર્શન કરી પરત ફરતા સાયલા નજીક અકસ્માત બન્યો, થોરાળા-રાજકોટમાં શોક
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.6
જેતપુરના થોરાળા ગામના એક આશાસ્પદ પટેલ કારખાનેદાર યુવાનનું ગઈકાલે સવારે 7 વાગ્યે એક માર્ગ અકસ્માતમાં મોત થયાની ઘટનાથી થોરાળા અને રાજકોટમાં પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ મૂળ જેતપુર તાલુકાના થોરાળા ગામના વતની હાલ રાજકોટમાં ન્યુ આકાશદીપ સોસાઈટી, શેરી નંબર-2 માં રહેતા જયેશભાઈ કરશનભાઈ બાંભરોલીયા(ઉ.વ.37) ગયા ગુરુવારે પોતાના ભાઈ રમેશભાઈ કરશનભાઈ(થોરાળા), પિત્રાઈ ભાઈ બકુલભાઈ રવજીભાઈ(થોરાળા) ફૂવા ભુપતભાઈ, કૌટુંબિક ભાણેજ ધર્મેશભાઈ વિરજીભાઈ(મંડલીકપુર) એમ તમામ રાજકોટથી સાંજે શ્રીનાથજી(નાથદ્વારા) દર્શનાથે જવા બોલેરો કાર લઈને નીકળ્યા હતા.
દરમિયાન પરત ફરતી વખત્તે ગઈકાલે રવિવારે સાયલાના કુલપુરા ગામના પાટિયા પાસે અકસ્માતે તેઓની કાર આગળ જતા ટ્રક પાછળ ઘુસી જતા, કારમાં આગળ બેઠેલા જયેશભાઈનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે ધર્મેશભાઈ અને રમેશભાઈને હાથે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની સારવાર માટે સાયલાની સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. સંબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની ડેડબોડી સાયલા હોસ્પીટલમાં ખસેડી પીએમ ની વિધિ કરાવી હતી. મૃતક જયેશભાઈ પરિણીત હોય અને એક 4 વર્ષના વ્રજ નામના દીકરા સહીત પત્ની હેતલબેન સહિતના પરિવારજનોને શોકાવસ્થમાં છોડી ગયા છે.
બોક્સ: રાજકોટમાં મૃતકને ફેબ્રિકેશનનું કારખાનું
જેતલસર(જેતપુર): અકસ્માત સમયે કારમાં બેઠેલા અને ઈજા નાં પામનારા મૃતકના પિત્રાઈ ભાઈ બકુલભાઈએ જણાવેલ કે જયેશભાઈ રાજકોટમાં ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, અમરનગર-2 માં જે.કે.ઇન્ડસ્ટ્રીજ નામનું ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા હોય કારખાનેદારોમાં સારું વર્ચસ્વ ધરાવતા હતા. કાર ફૂવા ચલાવતા હતા પણ તેઓ સદનશીબે બચી ગયા હતા. બનાવની તેઓના થોરાળા ગામ અને રાજકોટ ખાતે જાણ થતા તેમના હિતેચ્છુઓ અને પટેલ સમાજમાં શોકનું મોજું ફેલાયું છે. બકુલભાઈ એ જણાવેલ કે આમતો તેઓને માર્બલ લેવાની ગણતરી હોય શ્રીનાથજી જવાનું આયોજન થતા સાથે દર્શનનું પણ નક્કી કર્યું હતું, શ્રીનાથજીબાવાને અમારા ભાઈનો આનંદ જાણે પસંદ ના હોય તેમ અમારી વચ્ચેથી તેમને ( જયેશભાઇને ) છીનવી લીધા!!
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812
ફોટો મૃતક કારખાનેદાર જયેશ કરશનભાઈ બાંભરોલીયાનો છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો