અનુયાયીઓ

સોમવાર, 11 મે, 2015

જેતલસર જંકશનની સબ પોસ્ટઓફિસમાં એકમાત્ર પોસ્ટમાસ્તર ! અપૂરતા સ્ટાફથી અરજદારો હેરાન પરેશાન

જેતલસર જંકશનની સબ પોસ્ટઓફિસમાં એકમાત્ર પોસ્ટમાસ્તર !
અપૂરતા સ્ટાફથી અરજદારો હેરાન પરેશાન 
ગોંડલ સ્થિત ડીવીજનના પોસ્ટલ સુત્રો કહે છે કે 10 દિવસમાં એક સ્ટાફ વધારી દેવાશે..
( કશ્યપ જોશી ) જેતલસર તા.11
જેતલસર જંકશનની સબ પોસ્ટ ઓફીસના સ્ટાફને હાલતા ચાલતા ડેપ્યુટેશન કામગીરીના બહાને અન્યત્ર મોકલી દેવતા હોય, અહી એક માત્ર સબ પોસ્ટમાસ્તર '' એક સાંધે ત્યાં તેર તૂટે'' જેવી કહેવતનો સામનો કરી રહ્યા હોવાની જંકશનવાસીસોની ફરિયાદ તાકીદે ગોંડલ હેડ પોસ્ટઓફીસ સુત્રો ધ્યાને લે તેવી માંગ દોહરાવી છે.
આ બાબતે જંકશન વાસીઓની લાંબા સમયની ફરિયાદ છે કે આજુબાજુના 11 ગામોની સબ પોસ્ટઓફીસ એવી જેતલસર જંકશનની પોસ્ટ ઓફિસમાં કાયમી અપૂરતા સ્ટાફની રામયણ હોય અહી ફરજ બજાવતા સબપોસ્ટ માસ્તર રોજબરોજ કઈ કામગીરી કરવી ? તે વાતના અવઢવમાં મુકાઈ જાય છે. 
જાણકારો કહે છે કે આ પોસ્ટ ઓફિસમાં એસબી, આરડીના ખાતાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ પીએલઆઈ તથા  આર પીએલઆઈ નું મોટું કામકાજ છે. એટલુજ નહિ અહી વીજ કંપનીના બીલો પણ મોટી સંખ્યામાં લેવાતા હોય, માત્ર એક પોસ્ટમાસ્તર આટલા મોટા કામમાં પહોચી શકતા ના હોય, વીજ બીલો ભરવા આવતા અરજદારોને  2-3 કલાક લાઈના ઉભા રહેવાની હાડમારી ભોગવવી પડે છે.
અત્રે એ પણ નોંધનીય છે કે ભૂતકાળમાં સ્ટાફ બાબતે આવી જ હેરાનગતિથી વાજ આવી ગયેલા પોસ્ટમાસ્તર વસોયા પેરેલીસીસ અટેકનો ભોગ બની ચુક્યા છે અને આજે તે જ પોસ્ટમાત્ર એકલા બધું સંભાળતા હોય, પ્રજાને સમયસર અને ઝડપી સેવા મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ગોંડલ હેડ પોસ્ટ ઓફીસના સુપ્રિન્ટેન્ડેન્ટ જેતલસર જંકશનની સબ પોસ્ટ ઓફિસમાં તાકીદે પુરતો સ્ટાફ નીમે તેવી જંકશનવાસીઓની માંગ છે.
બોક્સ: ડીવીજન પોસ્ટ ગોંડલ સુત્રો શું કહે છે ?
જેતલસર: જંકશનની સબ પોસ્ટ ઓફિસમાં સ્ટાફ બાબતે આવી પરિસ્થિતિ કેમ નિર્માણ થઇ છે ? તે વાતના પ્રશ્નનો જવાબ આપતા ગોંડલ સ્થિત ડિવીજન પોસ્ટ ઓફીસના મહેતાભાઈએ જણાવેલ કે ગોંડલ હેડ પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સેવા ચાલુ કરી હોય, અને આ સેવા ચલાવવમાં કોઈ તકલીફ ઉભી ના થાય તે માટે તંત્ર દ્વારા જુદી જુદી પોસ્ટ ઓફીસના સ્ટાફને ગોંડલ ખાતે ડેપ્યુટેશન ઉપર બોલાવવા પડતા હોય છે. અને આવું 8-10 દિવસ જ ચાલતું હોય, જે પોસ્ટ ઓફિસમાંથી સ્ટાફને ગોંડલ બોલાવ્યો હોય તેવી પોસ્ટ ઓફીસના કે જે તે ગામના લોકો થોડો દિવસ સહકાર આપે તે જરૂરી છે. દશેક દિવસમાં જંકશનની પોસ્ટઓફિસમાં પુનઃ સ્ટાફ આવી જશે તેવું મહેતાએ જણાવેલ..
કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812

ટિપ્પણીઓ નથી: