યાર્ડ ચેરમેન ભુવાની રજુઆતને સફળતા
જેતપુરની માર્કેટ યાર્ડમાં સીસીઆઇનું
ખરીદી કેન્દ્ર શરુ થતા ખેડૂતો ગેલમાં
જેતપુર તા.14
જેતપુરની માર્કેટ યાર્ડમાં સીસીઆઈનું ખરીદી કેન્દ્ર ચાલુ થતા યાર્ડ કાર્યવાહકો અને છવાયો હોવાનું જાણવા મળે છે.
આ અંગે વિગતો મુજબ જેતપુરની માર્કેટ યાર્ડમાં સીસીઆઈ નું ખરીદી કેન્દ્ર શરુ કરવામાં આવે તેવી માંગ બાદ રાજ્ય મંત્રી જયેશ રાદડિયા અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા કૃષિ મંત્રીને વારંવારની રજૂઆતોથી આજે તા.14 થી અહી સીસીઆઈ ખરીદી કેન્દ્ર ચાલુ થતા યાર્ડ સંચાલકો અને ખેડૂતોમાં આનંદ છવાયો છે. આ તકે યાર્ડના ચેમેન દિનેશ ભુવાએ જણાવેલ છે સરકારના ટેકાના ભાવોથી પણ ખેડૂતોને કપાસના નીચા ભાવો મળતા હોય સીસીઆઈનું ખરીદી કેન્દ્ર ચાલુ કરવાની તેઓની માંગને સફળતા મળતા હવે ખેડૂતો પૂરતા ભાવો મળી રહેશે
બોક્સ: બોનસ આપવા સાંસદની માંગ
જેતપુર: જેતપુર યાર્ડમાં શરુ થયેલ આ ખરીદી કેન્દ્રની સરાહના કરી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ ખેડૂતોને સરકારના ટેકાના ભાવો ઉપરાંત બોનસ પણ અપાય તેવી સરકારમાં ભલામણ કરી છે. અને જો બોનસ અપાશે તો ખેડૂતોને વધુ ફાયદો થાય યાર્ડ ચેરમેન જણાવે છે.
(કશ્યપ જોશી જેતલસર-જેતપુર)
જેતપુરમાં આયુર્વેદિક સર્વ રોગ
નિદાન-સારવાર કેમ્પ યોજાશે
જેતપુર તા.14
શહેરની સેવાભાવી સંસ્થા સમર્પણ ગ્રુપ દ્વારા આગામી 23.11.2014 ને રવિવારના રોજ આયુર્વેદિક સર્વ રોગ, સ્ત્રીરોગ, બાળરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પુ.શાંતાબેન ગોવર્ધનદાસ તન્ના(ખપોલી-મહારાષ્ટ્ર)પરીવારના સહયોગ વચ્ચે ઉપરોક્ત દિવસે સવારના 8.30 થી 12.30 દરમિયાન પંડ્યા શાળા, ખોડપરા, બરફના કારખાના સામેની શેરી ખાતે યોજાનાર આ કેમ્પમાં દિલીપભાઈ દલ, દર્શનાબેન દલ, પન્ના મહેતા વી. તબીબ મિત્રો સેવા આપનાર હોય, કેમ્પનો લાબ લેવા માંગતા દર્દીઓએ પોતાના નામો પરાગ પુસ્તકાલય, ખોડપરા, વિદ્યા બૂક સ્ટોર, સેન્ટ્રલ બેંક પાસે, તથા આનંદ બૂક સ્ટોર, કણકિયા પ્લોટ, બસસ્ટેન્ડ રોંદ ખાતે નોંધાવી દેવા સંસ્થા પ્રમુખ હરીશ મણિયારે અનુરોધ કરેલ છે.
જેતપુરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થઇ..
જેતપુર: જેતપુરમાં આજથી જુનાગઢ રોડ ઉપર એક પ્લોટમાં જેતપુર ઇન્ટર સ્કુલ ચેમ્પીયનશીપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થઇ છે. ત્રણ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર એશો.પ્રમુખ મિતેશ ચૌહાણ દ્વારા જેતપુર સ્પોર્ટ્સ અશો. અને જેસીઆઈ જેતપુરના સહયોગ વચ્ચે કરાયું છે. જેનો ધ્યેય યુવાનોમાં અવસ્થામાં પડેલા કૌશલ્યોને ખીલવવાનો છે.
કેશોદ-વાપી એસટી બસના કંડકટરની દાદાગીરી
ઓનલાઈન રીજર્વેશન એજન્સીની ટીકીટ
ના ચલાવી મુસાફરને હેરાન કર્યો !!
જેતપુર તા.14
જેતપુરમાં ઓનલાઈન પેસેન્જર રીજર્વેશન બુકિંગ એજન્ટ દ્વારા અપાયેલી ટીકીટ ના ચાલવી કેશોદ વાપી રૂટની એસટી બસના કંડકટરે આચરેલી દાદાગીરી બબાતે જુનાગઢ એસટી ના વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરાઈ છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈ 9.11.ના રોજ જેતપુરમાં વિજય ઝેરોક્ષ નામની શોપમાં જીએસવીજય નામની ઓનલાઈન પેસેન્જર રીજર્વેશન બુકિંગ એજન્સી પરથી જેતપુરના એક નાગરિકે અહીંથી કેશોદ જવા માટેની બે ટીકીટ બૂક કરાવી હતી. પીએનાર નં જી-7877604 અને ટ્રા નં 8329775 ધરાવતી આ બંને ટીકીટો લઈને મુસાફર કેશોદ - વાપી રૂટની બસમાં ચડ્યા ત્યારે આઈડી પૃફના બહાને યેનકેન રીતે મુસાફરને આ બસના કંડકટરે ભારે હેરાન પરેશાન કરતા મુસાફર અને બુકિંગ એજન્સી ચલાવના ઉપેન્દ્ર મનસુખલાલ વ્યાસને ભારે અશોભનીય હાલતનો સામનો કરવો પડ્યો હતો. એજન્સી સંચાલકે રજુઆતમાં એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે મુસાફરે પુરા પૈસા રીફંડ નહિ મળે તો તેમને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદનો ભોગ બનવું પડશે
બોક્સ: એસટી તંત્રનો વાહિયાત બચાવ ?!
જેતપુર: મુસાફરને હેરાન કરનાર ઉક્ત બસના કંડકટરે જણાવેલ કે જેતપુરના બસસ્ટેંડ સ્થિત એટલેકે એસટીની માન્ય રીજર્વેશન બારી ઉપરથી ટીકીટ બુક કરાવી હોત તો કોઈ આઈડી પૃફની જરૂરીયાત ના રહેત ! તો આ વાતમાં બુકિંગ એજન્ટોને શું સમજવું ? એસટી તંત્રની આવી બેધારી નીતિ કેમ ? તેવા પ્રશ્નો ઉઠાવી ઉક્ત બસના કંડકટર સામે કાયદેશરના પગલા ભરવા માંગ કરાઈ છે. (કશ્યપ જોશી જેતલસર-જેતપુર)
સરધારપુર દરવાજા પાસે
જેતપુરના નવાગઢમાં ભૂગર્ભ ગટરની
ધૂળ-પત્થરો થી પ્રજા ભારે પરેશાન
જેતપુરના નવાગઢ વિસ્તારમાં સરધારપુર દરવાજા નજીક ભૂગર્ભ ગટરની કામગીરી આટોપાતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ હતી. પણ આ કામગીરી બાદ પાલિકા તંત્રે રોડ પરની ધૂળ અને પત્થરો ના હટાવાતા રસ્તે આવતા જતા રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકોને ભારે હાડમારી નો ભોગ બનવું પડતું હોય આ સમસ્યા તાકીદે હલ કરાવવા લક્ષ્મીકાન્તભાઈ નામના નાગરિકની માંગ છે.
(કશ્યપ જોશી જેતલસર-જેતપુર)
કાકાના દીકરા ભાઈએ બહેનની લાજ હરી !!
જેતલસર પંથકના બાવાપીપલીયા
ગામની ખાંટ સગીરાનું અપહરણ
અપહરણકર્તા યુવાનની કિશોરીના પિતાને ધમકી, મારા ઘરે
જતા નહિ, નહીતર હું આવ્યો તો તમે નહિ રહો !!
જેતલસર પંથકના બાવાપીપલીયા ગામે એક ખાંટ સગીરાને તેણીનાજ કાકાના દિકરો ભાઈ એવો યુવાન અપહરણ કરી ગયાની કિશોરીના પિતા એ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસમાં કરાયેલ લેકિત ફરિયાદમાં કિશોરીના પિતા છગન મનજીભાઈ ગુજરાતીએ જણાવ્યું છે કે પોતાની 16 વર્ષની પુત્રીને કૌટુંબિક ભાઈ રમેશ માવજી ગુજરાતી બદકામના ઈરાદે અપહરણ કરી ગયો છે.
એટલુજ નહિ આ બાબતે ફરિયાદ કરવા રમેશના ઘરે ગયા તો અપહરણકર્તા યુવાન રમેશના પિતા માવજી હરજી,શારદા માવજી, સુરેશ માવજી, વિગેરે લાજવાને બદલે ગાજી, થઇ તે કરી લેવાની ધમકીઓ આપી હતી. તો અપહરણકર્તા રમેશે કિશોરીના પિતાને મોબાઈલ પર ધમકી આપી હતી કે મારા ઘરે કોઈ જતા નહિ, નહીતર હું આવ્યો તો તમો કોઈ નહિ રહો !પરિણામે ગભરાઈ ગયેલા છગનભાઈ એ જેતપુર તાલુકા પોલીસને લિખિતમાં ફરિયાદ આપતા તાલુકા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
નાનકડા એવા આ ગામમાં કૌટુંબિક ભાઈ જ બહેનનું અપહરણ કરી ગયાની વાતથી ચકચાર જાગી છે.
માત્ર કાર્યાલય ની જાણ માટે : કિશોરીની જન્મ તા.1-7-1998 છે અને નામ રવિના
(કશ્યપ જોશી જેતલસર-જેતપુર)
જેતપુરના ચારણ સમઢીયાળાની ઘટના
માથાના દુખાવાની ટિકડીએ પરપ્રાંતીય
મહિલાનો ભોગ લેતા ચકચાર
માથાના દુખાવાની ટીકડી ખાઈને સુતેલી માયા પાછી ઉઠી જ નહિ !
જેતપુર તા.14
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે એક વાડી ખેતરમાં મજુરી કામ કરતી પરપ્રાંતીય મહિલા એ માથાની ટીકડી ખાધા બાદ અમુક કલાકોમાં તેણીનું ભેદી મોત થઇ ગયાની તાલુકા પોલીસમાં જાન કરતા ફોજદાર કરમટીયા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે એક ખેડૂતની વાડીમાં મજુરીકામ કરતી 22 વર્ષની પરપ્રાંતીય પરિણીતા માયાબેન દીપસિંહ રાજપૂત( રાજસ્થાન)ને માથામાં દુખતું હોય, દુખાવો બંધ થવાની ટીકડી ખાઈ સુતી હતી.
પણ કલાકો સુધી માયા નહિ ઉઠતા તેણીને બેભાન અવસ્થામાં અહીની સરકારી હોસ્પીટલમાં લવાઈ હતી. સરકારી હોસ્પિટલ સુત્રોએ માયાને મૃત જાહેર કરતા મામલતદાર ભોરણીયાની હાજરીમાં પેનલ પીએમ કરાયું હતું. બનાવની વિશેષ તપાસ ફોજદાર કરમટીયા એ હાથ ધરી છે.
અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું મોત
જેતલસર તા.14ગઈકાલે સાંજે જેતલસર ના સાંકળી ગામના પાટીયાથી આગળ ચાની ફેક્ટરી પાસે ગુરુકુળ શાળાની મીની બસ ચાલકે બાઈક સવાર બે મિત્રો નીલેશભાઈએ ભરતભાઈ રાવલ તથા અભિષેક ભીમાભાઇ વસોયાને હડફેટે લેતા નીલેશ રાવલનું ઘટના સ્થળેજ મોત થયું હતું જયારે અભિષેક ને ગંભીર ઈજાઓની સારવાર માટે જુનાગઢ ખસેડાયો હતો. અકસ્માતનો ભોગ બનેલા બંને મિત્રો ચાની ફેકટરીમાં નોકરી કરતા હતા. તેમજ બંને જુનાગઢના રહીશો હતા. જેતપુર તાલુકા પોલીસે શાળાની બસ ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની વિધિ હાથ ધરી હતી.
(કશ્યપ જોશી જેતલસર-જેતપુર)




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો