અનુયાયીઓ

સોમવાર, 21 ડિસેમ્બર, 2020

સોમનાથ મંદિર શીખર ઉપર 66 સુવર્ણ કળશો લગાવાયા..*

(દિપક જોશી દ્વારા)

          સોમનાથ મંદિર ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણ કળશ પ્રાયોજના શરૂ કરવામાં આવી હતી, જેનો શ્રધ્ધાળુઓ દ્વારા સારો પ્રતિસાદ મળેલ છે.





      ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ તરફથી કળશ ચઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલની પરીસ્થીતીએ કળશની પૂજા માટે કળશ નોંધાવનાર યજમાનશ્રી રૂબરૂ આવી શકે તેમ નહોય, તો ટ્રસ્ટ દ્વારા વિડિયોકોલીંગ – ઝુમ એપ માધ્યમથી પૂજા કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે.

      આજદીન સુધીમાં 66 યજમાનો એ કળશ પૂજાનો લાભ લીધેલ છે. આ કળશ મંદિર પર ચડાવવામાં આવેલ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 થી 28 ડિસેમ્બર ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતની મુલાકાતે,

 જાણો ક્રિસમસની ઉજવણી સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં કરશે..દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 થી 28 ડિસેમ્બર સુધી 3 દિવસના સતાવાર કાર્યક્રમ અંતર્ગત દીવ આવી રહ્યા છે.




રાજકોટઃ ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી ગુજરાતના દીવમાં કરવાના છે. એક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સમાં હાજર રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી મુલાકાત કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 ડીસેમ્બરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ટૂંકી મુલાકાત બાદ દીવ જવા રવાના થશે. દીવમાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં સામેલ થઇ. લોકાર્પણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેવું ગાંધીનગર સ્થિત સુત્રો દ્વારા જાણવા મળેલું છે.


દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી 3 દિવસના સતાવાર કાર્યક્રમ અંતર્ગત દીવ આવી રહ્યા છે. 25 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે સવારે આવશે અને રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ દીવ જવા રવાના થશે. રાજકોટ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સંભવીતપણે ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને તેમનું સ્વાગત કરશે.


રિપોર્ટર:- પાયલ બાંભણિયા

ઉના

આત્મહત્યા નાે વિચાર કરતી મહિલાની વ્હારે ૧૮૧ વેરાવળ અભયમ ટીમ.

રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ખરા અથઁમા આજે મહિલા ઓ માટે આશીવાદ રુપ સાબિત થઈ રહી છે ત્યારે ગીર સાેમનાથ જીલ્લા ના કાેડીનાર તાલુકાના એક ગામની મહીલા એ ૧૮૧ મા કાેલ કરી મદદ માંગતા વેરાવળ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહાેચી..



સ્થળ પર મહીલા ને આશ્વાશન આપી તેમનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે  તેમના પતિ અને સાસુ - સસરા ઘરની નાની નાની બાબતે લઈ ને તેમના પતિ તેમને માનસિક ત્રાસ આપી વારંવાર હેરાન કરતા મારઝુટ કરતા . તે બંને પતિ -પત્ની અલગ રહેતા ત્યા તેમના સાસુ - સસરા વારંવાર ઘરે જઈ માનસિક ટ્રાેચર કરી અપશ્બદ બાેલતા .

અને તા :૨૦/૧૨/૨૦ ના રાેજ પન તેમના પતિ અને સાસૂ - સસરા તેમને ગાળાે બાેલી માનસિક ટ્રાેચર કરતા હાેય અને વારંવાર થતી હોરાનગતિ ના કારણે મહીલા ને

 સુસાઈડ કરવાનાે વિચાર આવ્યાે.

તેથી તેમને ૧૮૧ ટીમની મદદ માંગતા વેરાવળ અભયમ ટીમ ઘટના સ્થળ પર પહાેચી મહીલા પતિ અને સાસુ - સસરા ને સમજાવ્યા કાયદાકીય સમજણ આપી 

મહીલા ને વારંવાર સૂસાઈડ કરાવાનાે વિચાર આવતાે હાેય તેથી  તેમને આત્મહત્યા વિચાર માથી મુકત કરી નવી જીદંગી યાેગ્ય માગઁદશઁન આપ્યુ મહીલા સમજુતી  કરવા માંગતા હાેય તેથી ૧૮૧ વેરાવળ ટીમ દ્રારા બંને પક્ષ સાથે પરામર્શ કરી સમાધાન કરાવેલ તથા મહીલા ને મહીલા લક્ષી  જરુરી માગઁદશઁન આપ્યુ


રિપોર્ટર:- પાયલ બાંભણિયા

ઉના

અખિલ ભારતીય કોળી સમાજની પ્રદેશની વર્ચ્યુઅલ કારોબારીની બેઠક મળી.

અખિલ ભારતીય કોળી સમાજ ની પ્રદેશની વરચ્યુલ કારોબારીની બેઠક મળી.




તારીખ : ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ - સવારે ૧૧ કલાકે મહત્વપૂર્ણ વિષયો પર તમામ હોદેદારો સાથે ઓનલાઇન ગૂગલ મીટ દ્વારા અખિલ ભારતીય કોળી સમાજ ની પ્રદેશ કારોબારી યોજાય હતી. કોરાના માં અવસાન પામેલા લોકો ને બે મિનિટ મૌન રાખી તેમની આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અલગ અલગ મુદ્દા ની ચર્ચા કારોબારી કરવામાં આવી હતી તેમાં  હોદ્દેદારોએ કોઈપણ બે થી ત્રણ જીલ્લાની પસંદગી કરવાની . જીલ્લાના અધ્યક્ષોએ એમની બનાવેલી જીલ્લાની સમીતી અને તાલુકાની સમીતીની માહિતી આપવાની  . પ્રદેશના હોદ્દેદારશ્રીઓએ એમના પસંદ કરેલા જીલ્લામાં જીલ્લા અધ્યક્ષ સાથે સંકલન કરી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાટે સમાજના સારા ઉમેદવારોના નામ આપવાના .  સમાજના સારા ડોક્ટરો , વકીલો , ખેડુતો , પત્રકારો , આઈ.ટી. વિભાગમાં કામકારતા લોકો , તથા ખેલ કુદમાં આગળ વધતાં લોકોને સમાજના અલગ અલગ વિભાગમાં સમાવેશ કારી સંગઠન બનવા માટે નામ આપવાના .ટૂંક સમયમાં સભ્યપદ અભીયાન  શરૂ કરવામાં આવશે જે બદલ જીલ્લા કક્ષાથી લઈ તાલુકા કક્ષા સુધીની કામગીરી માટેની યોજના બનાવવાની  .તેવી ચર્ચા ઓ થઈ હતી.આ કારોબારી માં પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠા વાલા, પ્રદેશ મહામંત્રીઓ,મંત્રીઓ,જિલ્લા ના પ્રમુખો,પ્રદેશ ના કારોબારી સભ્યો હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.


રિપોર્ટર:- પાયલ બાંભણિયા

ઉના

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા રજીસ્ટર્ડ પાંજરાપોળોની સહાય યોજનાની તારીખ લંબાવાઈ

ગૌશાળા-પાંજરાપોળોને લાભ લેવા અપીલ

RAJKOT :

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્રારા રાજયના તમામ જિલ્લામાં આવેલ જમીન ધરાવતી રજીસ્ટર્ડ

પાંજરાપોળને ઘાસચારા ઉત્પાદન માટે સ્વાવલંબી બનાવવાની યોજના વર્ષ ૨૦૨૦-૨૧ અમલમાં મુકવામાં આવેલ છે. યોજના હેઠળ લાયકાત ધરાવતી જે પાંજરાપોળએ લાભ લેવા અગાઉ બોર્ડની આ યોજનાની જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવામાં અથવા ડોક્યુમેન્ટ પૂરા પાડવામાં બાકી રહી ગયેલ પાંજરાપોળો માટે તા. ૨૦/૧૨/૨૦૨૦
થી તા.૨૮/૧૨/૨૦૨૦ સુધીના સમયગાળા માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યાન્વીત કરવામાં આવે છે. જેની સંબંધિતોને
નોધ લેવા જણાવવામાં આવે છે.

મિતલ ખેતાણી
મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

ગુજરાતની તમામ ગૌશાળા-પાંજરાપોળોને પશુદિઠ રૂા. ૩૦ દૈનિક કાયમી સહાય આપવાની એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણીની મુખ્યમંત્રીશ્રીને રજુઆત


ગુજરાતના જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતિમાં લોકડાઉનને કારણે રાજયના
મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો પશુ-આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે પશુ દિઠ દૈનિક રૂા. ૨૫ સહાય રાજય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો હતો. રાજયની રજીસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળોના આશરે ૪ લાખ જેટલા પશુઓ માટે એપ્રિલ અને મે મહિનો તેમજ ઓકટોબર, નવેમ્બર, ડીસેમ્બર એમ કુલ-૫ મહિના પુરતી પશુદિઠ રોજના રૂા. ૨૫ની સહાય રાજય સરકારે આપી છે.


ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આ સહાય કાયમી ધોરણે (એટલે કે પશુદીઠ રૂા. ૩૦, દૈનિક, કાયમી સબસીડી)
આપવા એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર,
એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલે વિનંતી કરી છે. પાંજરાપોળ ગૌશાળાઓનાં પશુધનનું ભરણપોષણ નાના મોટા મહાજન, વેપારી,ઉદ્યોગપતિઓ દ્રારા અપાતા દાન પરથી નિભાવ થતો હોય છે. એક તરફ સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ હતો જ અને ઓછામાં વધુ કોરાના મહામારી જેવા રોગ ધંધા-રોજગારની કમર તોડી નાખી છે. ત્યારે પશુધનને નિભાવવા માટે રોજ મિનિમમ રૂા. ૧૦૦નો ખર્ચ થતો હોય છે અને
પાંજરાપોળ ગૌશાળાઓમાં કામ કરતા પરીવારોને પગાર, અન્ય ખર્ચા, મોંઘાભાવે મળતા ખાણદાનથી સંસ્થાઓનાં પણ હાલ બેહાલ થયા છે. તેને
ધ્યાનમાં રાખી સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારીને ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળોને પશુદિઠ દૈનિક રૂા. ૩૦ કાયમી સહાય આપવાની વિનંતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈને રૂબરૂ મળી ભારત સરકાર અને ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણીએ કરી હતી.

પશુપાલન અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ-વિંછીયા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત

છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને પહોંચાડવા તે જ રાજ્ય સરકારનો ઉદેશ્ય

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા


રાજકોટ –  પશુપાલન અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે વિંછીયા અને જસદણ તાલુકામા કુલ રૂ ૧૦૬.૯૦ લાખના  લાખના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વિંછીયા તાલુકાના ફુલઝર ગામે અંદાજિત રૂ. ૩૨ લાખના  એપ્રોચ રોડનું ખાતમુર્હુત, એ.ટી.વી.ટી૨૦૧૮-૧૯ ના વર્ષની ગ્રાન્ટમાંથી રૂ. (પ) પાંચ લાખના ખર્ચે ઘન કચરાના નિકાલ માટેના ટેક્ટર તથા અંદાજિત રૂ. ૭૪.૦૪ લાખના ખર્ચે  જસદણ નગર પાલિકાના જસદણ-વિંછીયા રોડના સી.સી અને આર.સી.સી રોડનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. 









આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને પહોંચાડવા તે જ રાજ્ય સરકારનો ઉદેશ્ય છે. જે અંતર્ગત આ વિસ્તારના લોકોને પેટા આરોગ્ય્ કેન્દ્ર, પીવાના શુઘ્ઘ પાણીની સુવિધા માટે સંપ, આર.સી.સી અને પેવિંગ બ્લોક વાળા રસ્તા સહિતની સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં જ વડાપ્રધાનશ્રી મોદી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં લોકોના ઘરે પાઈપલાઈન મારફતે પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા સરકાર કટીબધ્ધ છે. 

ખાતમૂર્હુત અને લોકાર્પણ પ્રસંગે ફુલઝર ગામના સરપંચશ્રી કાળુભાઈ ડેરવાડીયા, ઉપસરપંચ શ્રી ડાયાભાઈ ઝાપડીયા, વિંછીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ડાભી, પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગલ્ચર, તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.આર.રાબા, મામલતદારશ્રી આર.બી.ડાંગી સહિતના અગ્રણીશ્રીઓ સોશ્યલ ડીસસ્ટન્સીંગ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા. 

રાજ લક્કડ


રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજ દ્વારા "ગૌ આધારીત અર્થ વ્યવસ્થા" ને વેગ આપવા માટે રાષ્ટ્રીય સ્તરનો વેબીનાર યોજાયો.

 

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજહૈદરાબાદ ના સહિયારા પ્રયાસથી હૈદરાબાદ ના જીયાગુડા  ગૌ શાળા ખાતે સવારના ૫:૦૦ વાગ્યાથી બપોરના ૪:૦૦ વાગ્યા સુધી સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજના ૧૦૦ સ્વયંસેવકો દ્વારા ૧,૦૦,૦૦૦૦ ગોબ્બેમલુ (ગોબર કેક) બનાવવા માં આવ્યા. આ કાર્યક્રમ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ માટે પણ ક્વોલિફાય થયો છે અને તેઓ પરિણામ વિશે ટૂંક સમયમાં જાણ કરશે.  



સમગ્ર ભારત માં ગોબ્બેમલુ(ગોબર કેક)  કેવી રીતે બનાવી શકાય તે માટે ટ્રેનર ડૉ. સી. એચ. પદ્મા (એન.એસ.એસ.- કો.ઓર્ડીનેટરહૈદરાબાદ) દ્વારા વેબીનાર ના માધ્યમથી શીખવાડવામાં આવ્યું હતું. સમગ્ર વેબીનારનું સંચાલન અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ ગૌ આધારીત અર્થવ્યવસ્થા ને વેગ  આપવા તેમજ પંચગવ્ય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું  હતું. ગૌમાતાના ગોબર અને ગૌમૂત્ર માંથી જીવલેણ બીમારી ઓની દવાઓ અને રાસાયણિક ઉત્પાદનો બનાવી શકાય છે. અને ખેડૂતોની આવકમાં વધારો કરીને સૌને  આત્મનિર્ભર બનાવી શકાય છે.સમગ્ર આયોજન અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું માર્ગદર્શન મળ્યું હતું.


શરદ ઋતુમાં આરોગ્યની શું કાળજી રાખશો ? - અતુલકુમાર વ્રજલાલ શાહ, સી.એ.

 રોગાણાં શારદી માતા એટલે કે જેને યમની દાઢા પણ કહેવામાં આવે છે તે શરદ ઋતુમાં આરોગ્યની શું કાળજી રાખશો ?

શરદપુનમનો મહિમા આયુર્વેદની દૃષ્ટિએ અનાપસનાપ છે અને જો તેના કિરણોનો વ્યવસ્થિત લાભ લેવામાં આવે તો આરોગ્યમાં ઘણો મોટો ફાયદો કરાવી શકે તેમ છે.
ઋતુ ત્રણ પણ છે અને છ પણ છે. હેમંત, શિષીર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુ. તેમાં ભાદરવો અને આસોના 60 દિવસ તેને શરદ ઋતુ કહે છે. તે બે ઋતુમાં સંચય થયેલા પિત્તનો સૂર્યની તીવ્ર ગરમીથી પ્રકોપ થવાથી રોગો થવાની શક્યતા વધી જાય છે. આ બે મહિના જો સ્વાસ્થ્ય સારી રીતે સચવાય તો બાકીના 10 મહિના વાંધો નથી આવતો. એટલે જ આશીર્વાદ આપતા કહેવામાં આવે છે કે જીવેત: શરદ: શતમ્ એટલે કે તુ 100 શરદ ઋતુ સારીરીતે પસાર કરી શકે તેવું જીવન જીવજે. આ વર્ષે શરદ ઋતુ 22 ઓગષ્ટ, 2020 રાત્રે 9 વાગે 14 મિનિટે શરૂ થઈ છે જે તા. 23 ઓક્ટોબર 2020 સવારે 4 વાગે 28 મિનિટ સુધી રહેશે. આ શરદ ઋતુમાં આહાર અને વિહારમાં નીચે પ્રમાણેનું ધ્યાન રાખવામાં આવે તો અત્યંત ફાયદો થશે.
જમ્યા પછી વજ્રાસન અને વામકુક્ષી
શરદ ઋતુમાં ઉગ્ર તાપથી બચવા બપોરે બહાર ન નીકળવું. તેમજ બપોરે સુવાનું પણ બંધ કરી દેવું જોઈએ. બપોરે સુવુ જ પડે તો ખુરશીમાં બેઠા બેઠા સુવું જોઈએ. આમ પણ આયુર્વેદમાં જણાવાયું છે કે જમ્યા પછી જે ઘસઘસાટ સૂઈ જાય છે તેનું શરીર ભૂંડની જેમ વધે છે અને તેને ત્રિદોષવૃદ્ધિ મફતમાં મળે છે. જમ્યા પછી વામકુક્ષી કરી શકાય છે. જેમાં જમ્યા પછી વજ્રાસન કર્યા પછી બે-પાંચ મિનિટ રાજાની જેમ શાંતિથી બેસીને લવીંગ, ધાણાજીરૂ, જેઠીમધ, વરીયાળી, ચણકબાબ અને એલચીનો મુખવાસ લેવો જોઈએ. અને ત્યાર પછી યુવાનોએ અને નિરોગીઓએ 250 પગલા અને વૃદ્ધો અને બીમારોએ 100 પગલા ચાલવું જોઈએ. અને ત્યારબાદ ડાબા પડખે 16 નોર્મલ શ્ર્વાસોચ્છવાસ ત્યારબાદ જમણા પડખે 32 શ્ર્વાસોચ્છશ્ર્વાસ અને પાછું ડાબા પડખે 64 શ્ર્વાસોચ્છશ્ર્વાસ લેવાની વિધિ બતાવી છે. આ 64 ગણતા ગણતા મીઠી નીંદર 10-15 મિનિટની આવશે જે ખૂબ ઉપયોગી છે. પરંતુ ઘસઘસાટ નહીં સૂવું જોઈએ.

શરદ ઋતુના આહાર વિહાર

આ ઋતુમાં નદીનું પાણી, વિરેચન, લોહી કઢાવવું, ધોળા ચોખા, ઘઉં, મગ, જવ, ઘી, દૂધ, આમળા, સાકર, હલકા, તુરા, કડવા, ગળ્યા દ્રવ્યો, શેરડી, કપુર, હંસોદક (સૂર્ય-ચંદ્ર અને અગસ્થ્ય તારાના કિરણોથી શુદ્ધ થયેલું પાણી) સુંદર મહેલ, સુગંધીદાર ફુલના હાર અને વસ્ત્રો સફેદ પહેરવા જોઈએ અને સોના તથા મોતીની માળા પહેરવી જોઈએ. રાત્રે શ્ર્વેત શીતળ ચાંદનીમાં વિહાર કરવાનું આયુર્વેદમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. મનને સંતોષ થાય તેવી મીઠી વાતો કરવાથી પણ આ ઋતુમાં અનેરો ફાયદો થાય છે.

શરદ ઋતુમાં ખીરનું સેવન

દૂધ અને પૌઆ અને ખીર આ ઋતુમાં પીત્તનું શમન કરે છે. ટમેટા, ખાટા સૂપ વગેરે અને આથો આવ્યો હોય તેવા ઢોસા, ઈડલી, પીઝા, બ્રેડ, સોસ કે આમલી, કોઠમડી, આમચુર વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. ધરાઈને ખાવું, પૂર્વ દિશામાંથી આવતો પવન, કાંજી, દારૂ, કુવાનું પાણી, ઝાંકળ, ક્ષાર, અડદ, તલ વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. મરચા, મરી, લીંડીપીપર, વગેરે તીક્ષ્ણ દ્રવ્યો પણ નહીં વાપરવા જોઈએ. લીંબુ, આમળા અને કોકમ વિપાકે મધુર હોવાથી તે પ્રમાણસર લેવા જોઈએ.

નેગેટિવ લિસ્ટમાં દહીંનું સ્થાન પ્રથમ છે

દહીં તો આમપણ નેગેટીવ લિસ્ટમાં પ્રથમ સ્થાન પામેલું છે. દહીં પોતે તો ખાટુ છે પરંતુ પચ્યા પછી તે વધારે ખાટું બને છે. એટલે ઉપાલંભમાં કહેવાય છે કે સાંજે દહીં ખાય તેને ત્રણ ફાયદા થાય છે (અ) તેના ઘરે ચોરી નથી થતી કેમકે તે સતત ખાંસતો હોય છે (આ) તેને ક્યારે પણ કુતરૂ કરડતું નથી કેમકે નાની ઉંમરમાં જ તેના હાથમાં વૃદ્ધાવસ્થાની લાકડી આવી જાય છે (ઈ) તેણે પોતાના પરીવારના કોઈ સભ્યોનું મોત જોવું પડતું નથી. કેમકે તેનો નંબર પહેલા જ આવી જાય છે. સામાન્ય ઋતુમાં દહીં ખાવું હોય તો સવારના સમયમાં ઘી સાથે, સાકર સાથે ઘોળવું કરીને ખાવું જોઈએ અને છાશ વલોણાની જીરૂ અને સિંધવ નાંખીને પીવી જોઈએ.

આ ઋતુમાં  કયા શાકભાજી અને ફળોનું સેવન કરવું

મદ્યપાન એટલે કે બીડી, સિગારેટના વ્યસનો અને તમાકુ સુંઘવામાં કે દાંતે ઘસવામાં પણ શરીરને ખૂબ નુકસાન કરે છે. આ બે મહિના દાળ અને શાકમાં દેશી ગાયના ઘીનો વઘાર કરવો જોઈએ. સીતાફળ, ચીકુ કે સફરજન જેવા મીઠા ફળો ખાઈ શકાય છે. કેળા આ બે મહિના જ ખાઈ શકાય છે. તે પણ કેળાની છાલ ઉપર કથ્થાઈ કલરના દાણા-દાણા હોય તો તે વધારે ગુણકારી છે. દવાથી પકવેલા આજના કેળા બારે મહિના ખવાતા હોવાથી ખૂબ નુકસાનકારક છે. કેળાને ગરમ કરીને તેમાં ઘી, એલચી અને સાકર નાંખીને ખાવાથી તેનો કફ કરવાનો ગુણ નાશ પામે છે. થોડા મરી નાંખીને કેળા ખાવાથી નુકસાન ઓછુ કરે છે. કારેલા, કંકોડા, દૂધી, ગલકા અને જીવંતી એટલે કે ડોડીનું શાક જો મળતું હોય તો વાપરી શકાય છે. ડોડી એટલે કે જીવંતીનો પાવડર પણ વાપરી શકાય છે. શેરડીનો રસ પીવાને બદલે શેરડીના ટુકડા ચુસી શકાય છે.

વૈદ્યરાજ દેવેન્દ્ર દ્વિવેદીના મતે શરદ ઋતુના રોગો અને તેની ચિકિત્સા

આ વર્ષે કોરોનામાં અનેક પૂજ્ય સાધુ-સંતોને કોરોનાની એક બોક્સમાં કીટ બનાવીને જેઓએ  ખૂબ સુંદર સેવા કરી છે તેવા શ્રી વૈદ્યરાજ દેવેન્દ્રભાઈ દ્વિવેદીના મત મુજબ આ ઋતુમાં ચક્કર આવવા, ખંજવાળ આવવી, એસિડીટી થવી, ભૂખ નહીં લાગવી, માઈગ્રેન જેવો માથાનો દુ:ખાવો થવો વગેરે અનેક રોગો નવા થાય છે અને હોય તો વિકાર પામે છે. બહારનું ખાવાનું તેથી તદ્દન બંધ કરવું આવશ્યક છે. આજે મોટાભાગના રોગો હોટલનું તીખુ તમતમતું અને આમલી નાંખેલી દાળ, સંભાર ખાવાથી થતું હોય છે. માટે ચંદ્રપ્રભાવટી સવાર-સાંજ ખાલી પેટે બે-બે લેવી જોઈએ. અને એલચી સવારે 10 કલાકે અને સાંજે 5 વાગે બે-બે ચાવીને ખાવી તેમજ એક ચમચી સતાવળનો પાવડર દૂધમાં ઉકાળીને ખડી સાકર નાંખીને પાણી બળી જાય પછી તે દૂધ સવાર-સાંજ પીવાથી પીત્તના રોગોમાં અમાપસમાપ ફાયદો કરે છે. પિત્તનું આધિક્ય હોય તેમણે જમવાના અડધા પોણા કલાક પહેલા અવિપત્તિકર ચૂર્ણ લેવું જોઈએ. તેનાથી પિત્તનું શમન થાય છે.  

વૈદ્યા રીટાબેનનો શરદ ઋતુ વિશેનો અભિપ્રાય.

વિલે પારલે (વેસ્ટ)માં આયુર્વેદ પદ્ધતિથી ગાયનેકમાં સ્પેશ્યલાઈઝન કરનાર અને પંચકર્મની વિશિષ્ટ રીતે ચિકિત્સા કરનાર વૈદ્યા રીટાબેન હરીશભાઈ શાહ જણાવે છે કે આ શરદ ઋતુ તે રોગોની ઋતુ છે અને આ ઋતુ સંધી છેે. એટલે કે વર્ષા રાણીની વિદાય અને સૂર્યના કિરણોનું પ્રતિ આગમન તે પિત્તનો ઉદરેક કરાવે છે. શરદ ઋતુમાં પિત્તનું શમન થાય તેવા દ્રવ્યો જેમાં કટુ, મધુર અને કષાય રસ હોય તેવા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. શરદ ઋતુમાં મિતાહાર આવશ્યક છે. અને ચંદનનો લેપ સુગંધી ચૂર્ણનું ઉબટન અને ખુલ્લી હવામાં સ્નાન કરવાથી અનેક ફાયદાઓ થાય છે. શરદ ઋતુમાં હંસોદકનું પણ અનેરૂ મહત્ત્વ છે. જેમાં શરદ પુનમના દિવસનો સૂર્ય, રાત્રિનો ચંદ્ર અને અગસ્થ્યનો તારો તેના કિરણો વર્ષા ઋતુમાં સંચય કરેલા પાણી ઉપર  પડવાથી તે પાણી અમૃત સમાન બને છે જે સુક્ષ્મ વાહિની હોય છે તેને નિર્મળ કરે છે. આ ઋતુમાં ચોખા, લીલા ચણા, આમળા અને સાકર પથ્ય છે. પરંતુ દહીં અપથ્ય છે. અને દીવાસ્વપ્નની એટલે કે દિવસે સુવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે.

ટૂંકમાં વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે.  આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ.

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

(જે જાતે અનુભવ ને આધારિત છે.)

(૧) ભાદરવાના ત્રીસે દિવસ સાંજે વાળુ કરીને પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી.
(૨) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ બપોરે કેળા, ખડી સાકર અને એલચીનું મિશ્રણ ગરમ કરીન  અને વાળુ વેળાએ દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવા ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ. 
(3) ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.
(4) ઠંડા પહોરે - વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલુ ચાલવુ. ઠંડી અને ચાંદની રાતમાં લૌકિક પ્રસંગોમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ - જેથી પરસેવો પડે

આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता. અને  ' યમની દાઢ ' પણ કહી છે. તેનાથી બચવા આ પ્રમાણે નિયંત્રણ કરવામાં આવે તો માત્ર શરદ ઋતુ નહીં બારે મહિના નિરોગી અવસ્થામાં પસાર કરી શકાય છે અને જેનું તન સારૂ તેનું મન સારૂ અને જેનું મન સારૂ તેનું જીવન પણ સારૂ. પછી આ નિરોગી શરીરથી આત્મકલ્યાણની ઉત્તમ સાધના સહજ, સરળ અને સુલભ બને છે. જીવેત શરદ: શતમ્.

બોક્સ મેટર
આ વર્ષે શરદપુનમની તૈયારી આયુર્વેદની દૃષ્ટિએ કઈ રીતે કરશો ?

શરદપુનમની ચંદ્રમાના કિરણોમાં એક અદ્ભુત શક્તિ પડેલી છે. કહેવાય છે કે બે કિલોમીટર નીચે તળાવની અંદર વર્ષમાં એક વખત એક ફૂલ ઉગે છે તે શરદપુનમના ચંદ્રની પ્રભાના કારણે છે. શરદપુનમની રાત્રીએ એક કિલો કાગદી બદામના મીંજ, એક કિલો ખડી સાકર, એક કિલો દેશી ગાયનું ઘી, અને 250 ગ્રામ મરી એ એક તપેલામાં હલાવીને સમગ્ર રાત્રિ દરમ્યાન ચાંદનીના કિરણોમાં મુકી રાખવાથી એક અદ્ભુત વિશિષ્ટ પાક બને છે જે રોજ થોડું થોડું વાપરવાથી મેધાની વૃદ્ધિ થાય છે. દેશી ગાયનું ઘી, ખડી સાકર અને સોનાનો વરખ ભેળવીને સમગ્ર રાત્રિ દરમ્યાન પુનમના ચંદ્રમાની નીચે રાખવાથી અને પછી રોજ ચણાની દાળ જેટલી અલ્પ માત્રામાં વાપરવાથી મહાન ફાયદો થાય છે. છેવટે વર્ષ દરમ્યાન વપરાતી ખડી સાકર પણ આ ચાંદનીની રાત્રિએ અગાસીમાં કપડું ઢાંકીને રાખવાથી તે સાકરમાં પણ અનેક ગુણો પ્રગટ થાય છે. જૈનોમાં પણ ભગવાનના ગુણવાચક નામોની સ્તવના એક રાત્રીમાં 108 વખત નમોત્થુણં સ્તોત્ર દ્વારા કરવાની 5રંપરા ચાલુ છે. જેમાં ચંદ્રની પ્રભા શરીર પર પડવી જોઈએ, માથા પર કોઈ છજ્જુ જોઈએ અને આ પ્રમાણે મંત્રસાધના કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સહજ અને સુલભ બને છે.

લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ, સી.એ.

તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું

  ભગવાન મહાવીરના શાસનનાં ૨,૬૦૦ વર્ષમાં પહેલી વખત ચાર-ચાર વાર ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરનારા આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજાએ ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ આચાર્યશ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પાસે આયંબિલનું પચ્ચક્ખાણ લઈને પારણું કર્યું હતું. આચાર્ય ભગવંતના ૧૮૦ ઉપવાસ નિમિત્તે ૪૭ ઉપવાસની તપશ્ચર્યા કરનારાં જુલીબેનનું પારણું પણ કરાવવામાં આવ્યું હતું. પારણાંનો મુખ્ય લાભાર્થી માતુશ્રી લીલાવતી બહેન હસમુખભાઈ શાહ પરિવાર હતો.

મુંબઇના બોરીવલી ઉપનગરમાં આવેલા પ્રબોધનકાર ઠાકરે સભાગૃહમાં પારણાં નિમિત્તે યોજાયેલા ભવ્ય સમારંભમાં ચાંદીના ૧૦૮ ઘડા વડે આચાર્ય ભગવંતને મગનું પાણી વહોરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૨ આચાર્ય ભગવંતો અને પાંચ પંન્યાસ ભગવંતો સહિત શતાધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પુણ્યવંતી નિશ્રા પ્રાપ્ત થઈ હતી. મુંબઇ હાઇ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી કમલકિશોર તાતેડ અને ઉત્તર મુંબઇના સંસદસભ્ય શ્રી ગોપાલ શેટ્ટી આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા.
પદ્મભૂષણ આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું હતું કે ‘‘આચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજીનું પારણું ચોપાટીમાં એક લાખની મેદની વચ્ચે થાય, એવી અમારી ભાવના હતી; પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મર્યાદિત સંખ્યામાં જ આમંત્રણો આપવામાં આવ્યાં હતાં. તેમણે ત્રણ-ત્રણ વખત ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરી, પણ પહેલી વખત પારણાંમાં ગચ્છાધિપતિશ્રીની નિશ્રા મળી છે તે તેમનું સૌભાગ્ય છે. અમારા ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ વિરલ વિભૂતિ અને પ્રશાંતમૂર્તિ છે. તેમને કોઈએ ક્યારેય ગુસ્સો કરતા જોયા નથી.’’
આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજાના સમર્પણ ભાવની અનુમોદના કરતાં રાજપ્રતિબોધક આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું હતું કે ‘‘કોઈ પથ્થરે પ્રતિમા બનવું હોય તો તેણે શિલ્પીના ટાંકણાંનો માર સહન કરવો પડે છે. તેવી રીતે આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી આ કક્ષાએ પહોંચ્યા છે તેની પાછળ તેમનો ગુરુ  સમર્પણ ભાવ જવાબદાર છે. ગયાં વર્ષે અમે ખરડીમાં મળ્યા ત્યારે તેમના ૩૨ ઉપવાસ થઈ ગયા હતા અને તેઓ ૬૪ ઉપવાસ કરવાની ભાવના ધરાવતા હતા. તેમણે મારી પાસે ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ માગ્યા. મેં તેમને નવકારશીના પચ્ચક્ખાણ આપ્યા તો તેમણે તે કોઈ પણ જાતના સંકોચ વગર સ્વીકારીને પારણું કરી લીધું.’’
‘‘આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી તો ૧૮૦ ઉપવાસની સાઇકલમાં સવાર થઈને મોક્ષ તરફ નીકળી પડ્યા છે. આપણું સાઇકલ ચલાવવાનું ગજું નથી; પણ જો આપણે સાઇકલના કેરિયર પર બેસી જઈશું તો આપણે પણ મોક્ષમાં પહોંચી જઈશું. આ કેરિયર પર બેસવું એટલે તેમના તપની અનુમોદના કરવી. જો આપણે આચાર્યશ્રીના ૧૮૦ ઉપવાસના તપની સક્રિય અનુમોદના કરવા માગતા હોઈએ તો કમ સે કમ ૧૮૦ દિવસ સુધી હોટેલના આહારનો અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.’’
આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીની સાધનાનું રહસ્ય સમજાવતાં કહ્યું હતું કે ‘‘કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પાંચ વસ્તુઓની જરૂર હોય છે. (૧) ગુડ એટેચમેન્ટ : અધ્યાત્મની ભાષામાં તેને પ્રીત અનુષ્ઠાન કહે છે. ધર્મની શરૂઆત પરમાત્મા સાથેના એટેચમેન્ટથી થાય છે. (૨) ગુડ એટમોસ્ફિયર : ધર્મમાં આગળ વધવું હોય તો સારાં વાતાવરણની જરૂર પડે છે. તમે સંસારમાં રહીને ધર્મ કરી શકો છો, પણ પાપનો ત્યાગ કરી શકતા નથી. જો પાપના ત્યાગનું વાતાવરણ જોઈતું હોય તો સંસારનો ત્યાગ કરવો પડે અને દીક્ષા લેવી પડે. (૩) ગુડ એટિટ્યૂડ : સારું વાતાવરણ મળ્યા પછી ભાવનાઓ પણ સારી થવી જોઈએ. સાધુ જીવનમાં સમર્પણ ભાવની સાધના સૌથી મુખ્ય છે. આ સાધના આચાર્યશ્રી હંસરત્નસૂરીશ્વરજીએ સિદ્ધ કરી છે. (૪) ગુડ થોટ્સ : સારી ભાવના હોય તેમને સારા વિચારો પણ આવવા જોઈએ. (૫) ગુડ એક્શન : માત્ર સારા વિચારો પૂરતા નથી. તેને વ્યવહારમાં ઊતારવા માટે પુરૂષાર્થ પણ કરવો જોઈએ. આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ આ પાંચેય ગુણો આત્મસાત્ કર્યા હોવાથી તેઓ આજે સિદ્ધિના શિખરે પહોંચી ગયા છે. તેમણે ચાર વખત ૧૮૦ ઉપવાસ કર્યા છે. હજુ તેમનું ફુલ સ્ટોપ આવ્યું નથી. તેઓ પાંચમી વખત પણ તે કરી શકે છે. તેમણે જે વિક્રમ સ્થાપિત કર્યો છે તેને આવનારાં વર્ષોમાં કોઈ તોડી શકે તેમ લાગતું નથી.’’
આચાર્ય ભગવંતના ચતુર્થ વખત ૧૮૦ ઉપવાસનાં પારણાંના મહોત્સવ દરમિયાન અગાઉ ત્રણ વખત પારણાંનો લાભ લેનારા પરિવારોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. વોશિંગ્ટનથી આવેલા સાત જૈન પરિવારોએ પૂજ્ય આચાર્ય ભગવંતોને પાતરાં વહોરાવવાનો લાભ લીધો હતો. શ્રી સંજય વખારિયા અને શ્રી અતુલકુમાર વ્રજલાલ શાહે સભાનું કુશળતાથી સંચાલન કર્યું હતું.

૧૮૦ ઉપવાસની અનુમોદના કરવા ૧૮૦ દિવસ હોટેલના આહારનો અને રાત્રિભોજનનો ત્યાગ કરો :

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૯મો જન્મજયંતી મહોત્સવ આવતીકાલે વિશિષ્ટ વર્ચ્યુઅલ અનુભૂતિ દ્વારા ભવ્યતાપૂર્વક ઓનલાઈન ઉજવાશે

(KASHYAP JOSHI - RAJKOT)

રાજકોટના હદયસમા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના ૨૨મા પાટોત્સવની ઓનલાઈન ઉજવણી સંપન્ન થઈ.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક એવા યુગપુરુષ જેમણે હિંદુ સંસ્કૃતિના ઈતિહાસમાં અકલ્પનીય એવા ૧૨૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કૃતિની ધર્મધજાને સમગ્ર વિશ્વમાં લહેરાવી. પ્રમુખસ્વામી મહારાજ એક એવા ગુણાતીત પુરુષ જેમણે ૧૦૦૦થી પણ વધુ સુચરિત અને સુશિક્ષિત સંતોને દીક્ષિત કરી સનાતન સંત પરંપરાને નવજીવન બક્ષ્યું. પ્રમુખસ્વામી મહારાજ એક એવા કરુણામાય સંત જેમણે ૨,૫૦,૦૦૦થી પણ વધુ ઘરોમાં વિચરી અને ૭,૦૦,૦૦૦થી વધુ પત્રોના જવાબ આપી એક સાચા સ્વજનની ખોટ પૂરી પાડી. જેમણે પોતાના ૯૫ વર્ષના જીવનની કણે-કણ અને ક્ષણે-ક્ષણ બીજાના ભલા માટે વિતાવી માનવ ઉત્થાન અને જન-કલ્યાણ માટે સેવાના અનેક પ્રકલ્પો ચલાવ્યાં એવા વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૯૯મો જન્મજયંતી મહોત્સવ મંગળવાર, ૨૨ ડિસેમ્બરના રોજ એટલે કે માગશર સુદ આઠમના દીને આ વર્ષે કોરોના મહામારીને કારણે એક વિશિષ્ટ વર્ચ્યુઅલ અનુભૂતિ દ્વારા ઓનલાઈન ઉજવાશે જેને સમગ્ર વિશ્વમાં રહેલ સૌ કોઈ ભક્તો-ભાવિકો વિવિધ માધ્યમો દ્વારા નિહાળશે.




ભારતીય સમય મુજબ રાત્રે ૭:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી આ સભાનું પ્રસારણ આસ્થા ટી.વી. ચેનલ પર હિન્દીમાં, GTPL કથા ચેનલ નંબર ૫૫૫ પર હિન્દીમાં તથા live.baps.org પર હિન્દી તથા અંગ્રેજીમાં થશે. જેમાં સૌને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં વિશિષ્ટ દર્શન-આશીર્વાદનો, મંત્ર પુષ્પાંજલિથી ગુરુહરિને વધાવવાનો તેમજ સમૂહ આરતીનો લાભ પ્રાપ્ત થશે. મંગળવાર, ૨૨ ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજ ૯૯મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે સવારે ૮ વાગ્યે live.baps.org પર મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે.  




સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરને ૨૨ વર્ષ પૂર્વે ઈ.સ.૧૯૯૮માં  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શહેરની શાન એવા ભવ્ય અને દિવ્ય મંદિરની ભેટ આપી હતી. જે મંદિર, સંતોષ–સમજણ–સંપના સેતુ રચાવે છે. માનવમાત્રના પ્રેરક, પોષક અને સંવર્ધક એવા રાજકોટના નજરાણા સમા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને ૨૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે એ નિમિત્તે કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે પાટોત્સવ વિધિની મહાપૂજા અને દર્શનની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવેલી. 

પ્રાત:કાળે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ ઠાકોરજીની મહાપૂજાવિધી સંપન્ન કરી હતી જેમાં ભક્તો પણ ઘેર બેઠા ઓનલાઈન જોડાયા હતા. આ અવસરે મંદિરે ભગવાનને વિશેષ પૂજન, અભિષેક અર્પણ કરી નૂતન આભૂષણો અને અલંકારયુકત વાઘા પહેરાવી ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં પ્રસરેલ કોરોના વાઇરસ વહેલી તકે નાબુદ થાય અને સર્વે ભક્તો-ભાવિકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ખાસ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવેલી. 

આજના દિને પાટોત્સવની સાથે શ્રીનીલકંઠવર્ણી મહારાજની પુન:પ્રતિષ્ઠા વિધિ અને ‘શ્રી નીલકંઠવર્ણી નુતન અભિષેક મંડપમ્’નું  ઉદ્ઘાટન પ.પૂ.મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે થયું હતું તેને ૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સંતોએ શ્રીનીલકંઠવર્ણી મહારાજને પંચામૃત જળથી અભિષેકવિધી કરી આરતી ઉતારી હતી. ભક્તો ભાવિકો સાંજે ૩:૪૫ થી ૫:૪૫ દરમ્યાન મંદિર ખાતે ઠાકોરજીના દર્શન કરી શકશે.  

રવિવાર, 20 ડિસેમ્બર, 2020

વિદેશી દારૂની ૧૦૮ બોટલ(કિ.રૂા.૪૩,૨૦૦/) નો મુદામાલ પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

 વિદેશી દારૂની ૧૦૮ બોટલ(કિ.રૂા.૪૩,૨૦૦/) નો મુદામાલ પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ


(કશ્યપ જોશી દ્વારા)

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી પ્રવિણકુમાર સાહેબ ઝોન-૧ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ઝોન-૨ તથા મદદનીશ પોલીસ કમિશ્નર કાઇમ શ્રી ડી.વી.બસીયા સાહેબ નાઓએ રાજકોટ શહેરમાં દારૂ-જુગારની પ્રવૃતી સદંતર નાબુદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય છે.



તેઓ સાહેબની સુચના અન્વયે અમો પો. ઇન્સ, વી.કે.ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટે. ના પોલીસ સ્ટાફના પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન એ,એસ,આઈ, બળભદ્રસિંહ જે. જાડેજા, પો. હેડ કોન્સ. મહીપાલસિંહ ડી. ઝાલા, પો. કોન્સ. ચેતનસિંહ આર. ગોહિલ નાઓને મળેલ સયુંકત હકિકત આધારે લાખાજીરાજ ઉધોગનગર શેરી નં.૫ આરોપીના કજા હવાલા વાળી ઓરડીમાંથી.


આરોપી હાજર મળી નહીં આવેલ

 વિશાલ મુકેશભાઇ ડાભી રહે. લાખાજીરાજ ઉધોગનગર શેરી નં-૫ રાજકોટ 

કબજે કરેલ મુદામાલ

ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ- ૧૦૮ કિ.રૂા.૪૩,૨૦૦/- નો મુદામાલ કબજે કરવામા આવેલ છે.

આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ  ડી.ઝાલા ચલાવી રહેલ છે.




શનિવાર, 19 ડિસેમ્બર, 2020

દીવને વિશ્વ સ્તરે વિખ્યાત કરવા પ્રશાસક પ્રફુલ પટેલના સંગીન પ્રયાસો


સૌરાષ્ટ્રનું  પર્યટન સ્થળ દીવ છે. દીવમાં જોવાલાયક સ્થળો છે. દીવના આ પર્યટન સ્થળનો પ્રશાસક પ્રફુલ પટેલે અભ્યાસ કર્યા બાદ દરેક પર્યટન સ્થળ ને નવો ઓપ અપાઈ રહ્યો છે. ઘોઘલા બીચ ઉપર દરેક સુવિધા ઉપલબ્ધ કરાયા બાદ આ બીચને blue બ્લ્યુ ફ્લેગ બીચનું સર્ટીફીકેટ અપાયું છે. દીવના કિલ્લાને આદર્શ  સ્મારકમાં સમાવેશ બાદ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હજુ આ પ્રોજેક્ટ કાર્યરત છે.










ખોખરી મેમોરિયલ સ્થળ ઉપર પણ પ્રોજેકટ કાર્યરત છે જે પૂર્ણ થયા બાદ દીવની રોનકમાં વધારો થશે. નાગવા બ્યુટીફીકેશન પ્રોજેક્ટ કાર્યરત છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ બર્ડ સેન્ચ્યુરીયન  વિગેરે પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પ્રશાસક પ્રફુલ પટેલના અથાગ પ્રયાસો  સ્વરૂપે દીવના વિકાસના કામોમાં ચાર ચાંદ લાગ્યા છે.દીવને હજુ વધુ ને વધુ નિખારવા  પ્રફુલ પટેલના પ્રયાસો સતત ચાલુ જ છે.

રાજકોટના જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેનું સન્માન કરાશે


વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા

રાજકોટના જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેનું સન્માન કરાશે

..................

રાજકોટ  – વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજકોટમાં વર્લ્ડ અમેઝીંગ ટેલેન્ટ કેટેગરી હેઠળ જાણિતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેનું સન્માન તા. ૨૦/૧૨/૨૦૨૦ ને રવિવારે સવારે ૧૧-૦૦ કલાકે નચિકેતા સ્કુલીંગ સિસ્ટમઅંબિકા ટાઉનશીપજીવરાજ પાર્ક રાજકોટ ખાતે કરાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા તથા અતિથિ વિશેષ તરીકે નાયબ 



મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સી.કે.નંદાણી
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ.કૈલા જિલ્લા પ્રાથમિક અધિકારીશ્રી ડી.આર.સરડવાજિલ્લા શિક્ષણ અધિકારી – ગીરસોમનાથ શ્રી રાજેશ ડોડીયાશાશનાધિકારીશ્રી કિરીટસિંહ પરમારકમિશ્નરશ્રી સ્કાઉટ ગાઈડ શ્રી મનિષ મહેતાનાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોષીશિક્ષણ નિરીક્ષક ભરૂચ શ્રી સંગીતાબેન મિસ્ત્રી ઉપસ્થિત રહેશે.

શુક્રવાર, 18 ડિસેમ્બર, 2020

> કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા"માંસાહાર સર્વ નાશાહાર' પર જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો વેબીનાર યોજાશે.

કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "માંસાહાર સર્વ નાશાહાર' વિષય પર વેબીનાર યોજાશે.જેમાં રાજભા ગઢવી (લોકસાહિત્યકાર) પોતાનું માર્ગદર્શન આપશે. આ વેબીનારનું સંચાલન મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવશે. આ વેબીનાર તા. ૧૯, ડીસેમ્બર, શનીવાર બપોરે ૧૨-૦૦ ફેસબુક પેઈઝ https://www.facebook.com/animalhelplinekarunafoundation તથા ઈન્સ્ટાગ્રામ https://www.instagram.com/kamunafoundation પર જીવંત નિહાળી શકાશે.



 આ વેબીનારની સફળતા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ,રજનીભાઈપટેલ, અમર તલવરકર વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. આ વેબીનારની વિશેષ માહિતી માટે પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા : જરૂરિયાતમંદોની 5 હજાર દીકરીઓને દત્તક લઇ સગાઇ-લગ્ન કરી દેવાશે : આવી ભગીરથ સેવાની સર્વત્ર સરાહના

સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વરાછામાં અનેકવિધ સેવા કરવામાં આવે છે. સમયાંતરે વ્યસન મુક્તિ અભિયાન, બાળ હિંસા નાબુદી, વડીલ યાત્રા વિગેરે સેવા કરવામાં આવે છે.

તાજેતરમાં આ સંસ્થા દ્વારા ગુજરાતમા રહેતા અને જરૂરિયાતમંદ પરિવારોની વહારે આવીને 5 હજાર દીકરીનો દત્તક લેવાની યોજના શરુ કરી છે. જે અંતર્ગત દીકરીઓની સગાઇ અને લગ્ન સંસ્થા દ્વારા કરી દેવાશે. જે લોકોને દીકરીનો સંબંધ કરવાનો બાકી હોય તેમજ બીજીવારના સંબંધમા માં પણ 18 થી 50 વર્ષના વિધવા દીકરીઓને સંસ્થા યોગ્ય મુરતિયો શોધી આપવામાં મદદ કરશે.

સંસ્થા કાર્યવાહકો કહે છે કે આ દીકરી દત્તક યોજનામાં કોઈ પણ જ્ઞાતિના લોકો જોડાઈ શકશે. વધુ માહિતી માટે ધ્રુવ રમેશભાઈ દીક્ષિત મોં.99784 50500, 94263 30531 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

લાઈફ લાઈન ચેરીટેબલ દ્વારા આવી દીકરી દત્તક યોજના શરુ કરાતા જાણકારોમાં સંસ્થાના સેવાભાવીઓની સરાહના થઇ રહી છે.


ધ્રોલના ખારવા-માનસરનો મગર પીઠ સમાન રસ્તો કોઈ સુધારશે ખરું ?

રોડનો ઉપયોગ કરતા 8 ગામના લોકો ત્રાહિમામ : રોડ ટેક્સ ભરતા હોવા છતાં રોડની બિસમાર હાલતથી સૌ પરેશાન 

(સંજય ડાંગર દ્વારા)  ધ્રોલ, તા.18

ધ્રોલ તાલુકાના ખારવાથી માનસર સુધીના અત્યંત બિસમાર બનેલા રોડથી વાહનચાલકો ત્રાસી ગયા છે. આ બાબતે અવારનવાર રજૂઆતો પછી પણ જાડી ચામડીના સંબંધિત તંત્રના પેટનું પાણી હલતું ના હોવાથી વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

મળતી વિગતો મુજબ ધ્રોલ તાલુકાના ખારવાથી માનસર ગામ સુધીનો રોડ ભારે બિસમાર બન્યો છે. આ રોડ પરના ખાડા ખબડા તારવવા દરમિયાન અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. આવા બધું લાગતા વળગતા જાણતા હોવા છતાં રોડને રીપેર કરાવવા કોઈ જાગતા ના હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાસી ગયા છે.



જાણકારો કહે છે કે હમાપર, માનસર, જાળિયા, દેવાઈ, ખીજડીયા, સહિત મોટાભાગના ગામનો વાહન વ્યવહાર આ રોડનો ઉપયોગ કરે છે. રોજ સુરજ ઉગેને આથમે ત્યાં સુધી હજારો વાહનો આ રોડ પરથી પસાર થાય છે. આ રોડનો ઉપયોગ કરનાર વાહન ચાલકો ભારે યાતના ભોગવી રહ્યાં છે. કારણ કે ખખડધજ રોડને કારણે વાહનો ધીમી ગતિએ ચલાવવા પડતા હોવાથી સરવાળે સમય અને પેટ્રોલ -ડીઝલની ખુવારી વાહન ચાલકોને ભોગવવી પડે છે. 


ખરવાથી માનસર સુધીના આ 15 કિમિ રોડને રીપેર કરવા અગાઉ અનેક વખત રજૂઆતો થઇ છે. લાગતા વળગતા સત્તાધીશોએ રોડ રીપેર કરવાની અનેક વખત ખાતરી પણ આપી હોવાનું કહેવાય છે પણ વાહન ચાલકો કહે છે કે તંત્રની આવી ખાતરી કોણીએ ગોળ ચોપડવા જેવી અને ચોકલેટી સાબિત થઇ હોવાથી આ રોડ આજ દિન સુધી રીપેર કરાયો નથી. પરિણામે અંતે વાહનચાલકોને ભોગવવી પડે છે ભારે હાલાકી.


સૌથી દુઃખની વાત એ છે કે આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સમયાંતરે ઘણી વાર પસાર થાય છે. તેઓ પણ ખારવાથી માનસર રોડની આવી બિસમાર હાલત સુપર જાણે છે છે છતાં તેઓ એ પણ કોઈ દિવસ આ રોડ રીપેર કરાવવા અંગત રસ દાખવ્યો ના હોવાના પ્રજામાં આક્ષેપો  થઇ રહ્યા છે. ત્યારે સમય જ બતાવશે કે આ રોડ રીપેર કરવા લાગતા વળગતા સત્તાધીશો જાગશે કે પછી રાબેતા મુજબ મૂક, બધિર અને સૂરદાસની ભૂમિકા ભજવતા રહેશે ? રામજાને !!

ગુરુવાર, 17 ડિસેમ્બર, 2020

 વણાકબારાની સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો માટે આત્મનિર્ભરતાને ધ્યાનમાં રાખી હસ્તકલા તાલીમનું થયું આયોજન



દીવનાં કલેકટર  સલોની રાયના માર્ગદર્શનમાં અને દીવનાં મુખ્ય કારોબારી અધિકારી સાહેબ વૈભવ રીખારી તેમજ મામલતદાર  સી.ડી.વાંજાના નિર્દેશનમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ મહાશક્તિ મહિલા મંડળ ગ્રુપના પ્રમુખ જોશનાબેન વીરેન્દ્રભાઈ દ્વારા આત્મનિર્ભરતાને ધ્યાનમાં રાખી હસ્તકલાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ વણાકબારાની સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો માટે આયોજન કરેલ છે. આ તાલીમ વણાકબારા પંચાયત હોલમાં કરવામાં આવેલ છે. તાલીમના ટ્રેનર મહાશક્તિ મહિલા મંડળ ગ્રુપના પ્રમુખ જોશનાબેન વીરેન્દ્રભાઈ છે. આ તાલીમનો હેતુ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો આત્મનિર્ભર કેવી રીતે બની શકે તે મુદ્દા ને ધ્યાન રાખી તાલીમનું આયોજન કરેલ છે. આ તાલીમમાં હસ્તકલાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 

જેમાં ઉન માંથી સ્વેટર બનાવાવવું, મોજા , ટોપી, ઓઢવાની શાલ, ફૂલ, રૂમાલ, કાચની બોટલની ફરતેનું કવર, તોરણ, વગેરે ઉનમાંથી અલગ અલગ ચીજ રીતે બનાવવી જેની ક્રમબદ્ધ માહિતી સાથે તાલીમ આપી સમજાવવામાં આવશે. આ તાલીમ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ, અને વણાકબારા ગ્રામ પંચાયતના સયુક્ત પ્રયાસો થકી તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.

......

દીવ: ઘોઘલા ખાતે પોલિયો રસીકરણ બાબતે કાર્યશાળા યોજાઈ

દીવ, તા.17 

આરોગ્ય વિભાગ દીવ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સયુંકત આયોજનમા સી. એચ. સી. ઘોઘલા ખાતે આગામી પોલિયો રાઉન્ડ અને કોરોના રસીકરણ અંગે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


આ વર્કશોપમાં તમામ તબીબી અધિકારીઓ, આયુષ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ ઉપસ્થિત રહેલ. હેલ્થ ઓફિસર ડો સુલતાન ના જણાવ્યા મુજબ આગામી 17 જાન્યુઆરી ના દિવસે પોલિયો રવિવાર દરમ્યાન 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલીઓની રસી આપવામાં આવશે. એ ઉપરાંત ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં કોવિડ વેકશીન ની મંજૂરી આપ્યા બાદ રસિકરણ શરૂ કરવામાં આવશે. તેની તૈયારીઓ વિશેની તાલીમ WHO ના ડો. વિનયકુમાર દ્વારા આપવામાં આવી.

ઉના: પુરુષોત્તમ પ્રકાશ મહાયજ્ઞનો પ્રારંભ

ઉના, તા.17

ઉના શહેરમાં રોકડીયા હનુમાનજી મંદીર સામે આવેલા આનંદગઢ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંકુલમાં ગઈકાલથી ધનુર માસનો પ્રારંભ થયો હતો. પરમ પૂજ્ય સદગુરુ  ધર્મ વલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પરમ પુજ્ય ગુરૂવર્ય મહંત દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી, આનંદ ગઢ ગુરુકુળ સ્વામી હરિવદન સ્વામી અને સાધુ-સંતો તેમજ યજમાનો  દ્વારા વિશ્વ શાંતિ તથા પ્રાણી માત્રનું કલ્યાણ થાય અને મહામારી નાબૂદ થાય તે માટે શ્રી પુરુષોત્તમ પ્રકાશ યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. આ યજ્ઞ આખો મહિનો એટલે કે ૧૪મી જાન્યુઆરી 2021 સુધી ચાલશે. તમામ હરિભક્તો તેમજ સેવકોએ યજ્ઞનો લાભ લેવા જણાવાયું છે

સ્વર્ગસ્થ જમનાદાસ નથવાણીને શ્રદ્ધાંજલિ અપાઈ

રાજકોટ, તા.17

શ્રી પુનિત સદગુરુ ભજન મંડળ દ્વારા પૂજ્ય રણછોડદાસબાપુ તથા શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે નિયમિત જપ  ધ્યાનમાં બેસી પક્ષઘાતની તકલીફમાંથી મુક્ત મેળવનાર સ્વર્ગસ્થ જમનાદાસ ભાઈ અમરસિંહભાઈ નથવાણી(અમરસિંહ પેંડાવાળા) ને સંત પુનિતના ભજનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાં સભ્યો તથા ભાવિકો સર્વે પૂર્વીબેન જયશ્રીબેન તથા જયેશભાઈ નથવાણી, બાબુભાઈ પેંડાવાળા, ગુણવંતભાઈ ઠક્કર(અમદાવાદ), મહેન્દ્ર ભાઈ માંડલિયા, વિજયભાઈ  રાચ્છ, હીનાબેન જોબનપુત્રા, ગીતાબેન રાઠોડ, ભારતીબેન દવે, અમુભાઈ ગોરાણીયા તથા એડવોકેટ જીતુભાઈ દવે અને શશીબેને ઓનલાઈન યોગદાન આપ્યું હતું. અંતમાં અત્યારે સમગ્ર વિશ્વને કોરોના મહામારી થી પિડાઈ રહેલ છે તેમાંથી ઝડપભેર મુક્ત થાય અને સમગ્ર વૈશ્વિક જનસમુદાયને સારું સ્વાસ્થ્ય પ્રદાન થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી તેવું શ્રી પુનિત સદગુરુ ભજન મંડળના પ્રમુખ જયેશભાઈ નથવાણીએ જણાવ્યું હતું.

ભૂમાફિયાઓને ભો ભેગો કરતો કાયદો ગુજરાતમાં લેન્ડ ગ્રેનિંગ પ્રોહિબીશન એક્ટને આવકારતા ભંડેરી-ભારદ્વાજ

ભૂમાફિયાની ગુનાહિત પ્રવૃત્તિઓ ડામી દેવા સંકલ્પબદ્ધ છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એકપણ માણસની એક ઈંચ જમીન કોઈપણ ગેરકાયદેસર હડપ નહીં કરી શકે


ભૂમાફિયાઓને અંકુશમાં લઈ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેમ


અગાઉ ગુજરાતને ગુંડામુક્ત બનાવતા કાયદા બાદ હવે ગુજરાતને ભૂમાફિયામુક્ત બનાવાશે


ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ ની એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજથી ગુજરાતમાં લેન્ડ ગ્રેનિંગ પ્રોહિબીશન એક્ટની અમલવારીની જાહેરાત કરી છે આ એક્ટને ઐતિહાસિક અને કાંતિકારી ગણાવતા ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ.  ભંડેરીએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ મુખ્યમંત્રીની ઓળખ ધરાવતા વિજયભાઈ રૂપાણી જેટલા સંવેદનશીલ છે એટલા સખ્ત પણ છે. સામાન્ય માણસો માટે તેમની સંવેદનશીલતા હરહંમેશ પ્રદર્શિત થતી રહે છે તો ભૂમાફિયાઓ, ગુનેગારો અને ગુંડાઓ વિરુદ્ધ તેમની સખ્તાઈ પણ જોવા મળે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે. જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાન કો, ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડક કાઈથી પેશ આવવાનો જે સખ્ત એક્ટ - કડક કાયદો આજથી અમલમાં મૂક્યો છે તેનાથી સામાન્ય નાગરિક - આમ જનતાને ઘણો ફાયદો થશે. ગુજરાતમાંથી ગુનાખોરી નાબૂદ થશે. ભૂમાફિયાઓને અંકુશમાં લઈ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેમ છે, એમ તેમણે કહ્યું હતું,


આ એક્ટ મુજબ હવે જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડ ક સજા માટે સ્પેશ્યલ કોર્ટ નિર્માણ થશે. દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે. ૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે. વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બૅય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે. સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે. આમ, ગુજરાતમાં લેન્ડ ગ્રેનિંગ પ્રોહિબીશન એક્ટથી ગુજરાતમાં રહેલા ભૂમાફિયાઓ ભયભીત બની ગયા છે અને ગુજરાતમાં રહેલા પ્રજા જનો ભયમુક્ત બન્યા છે.


ભૂમાફિયાઓને ભો ભેગી કરતા ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંગે ભારદ્વાજ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશના અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારી, ઊદ્યોગો, વેપાર-રોજગાર માટે બેસ્ટ ચોઈસ ફોર ઈન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે.


વધુમાં ભંડેરી-ભારદ્વાજે કહ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતના સવાંગી વિકાસને કારણે શથમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથોસાથ આ બધી પ્રવૃત્તિઓના વેગને કારણે જરૂરી તેવું માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની

માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી જમીનના બજાર મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે. જમીનની લે-વેચ સાથે ટૂંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઈ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદઈરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબજો કે માલિકી હક ન હોય છતા ગેરકાયદેસર કબજો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપર્ણ કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં લેન્ડ ગ્રેનિંગ પ્રોહિબીશન એક્ટ આવા ભૂમાફિયાઓથી દરેક માણસને રક્ષણ આપશે. હવેથી એકપણ માણસની એક ઈંચ કોઈપણ ગેરકાયદેસર હડપ નહીં કરી શકે.




રાજ્યમાં અગાઉ ગુનાખોરી નાબૂદ કરવા ગુંડાવિરોધી કાયદો ગુજસીકોકના અમલ દ્વારા ગુજરાતને ગુંડા મુક્ત બનાવ્યા બાદ આ નવા કાયદા હેઠળ ગુજરાતને ભૂમાફિયામુક્ત બનાવવામાં આવશે. રૂપાણી સરકારને ધરતીપુત્રોની તેમજ ધાર્મિક સંસ્થાઓની જમીન પચાવી પાડી તેના પર બાંધકામ કરી વેચી દેવા સુધીની ગેરકાયદે પ્રવૃત્તિઓ સુધીની ફરીયાદો વખતો વખત મળેલ છે. વ્યક્તિગત કિસ્સાઓમાં પણ રાજ્યમાં અનેક લોકો આવા તત્વોનો શિકાર બન્યાનું ધ્યાન પર આવેલ છે. આ કારણે કેટલીકવાર રાજ્ય સરકાર માટે કાયદો અને વ્યવસ્થા સંભંધી પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. તે સંજોગોમાં કોઈપણ સ્વરૂપમાં જમીન પચાવી પાડવા પર આ કાયદાથી પ્રતિબંધ મુકાયો છે. અને આવી પ્રવૃત્તિને ગેરકાયદે જાહેર કરેલ છે. રૂપાણી સરકારની આ કામગીરી ખૂબ જ નોંધનીય અને પ્રશંસનીય છે, તેમ ભંડેરી- ભરદ્વાજે જણાવ્યું


 ગુજરાતમાં આ એક્ટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેર કાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે. કાયદો અમલમાં આવતા જમીન પચાવી પાડી તેમાં વેચાણ કરી દેવાનો કે આવી પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનારા આ કાયદાના સકંજામાં આવવાથી જન સમાજ જમીન માલિકીના હકો ચિંતામુક્ત થઈ ભૌગવી શકશેવધુમાં ખેડૂતો, ધાર્મિક, સામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ જાહેર ટ્રસ્ટો, સંસ્થાઓ વગેરેને આ કાયદાનું પીઠબળ મળતા તેમના વહીવટમાં સરળતા રહેશે. કડકમાં કડક્ર કાયદાઓના નિર્માણ અને અમલ દ્વારા રૂપાણી સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ ડામી દેવા સંકલ્પબદ્ધ છે ઍવું અંતમાં નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.

બુધવાર, 16 ડિસેમ્બર, 2020

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગૌમાતા સંબંધિત ગ્રંથો, કાગળો, અધ્યયનોનું એક વિશાળ પુસ્તકાલય બનશે. > ઉપલબ્ધ સાહિત્ય મોકલવા ડો. વલ્લભભાઈ કથીરિયાની અપીલ

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગૌમાતા સંબંધીત ગ્રંથો, કાગળો, અધ્યયનોનું એક વિશાળ પુસ્તકાલય બનશે. ઉપલબ્ધ સાહિત્ય મોકલવા સૌને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પુસ્તક રાષ્ટ્રીય સ્તરે બધા લોકો માટે ઉપલબ્ધ હશે તથા ઘણી જ ભાષામાં હશે. સમગ્ર દેશની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જેમની પાસે જે-જે સાહીત્ય ગૌ વિષયક હોય તે પી.ડી.એફ. ફાઈલ, પુસ્તકો તથા તેમના લેખકનું નામ સાથે કોઈપણ ભાષામાં મોકલાવવા વિનંતી. ગૌમાતાનું અંગેનું સાહિત્ય મોકલવા માટે amitabh_bhatnagar@gavyachetnaa.com, અને shivangisharma1309192@gmail.com તથા વ્હોટેસએપ નં. ૬૩૦૯૫૬૮૮૮૮ પર અમીતાભ ભટ્ટનાગરનો સંપર્ક કરવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા જાગૃતિ કાર્યક્રમ ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત

સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી તેમજ વેરાવળ સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ સોમનાથ ટ્રસ્ટ અને લોક જાગૃતિ મંચ ટ્રાફિક બ્રિગેડ એજયુકેશન સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી શારદા સાઉન્ડ વિજય ભાઈ વાજાં દ્વારા જન જાગૃતિ અભિયાન ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત ગીર સોમનાથ વેરાવળ માં આજરોજ મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી શ્રી સોમનાથ ટ્રસ્ટ લોક જાગૃતિ મંચ સીનીયર સીટીઝન ટરાફિક બ્રિગેડ અને ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ પી આઈ સાહેબ અને પ્રભાસ પાટણ પોલીસ પી આઈ ના સહયોગ થી ઓનલાઈન ગુગલ પે તેમજ પે બાબતે જાગૃતિ અભિયાન યોજાયેલા ..જેમાં ગુજરાતી કલાકારો ચાંદની પરમાર આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની ના અભિનય દ્વારા જન જાગૃતિ અભિયાન ટેલી ફીલ્મ પણ બનશે વેરાવળ માં તેમજ સોમનાથ માં આજરોજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી લોક જાગૃતિ મંચ ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ ના સંયુકત ઉપકમે મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા ઓનલાઈન ગુગલ પે તેમજ પે ટી એમ પર પૈસા ની લેતી દેતી બાબતે થતાં ફોર્ડ છેતરપીંડી બાબતે માર્ગ દર્શન સાથે જન જાગૃતિ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ એ એસ આઈ દિનેશ ભાઈ ગોહિલ તેમજ ચોકસી આર્ટસ કોલેજ વેરાવળ ના પ્રોગ્રામ ઓફિસર ડો એમ એન ચોચા તેમજ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા તેમજ સુરેન્દ્ર સિહ જાડેજા તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ તેમજ અને વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકા ચીફ ઓફિસર જતીન મહેતા તેમજ પ્રમુખ શ્રી મંજુલાબેન સુયાણી દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્ટીકર બેનર્સ અને પત્રીકા પેમપલેટ નુ વિતરણ કરી સાવચેતી સાથે તકેદારી રાખવાની અપીલ સાથે અનુરોધ કર્યો હતો જેમાં લોક જાગૃતિ મંચ ના પ્રમુખ દીપકભાઈ ટીલાવંત સીનીયર સીટીઝન કલબ ના પ્રમુખ ચીમન ભાઈ અઢીયા તેમજ બીપીનભાઈ સંઘવી સહીત ના દીપકભાઈ દોરીયા ની ઉપસ્થિતિ માં માસ્ક ફરજિયાત પહેરવાં તેમજ કોઇ પણ લોભ લાલચ આપી ફોન આવે તો આપનો એ.ટી એમ કોડ તેમજ એકાઉન્ટ નંબર આપશો નહી તે ફોર્ડ છેતરપીંડી કરી શકે છે સહીત નુ માર્ગ દર્શન આ કાર્યક્રમ અંતર્ગત મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા થયેલ જેમાં ગુજરાતી અભિનેત્રી ચાંદની પરમાર તેમજ રાજકોટ થી પધારેલા આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની દ્વારા ટેલી ફીલ્મ .ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા સીટી પી આઈ તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર ના તેમજ સામાજીક સંસ્થાઓ ના સહયોગ સાથે જન જાગૃતિ અભિયાન અનેક કલાકારો સાથે જાગૃતિ કાર્યક્રમ ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી તેમજ વેરાવળ સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ સોમનાથ ટ્રસ્ટ અને લોક જાગૃતિ મંચ ટ્રાફિક બ્રિગેડ એજયુકેશન સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી શારદા સાઉન્ડ વિજય ભાઈ વાજાં દ્વારા જન જાગૃતિ અભિયાન ની ટેલી ફીલ્મ નુ મુહૂર્ત ગીર સોમનાથ વેરાવળ માં આજરોજ મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી શ્રી સોમનાથ ટ્રસ્ટ લોક જાગૃતિ મંચ સીનીયર સીટીઝન ટરાફિક બ્રિગેડ અને ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ પી આઈ સાહેબ અને પ્રભાસ પાટણ પોલીસ પી આઈ ના સહયોગ થી ઓનલાઈન ગુગલ પે તેમજ પે બાબતે જાગૃતિ અભિયાન યોજાયેલા ..જેમાં ગુજરાતી કલાકારો ચાંદની પરમાર આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની ના અભિનય દ્વારા જન જાગૃતિ અભિયાન ટેલી ફીલ્મ પણ બનશે વેરાવળ માં તેમજ સોમનાથ માં આજરોજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી લોક જાગૃતિ મંચ ભવાની સેવા ટ્રસ્ટ અને પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ ના સંયુકત ઉપકમે મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા ઓનલાઈન ગુગલ પે તેમજ પે ટી એમ પર પૈસા ની લેતી દેતી બાબતે થતાં ફોર્ડ છેતરપીંડી બાબતે માર્ગ દર્શન સાથે જન જાગૃતિ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીટી પી આઈ ડીડી પરમાર સાહેબ તેમજ એ એસ આઈ દિનેશ ભાઈ ગોહિલ તેમજ ચોકસી આર્ટસ કોલેજ વેરાવળ ના પ્રોગ્રામ ઓફિસર ડો એમ એન ચોચા તેમજ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા તેમજ સુરેન્દ્ર સિહ જાડેજા તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ તેમજ અને વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકા ચીફ ઓફિસર જતીન મહેતા તેમજ પ્રમુખ શ્રી મંજુલાબેન સુયાણી દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્ટીકર બેનર્સ અને પત્રીકા પેમપલેટ નુ વિતરણ કરી સાવચેતી સાથે તકેદારી રાખવાની અપીલ સાથે અનુરોધ કર્યો હતો જેમાં લોક જાગૃતિ મંચ ના પ્રમુખ દીપકભાઈ ટીલાવંત સીનીયર સીટીઝન કલબ ના પ્રમુખ ચીમન ભાઈ અઢીયા તેમજ બીપીનભાઈ સંઘવી સહીત ના દીપકભાઈ દોરીયા ની ઉપસ્થિતિ માં માસ્ક ફરજિયાત પહેરવાં તેમજ કોઇ પણ લોભ લાલચ આપી ફોન આવે તો આપનો એ.ટી એમ કોડ તેમજ એકાઉન્ટ નંબર આપશો નહી તે ફોર્ડ છેતરપીંડી કરી શકે છે સહીત નુ માર્ગ દર્શન આ કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર:- પાયલ બાંભણિયા ઉના

રાજકોટ જિલ્લાના ઉપલેટમાં PI તરીકે ચાર્જ સંભાળતા મહેન્દ્રસિંહજી રાણા..

ઉપલેટામાં પી. આઇ. તરીકે ચાર્જ સંભાળતા મહેન્દ્રસિંહજી રાણાએ : બુટલેગરોમાં ફફડાટ રૂરલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ દરમિયાન અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો
(કશ્યપ જોશી દ્વારા) ઉપલેટામાં નિયુકત થયેલ પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહજી એન. રાણાએ ગઇ કાલે ચાર્જ સંભાળ્યો હતો. ઉપલેટામાં મુકાયેલ પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહજી રાણાએ અગાઉ રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચમાં પ્રસંશનીય ફરજ બજાવી અનેક અનડીટેકટ ગુન્હીઓનો ભેદ ઉકેલ્યો હતો. તેમજ જેતપુર પોલીસ મથકમાં પણ ફરજ બજાવી કાયદો વ્યવસ્થાની સ્થિતી કાબુમાં રાખી ‘હતી. પી. આઇ. મહેન્દ્રસિંહજી રાણાએ અગાઉ રાજકોટ શહેરમાં એસ.ઓ.જી. તથા નર્મદા જીલ્લામાં _એલસીબીમાં સરાહનીય કામગીરી બજાવી હતી. રાજકોટ જીલ્લાના ગુન્હેગારોની કાર્યપધ્ધતીથી વાકેફ પી. આઇ. મહેન્દ્રસિંહ રાણાને ઉપલેટામાં મુકાતા સ્થાનીક લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. તો તેઓની કાર્યશૈલી, ગુનાઓ ઉકેલવાની આગવી ઢબથી પરિચિત બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

ACB રાજકોટ ગ્રામ્યની કામગીરી

*🚨એ.સી.બી. ડી.એ. કેસ* ફરીયાદીઃ- શ્રી સ.ત. પી.કે. ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે., મોરબી આરોપીઃ- હરેશભાઇ કાનજીભાઇ કેસુર, તત્કાલીન એ.એસ.આઇ., ટ્રાફિક, વર્ગ-૩,
મોરબી જીલ્લો, હાલ સેવા નિવૃત્ત ચેક પીરીયડઃ તા.૦૧/૦૪/૨૦૧૨ થી તા.૩૧/૦૩/૨૦૧૮ ગુન્હો દાખલ તા.૧૬/૧૨/૨૦૨૦ ટુંક વિગતઃ- એવી રીતે કે, આરોપીએ પોલીસ દળમાં A.S.I., વર્ગ-૩ ની મોરબી જીલ્લાની ફરજ માં વાંકાનેર તાલુકામાં ટ્રાફિકડ્યુટી તેમજ જીલ્લા માં અન્ય ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે A.C.B. દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલ આવક અને કરેલ રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસતા, ઉપરોકત સમયગાળાની ફરજ દરમ્યાન આક્ષેપિતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂા.૨૩,૪૬,૬૮૦/- એટલે કે, ૭૫.૮૬% જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થતાં, આરોપીએ ઉપરોકત સમયગાળામાં કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદા પુર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ ગે.કા.ની રીત રસમો અપનાવી નાણાં મેળવી, નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પત્નીના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કરી, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ (સધારો-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(ર) મુજબનો ગન્હો કર્યા બાબત. ગુન્હો દાખલ કરનાર અધિકારીઃ- શ્રી પી.કે. ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે., મોરબી તપાસ કરનાર અધિકારીઃ- શ્રી આર.આર. સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે., રાજકોટ ગ્રામ્ય. સુપરવિઝન અધિકારીઃ- *શ્રી એ.પી. જાડેજા,* મદદનીશ નિયામક, એ.સી.બી., રાજકોટ એકમ.

મંગળવાર, 15 ડિસેમ્બર, 2020

સોમવતી અમાસને દિવસે પ્રાંચી સ્થિત મોક્ષ પીપળે પિતૃ તર્પણ માટે ભાવિકોનો ઉમટ્યો પ્રવાહ,

આજે સોમવતી અમાસને દિવસે પ્રાંચી સ્થિત મોક્ષ પીપળે પિતૃ તર્પણ માટે ભાવિકોનો ઉમટ્યો પ્રવાહ,
સોમવાર અને અમાસનો શુભગ સંયોગ જૂજ આવે છે. ત્યારે માધવરાયજી ભગવાનનાં સાનિધ્યે પ્રાચી તિર્થે આવેલા મોક્ષ પીપળાને આ દિવસે પાણી આપવું અત્યંત શુભ માનવામાં આવે છે.આજનાં દિવસે મોટી સંખ્યામાં ભક્તો પ્રાચી પવિત્ર કુંડમાં સ્નાન કરી પિતૃ તર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકામાં આવેલું પ્રાંચી ગામ અતિ પ્રાચીન છે.જેનું વર્ણન સ્કંદ પુરાણમાં મળી આવે છે.પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી તટે આવેલાં પ્રાંચી તિર્થે પૌરાણિક પીપળો આવેલો છે.આ પીપળે આજના દિવસે પાણી રેડી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષગતિની પ્રાપ્તિ થાય છે. મનને શાંતિ મળે છે. સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે. ભારતીય દર્શન શાસ્ત્ર અને સંસ્કૃતિ કહે છે...'પૂર્વ તરફ આગળ વધો.' પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ સાક્ષાત બિરાજેલા છે.આજે સોમવતી અમાસનાં દિવસે પ્રાંચી તીર્થ ખાતે આવેલી સરસ્વતી નદીનાં કુંડમાં સ્નાન કરી અહીં બિરાજમાન માધવરાયજી ભગવાનનાં દર્શન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવાનું અનોખું મહત્વ છે.ભગવાન શ્રીકૃષ્ણ એ પણ અહીં મોક્ષ પીપળે તર્પણ કરી યાદવકુળને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી.સોમવતી અમાસે અહીંના પીપળે પાણી રેડી તર્પણ કરવાથી સાત પેઢીનાં પૂર્વજોની આત્માને શાતા મળે છે. પ્રભાસક્ષેત્રમાં આવેલા પ્રાંચી તિર્થે આજે સોમવતી અમાસે સેંકડો લોકો ઠેક ઠેકાણેથી પિતૃ તર્પણ કરવા આવ્યા છે.ગુજરાત ભરમાંથી પધારેલા શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરી પ્રાંચી આવે છે.અહીંના પવિત્ર કુંડમાં સ્નાન કરી,મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યા બાદ માધવરાયજી ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.તો સાથોસાથ મનોવાંછિત ફળની કામનાં કરી પિતૃઓના આશીર્વાદ મેળવે છે.સોમવતી અમાસે અહીંનાં મોક્ષ પીપળે પાણી રેડવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.એટલેજ કહેવાય છે કે, "સો વાર કાશી અને એકવાર પ્રાંચી." રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ

સોમવાર, 14 ડિસેમ્બર, 2020

વડાપ્રધાનશ્રી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખશે વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાટનું ભૂમિપૂજન કરશે રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧ર૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન ...... મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાનશ્રી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખશે વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાટનું ભૂમિપૂજન કરશે રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧ર૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન ...... મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
.......... ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે. વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે ૨.૦૦ કલાકે ખાતમૂર્હુત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રીશ્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રીશ્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે. તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.   ધોરડો ખાતે વડાપ્રધાનશ્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રીશ્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.  વડાપ્રધાનશ્રી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે. સી.એમ.-પીઆરઓ/અરૂણ ... ...

વડાપ્રધાનશ્રી મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે

- ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક નવું પ્રકરણ આલેખશે - વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના અબ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે - દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાટનું ભૂમિપૂજન કરશે - રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના રૂ. ૧૨૯ કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે. વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે ૨.૦૦ કલાકે ખાતમૂર્હત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રીશ્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રીશ્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે. તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના | ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે. ધોરડો ખાતે વડાપ્રધાનશ્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રીશ્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની | ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના | તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં | આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે. સી. એમ. -પીઆરઓ/અરૂણ ...

ઘંટેશ્‍વર ફાયરીંગ બટમાં અવર- જવર પર પ્રતિબંધ

રાજકોટ - રાજકોટ જિલ્‍લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્‍વર એસ.આર.પી. જુથમાં આવેલ બફેલ રેન્‍જ ખાતે એસ.આર.પી.જૂથના અધિકારીઓ/કર્મચારીઓનું તા.૨૮/૨/૨૦૨૧ સુધી ફાયરીંગ પ્રેકટિસ થઇ હોવાથી રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરશ્રી મનોજ અગ્રવાલે આ ફાયરીંગ બટની આજુ- બાજુના વિસ્‍તારમાં ઉપર તા.૨૮/૨/૨૧થી સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અમરેલીની સાડા ત્રણ વર્ષની રેપપિડિત બાળકીનું રાજકોટના તબીબો દ્વારા થયું સફળ ઓપરેશન

૦૦૦ ઇજાને કારણે બાળકીનો મળ-મુત્ર માર્ગ એક થઇ ગયો હતો સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને મળ્યુ નવજીવન રાજકોટ : અમરેલીની સાડા ત્રણ વર્ષની રેપ પિડિત બાળકીનું રાજકોટના તબીબો દ્વારા સફળ ઓપરેશન કરાયુ છે. આ બાળકીને ઇજાને કારણે મળ-મુત્ર માર્ગ એક થઇ ગયો હતો. સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને નવજીવન મળ્યુ છે. અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી લાજવંતીબેન બધેકા કહે છે કે મે, ૨૦૨૦માં અમારા જિલ્લાના એક શહેરમાં કાચા ઝૂપંડામાં રહેતી દીકરીને એક શખસ ઉપાડી ગયો હતો. બળાત્કાર અને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરીને આ બાળકીને ગંભીર ઇજા પહોંચાડી બીજા ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી. અમરેલીના કલેકટરના આદેશથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આ બાળકી અને તેના પરિવારનું કાઉન્સેલીંગ કરી તેનો અહેવાલ આપ્યો હતો. આ ઘટનાના પાંચ માસ બાદ સપ્ટેમ્બર માસમાં સખી વન સ્ટોપ સેન્ટર અમરેલીના સ્ટાફ દ્વારા ફરી આ બાળકીના પરિવારની મુલાકાત લેવામાં આવતા દીકરીની માતાએ જણાવ્યુ હતું કે તેની પુત્રીને થયેલી શારીરિક ઇજાને કારણે યોની માર્ગ અને મુત્ર માર્ગ એક થઇ ગયો હતો. અમરેલીની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અને સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. રાજકોટ અને અમરેલીના જિલ્લા મહિલા બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી આ બાળકીની સફળ સર્જરી- સારવાર રાજકોટ સિવિલના પીડીયાટ્રીક અને ગાયનેકની ટીમ દ્વારા કરવામાં આવી છે. આમ રાજકોટ અને અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના લાજવંતીબને બધેકા, મનિષાબેન ત્રિવેદી, યાસ્મીનબેન ઠેબા, વનિતાબેન ચૌહાણ, છાયાબેન રાઠોડ તથા દહેજ પ્રતિબંધ અધિકારીશ્રી કિરણ મોરીના સયુંકત પ્રયાસોથી બાળકીને નવજીવન પ્રાપ્ત થયુ છે. પારૂલ આડેસરા

માળીયા હાટીના સમસ્ત સમાજ માં ભભૂકીયો રોષ

માળીયા હાટીના એક તાલુકા નું સ્થળ છે. અંદાજીત 4 કી. મી. માં પથરાયેલ છે. અહીં સૂર્ય ગંગા ઘાટ આવેલ છે. અને ત્રિવેણી સંગમ નદી છે. ત્યાં સ્વામીનારણ ભગવાને સ્નાન પણ કરેલ છે. બહાર ના ઘણા હરિ ભક્તો અહીં સ્નાન કરવા અને દર્શન કરવા આવે છે. માળીયા હાટીના તાલુકાનું સ્થળ હોવાથી અહીં સુવિધા નામે મીંડું છે અહીં અંતિમ રથ સુવિધા નથી અને સ્મશાન ખુબજ બિસ્માર હાલત માં છે. આ બાબત છેલ્લા ઘણા સમય થી બજાર માંલોકો મુખે ચર્ચા થઈ રહી છે કે હાલ સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો ને શુ ખબર નથી? માળીયા હાટીના માં સ્મશાન માં સુવિધા માં શુ ઘટે છે? હરેક સમાજ ના માણસ નાત જાત ના ભેદભાવ વગર એકજ રસ્તે જવાનું હોય છે. સા માટે કોઈ સામાજિક આગેવાન કે રાજકીય આગેવાનો આ બાબતે ધ્યાન દેતા નથી ચૂંટાયેલા પ્રતિનિધિ રૂપિયા મળે તેમાજ ગ્રાન્ટ ફાળવે છે. ? અગાઉ એક આગેવાન દ્વારા એક વર્ષ માટે અંદાજીત 500000/ ની ગ્રાન્ટ વાઇફાઇ વાપરવા માટે આપી હતિ પરંતુ આ ગ્રાન્ટ મીની અંતિમ રથ અથવા માળીયા હાટીના સ્મશાન માટે આપી હોત તો કાયમ લોકો યાદ કરતા હોત
છેલ્લે માળીયા હાટીના માં સૌ પ્રથમ મુસ્લિમ આગેવાન ના સરપંચ બન્યા ત્યારે ચાર્જ સાંભળતા માળીયા હાટીના હિન્દૂ સ્માશન સારી કામ ગિરી થઈ હતી ત્યારબાદ કોઈ પણ માળીયા હાટીના સ્મશાન કામ થયું નથી જ્યારે ચોમાસુ આવે ત્યારે ખાટલી ઉપર પાણી પડે છે.ત્યારે ચિતા પણ ઠરી જાય છે. અને માળીયા હાટીના મોટા વિસ્તાર માં પથરાયેલ હોવાથી અંતિમ રથ ન હોવાથીલોકો ને સમશાને મૃતદેહ ને પોહચડવા ખુબજ મુશ્કેલ પડે છે.અંતિમ રથ ના હોવાથી માળીયા હાટીના ની પ્રજા માં ભભૂકીયો રોષ જૂનાગઢ જીલ્લા નું તાલુકા નું ગામ માળીયા હાટીના છે તો એક સારું સ્મશાન નથી કે અંતિમ રથ નથી હાલ ઘણા નાના ગામ માં પણ સારા સ્મશાન છે. તોહવે જોવાનું રહેશે કે માળીયા હાટીના સારું સ્મશાન નિર્માણકરવા અને અંતિમ રથ માટે આવિસ્તાર ના સંસદ સભ્ય રાજેશ ભાઈ ચુડાસમા, ધારાસભ્ય બાબુ ભાઈ વાજા અને ચૂંટાયેલા નાના મોટા આગેવાનો અને સામાજિક કાર્યકરો આગળ આવશે ? તે જોવાનું રહેશે જો રાજકીય આગેવનો ને રસ ન હોય તો આવનારા દરેક સમાજ ના મોભી આગેવનો આગળ આવે ગ્રામજનો ની મિટિંગ બોલાવી સ્મશાન સારું બનાવવા અને અંતિમ રથ માટે સારો નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ બહાર ગામ ના લોકો જ્યારે સ્મશાન(મુક્તિ ધામ) ની મુલાકાત લઈ ત્યારે રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યોકરો, દરેક સમાજ ના આગેવાની ની એક નોંધ લેવાય છે. સુ કોઈ કોઈ જવાબદાર વ્યક્તિ સારું કામ કરવા વાળા નથી ? તેના માટે માળીયા હાટીના નો આબરૂ સવાલ થઈ રહ્યો છે જરાક કુદરત નો ખોપ રાખો દરેક ને એકજ રસ્તે જવાનું એટલે મુક્તિ ધામ માં આમા કોઈ એ પણ જાત ના પક્ષા પક્ષી વિના સાથે મળી કામ કરવું જોઈએ તેવી માળીયા હાટીના ની જાહેર જનતા ની બુલંદ માંગ છે. માળીયા હાટીના સ્મશાન અને અંતિમ રથ માટે ગ્રામજનો એ અને આગેવાનો સારો લોકફાળો ભેગો કરી માળીયા હાટીના ના સરપંચ નટવરસિંહ સીસોદીયા ને આપી સારું બનાવવા સાથ સહકાર આપવો જેથી માળીયા હાટીના સારું સુવિધા વાળુ સ્મશાન અને અંતિમ રથ લઈ શકે આ વિકાસ ના કામ સૌ સાથ આપવા સહ રિપોર્ટર પ્રતાપ સીસોદીયા માળીયા હાટીના મો.7575863292