🖊️દિપક જોષી દ્વારા.... પ્રાચી...
તાલાલા શહેરમાં સુંદરમ સોસાયટી માં આવેલા કબ્રસ્તાનમાં ગાર્ડ ઓફ ઓનરની સલામી સાથે દફનવિધિ કરવામાં આવી.
તાલાલા શહેરમાં અંતિમ યાત્રા ના રૂટને રાષ્ટ્રધ્વજ તથા મોટા મોટા બેનરો થી શુસોભીત કરવામાં આવતા શહેર દેશભક્તિના રંગે રંગાયું.
તાલાલા ગિરના અરુણાચલ પ્રદેશની સરહદે વિરગતી પામેલ અમર સીદી બાદશાહ આદિવાસી યુવાન ઈમરાનભાઈ કાળુભાઈ સાયલી ઉંમર વર્ષ 33 ને તાલાલા શહેરમાં વસવાટ કરતાં તમામ સમાજે શહેર સજ્જડ બંધ રાખી સામૂહિક ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દેશના સીમાડા નો રખોપું કરતા કરતા રવિવારે વીરગતિ પામેલ ભારત માતાના વીર સપૂત ઈમરાન ભાઈ સાયલી નો મૃતદેહ અમદાવાદથી હવાઇ માર્ગેજૂનાગઢ આવ્યા બાદ આર્મીના વાહનોમાં આર્મીના 31 જવાનો બોડી સાથે તાલાલા આવ્યા ત્યારે ભારત માતાના વીર સપૂત ઈમરાનભાઈ અમર રહોના નારા સાથે માર્ગ ઉપર એક કિ.મી લાંબી લાઈનમાં કલાકોની પ્રતિક્ષા કરી રહેલા હજારો લોકોએ તાલાલા ગીરના ગૌરવ વીર શહીદ જવાન ઉપર પુષ્પ વર્ષા કરી હતી. ત્યારે સમગ્ર શહેરમાં દેશભક્તિનુ અભૂતપૂર્વ માહોલ છવાઇ ગયું હતું. ત્યારબાદ શહીદ જવાનના મૃતદેહને રમણેચી રોડ ઉપર આવેલ તેમના નિવાસ સ્થાને લઇ જવામાં આવેલ ત્યાં શહીદ જવાનના પિતા કાળુભાઈ તથા માતા જુમા બેન મોટાભાઈ જાફર ભાઈ સહિત પરિવારજનો તથા તાલાલા શહેરના તમામ સમાજ તથા વેપારી મંડળ તથા તમામ રાજકીય પક્ષો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અમર શહીદને પુષ્પાંજલી અર્પણ કરી તાલાલા ના ગૌરવ ને અંતિમ વિદાય આપી હતી.
|| મારો દીકરો દેશની રક્ષા કાજે શહીદ થયો છે ||
શહીદ વીર જવાન ના પિતા કાળુભાઈ સાયલી એ જણાવ્યું કે મારો દીકરો દેશની રક્ષા કાજે શહીદ થયો છે. જેનો અમને ગર્વ છે. માં ભોમની રક્ષા માટે અમારા પરિવારના બીજા દીકરાઓ પણ આર્મીમાં મોકલી ભારત માતાની રક્ષા કરશું. અમર શહીદ જવાન ઈમરાનભાઈ અરુણાચલ પ્રદેશ રાજપુત રેજીમેન્ટ-25 માં નાયક તરીકે 13 વર્ષથી સેવા આપતા હતા.
|| તાલાલા 36 વર્ષ પછી અભૂતપૂર્વ બંધ રહ્યું ||
તાલાલા ગીર નો જવાન અરૂણાચલ પ્રદેશ સરહદે શહીદ થયાના સમાચાર આવતા શહેરના વિવિધ માર્ગો તથા મુખ્ય ચોકમાં હિન્દુસ્તાન કે સૂત્રો સાથે મોટા-મોટા બેનરો તથા રાષ્ટ્રધ્વજ ઠેર ઠેર લગાવવામાં આવતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઇ ગયું હતું.આજે સવારથી શહેરમાં શાકભાજી, ફ્રૂટ, ચા-પાન સહિત નાના-મોટા તમામ દુકાનો સ્વયંભૂ સજ્જડ બંધ રહેતા શહેરમાં થઈ ગયું હતું. 1984 માં જ્યારે ઇન્દિરા ગાંધીની નિર્મળ હત્યા થઈ હતી ત્યારે શહેર સ્વયંભૂ અભૂતપૂર્વ બંધ રહ્યું હતું. તેની જેમ 36 વર્ષ પછી આજે વીર શહીદના માનમાં બંધ રહી તમામ સમાજે સહિદ જવાન ને ભાવભરી ભાવાંજલિ અર્પણ કરી હતી.
|| તાલાલાના શહીદ જવાનની અંતિમવિધિ માં ઉચ્ચ આર્મી અધિકારીઓ જોડાયા ||
તાલાલા ગીરના અમર શહિદ જવાનની કાયમી વિદાય આપવા અંતિમવિધિમાં ચીફ આર્મી કમાન્ડર- નવી દિલ્હી, મદ્રાસ, અમદાવાદ, જામનગર સહિત 31 જવાનો ઉપરાંત જામનગર સૈનિક કલ્યાણ અધિકારી શ્રી સંદીપ જયસ્વાલ - જામનગર ખાતેની સૈનિક વેલફેર કચેરીના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી રઈસભાઈ ધાંચી, શ્રી પ્રવિણસિંહ જાડેજા, ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી રામ ભાઈ ચારિયા, જૂનાગઢના પ્રમુખશ્રી રમેશભાઇ પરમાર ઉપરાંત તાલાલા પંથકમાંથી તમામ સમાજના તથા તમામ રાજકીય પક્ષો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.



























