અનુયાયીઓ

શુક્રવાર, 20 નવેમ્બર, 2020

જેતલસરમાં શહીદ જવાનને પુષ્પાંજલિ અપાઈ


કુલદીપ જોશી

















 
જેતલસર, તા.20
આજથી 20 વર્ષ પહેલા સિયાચીન ગ્લેસિયર ખાતે અંદાજે 11 હજાર ફૂટ ઊંચાઈએ ફૌજી તરીકે ફરજ બજાવતા ધનસુખ ધીરુભાઈ ભુવા શહીદ થયા હતા. તેમની યાદ કાયમી રૂપે જેતલસર પંથકમાં જળવાઈ રહે તે માટે શહીદ જવાન ધનસુખ ભુવાનું રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્ક, બસસ્ટેન્ડ પાસે સ્ટેચ્યુ મુકાયું છે.
આજે 20મી પુણ્યતિથિ નિમિતે શહીદ જવાનના માતા-પિતા, બાળકો બંશી અને કિશન સહીત જેતલસરના ગ્રામજનોએ મોટી સંખ્યામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. આ તકે જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન અને ગામના માજી સરપંચ દિનેશ ભુવા, આરડીસી બેન્કના ડિરેક્ટર લાલજીભાઈ રાદડિયા  વિગેરેએ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી શહીદ જવાનના દેશ પ્રત્યેના શૌર્યને વાગોળીને, પરિવારજનોએ દિકરાની ખોટ પૂરવાની અને બાળકોને હિમ્મત આપવાની પ્રભુને પ્રાર્થના કરી હતી.

ફોટો: કુલદીપ જોશી, જેતલસર

ગુરુવાર, 19 નવેમ્બર, 2020

તા. ૨૧ ના રોજ ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક યોજાશે

પાણી-પૂરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનો

રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

૦૦૦૦૦૦૦

રાજકોટ, 

 પાણી-પૂરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા. ૨૦ નવેમ્બર અને શુક્રવારે સવારે ૧૦-૩૦ કલાકે જસદણ તાલુકાના મેઘપર ખાતે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં, બપોરે ૨-૦૦ કલાકે વિંછીયા તાલુકાના મોટી-લાખાવડ ખાતે નિનામા બ્રીજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં, બપોરે ૩-૦૦ કલાકે ઓરી ખાતે ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


તા. ૨૧ ના રોજ ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક યોજાશે

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ, 

 તા. ૨૧ નવેમ્બરના રોજ બપોરના ૧૧-૦૦ કલાકે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલનની બેઠક યોજાશે. આ બેઠકમાં સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.


 

 

 

 




કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને

જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની મીટિંગ યોજાશે

૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ, 

 રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને તા. ૨૩ નવેમ્બરના રોજ બપોરના ૪-૦૦ કલાકે કલેકટર કચેરી, મીટિંગ હોલ ખાતે રાજકોટ જિલ્લાની જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની મીટીંગ યોજાશે. આ મીટિંગમાં સંબંધિત તમામ અધિકારીઓને હાજર રહેવા યાદીમાં જણાવાયું છે.

રાજકોટ કલેકટર કચેરી ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો

 


૦૦૦૦૦૦૦૦૦૦

                       મહેસુલ વિભાગની યોજનાઓના ૫૭ લાભાર્થીઓને            

 કલેક્ટરશ્રી રેમ્યા મોહનના હસ્તે હુકમો અપાયા

૦૦૦૦૦૦૦૦૦૦



 

રાજકોટ, તા.૧૯ નવેમ્બર- નાગરિકોના હિત-લાભ માટે પારદર્શિતા પૂર્વક વહીવટ કરવા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીને સીધો પ્રાપ્ત થાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને તા. ૧૮ નવેમ્બરના રોજ કલેકટર કચેરી, રાજકોટ ખાતે "ઓપન હાઉસ કાર્યક્રમ" યોજાયો હતો.


 

        રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઓપન હાઉસ કાર્યક્રમમાં મહેસુલ વિભાગની વિવિધ યોજનાના કુલ ૫૭ લાભાર્થીઓને કલેક્ટર સુશ્રી રેમ્યા મોહનના હસ્તે વિવિધ હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં બીનખેતી પરવાનગીના ૪૫, બીનખેતી પ્રિમીયમના ૧, સિટીઝનશીપ સર્ટીફિકેટના ૧, કલમ ૫૪ હેઠળના ૧, જમીનના હક્કો બેન્કમાં ગીરો મુકવાની મંજુરીના ત્રણ અને સબલીઝ એન્ડોર્સના ૬ હુકમોનો સમાવેશ થાય છે. ઉપરોક્ત આ તમામ હુકમો કલેકટરશ્રીએ લાભાર્થીઓને હાથોહાથ અર્પણ કર્યા હતા.

            આ તકે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા રાજકોટ જિલ્લો રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છ ભારત એવોર્ડ-૨૦૨૦થી સન્માનીત

 

૦૦૦૦૦૦૦૦૦૦

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાએ એવોર્ડ સ્વીકાર્યો 

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

       આજે ૧૯મી નવેમ્બર એટલે કે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એવોર્ડ વિતરણ સમારંભમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) અંતર્ગત અભૂતપૂર્વ કામગીરી માટે રાજકોટ જિલ્લાને સ્વચ્છ ભારત એવોર્ડ-૨૦૨૦થી સન્માનીત કરાયો.

કેન્દ્રીય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજયકક્ષાના મંત્રીશ્રી રતનલાલ કટરીયાની અધ્યક્ષતામાં યોજાયેલ વર્ચ્યુઅલ એવોર્ડ વિતરણ સમારોહમાં સ્વચ્છ ભારત મીશન(ગ્રામિણ) અંતર્ગત નોંધપાત્ર  કામગીરી કરનાર ભારતભર માંથી ૨૦ જિલ્લાઓની સ્વચ્છ ભારત એવોર્ડ-૨૦૨૦ માટે પસંદગી થયેલ હતી. જેમાં રાજકોટ જિલ્લાને પણ આ ગૌરવાંકિત એવોર્ડથી નાવાજવામાં આવતા સ્થાનિક રાજકોટ કલેકટર કચેરીના એન.આઇ.સી. વિભાગ ખાતેથી વર્ચ્યુઅલ સમારંભમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાએ જિલ્લાતંત્ર વતી આ એવોર્ડ સ્વીકાર કરતા જણાવ્યું કે આ એવોર્ડ જિલ્લાના સ્વચ્છાગ્રહિ જાગૃત નાગરિકો અને સ્વચ્છતાના કાર્યમાં સહભાગી બનેલ તમામ નાગરીકોના પરિશ્રમનું પારિશ્રમીક છે. તેઓએ જિલ્લાના નાગરીકો પ્રત્યે આભાર વ્યકત કરતાં રાજકોટ જિલ્લો સંપૂર્ણ સ્વચ્છ બને અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સંપૂર્ણ સ્વચ્છ ભારતની પરિકલ્પનાને મુર્તિમંત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને પરિપૂર્ણ કરવા વધુને વધુ  સહયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. 






 

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાણાવસીયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) અન્વયે થયેલ નોધપાત્ર કામગીરીની વિગતો જોઇએ તો રાજકોટ જિલ્લાના તમામ ગામોના ઓ.ડી.એફ. અન્વયે સેકન્ડ વેરીફીકેશન થઇ ગયેલ છે. રાજકોટ જિલ્લો સેલ્ફ હેલ્પગ્રૃપોને ૮ જેટલા ગામની સ્વચ્છતા માટેના વર્કઓર્ડરો આપી ગ્રામિણ નારીશક્તિનો સ્વચ્છ ભારત મિશનમાં  વિનિયોગ કરવામાં સફળ રહયો છે. ૧૬૨ ગામોમાં ડોર ટુ ડોર સોલીડ અને લીકવીડ કલેકશન કરાઇ રહ્યું છે. સ્વચ્છતા હી સેવા અંતર્ગત અત્યાર સુધીમાં ૮૧૯૩૮ કીલોગ્રામ પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરાયો છે. જયારે સેલ્ફ હેલ્પ ગ્રૃપો દ્વારા ઘરે-ઘર ફરીને ૧૪૬૦૦ જેટલા જુના કપડાઓ એકત્ર કરી તેની થેલીઓ બનાવી વિતરણ કરીને સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવાયેલ હતું. જેનાથી સીંગલયુઝ પ્લાસ્ટીકના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ હતો.

 આ ઉપરાંત નોંધપાત્ર સંખ્યામાં વ્યક્તિગત શૌચાલયો અને ૧૧૮ જેટલા સામુહિક શૌચાલયોનું નિમાર્ણ પણ કરાયેલ છે. જિલ્લા અને તાલુકાની એસ.બી.એમ. ટીો દ્વારા જિલ્લાના તમામ ગામોમાં ઘનકચરા વ્યવસ્થાપન, સ્વચ્છતાના સંદેશ, સ્વચ્છ ઘર સ્ટીકર, શેરી સફાઇ, ટોયલેટ ટેકનોલોજી અને સ્વચ્છતા જાગૃતિ માટે નાટક, ભીંતચિત્રો અને ડીઝીટલ રથ તથા શાળાઓમાં હાથ ધોવાની પ્રવૃતિ વગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.

વર્ચ્યુઅલ સમારંભમાં સ્થાનિક કક્ષાએ આ પ્રસંગે રાજકોટ જિલ્લા લાઇવલી હુડ મેનેજરશ્રી વિરેન્દ્ર બસિયા અને શ્રી મિનાક્ષીબેન કાચા ઉપસ્થીત હતા.  

"કોરોનાના ભયથી મુક્ત બનશો, તો આપમેળે કોરોનાથી મુક્ત બની જશો" - મનોજભાઈ ભેસદડીયાનો પ્રતિભાવ

 

૦૦૦૦૦૦

રાજકોટ સિવિલ હોસ્પિટલની સચોટ સારવારથી ગોંડલના મનોજભાઈ થયા કોરોનામુક્ત

૦૦૦૦૦૦

રાજકોટ, તા.૧૯ નવેમ્બર- "જો કોરોનાના ભયથી મુક્ત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુક્ત બની જશો" આ શબ્દો છે તાજેતરમાં કોરોનાને મ્હાત આપનાર મનોજભાઇ ભેસદડીયાના. જેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળેલ સુદ્રઢ સારવાર થકી કોરોના મુક્ત થયા છે અને તેનો શ્રેય મનોજભાઇ રાજ્ય સરકારને આપે છે.

મનોજભાઇ મૂળ ગોંડલના રહેવાસી છે, તેમને શરીરમાં તાવ અને કળતર થવા લાગી, ભોજનનો સ્વાદ અને સુગંધ પણ જતા રહ્યા, તેથી તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન અર્થે ગયા ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ વિશે વાત કરતા મનોજભાઇ જણાવે છે કે,"ગોંડલના કોરોનાનાં ખાનગી દવાખાનામાં દાખલ થવું અમારા માટે શક્ય નહોતું, કેમકે ત્યાંની ફી અમને પરવડે તેવી નહોતી, એ વખતે ગોંડલના પી.એચ.સી.ના ડોકટરે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનું સૂચન આપ્યું, એટલે હું તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો, ત્યાં મારી તપાસ કર્યા બાદ ફરજ પરના ડોકટરના સુચનથી મને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો. આવો ગંભીર રોગ લાગુ પડે તો તેની સારવાર પણ કેટલી મોંઘી હોય પણ સરકારને દાદ દેવી પડે, સિવિલમાં મારી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર ખાનગી હોસ્પિટલમાં સરકાર આપે એવી સુવિધાસભર સારવાર મને ડોકટરોએ આપી છે, દિવસમાં ૫-૫ વાર ડોકટરો મારી તબિયત ચેક કરવા માટે આવતા હતા, સવાર સાંજ ગરમાં ગરમ નાસ્તો, જમવાનું, આયુર્વેદિક ઉકાળા અને દવાથી જ હું સ્વસ્થ થયો છું, હું રાજ્ય સરકારનો આભારી છું કે તેઓ મારા જેવા કોરોનાના દર્દીઓને આટલી સારી સારવાર વિના મૂલ્યે આપે છે."

આમ, કોરોનાનાં દર્દીઓને કોરોના મુક્ત કરવામાં રાઉન્ડ ધ ક્લોક સેવારત ગુજરાત સરકાર અને સિવિલ હોસ્પિટલની સચોટ કામગીરીથી મનોજભાઈ જેવા દર્દીઓ કોરોના મુક્ત થઈ રહ્યા છે.

 

શુભમ અંબાણી                                        ૦૦૦૦૦